એકજ રસ્તે
રોજ રોજ આવતા ને જતાં....
એક નર અને
એક માદા...
જો એક
બીજાને નિહાળે ...
તો
નિર્દોષ નજરમાં દોષ જન્મે ...
અને
હ્રદયમાં એક ઘોષ જન્મે...
પણ જો એ
નજરનો દોશ અને હ્રદયનો ઘોષ સાવ નિર્દોષ હોય તો....
આવી જ કઈક
ઘટના એની સાથે બની ...
અને પછી
બને છે એવું જ બન્યું .....
એકજ
રસ્તાના બેઉ મુસાફિરના ચરણ અંતે એક દિવસ સામસામે થંભી ગયા...
પ્રથમ
દિવસે ઝાડની ઓથે ઊભા રહી થોડી વાતો કરી વહેતા થયા ...
પછી તો
રોજનું થયું, સમયાંતરે
એક બીજાને આમ કહેતા થયા....
એક દિવસ
નરે માદા ને પ્રેમથી કહ્યું ..
બહુ જાજી
નૈ બસ.! મારી પાસે જરીક તો આવ.
યાર મસ્ત
વાત કહું કાનમાં, તું કરીબ
તો આવ.
માદાએ
લજવાઈને પૂછ્યું . પણ શું..???
નરે
નિર્દોષ ભાવે કહ્યું...
આ હવા છે
ને એ પણ આપણી વચ્ચેથી સરકી ના શકે.
આવ
પ્રેમથી, એકવાર એ રીતે સાવ નજીક તો આવ.
માદા ફરી
શરમાઈને બોલી ...
ના મને
શરમ આવે...
નરે
કહ્યું...
સાચું
કહું ? આ તારી પણ શરમ ક્ષણમા આપો આપ છૂટી જશે
હોં.
ખોટું નથી
બોલતો , અરે ગાંડી તારી કોક સખીને ને તું પૂછી
તો જો.
માદા
લજવાતી લજવાતી નીચી નજરે નરની નજીક ગઈ...
નરે
કહ્યું બે ફિકર થઈ તારી આંખો બંધ કર. હું કૈક આપું.
કઈક અલગ જ
રીતે આજે તું મને માપ, ને હું
તને માપુ.
માદા આંખ
બંધ કરી લજવાતી સંકોચાતી ઊભી રહી ...
નર નમણી
લજવાતી માદાને અપલક નિરખતો રહ્યો...
પેલી
અધિરી થઈ જરીક અમથી આંખ ખોલી બોલી ...
અલ્યા તે
કહ્યું ને.! કે આંખ બંધ કર, તો લે મે
આંખ બંધ કરી.
અને તે એમ
પણ કહ્યું હતું ને ! કે તું કઈક આપીશ તો આપ.!
માદાના
હોઠ થયા પાણી પાણી ...
પણ નરે
માત્ર ગાલ પર ચૂટકી જ ખણી...
માદા
આકળાઈ ને બોલી ...
એમ નહીં.!
તે કહ્યું હતું ને ! કે કઈક અલગ જ રીતે.
તું માપ
આપીશ ને મને પણ એ રીતે માપીશ તો માપ.!
નરે હળવાશથી કહ્યું. તે ધાર્યા કરતાં વધારે ધારી લીધું.
અને મે , મારે જે વિચારવું હતું એ ક્ષણમા વિચારી લીધું.
મારે જે
આપવું હતું તે અપાઈ ગયું.
શું મારુ
મન તારાથી મપાઈ ગયું ?
માદા
લજવાઈને બોલી હાં હવે. સાવ પાગલ જેવો જ છે તું ...
એ સિવાય
બીજું ...?
માદા :-
હજુ તો ઘણું બધુ તારા મુખે થી સાંભળવાની ઈચ્છા છે.
નર:- પણ
એમ દૂરથી નૈ , તોજ કહું
પ્રેમથી તું સમીપ જો આવ.!
માદા ખુશ
થઈ ગઈ જોઈ નરની આંખો નિર્દોષ.
નરે પણ
સાંભળી લીધો માદાના હ્રદયનો ઘોષ.
માદા એ
કહ્યું , તે કહ્યું તે મે કર્યું હવે હું જે
માગું તું આપીશ...?
નરે નજીક
જઈ હળવેકથી પૂછ્યું તું જીવ તો નહીં ને માંગીશ ?
માદાએ
કહ્યું કેમ ડરી ગયો....?
નર કહે ના
રે.. યાર એમાં ડરવાનું શું. !
પણ તુજ
કહે, મરીને પછી કરવાનું શું.!
અને પછી
નરે માદાનો હાથ લઈ હાથમાં હળવેકથી દાબતા કહ્યું.
હું જાણું
છું જાનું તું જાન તો નહીં જ માંગે.! હાં મારી ભીતર.
“અનંત” પ્રેમ છે
! આજીવન એ પ્રેમથી આપીશ.. લે માંગ..!.
આમ ને નર
માદા એક બીજાના પ્રેમને પ્રેમથી માપતા રહ્યા.
“અનંત” પ્રેમ
આપતા રહ્યા, “અનંત” પ્રેમ
પામતા રહ્યા...
નર અને
માદા વચ્ચેના પ્રેમનું આ ઝરણું સદીઓથી નિરંતર ઝર્યા કરે છે.
“અનંત” કોઈ ભળી
જાય છે એકમેકમાં કોઈ વિખૂટા પડી બસ ઝૂર્યા કરે છે...
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
બહુ જાજી
નૈ બસ.! મારી પાસે જરીક તો આવ.
યાર મસ્ત
વાત કહું કાનમાં, તું કરીબ
તો આવ.
આ હવા પણ
આપણી વચ્ચેથી સરકી ના શકે.
આવ
પ્રેમથી, એકવાર સાવ
નજીક તો આવ.
અલ્યા તે
કહ્યું ને.! કે આંખ બંધ કર, તો લે મે
આંખ બંધ કરી
અને તે એમ
પણ કહ્યું હતું ને ! કે તું કઈક આપીશ તો આપ.
એમ નહીં.!
તે કહ્યું હતું ને ! કે કઈક અલગ જ રીતે.તારું,
તું માપ
આપીશ ને મને પણ એ રીતે માપીશ તો માપ.!
માદા :-
હજુ તો ઘણું બધુ તારા મુખે થી સાંભળવાની ઈચ્છા છે.
નર:- પણ
એમ દૂરથી નૈ , તોજ કહું
પ્રેમથી તું સમીપ જો આવ.
હું જાણું
છું જાનું તું જાન તો નહીં જ માંગે.! હાં મારી ભીતર.
“અનંત” પ્રેમ છે
! આજીવન એ પ્રેમથી આપીશ.. લે માંગ..!
"અનંત"

.jpg)
.jpg)
.jpg)

.jpg)


