હળવે... હળવે...
ઘોઘી ઘોઘાધા ઘરમા પ્રવેશી...
નૈતો કાયમ ફાસંફાસ આવતી..
ઘોઘો સોફાપર પગ લંબાવી આંખ બંધ કરી,
ખુરશી પર બેઠો હતો.
નૈ તો કાયમ સોફાપર બેસતો...
આવીને ઘોઘી હળવેકથીથી સોફાપર બેઠી..
નૈ તો ધબ્બ દૈન બેસતી..
કાન ખુલ્લા હતા અકલે અને પાછો,
ભાસ પણ થૈય જ જાય કોક ખાસ પાસ આવે તો..
અકલે આંખ ખુલી ગૈ
"લે આલે આલે લે ઘોઘી તુ ક્યારે પધારી..? "
ઘોઘો અવળી ખુરશી પર બેઠો હતોને અકલે...
નૈ તો સોફા પર બેઠો હોય, અકલે,
મો દરવાજા સામે રહે..
પણ ખુરશી પર બેઠો અકલે દરવાજા સામે પીઠ આવી.
અને પાછી ઘોઘી પણ હળવે પગલે પ્રવેશી...
અકલે કે ટુંકમાં આજે બધુ પહલેથીજ સઘળું
અવળુ યાને કૈક જુદુજ બની રહ્યુ હતુ...
અકલે ઘોઘાએ ચોંકીને ઘોઘીને કહ્યુ.
"લે આલે આલે લે ઘોઘી તુ ક્યારે પધારી..? "
ઘોઘી કહે તુ અવળો હતો ને આંખ બંધ હતી તારી...
બસ ત્યારે એટલે કે હમણાજ હુ પધારી ...
નીચી નજરે ઘોઘીએ ઘોઘાને કહ્યુ..
નૈ તો આંખો કાઢીને વાત કરતી..
" ઘોઘા મારે તને એક વાત કહેવી છે... "
ઘોઘો ફરી ચોંક્યો અને આંખો ચોળીને,
પહોળી આંખે આશ્ચર્ય સહ ઘોઘાએ
ઘોઘી સામે જોઈને કહ્યુ.
શુ વાત છે ઘોઘી.!!!
કાયમ પુછ પુછ કરનાર, સવાલો પૂછી પછી ને,
મને પજવનાર સવાલી આજે તૂ..!
મને કૈક કહેવા માંગે છે..!!?
બૌ કેવાય...
ખૈર...
બોલ બોલ., કયજ નાખ.!
અને ઘોઘીએ કહ્યુ.
ઘોઘા મને એમ થાય છે...કે ,
આટલુ બોલી ઘોઘી ચૂપ થૈ ગૈ જાણે વિચારતી હોય,
કૌ કે ના કૌ.
ઘોઘી અધુરૂ બોલીને ચુપ થૈ ગૈ
નૈ તો ઘોઘો થતો.
ઘોઘી ચુપ થૈ ગૈ અકલે ઘોઘાએ પુછ્યુ.
એમ, કેમ, શુ થાય છે તને ઘોઘી.?
ઘોઘીએ માંડ માંડ હિંમત એકઠી કરી
હળવેકથી અકલે કે ધીમેથી કહ્યુ.
કે,
હુ તને ભૂલી જાઊ.
અહીયાય અવળુ,
નૈ તો કોઈ એમ કહે કે,
તૂ મને ભૂલી જા.!
એની બદલે...
ઘોઘીએ કહ્યુ કે,
મને એમ થાય છે કે હુ તને ભુલી જાઊ.
લે બોલ.! તનેય એવુ થાય છે.?
ધોઘો સ્વભાવ મુજબ, વાયડાય કરતા બોલ્યો.
અકલે ઘોઘાએ કહ્યુ
કેમ કોઈ બીજીને પણ એવો વિચાર આવ્યો છે કે ?
ઘોઘીએ ઘોઘાને ઉદાસ સ્વરે સવાલ કર્યો.
અકલે ઘોઘાએ બેઉ ખભા ઉલાળી, હાથ ઊંચા કરી,
હાથના બંને પંજા ઘુમાવી કહ્યુ.
લે, બીજીની મને શુ ખબર...
ઘોઘા તુ કૈ સમજતોજ નથી..!
તો સમજાવ ને.! ગાંડી..!
ઘોઘીની ભીતર ખબર નૈ કેમ આજે કૈ ઉદાસી અને,
બેચેની છવાયેલી હતી.
પણ ઘોઘાને કૈ મનમાય નૈ..
ઘોઘીએ ખામોશ આંખે ઘોઘા સામે જોયુ.
અને ઘોઘાએ આયના સામે.
થોડી વારની ખામોશી બાદ ઘોઘી ઊભી થૈ ચાલવા લાગી
અકલે ઘોઘાએ મજાક કરતા કહ્યુ.
ક્યા ઊપડી એટલી વારમાં ઘોઘી..?
કેમ, શું, કશુ., ભૂલવા ચાલી કે .?
હાં.!
કાયમ ઘોઘો ટુંકા જવાબ આપતો આજે.!?
ખબર નૈ કેમ પહેલેથી બધુ ઊલ્ટુ થઈ રહ્યુ હતુ.
સાચ્ચેજ.?
ઘોઘાએ જતી ઘોઘીનો હાથ પકડી કહ્યુ
હાં.!
અચ્છાઆઅ...
ખૈર...
બેસ.
એમ કહી ઘોઘાએ ઘોઘીને હાથ પકડી,
સોફાપર બેસાડી દીધી.
ઘોઘી પણ હળવેકથી બેસી ગઈ.
નૈ તો ધબ્બ કરતી બેસતી.
બોલ શા માટે મને જતી રોકીને બેસાડી તે મને..?
મર્માળુ હસતા બે ફીકર ઘોઘાએ કહ્યુ.
તને ભૂલવાનો આસાન મારગ બતાવવા.
ઘોઘીની આંખ જર્રાક...
અને ઘોઘાએ એની સામે જોયા વીના વર્ષો પહેલા...
ભાઈબંધ ના ભાઈબંધે લખેલી /કહેલી વાત,
ઘોઘી સામે શરૂ/રજૂ કરતા કહ્યુ કે,
જો ઘોઘી એમ મને ભૂલવું તારા માટે આસાન નથી..
કે ના તો તને ભૂલવુ મારા માટે સરળ..
બે અર્થમા ઘોઘો ફરી કૈ બોલ્યો અકળ...
હ, આ ઘોઘાને ક્યારેય...
કહેવાનું કેતા કે, બોલવાનુ બોલતા નૈ આવડે..!
જરાક અમથુ 'હ' કરી ઘોઘી મનમાજ બબડી.
નૈ તો કાયમ હુહ કરતી.
અને ઘોઘો આગળ બોલ્યો પહેલા જેવુજ.!
અકળ બોલ્યો.
સાંભળ ઘોઘી..!
સાંભળુ છુ.!
ઘોઘીએ નીચું જોઈ જવાબ આપ્યો.
નૈ તો આંખોમાં આંખ પરોવી બોલતી.
હાં તો સાંભળ ઘોઘી.
ભાઈબંધના ભાઈબંધે ન ભૂલાતુ,
ભૂલવા માટે સાવ સરળ મારગ બતાવેલો છે.
અને, જેને ભૂલવાનુ હોય એજ,
કેમ સતત યાદ આવે છે,?
અને એ યાદ આવે તો ભલે આવે પણ,
એ ભૂલે તો કેમ ભૂલાય જાય છે..!?
અગર એ યાદ આવે છે તો કેમ.!?
અને ભૂલે છે તો., કેમ..?
આવા તો કૈક અકળ સવાલોના જવાબ.!
ભાઈબંધ ભાઈબંધ પાસે હતા.
ઘોઘો એકધારૂ બોલ્યે જાય છે બસ બોલ્યેજ જાય છે.
ઘોઘી મનમાજ ખૂબ અકળાય છે,
પણ તોય સાંભળે છે ખબર નૈ કેમ..!
ઘોઘીના મનમા શુ ચાલે છે એ જાણ્યા કે,
ઘોઘીની સામે જોયા વીના,
ઘોઘો આગળ ચલાવે છે...
જો ઘોઘી હુ તો આ બાબતે બૌ બધુ,
કશુ ઓછુ કે વધુ જાણતો નથી..
અને ભાઈબંધ નો ભાઈબંધ પણ,
જાણતો કે નૈ ખબર નથી..
તોય તને કૌ છુ એમ કહી,
ઘોઘાએ પોતાના દ્વારા અકલે કે,
ભાઈબંધ ના ભાઈબંધ વતી નીમીત બની..
અને, ભાઈબંધે બતાવેલા ભૂલવાના બંધ દ્વાર
નો મારગ ખોલ્યો...
અકલે કે અંતે ઘોઘો માંડ માંડ મુળ મારગ પર આવ્યો...
અકલે કે એણે ભાઈબંધ ના ભાઈબંધે કહેલી,
વાત શરૂ કરી.
સાંભળ ઘોઘી.!
સાંભળુ છુ.!
હા, તો ભાઈબંધ ના ભાઈબંધે લખ્યુ કહ્યુ છે કે...
ભૂલેલાને ભૂલવા માટે કૈ ખાસ કરવાનુ નથી.
પણ ન ભુલાતાને ભૂલવા અઘરા છે..!
પણ..,
સાંભળે છે ને ઘોઘી.?
હવેજ મુળ ભૂલવા ભૂલાવવાનો મારગ આવે છે!
મુળની મુળ સોતી વાત ઊખેળી ઘોઘાએ અનેક અર્થ મા
મુળ વાત શરૂ કરી.
સાંભળે છે ને ઘોઘી..!
હાં..!
હાં, તો સાંભળ એમ કહી
અને ઘોઘાએ ભૂલવાનો બંધ મારગ ખોલ્યો..
હુ તને યાદ કરૂ છું એટલે હુ તને યાદ આવુ છુ.
તુ મને યાદ કરે છે એટલે તુ મને યાદ આવે છે.
અને જ્યારે તુ મને ભુલી જઇશ
ત્યારે હુ પણ તને ભુલી જઇશ..
એજ રીતે જ્યારે હુ તને ભુલી જઇશ
ત્યારે તુ પણ મને કહ્યા વીના ભુલી જઇશ..
ઘોઘો એકધારો બોલ્યે જતો હતો..
બોલ્યેજ જતો હતો લે પણ.!
અને અંતે.! ઘોઘીની આંખનો બંધ તૂટ્યો..
અને.,
સોફાપરથી ઊભી થઈ ને ઘોઘી ઘોઘાને વળગી પડી..
અને, ઘોઘાના મો પર હાથ મુકી...
રડતા રડતા બોલી બસ બસ ઘોઘા..
બસ કર હવે...
મારે કોઈ મારગ નથી જાણવો..
મારે કોઈજ મારગ નથી જાણવો ઘોઘા...
ઘોઘીની બથમા ભીંસાયેલા ઘોઘાએ
તોય, ચીડાઈને કહ્યુ.
ન ભૂલવું હોય તો કાય નૈ મારે શું.!
આ તો તે કહ્યુ એટલે મે..
ચૂપ! ચૂપ! ચૂઊઊપ... બંધ થા હવે..!
એમ કહી ઘોઘીએ ઘોઘાના મો પર પોતાના ગોરા નમણા નાજુક એક હાથ નો પંજો ઘોઘાના મો પર મુકી અને અસ્સલ એવાજ બીજા હાથે ઘોઘાનુ માથુ પકડી
ઘોઘાના ગાલને માથાને ચૂમવા લાગી...
તુ જેમ છે જેવો છે એવોજ રે'
તૂ ક્યારેય સુધરેતોજ નૈ..
તને ક્યારેય બોલતા નહી આવડે...
એવુ હુ તને કાયમ કહેતી હતી ને ઘોઘા.!
પણ આજે હુ કહુ છુ તુ જે બોલે છે, જેમ બોલે છે,
એમજ બોલજે.!
ઘોઘા તૂ તો કાયમ બરાબરજ બોલે છે..!
હુજ અક્કલ વગરની અધીરી અધુરી છુ.!
જે કૈ સમજતી નથી..
તને સમજવા તો એય મારા અધુરા ઘોઘા...
આવતા ભવે મારે પૂરે પૂરી તારી થૈ
તારા દ્વારે તારી ઘરવારી થૈને આવવુ પડશે...
એમ કહી ઘોઘીએ ફરી ભીંસ વધારી...
ઘોઘો મુંજાય છે. ભીંસના લીધે...
તોય ઘોઘીએ ઘોઘાને વળગીને
ઘોઘાના કપાળે કીસ કરી...
કીસ અકલે ચૂમી...
ચૂમી અકલે પપ્પી...
પપ્પી અકલે ચુંબન...
ચુંબન અકલે....
એક સ્ત્રી દ્વારા પુરૂષ ને કે પછી પુરૂષ દ્વારા સ્ત્રીને!
આશ્લેશમા...
અકલે કે આલીંગનમા અકલે કે બાહોમા અકલે કે
બથમા ભરીને અકલે કે બથ ભરીને..
અકલે કે...
કપાળ પર, ગાલ પર કે પછી હોઠ પર...
કસીને ચસોચસ.! ચપોચપ...!
અપાતી વસ્તુ અકલે...
કીસ, ચૂમી, જપ્પી પપ્પી...
કૈ પણ નામ આપો એનો અંજામ એકજ હોય...
અચાનક આવુ બધુ.!!!? થયુ ન થવાનુ કે થવાનુ
અકલે
ઘોઘીની બથમા ભીંસાયેલો ઘોઘો તો હેબતાઈ ગ્યો...
બ્લાસ્ટ :-
આજ કાલ તુ મને યાદ નથી આવતી
એનો અર્થ એજ કે,
તે મને યાદ કરવાનું છોડી દીધુ છે
"અનંત "
*બ્લાસ્ટ*
ભેગા હતા તો છેટા હતા.
છેટા થયા તો ભેગા થયા.
"અનંત" ભેગા થયા પછી
કેમ આપણે છેટા છેટા રહ્યા.?
"અનંત"