વર્ષો પહેલા....
અનંતે એની કોઈ ચહીતીને લખેલા ...
પ્રેમ પત્રો માથી.....
નિર્દોષ ગુનેહગાર
November 7, 2012 · 1 min read ·
Shared with Public
"એક અલૌકિક પ્રેમ પત્ર"
વર્ષો પહેલા લખેલા ...
અનંત"ના પ્રેમ પત્રો માથી.....
પ્રિયે ...
મે નોંધ્યું છે કે....
આજ કાલ તું પ્રેમને બદલે ,
મોક્ષ અને મુક્તિ અને સ્વતંત્રતાની
વાતો બહુ કરે છે.
જે પ્રેમ થકી તું વીના પાંખે ઊડી રહી હતી...
જે પ્રેમના સ્વપ્ના તું બંધ આંખો વગર ...
અર્થાત ખુલ્લી આંખે જોઈ રહી હતી ...
એજ પ્રેમને આજે તું બંધન ગણે છે..!!! ?
મને બૌ નવાઈ લાગે છે !
મારુ તો સાવ ઉલ્ટુ છે.
હું અનંત બંધનને પ્રેમ ગણું છું..!
અને પ્રેમનેજ મુક્તિ .. !
હાં.! પ્રિયે હાં..! હું સાવ સાચુજ કૌ છું ..
હું તો બંધનનેજ પ્રેમ સમજુ છું. .!
અને પ્રેમને જ મુક્તિ.!
અગર તું મને પૂછશે કે એવું કેમ ?
તો હું એનો જવાબ પણ આપીશ...
ચોક્કસ આપીશ ....
મે તને પહેલા પણ કહ્યું હતું ને કે,
હરેક સવાલ...
જવાબ સાથેજ જન્મતા હોય છે..!
પણ તને તારા સવાલનો
જવાબ આપતા પહેલા કહી દૌ કે,,,,
મારા જવાબને સિધ્ધોજ ના સ્વીકારજે ...
તું તારી રીતે પણ જરા વિચારજે ...
જેમ કોઈ સવાલ
અંતિમ સવાલ નથી હોતો ...
તેમ કોઈ જવાબ પણ
અંતિમ જવાબ નથી હોતો ...
જેમ કોઈ સત્ય અંતિમ સત્ય નથી હોતું ...
એમ હું જે કૌ તેજ અંતિમ સત્ય છે..!
એવું હું પણ નથી માનતો ...
તું પણ મારી વાતોને જ્યાં સુધી કે
તારી બુધ્ધિ ,તારું મન અને,
તારું હ્રદય ના સ્વીકારે
ત્યાં સુધી ના સ્વીકારજે ...
બલ્કે તું મન,બુધ્ધિ અને,
હ્રદયથી વિચારજે ....
અને પછી તારાજ વિચારના અંતે ...
અગર તું ચાહે તો મુક્ત થઈ શકે છે..!
સ્વતંત્ર રહી શકે છે.!
પણ સાચું કહું..!
જે બંધાઈ શકે તેજ મુક્ત રહી શકે..!
જે મુક્ત હોય,
એને ભલા મુક્તિનો અહેસાસ કેવો !
"મુક્તિનો અહેસાસ પણ.!
એનેજ થાય છે જે બંધાય છે.! "
"મુક્તિનો અહેસાસ પામવા પણ.!
એકવાર બંધાવું પડે છે ."
મને સંબંધોમાં બંધનો ગમે છે.
અને તને કેવળ સંબંધો ગમે છે.
મને તો બંધાવું ગમે છે.!
મગર તું સંબંધોને સમજે છે બંધન..!
અને હું બંધનોનેજ સમજુ છું પ્રેમ સંબંધ.!
તુંજ વિચાર કે,
તારા જીવનમાં પણ.!
એવો એક સમય આવેલો ...
જ્યારે તું પાંખ વિના
પ્રેમ પાંખે પ્રેમાકાશમાં ઊડી હતી ...
અને હવે,
તને મારો પ્રેમ બંધન લાગે છે.?
તો ,
જરૂર તને કોઈ એવો અનુભવ
થયો જ હશે ...
પ્રેમ પાંખ આપે પણ ખરો
અને પ્રેમ પાંખ કાપે પણ ખરો
પ્રેમી જો એ પાંખ કાપે તો.?
પ્રેમ ખુલ્લુ આકાશ આપે,
પણ પ્રેમી ઉડવા ના દે તો..?
એનુ કારણ તારે શોધવુ જોઈએ,
તારી ભીતર તપાસવુ જોઈએ.!
પ્રેમી કદાચ પાંખ પણ આપે.!
'ને ખુલ્લુ આકાશ પણ આપે.!
પણ પછી પીંજરામાં જ પૂરી રાખે તો...?
એનુ કારણ પણ તારે શોધવુ જોઈએ,
તારી ભીતર જઇ તપાસવુ જોઈએ.!
પંખી ક્યારેય ઉડીને ક્યાંય જશે નહીં.!
એવા પૂર્ણ ભરોસા સાથે
પ્રેમી પીંજરુ ખૂલું જ રાખતો હોય,
અને પંખી એ પ્રેમીનો ભરોશો તોડીને વિશ્વાસઘાત કરીને ઊડી જાય તો ખુલ્લા દિલના પ્રેમી પીંજરાને આઘાત લાગે..!
અનંત પીડા અને વેદના થાય કે નૈ.?
વિચાર તને આવે તો મને પણ આવે
વિચારો કોઈને પણ આવે ...
અમુક સ્થ્તિમાં અમુક સંજોગોમાં
કોઈના પણ વિચારમાં બદલાવ આવે ...
માનેલી માન્યતાઓ
બદલાઈ જાય એવું બને ..!
આખરે કોઈ પણ
સારી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ
આપણાં વિચારો થકીજ થતું હોય છે .!
જે અને જેવા વિચાર અંદર હોય,
તે અને તેવા વિચારો મુજબની ઘટના, જીવનમાં આકાર લેતી હોય છે ..!
પ્રિયે અંદર હોય એ બહાર આવ્યા વિના રહેતુજ નથી ..!
તે તારા વિચારો મુજબ
નિર્ણય લીધો અને તને ઠોકર પણ લાગી.!
પણ એવિ એકાદ ઠોકરથી ગભરાઈ ના જવાય...!
ઠોકર જ તો ઘડે છે માણસને
બહારથી ને અંદરથી ...
એટલેજ તો હું ઠોકરનેજ ગુરુ માનુ છું ...!
તું તો જાણે છે ને !
કે, મારે કોઈ ગુરુ નથી !
કે ના તો હું કોઈનો ચેલો છું !
હાં મારે મન ઠોકર જ ગુરુ છે !
અને હું ઠોકરનો ચેલો છું !
મે પહેલા પણ આ તને કહ્યું જ હતું ને કે ,
"અનંત" કૌન કહેતા કી મૈ હું અકેલા,
ઠૌકર મેરી ગુરુ ઔર મૈ ઠોકરકા ચેલા..!
હું ઈચ્છું છું કે તું તને લાગેલી ઠોકરમાથી
કોઈ સારો સબક લે..!
અગર તું ઠોકરમાથી સબક લેશે તો,
આગળ આવનારા જીવનના ચડાવ ઉતારને
તું સરળતાથી પાર કરી શકશે ..
તારા જેવી સમજદાર સ્ત્રી,
એક માત્ર ઠોકરથી નાસીપાસ થઈ જાય ,
અને મોક્ષ કે મુક્તિ કે,
સ્વતંત્રતાની વાતો કરે.
અને પર ભક્તિના રવાડે ચડી જાય
બૌ કેવાય ...
ના નથી, ભક્તિ કરવી પુજા કરવી એ સારી જ બાબત છે ..!
મને પણ હાથમાં કાંચની ચૂડી 'ને ,
પગમાં ઝણ ઝણ કરતી ઝાંઝર પહેરીને
અને માથે સાડીનો પાલવ ઓઢીને
ઈશ્વરની છબી સામે બે હાથ જોડીને
અગરબતી કરતી ,
સ્ત્રીનું અનુપન દ્રશ્ય અને એ સૌંદર્ય જોવું ખૂબ ગમે છે ...!
પણ હું એવું માનું છું કે,
અગર પ્રેમી અને એનો પ્રેમ સાચો હોય તો ...
પ્રેમ પણ ભક્તિ છે , પ્રેમ પણ પૂજા જ છે ...
અને પ્રેમમાં જ પરમ તત્વ પરમ સત્વ પરમ સત્ય છુપાયેલુ હોય છે ... !
પ્રેમ કે પ્રેમીથી વધીને કોઈ પુજા નથી હોતી...
અને પ્રેમ જેવી
કોઈ ઊંચી સગાઈ નથી હોતી ...
પણ એક તું છે કે,
આ બધુ જાણવા સમજવા છતાં ..!
જે સામે છે તેના નામે
જિંદગી લખવાને બદલે ...
જે સ્થૂળ રૂપે મૌજૂદ છે
એની સાથે જીવવાને બદલે ...
જે દેખાતું નથી
એની ભક્તિમાં લીન થઈ
એને પામવા મથે છે..!
અને તું પ્રેમ અને પ્રેમી
એક માત્ર મૂર્તિમાં શોધે છે ..!
અરે ઈશ્વર જ્યારે હોય તારામાં , મારામાં, બધામાં તો પછી ..!!?
ઈશ્વરમાં હું પણ માનું છું !
અને હું એ પણ જાણું છું કે ,
તે મોટા ભાગે કલ્પનામાં વસે છે !
એને જે ,જેવો ,જોવા ચાહે,
તેને, તે, તેવો દિસે છે..!
આજકાલ હું તારામાં એનાજ એટલેકે ઈશ્વરના દર્શન કરું છું !
અને તું ..?
ખૈર ....
અને હાં મને ગમતી એક વાત કહું.
કદાચ તને ગમે..!
"પ્રેમમાં પણ પ્રેમથી
ખુલ્લા શ્વાસ લઈ શકાય છે...!"
"જે સંબંધમાં,
ખુલ્લા શ્વાસ લઈ શકાય
એ બંધન નથી."
અને ...
"જે ગૂંગળાવે
ખરેખર તે ખરો પ્રેમ સંબંધ નથી..!"
"બંધન વગરનો સંબંધ એટલે પ્રેમ "
પ્રિયે મને લાગે છે કે, તને હજુ મુક્તી કે બંધન વિષે જાજી સમજ નથી...!
માટે તું આવી બાલીશ વાતો કરે છે. .!
શું તું મુક્ત છે ?!
કે, કાયમ મુક્ત રહી શકશે..?
તો એ કેવળ તારો ભ્રમ છે..!
હું માનું છું કે,
મુક્તી યાને મોક્ષ.!
મોક્ષ એટલે નાસીપાસ વૃતી....
જે બંધનથી દૂર ભાગે છે ,
તેજ મુક્તિ માંગે છે ..!
હું કોઈજ બંધનથી ભાગતો નથી ..!
એટલેજ તો હું મુક્તિ માંગતો નથી...!
અને નાસીપાસ વૃતિ.!!
એ તો મારામાં બિલકુલ નથી..!
અને હાં તું પણ આ વાત બરાબર યાદ રાખજે કે,
હિશાબથી કોઈ હિશાબે બચી શકાતું નથી !
હિશાબ જૂના છે કે નવા
એ ક્યારેય કોઈને સમજાતું નથી !
તને યાદ છે એક વાર મે તને કહ્યું હતું કે ,
છેક સુધી એ કોઈ સમજી શકતું નથી "અનંત"
કે,
હિશાબ જૂના ચૂકતે થાય છે કે, નવા ચડત..!
ખૈર ...
આ બધી માન્યતા કેવળ મારી છે...
તારે માનવું ન માનવું મરજી તારી છે ...
તારે આ બધુ માનવું જરૂરી નથી..!
તું તારી રીતે વિચાર...
આ છે માત્ર ને માત્ર મારા મનની વાત ...
જે માનવા કે ના માનવા માટે તું સ્વતંત્ર છે...!
મારી આવી વાતો,
કદાચ તું ના પણ સમજી શકે.
તો પણ મને લગીરે વાંધો નથી...
અગર તને પ્રેમ બંધન લાગે છે તો,
તું તારે પ્રેમથી મુક્ત થઈ જા..!
તું સ્વતંત્ર થઈ જા..!
"પ્રેમથી મુક્ત થઈ જા.! "
મે બે અર્થમાં કહ્યું ..
કદાચ તું એક અર્થમાં સમજી જાય .
સમજી શકે તો
તું બન્ને અર્થમાં સમજી જજે...
અને ઉકેલી શકે તો
આટલું ઉકેલવા પ્રયત્ન કરજે.
“પ્રેમથી પેટ ભરાય ના,
ભરાય પેટ ભોજનથી”
“પ્રેમની તરસ છીપાય ના,
છીપાય તરસ જળથી
આ બે લીટીમાં અસંખ્ય અર્થો છુપાયા છે.
શબ્દોના અલગ અલગ
ટુકડા જોડી તોડીને વાંચજે.
તો કદાચ તને સમજવું થોડું સરળ પડશે...
જો તું એમાં છુપાયેલા અર્થો ઉકેલી શકે તો.!.
પ્રેમ, જીવન, સંબંધ, મુક્તી બંધન,
આ બાકીના અર્થો,
આપો આપ તને ઊકલી જશે...
તું માને કે ના માને બલ્કે સાચું કહું તો ,,
હું કોઈને બાંધતોજ નથી..!
કિન્તુ હાં ....
મને બંધનો ગમે છે !
અને, મને તો બંધાવું પણ ગમે છે !
આવ તું પણ ચાહે તો મારા બંધન વગરના ,
પ્રેમ સંબંધમાં બંધાઈને મુક્ત થઈજા .!
અગર જો મને તારા પ્રેમ બંધનમાં બાંધીને,
તને બંધાઈને પણ.!
મુક્તિનો અહેસાસ કરવો હોય તો..!
જોકે ,
મને નથી લાગતું કે,
તું મારી આ વાતો ઉકેલી શકશે
બની શકે અત્યારે કદાચ
તને મારી આ વાતો પણ ગૂંગળાવે.
અને પછી બની શકે કે,
કોઈ એવા સંજોગે તને મારી વાત સમજાય.
જ્યારે તું બિલુલ મુક્ત હોય ...
છતાં પણ ત્યારે તું
ખરા અર્થમાં ગૂંગળાતી હોય.
અને પછી તને આ બધુ કદાચ ,
સમજાય કે ,
બંધનમાં ખુલ્લા શ્વાસ લઈ શકાયા હોત ...
પણ.,
જ્યારે તને મારી વાતો સમજાય ત્યારે ....
કદાચ એવું પણ બને પ્રીયે ...
કે,
ખૂબ મોડુ થઈ ગયું હોય...
******************************
“અનંત”
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0aexUEhH2ERcMoYbHRZjaTM3Q6Cs1amYG1Lu95TsJmML1icoxoRnis4RyrPdivsqrl&id=100002991311961
.jpg)

.jpeg)