સ્સાલું ડેલીની માલીપા ઘૂસવાનું મન થઈ જાય એવો મસ્ત ડેલો છે ... !
જૂનો ડેલો ને ડેલામાં પ્રવેશવાની નાનકડી ખીડકી જોઈને પુરાણી યાદોમાં ખોવાઈ જતું ઇ મૌજી
ઇ ગામડું ગામ અને ગામડાના મીઠડાં પ્રેમાળ માણસો ...
પાણી માંગી તો ઘાટી રગડા જેવી માટલીમાં ઠંડી કરેલી છાસ પાય ...
અને આય..! શેરમાં ...!
{ અપવાદ બાદ કરતાં }
તો કોઈ પાણીનુય ના પૂછે ભાય ...પાણીનુય નો પૂછે ..!
ચીતર જોઈને ઠંડી છાસ પીધા જેવુ અનુભવતું ઇ મૌજી
આવતા ભાવે હુય આવી રીતે ગામડામાં રખડતો હોઈશ ...
એવી કલ્પના કરતું ઇ મૌજી
ઇ દીવાલ પર બાઈયુએ હાથે ગૂંથેલા ચાકડા...
ઇ નકસી કામ કરેલા ઢોલિયા ને ઇ ઘોડિયા ...
હવે તો બસ આવા ચીતર માજ જોવા મળે અમાર જેવાને ...
બાકી ભોમિયા થઈ ભટકી તો હાચેન ક્યાક ક્યાક આવી અમીરાત આજેય જીવતી જોવા મળે ...
ચીતર જોઈને રાજી થતું આળસૂનું પીર ઇ મૌજી
ઇ લાકડે પાકેલ ખિચડી ઇમાં પાછી ધૂવાડાની ખુશ્બુ ,
ઇ માટીની તાવડી પર શેકેલા રોટલા શાક ને ઉપર ચોખ્ખા ઘી નો લોંદો ને ગોળનો ગાંગડો ...
સાથે માટીની માટલીમાં ઠંડી થયેલી છાશ ...
વિચાર માત્ર થી કલ્પનામાં દાબી દાબી ને ખાધા પછી
હાશ અનુભવતું અને ,
સંતોષ નો ઓડકાર ખાતું કરતું ઇ મૌજી
ઇ દીવાલ પર બાઈયુએ હાથે ગૂંથેલા ચાકડા...
ઇ નકસી કામ કરેલા ઢોલિયા ને ઇ ઘોડિયા ...
હવે તો બસ આવા ચીતર માજ જોવા મળે અમાર જેવાને ...
બાકી ભોમિયા થઈ ભટકી તો હાચેન ક્યાક ક્યાક આવી અમીરાત આજેય જીવતી જોવા મળે ...
ચીતર જોઈને રાજી થતું આળસૂનું પીર ઇ મૌજી
અને, પછી, ગાર માટી લીંપેલા ફળિયામાં બેસીને
ઘંટુલામાં અનાજ દળતા દળતા ,
ગામની "પંચાત કરવાની મજા જુદી જ હોય"
એ તો ગામડું ગામ હોય , શહેર હોય કે પછી આયા કણે ..
ગામની પંચાત કરવાની મજા તો બધે બધાને સરખીજ મળતી હોય છે ..!
કહ્યા પૂછ્યા વિના ,નકટો થઈ,
બધાજ ચિત્રો ચોરીને ભાગતું ઇ મૌજી
આવતા ભાવે હુય આવી રીતે ગામડામાં રખડતો હોઈશ ...
એવી કલ્પના કરતું ઇ મૌજી


















