આખરે રાત પડી ,અને હું ચાય લઈને,
જૂના ઝર્ઝરિત મહોલ્લામાં આવેલ ખંડર તરફ જવા રવાના થયો.
અંધારી ગલી ના ઉબડ ખાબડ રસ્તે ઝડપ ભેર ચાલતા ચાલતા ....
આખરે હું ખંડેર વાળા જૂના ઝર્ઝરિત મહોલ્લામાં પહોંચી ગયો .
દરવાજો હમેશની માફક અધ ખુલ્લો હતો.
હું શરીર સંકોરી ભીતર પ્રવેશ્યો .
અનંત અને અજ્ઞાની બન્ને ખુરશી પર,
સામ સામે બેઠા હતા .
અજ્ઞાની અનંતને કઈક સમજાવી રહ્યો હોય એવું મને લાગ્યું .
પણ હું ભીતર ગયો ને એ બોલતો અટકી ગયો .
હું વચ્ચે પડેલી ટીપોય પર ચાયની કીટલી મૂકી .
મારી રાહ જોતી ખાલી ખુરશી પર બેઠો .
મે જોયું કે અનંતનું મો ચડેલું હતું .
અનંત આજ ફરી ઉદાસ થઈ ગયો હોય એવું મને લાગ્યું,
એટલે મે અનંતને પૂછ્યું , કેમ લ્યા મો ફુલાવીને બેઠો છે ?
બે અર્થમાં મે કહ્યું .
શું ફરી કોઈ છોડી ,તરછોડી ગઈ કે ..?
ચડેલા મોએ અનંત કહે ,
ના યાર કોઈ છોડી પકડે તો છોડે ને ..!
અને, મને અનંત પર ગુસ્સો આવ્યો .!
મે કહ્યું યાર આટલું ખોટું ના બોલ હવે !
છાસવારે છોકરિયું સાથે છમકલા કરે છે .!
શું હું નથી જાણતો !
તોય પાછો કહે છે કોઈ હાથ નથી પકડતું !
ઉદાસ અનંત હસીને કહે યાર એ તો મને પાડવામાં આવે છે !
હું પડતો નથી..!
મારે પડવું નથી ! પરિયા..!
મારે તો પ્રેમના અનંત ઊંડા સાગરમાં ડૂબવું છે !
પણ એ પ્રેમનો દરિયો મને જડતો નથી..!
મે અજ્ઞાની સામે જોયું , દાઢી પર હાથ પાસરાવતો અજ્ઞાની ,
મૂછમાં મલકી રહ્યો હતો .
મે કહ્યું શું યાર તું હસે છે આને કાંક સમજાવને !
અજ્ઞાની કહે પરિયા એની સાથે જીભાજોડી ના કર... !
સાવ ઠરીને ઠીકરું થઈ જાય એ પહેલા ચાય ની પિયાલી ભર ..!
હાં ,હાં, યાર આની લપમાં હું ચાય તો સાવ ભૂલીજ ગયો .
આમ કહી મે ઉલ્ટી પડેલી ત્રણ પિયાળી સીધી કરી ચાય ભરી .
સૌ એ પોત પોતાની પિયાલી ઉઠાવી સુર્રુર્ર કરતી એક સાથે ,
ચાયની ચૂસકી ભરી ...
અનંત ખૂબ ભાગ્યશાળી હતો .
એને ચાહનારી અનેક છોકરીઓ એની આસપાસ ઘુમતી. ...
પણ અનંતને ગમતી ,અનંતની આંખમાં રમતી, અનંતના મનમાં ભમતી,
છબી , અનંતની કલ્પના તો , અનંતની ઈચ્છા તો કઈ જુદી જ હતી ,
અનંત એવિ છોકરી શોધતો જેને માત્ર ને માત્ર પ્રેમની પ્યાસ હોય ...
અનંત એવિ છોકરીની તલાસમાં હતો જેને અનંતની તલાસ હોય ...
અનંતની કલ્પનામાં એક અલૌકિક યુવતીની છબી હતી.
એવિ યુવતી જે માત્ર પ્રેમમાં ઉપરછલ્લા છબછબિયા ના કરતી હોય બલ્કે ,
હ્રદયના ઊંડાણેથી ચાહી શકે અનંત પ્રેમ આપી શકે અનંત પ્રેમ પામી શકે ...
જે અનંતને જાણી શકે અનંતને સમજી શકે..!
જે પ્રકૃતિમાં ભળી શકે પ્રકૃતિને ભાળી શકે..!
અનંત ખુદ પ્રકૃતિમય પુરુષ હતો .
એટલેજ એ એવું ઝંખતો કે એવિ કોઈ યુવતી એને આવી મળે ...
અને એજ યુવતી અનંત ને પામી શકે ..!
અને અનંત જાણતો પણ હતો કે દુનિયાના કોઈ ખૂણે એવિ સ્ત્રી અવશ્ય હશેજ !
જે એક ના એક દિવસ એની સામે ઉપસ્થિત થઈને જ રહેશે ..!
જોકે એ ઉમરજ એવિ હોય છે ,યુવાનીમાં ધીરજ પણ ઓછી હોય છે ,
એટલે કોઈ પણ છોકરી સામે આવે ભ્રમિત થઈ જવાય ...
અજ્ઞાની કહેતો કે સૌની કલ્પના અને ઈચ્છા મુજબનું પાત્ર,
આ બ્રહમાંડમાં ક્યાકને ક્યાક જન્મેલુજ હોય છે !
પરંતુ પૂર્વના અધૂરા હિસાબને કારણે એ દૂર હોય છે !
હિસાબ પૂરા થયે એ સામે આવીજ જાય છે !
અને ત્યાથી ફરી નવા જૂના હિસાબ શરૂ થતાં હોય છે !
જ્યારે સંપૂર્ણ લેણદેણ પૂરી થાય છે ત્યારે એ બન્ને પૂર્વવત એક બીજાના થઈ જાય છે !
જ્યાં સુધી હિસાબ પૂરા નથી થતાં ત્યાં સુધી , આધા ઇધર આધ ઉધર,
એવા એ બન્ને આધા અધૂરા અન્ય જગ્યાએ ,
અન્ય વ્યક્તિ સાથે જીવન પસાર કરતાં હોય છે !
આખરે ત્રણેયની ચાય ખતમ થઈ .
એટલે મે અજ્ઞાનીને પૂછ્યું .
યાર હું આવ્યો ત્યારે તું અનંત ને કઈક સમજાવી રહ્યો હતો ,
અને હું આવ્યો ને તું અટકી ગયો ,
શું વાત હતી કહે તો ખરો કે તું અનંતને શું સમજાવી રહ્યો હતો. ?
ત્યારે અજ્ઞાનીએ કહ્યું કે ,
પરિયા સતત અનંત અલૌકિક પ્રેમની તલાસમાં ભટકતો હોય છે.
અને પછી એની તલાસ પૂરી નથી થતી એટલે ઉદાસ થઈને ફરતો હોય છે ,
આજે પણ એ ઉદાસ અને મુંજાયેલો હતો એટલે મે એને કહ્યું કે ,
અનંત બૌ ભટક ભટક ના કાર ક્યારેક થોડો સમય માટે અટકી જા !
સતત શોધ નહીં બલ્કે અટક અને ખુદમાં ખોવાઈજા ..!
અંતમાં અનંતને મે કહ્યું કે હે, અનંત ...
તું જેવા પાત્રને ઝંખે છે તે પાત્રના વિચારને હ્રદયમાં રોપી દે...!
ખુદમાં ખોવાઈ એની કલ્પના કર બાકી બધુ ઈશ્વરને સોંપી દે..!
ખૂબ ધીરજ ધરવી પડશે તારે અનંત ...
પણ એક ના એક દિવસ તારી ઈચ્છા , તારી ઝંખના મુજબનું પાત્ર તને મળશેજ !
તું જેને ચાહે છે તે અલૌકિક પ્રેમ ખુદ તને શોધી લેશે ..!
"અજ્ઞાની"
"જન્મો સુધી પણ ધીરજ ધરવી પડે જો ઝંખના મુજબનું જીવન જોઈતું હોય "
ત્યાર પછી અજ્ઞાનીએ લખ્યું હતું કે,
"અનંત" અગર જો તું ખોવાઈ શકે ખુદમાં ...
તો તું જે ચાહે તે આવી સમાઈ જશે તુજમાં ...
"અજ્ઞાની" લોકો જુદા જુદા સમજે છે ! વર્ના -
કોઈજ ફર્ક નથી હોતો ખુદામાં કે ખુદમાં ...
હું તુજમાં છું તું મૂજમાં ..
"અજ્ઞાની"
અજ્ઞાનીએ અનંતને સમજાવેલી વાત સાંભળી મે અનંત સામે જોયું .
એ તો હજુય બસ નીચી મુંડી કરીને બેઠો હતો.
એટલે અનંત કશું સમજ્યો કે નહીં એ મને ખબર નથી ..!
પણ , હું તો કશુજ સમજ્યો નહોતો એ મને પાક્કી ખબર છે ..!
પછી મે અજ્ઞાનીને પૂછ્યું ,
શું તને લાગે છે કે અનંત ને તારી વાત સમજાણી છે ..!?
અજ્ઞાની કહે પરિયા તું જાણતો નથી ..!
પણ અનંત બધુ સમજે છે જાણે છે..!
તારા મારા કરતાં વધુ સમજે છે જાણે છે ..!
એ જાણે છે કે, આ જન્મ હિશાબ માંગે છે !
અનંત જાણે જ છે કે જ્યાં સુધી હિશાબ પૂરા નહીં થાય ...
ત્યાં સુધી ભટકવા સિવાય નથી કોઈ ઉપાય...
એટલેજ તો અનંતે લખ્યું હતું કે,
છેક સુધી એ કોઈજ જાણી નથી શકતું "અનંત"
કે, હિશાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડાત ..!
"અનંત"
અજ્ઞાની ની અનંતને કહેલી વાત પૂરી થઈ એટલે મે અજ્ઞાનીને કહ્યું ...
યાર મારે તો બધુ ઉપરથી ગયું , 'ને હવે મને ગાઢ નિંદ્રા આવે છે !
અનંત તો ખુરશી પરજ ઢળી પડ્યો છે , એને જગાડીને પથારી ભેગો કરી નાખજે ...
ઘેર જઈને પોઢી જાઉં ...
અને હું નીંદરનો માર્યો ખાડા ટેકરા વાળી અંધારી ગલીમાં ઠેબા ખાતો ,
લથડતો ,ગડથોલા ખાતો પસાર થઈ ,
ઘેર પહોંચ્યો અને સીધોજ પથારી પર ઢગલો થઈ ગયો ..... .