વર્ષો પહેલા એક અંધારી રાતે ખંડેર મધ્યે
ચાય ની ચૂસકી ભરતા ભરતા
વાત વાતમાં વાત નીકળી અનંત અલૌકિક ઈશ્વરની
ત્યારે મારાથી એ બંને ને સહજ પૂછાઇ ગયું
શું તમે ઈશ્વર જોયો છે..?
ત્યારે જવાબમાં વર્ષો પહેલા
જેમ એ બંને એ અટપટી વાત કહેલી
એજ રીતે વાત કરવાનું શરૂ કરી દીધું .
ફર્ક એટલોજ હતો કે પહેલા જે વાત કરેલી
તે સમજવી અઘરી હતી પણ આ વખતે સાવ સહેલી.
એ બંને
ઈશ્વરને ક્યાં ક્યાં જુવે છે.
એ લોકોને ઈશ્વર ક્યાં ક્યાં દેખાય છે.
ઈશ્વર શેમાં શેમાં છે તે એ બને કહેતા રહ્યા બોલતા રહ્યા.
ઈશ્વર હોવાના પુરાવવો આપતા રહ્યા.
અજ્ઞાની અનંત મસ્તીમાં ...
અને હું લખતો ગયો લખતો ગયો લખતોજ રહ્યો ...
તે રાત્રે એ લોકો શું બોલ્યા એ કહ્યા પહેલા
હું અજ્ઞાનીએજ વર્ષો પહેલા કહેલી એક વાત
નો ઉલેખ કરીશ
વર્ષો પહેલા માત્ર એક શબ્દ ને જોડી તોડી ને
અર્થાત એક શબ્દ ને પ્રથમ અલગ અને પછી સાથે
રાખીને અજ્ઞાનીએ અદભૂત તીરે અલૌકિક વાત કરતાં
કહેલું કે,,,
“અજ્ઞાની” તમે બે ચાર પુરાવા આપો એ ના હોવાના .
હું “અનંત” ઠોસ પુરાવા આપીશ તમને એના હોવાના.
‘અજ્ઞાની”
આંખ મીંચે તે ઈશ્વર
ઈશ્વર
આંખ ખૂલે તે
ઈશ્વર ઈશ્વર
કાન સુણે તે
ઈશ્વર ઈશ્વર
હોઠ બોલે તે
ઈશ્વર ઈશ્વર
આંખ જુવે તે ઈશ્વર ઈશ્વર
નાક સુંઘે તે ઈશ્વર ઈશ્વર
આવે જાય જાય આવે સતત
સ્વાસ ચલે તે ઈશ્વર ઈશ્વર
હાથ હાલે તે ઈશ્વર
ઈશ્વર
પગ ચાલે તે ઈશ્વર
ઈશ્વર
પ્યાસ લાગે તે ઈશ્વર
ઈશ્વર
ઔર પાણી મીલે તે ઈશ્વર ઈશ્વર
ભૂખ લગે તે ઈશ્વર
ઈશ્વર
ભોજન મીલે તે ઈશ્વર
ઈશ્વર
પચી જાય તે ઈશ્વર ઈશ્વર
ઔર શક્તિ મીલે તે ઈશ્વર ઈશ્વર
આંસુ વહે તે ઈશ્વર ઈશ્વર
લોહી બને તે ઈશ્વર ઈશ્વર
સુરજ ઊગે તે ઈશ્વર ઈશ્વર
સાંજ ઢળે તે ઈશ્વર ઈશ્વર
દિન ઊગે તે ઈશ્વર
ઈશ્વર
રાત પડે તે ઈશ્વર ઈશ્વર
ફૂલ ખીલે તે ઈશ્વર ઈશ્વર
અરે... ફૂલ ખરે તે ઈશ્વર ઈશ્વર
તાપ લાગે તે ઈશ્વર ઈશ્વર
ઠંડ લગે તે ઈશ્વર ઈશ્વર
ધુલ ઊડે તે ઈશ્વર ઈશ્વર
ઔર બારસાત ગીરે તે ઈશ્વર ઈશ્વર
સુખ મીલે તો ઈશ્વર ઈશ્વર
ગર દૂ;ખ ભી મીલે તો ઈશ્વર ઈશ્વર
“અજ્ઞાની”
બહાર દેખાય છે
છાંયા ઈશ્વરની
બહાર દેખાય તે છાંયા ઈશ્વરની
“અનંત”
ભીતર દેખાય તે ઈશ્વર
ઈશ્વર
"અનંત"
*બ્લાસ્ટ*
અન્ય વ્યક્તિની સામે
સારો કે ખરાબ
માનવ માત્ર
તેના વાણી વર્તન અને વ્યવહાર થકી હોય છે !
"અનંત"
ઈર્ષાળુ વ્યક્તિની વાત જો કે જરા નોખી છે
તેની નજરમાં કોઈ પણ સારી વ્યક્તિ પણ !
તેની વિચારસરણી મુજબ ખરાબ હોય છે !
"અનંત"
