નિર્દોષ ગુનેહગાર
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
જે ઘણા સમયથી એમજ પડ્યા હતા...
મુડ અને સમયના અભાવે...
આજે જરા ફુરસત મળી તો થયુ લાવ એકાદ બે કાગળ ઉકેલી નાખું...
મગર ઉપર જઈ ને નીચે જમીન પર જે ખુણામાં રાખેલ ખુરસી પર બેસી ને હું કાગળીયા ઊકેલુ છું એ ખુરશી નીચે જોયુ તો.!!!
આ જોઈને દુ:ખ થયું જ.!
તેમ છતાં અફસોસ કરવા નો કોઈ અર્થ નથી...
આનંદ એ વાતનો છે કે ચલો આખરે ઉંદરોને કામ આવી ગયા...
જ્યારે માદા ઊંદરડીને બચ્ચા આવવાના હોય છે ત્યારે નર માદા ભેગા મળીને પોતાના બચ્ચાઓને હુંફ મળે એ આશયે અગાઉથી આવી સગવડતા કરતા હોય છે.!
જો કે પછી બચ્ચા મોટા થૈ જાય અકલે બધુ એમનેમ મુકી ને આગળ સફર કરે છે.
માટે દુ:ખ તો થાયજ છે તો પણ હું દુ:ખી નથ થતો..
કારણ એટલુજ કે, વર્ષો પહેલા..
ભાઈબંધોના શબ્દો લખેલા કાગળીયા અન્ય કોઈ ને હુંફ આપી શકે કદાચ એવી શક્યતા આમ પણ હતી નહીં.!
કમસે કમ ઉંદર અને એના બચ્ચાઓને તો હુંફ આપી શક્યા...
પછી એ કાગળીયા ને કચરાપેટી માં દફન કરી મેં શ્રદ્ધાંજલિ આપી દીધી..
અગર હયાત હોત તો ભાઈબંધો પણ એમજ કહેત કે,
આખરે અમારા કાગળીયા ઉંદરો અને અને તેમના બચ્ચાઓને હુંફ આપવા કામ આવ્યા એ કૈ જેવી તેવી ઘટના નથી.!
આ ભવમાં આટલું ઓછું તો નજ કહેવાય...
જો કે હું પણ એમજ માનુ છું કે,
આ ભવમાં આટલું તો બૌ કહેવાય...
ખૈર...
હવે,
યા તો મોક્ષ પામશે...
યા ભટકશે...
અજ્ઞાની ઉંદરો અનંત કાળ સુધી...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...