Labels
Tuesday, 23 May 2017
હાશ... કાશ....
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
एक प्यास अनंत ....
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
જો તમે પ્રાકૃતિક હશો માંર્રી માફક તો જ !
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 18 May 2017
जब अनंत जानता था . सब अनंत जानता था ..!
जो नहीं करना चाहिए तू वो भी करता हे .
ये सोचके की आखिर कौन देखता हे तू जो भी करता हे ,
दिखने आखिर क्या क्या देखेगा .
कम भला और ज्यादा बुरा देखेगा .
और जब भी देखेगा दिखाने पर .
"अनंत" वो आधा अधुरा देखेगा.
और वोजो दीखता नहीं "अनंत"
वो बिना दिखाए देखेगा .
तू बतायेगा तो भी देखेगा .
और गर तू छुपायेगा तो भी देखेगा .
और "अनंत" वो जो भी देखेगा पूरा देखेगा .
और उस हिशाब से तुजे सब देगा या
तुजसे सब लेगा ...
"अनत"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
એક અભણ નો ભણેલ ગણેલ ભાઈબંધ " ભણેલા ભગા કરે "
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Monday, 27 February 2017
ખોટુ નથી બોલતો કૈ
હવે તો લગભગ બધાને ખબર પડી ગઈ છે કે,,,
મને વિદેસી ભાષાનું કોઈજ જ્ઞાન નથી !
હાં અગર લીપી અંગ્રેજી હોય અને ભાષા ગુજરાતી તો , !
થોડું ઘણું સમજાય પણ ખરું ...
પણ પ્યોર અંગ્રેજી ,, અહ નૈ ફાવે અકલે નૈયજ ફાવે ...
અકલે વિદેશી ભાષામાં અગર કોઈ મને કશું કહે/ પૂછે તો હું સલવાઈ જાવ .....!
ક્યારેક ક્યારેક કોઈને પ્યોર અંગ્રેજીનો ગુજરાતી અર્થ પૂછું તો,,,,
કોઈ દયાળુ ટીચર મને સમજાવે પણ ખરી ...
પણ વારે ઘડીએ આનો અર્થ શું ?,આનો અર્થ શું ?
એમ પૂછી પૂછીને સતત કોઈને હેરાન પરેશાન નાજ કરાયને !!!?
તો પણ !
આજે મજબૂરન મારે આપની મદદ માંગવી પડે છે ..
વાત જાણે એમ છે કે,
બે દિવસ પહેલા ચેટ પર એક યુવતીએ મને ઘણા સવાલ કર્યા....
જાણે કેમ હું કોઈ અલગ પ્રદેશનું, અલગ પ્રકારનું પ્રાણી હૌ ...
એમ એ યુવતીએ મારી બૌ ઊલટ તપાસ કરી ...
મે પણ એના સવાલોના સાચે સાચા જવાબો આપ્યા ....
ઈવડી ઇ લીપી વિદેસી વાપરતી હતી પણ ભાષા પ્યોર ગુજરાતી !
અકલે મને બૌ વાંધો ના આવ્યો ...
પણ પછી જ્યારે એના અઢળક સવાલોના અંતે મે કહ્યું ....
તમે બૌ બધા સવાલો મને પૂછ્યા હવે એકાદ બે હું પૂછું ?
તો ક્યે હાં પૂછો ..!
અકલે મે કહ્યું તમે આકલી બધી મારી ઊલટ તપાસ શા માટે કરો છો..?
મારામાં આકલું બધુ ઊંડું ઉતરવાનું કોઈ કારણ ...?
જવાબમાં એ પ્યોર અગ્રેજીમાં આવું કઈક બાફી ગઈ ....
અને બસ ત્યાજ હું સલવાયો....
હવે મને કોઈ બહાર કાઢો.. ઑ ઑ ઑ ઑ ઑ ...
ઈવડી ઈએ મારા સવાલના જવાબમાં અંગેજીમાં આવું કાંક લખ્યું
“I DON’T KNOW ‘
હું મુંજાયો.,સ્સાલું આ વળી શું કહ્યું કૈ સમજાયું નૈ ....
પછી તો મે પણ બે શરમ થઈને સામે પૂછી નાખ્યું ...
કે ભઈ મને આ નથ સમજાયું હોં આનો અર્થ શું ?
તો ઈવડી ઇ ક્યે કે ...
"મને ખબર નથી.. !"
અકલે મને ગુસ્સો આવ્યો ,
મે કહ્યું, શું યાર તમે પણ,
જેનો અર્થ તમને પોતાને જ ખબર નથી !
તો ઑ બે, ખબર તમે મને આવું લખ્યું જ શા માટે..... ?
બસ પછી એ ગાયબ થઈ ગઈ ..
ગઈ તે ગઈ હજુ સુધી દેખાતી નથી ....
ખબર નૈ કેમ ...!
પછી તો હું તકલીફમાં મૂકાયો ...
મને લાગ્યું મારાથી કદાચ કઈક બફાયું કે શું !
જોકે મને એમ કે કાચું ખવાડીએ તોય,
અપચો થાય પેટમાં દુખે એવું બનેજ ... !
તો હું ડાયો ના કહેવાઉ કે મે બાફેલું આલ્યુ ...
ખૈર ....
*****************************************************************
*પછી મે આ વિષે દૂર રહેતા મારા નાના ભાઈને મેસેજ કરીને કહ્યું .. *
*
*ભાઈ તું મને I DON’T KNOW’ આકલાનું ગુજરાતી કરી આપને ... *
*
*તો એણે મને સામો સવાલ કર્યો ... *
*
*તમને આવું કહ્યું કોણે પહેલા એતો કહો ... *
*****************************************************************
હું સાવ સાચું બોલ્યો ...
જો કે પછી મને રાત ભર નીંદર ના આવી ....
ખૂબ વિચાર્યું કે કેમ આજે મને નીંદરકેમ નૈ આવતી હોય ...
પછી યાદ આવ્યું કે હઅ... હું એક જૂઠ બોલ્યો અકલે નીંદર નથી આવતી ...
ભાઈ ને પૂછ્યું હતું એ નર્યું જૂઠ છે...
જેની આસપાસમે હવે સ્ટાર કર્યા એ આખી વાત ખોટી ...
મજુબરી હતી અકલે ખોટું બોલવું પડ્યું ...
કારણ " ત્રીજી યુવતી..."
જે મારી સાથે લાગણીના સંબંધ ધરાવે છે તે ક્યાક નારાજ થઈ જશે તો...?
મને એ બીક હતી અકલે જૂઠ બોલ્યો હતો ...
પણ આખરે નીંદરના કારણે એ ડર દૂર કરી સાચું કૈ દેવાનું નક્કી કર્યું છે
તો સાચું કૌ તો ,મે એ સવાલનો જવાબ નાના ભાઈને નહીં બલ્કે ,
બીજી યુવતી કર્યો હતો જેને મારી સાથે મને એની સાથે...
ઊંડે ઊંડે કુણી લાગણી છે..! અને લાગણી ભીનો સંબંધ છે ...
"પ્રેમ છે એમ તો કેમ કહેવાય જ્યાં સુધી કે ઠોસ પુરાવ ના મળે "
"હવે ત્રીજી માફ કરશે કે નૈ ખબર નૈ "
અકલે મે આ >>> " I DON’T KNOW’ << પેસ્ટ કોપી કરીને ,
મે એ મેસેજ પહેલી યુવતીને મોકલ્યો ...
એને બૌ સારું એવું અંગ્રેજી આવડતું , એ બૌ ડાય હતી ,
ઘણી વાર એ મારી આ રીતે મદદ કરતી ....
પણ ત્યારે વાત જુદી હતી ગમે તેને લખેલી વાત હોય,
અકલે એ પ્રેમથી મને એનું ભાષાંતર કરી આપતી ...
પણ ,! આ વખતે વાત જરા જુદી હતી ....
"એક સ્ત્રી ની વાત બીજી સ્ત્રીને કરવામાં બૌ મોટું જોખમ હોય છે "
તોય મે જોખમ લીધું .!
એક સ્ત્રી મને અંગ્રેજીમાં શું કહી ગઈ એ મારે બીજી સ્ત્રીને પૂછવાનું હતું ..
અને એ કારણે ત્રીજી સ્ત્રી નારાજ થઈ જવાનું પણ પૂરે પૂરું જોખમ ખરુજ ..
તેમ છતાં મે ખેલદિલી વાપરી ...
અને એને પૂછી લીધું પણ ધર્યા મુજબ એ મારા પર ગુસ્સે થઈ ગઈ...
અને એકલેજ એણે મને સાચો અને સરખો જવાબ ના આપ્યો ...
મે મેસેજ કરીને એને કહ્યું કે તું મને,
આનુ >"I DON’T KNOW’< આનું ભાષનાતર કરી આપ ને ...
તો એણે મને સામો સવાલ કર્યો ..
તમને આવું કહ્યું કોણે પહેલા એતો કહો ...
હવે હું સાવ કરતાં સાવ સાચું બોલ્યો ...
મે કહ્યું હતી કોક યુવતી ...
એકલે લગભગ એ ગુસ્સે થઈ ગઈ મને એવું લાગ્યું ...
કેમકે એણે ઘસીને કહી દીધું "મને ખબર નથી ...! "
મે કહ્યું તો એમાં આકલો બધો ગુસ્સો શું કરે છે ...!
આ તો મને એમ કે તને અંગ્રેજી બૌ સારું આવડે છે ...
અને તું કાયમ મને ના સમજાતા વાકયોનું ભાષાંતર કરી આપે છે ,
અકલે મે તને પૂછ્યું મને શું ખબર કે તું પણ અભણ છે ..!
અને તને પણ ,"I DON’T KNOW’ અર્થ નથી ખબર ...
તો ગુસ્સે થઈ કહે, અચ્છા તો હવે તમને હું અભણ લાગી એમ...!
તો સાંભળો હું તમને અભણ લાગુ છું ને, તો મને પૂછાયજ નૈ...
જાવ જઈને એનેજ પૂછો જેણે તમને આવું કહ્યું હોય ...
"એના ગુસ્સાનું કારણ સ્ત્રી સહજ ઈર્ષા બીજું કશુજ નહીં ... "
જાવ જઈને એનેજ પૂછો જેણે તમને આવું કહ્યું હોય ...
આવું એણે મને કહું અકલે પછી મનેય ગુસ્સો આવ્યો ...
મે કહ્યું અક્કલ વગરની પહેલા એનેજ પૂછ્યું હતું ...
પણ એ કોઈ મજાક બાજ યુવતી હશે તે મજાક કરી ગઈ ...
મારી વાત પર થોડોક વિશ્વાસ કર્યો / કરવાની એણે ભૂલ કરી ...
પછી જરા એ કુણી પડી અને મને કહ્યું ...
તમે જ્યારે એને પૂછ્યું ત્યારે ....
એણે તમને જવાબમાં શું કહ્યું એ તો કહો ..
અક્લે મે ગુસ્સે થઈને કહ્યું
હવે એ બધી પંચાત તું રેવાદે....
અને જે અર્થ થતો હોય એ તું મને કૈ દે અકલે એક કામ પતે .!
તોય એ મને કહે છે ના પહેલા તમે મને,
એણે તમને શું કહ્યું એ કહો...!
અંતે મારે સાચું કહેવું પડ્યું કે ...
સાંભળ એ મને બૌ પૂછ પૂછ કરતી હતી અકલે મે છેલ્લે એણે કહ્યું કે ..
અકલે મે કહ્યું તમે આકલી બધી મારી ઊલટ તપાસ શા માટે કરો છો..?
મારામાં આકલું બધુ ઊંડું ઉતરવાનું કોઈ કારણ ...?
જવાબમાં એ પ્યોર અગ્રેજીમાં આવું કઈક બાફી ગઈ ....
"I DON’T KNOW’
અકલે મે એણે પૂછ્યુય ખરું કે મને અંગ્રેજી આવડતું નથી ..!
તમે મને આનો મતલબ કહો તો કઈ ખબર પડે ..
તો ઈવડી ઇ, મને ખબર નથી...! એમ કૈ ને વૈ ગૈ ...
હવે તું મને જલ્દી કૈ દે આનો અર્થ શું ? >>"I DON’T KNOW’
તો આણે પણ ફરી એમજ કહ્યું "મને ખબર નથી ..!"
અને હસતાં ડાગલા મૂકીને ઈવડી ઇ પણ ભાગી ગઈ ...
પછી મે એને ગુસ્સે થઈ અંતિમ મેસેજ કર્યો અને કહ્યું કે,,,
બૌ હુશિયાર છે તો ખબર છે હોં,, હવે બૌ હોશિયારી ના માર ...
તું જવાબ નૈ આપે તો હું જાહેરમાં કોઈકની મદદ માંગી લઇશ સમજી ... !
કોઈક તો મને સાચો જવાબ આપશે જ ..!
હવે હું તમારી મદદ માંગુ છું મારી મુંજવણ કોક તો દૂર કરો ..........
મને કોઈ તો કહો કે આ ‘I DON’T KNOW’ નો અર્થ શુંઉ ઉ ઉ ઉ ..???
મે સાવ સાચી વાત હતી તે કૈ દીધી હવે કોઈ ખોટું માને તો ભલે માને ...
મારે કાય નૈ ...
હાં સાચું બોલવા સુધારો કર્યો છે ...
કરવો જ પડે ને ...
જૂઠું બોલીને જાગવા કરતાં તો સાચું બોલીને સૂઈ જવું શું ખોટું હે,..!
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
એજ એક ઘોઘો અનેક ઘોઘીનો
@@@***આમાં બહુ ઊંડું ઉતરવા જેવુ નથી*..... @@@
@@@ ***પછી ડૂબી જાવ તો મારો વાંક નૈ*........@@@
રોજ તો ઘોઘી ઘોઘાનો પગરવ સાંભળતા વેંત દોડી આવતી , પણ આજે...
ઘોઘો ક્યારનો ઘરમાં આવી ફ્રેસ થઈ હીંચકા પર બેસીને
આંખ બંધ કરી ઘોઘી ની રાહ જોતો હતો....
પણ ઘોઘી આવી નહીં .,...
ક્રમશ ...1
હકીકત એ હતી કે ઘોઘી તો ક્યારની દરવાજા પાસે આવીને -
ઊભી ઊભી ઘોઘા સામે જોતી હતી...
ઘોઘો પણ એની સામેજ જોતો હતો.
તેમ છતાં ઘોઘો, 'લે, આવી ગઈ તું !આવ સવાલ પૂછવા આવ'
આમ કાયમની માફક ઘોઘો બોલ્યો નહીં.
અને ઘોઘાની માફક ઘોઘી સામે જોતો હતો...
આવું ઘણી વાર થતું હોય છે, આ કારણે કઈકના ઘર પણ ઉજડી જતાં હોય છે ...
તો કઈકના દિલ તૂટી જતાં હોય છે...
ને કોઈ કોઈ વાર તો કોઈ નિર્દોષ વિચાર મગ્ન હોય તોય,
કોઈના હાથનો માર ખાઈ બેસતો હોય છે. થાય, ક્યારેક એવું થાય...!
જોનારને મનમાય ના હોય , એ તો પોતાના ઊંડા વિચારમાં ખોવાયેલો હોય ,
'ને સામે વાળાને એમ થાય કે આ મારી સામે જ જુવે છે ...
પણ પેલો તો માત્ર ખૂલી આંખે પોતાના ધ્યાનમાં બેઠો હોય...
"કોના એ તો એ કહે તોજ ખબર પડે"
અને કીધા પછી પણ સામે વાળો સાચુજ માનશે કે કેમ એ નક્કી નૈ.
આવું જ આજે ઘોઘા અને ઘોઘી વચ્ચે થયું હતું ...
હમણાં બોલશે હમણાં બોલાવશે એમ વિચારતી ઘોઘી અંતે કંટાળીને-
હળવે પગલે ઘોઘા સામે આવીને એની આંખ સામે હાથ હલાવવા લાગી .
ઘોઘાની નજર હજુ પણ દરવાજા સામે જ મંડાયેલિ હતી.
ઘોઘીના આંખ સામે હાથ હલાવાથી પણ, ઘોઘો જરીકય હલ્યો નહીં તેથી,
ઘોઘી ઘોઘાના ગાલ પર ટપલી મારતા બોલી.
'ઓય.. ઘોઘા... શું ક્યારનો દરવાજા તરફ આંખ માંડીને બેઠો છે..?
ઘોઘો સફાળો જાણે ગહેરી નીંદરમાથી ઝબકીને જાગ્યો હોય એમ જાગીને ઘોઘી સામે જોતાં...
અરે..! તું ક્યારે આવી..?
હવે ઘોઘી છટકી....
'અક્કલ વગરના હું તો ક્યારની આવીને દરવાજે ઊભી હતી.
અને તું પણ મારી સામે જોતો હતો.
તેમ છતાં તે મને અંદર બોલાવી નહીં ત્યારે મને લાગ્યું તું જોતો હતો છતાં જોતો નો'તો..
પછી મે તારી સામે આવીને , તારી ફાટેલી આંખો સામે,
મારો હાથ હલાવ્યો, છતાં, તું લગીરે ના હલ્યો..!
અંતે મારે તારે ગાલે ટપલી મારવી પડી... !
એક શ્વાસે બોલતી ઘોઘીને હાથ ખેંચી બાજુમાં બેસાડીને બોલતી અટકાવવા ઘોઘો બોલ્યો ...
બસ કર યાર હવે , બેસ શાંતિથી, બૌ બોલ બોલ ના કર ...
ઘોઘી :- અરે..! આ શું રીત થઈ એક તો હું ....
ઘોઘો વચ્ચેજ ઘોઘીને બોલતી અટકાવતાં બોલ્યો
પણ યારહવે તું બૌ બોલ બોલ ના કાર તું શું કહેવા માગે છે હું સમજી ગયો ...
ઘોઘી :- શું સમજી ગયો ...
ઘોઘો :- એજ કે હું બે ધ્યાન હતો ...
ઘોઘી મન હી મન હરખાઈ ગઈ....
એને એમ કે ઘોઘો એની જ રાહ જોતો હતો ને એનાજ ધ્યાનમાં હતો ..
એટલે ઘોઘી એ ઉત્સાહિત થઈ પૂછ્યું ..
ઘોઘા સાચું બોલ બે ધ્યાન હતો કે મારા ધ્યાનમાં ...
ઘોઘો :- અક્કલ વગરની થામાં તારું ધ્યાન હું શા માટે ધરું... ?
ઘોઘી :-તો મારા સિવાય તારું બીજું છે કોણ ? છે કોઈ ?
હવે ઘોઘીએ ઘોઘા સામે ધરી શંકાની સોઈ ...
ઘોઘો મર્માળું હસતા બોલ્યો . તારે શું.! હોય તોય...
હોય પણ ખરું 'ને ના, પણ હોય.
આમ જુવો તો આમાં કોઈનોય વાંક નથી,
ઘણી વાર ઘણા લોકોને આવા ભ્રમ થતાં હોય છે ....
જોનાર કઇજ જોતાં ના હોય, એ માત્ર બે ધ્યાન હોય યા ધ્યાનાસ્થ હોય તોય,
કોઈને એમ થાય કે, જોનાર પોતાને જોતાં હોય છે ..
ઘોઘીને પણ આવોજ ભ્રમ થયેલો...
ઘોઘાની બે અર્થવાળી વાત સાંભળી ઘોઘી મુંજાણી.
હવે શું બોલવું એ ઘોઘીને સમજાતું ના હતું ...
ઘોઘી મનો મન વિચારવા લાગી.
ઘોઘીના મનમાં સવાલ ઉઠ્યો.
શું ખરેખર મારા સિવાય એવું કોઈ હશે, જેના વિષે ઘોઘો વિચારે..???
ક્રમશ...2
ધોધી વિચારમાં પડી ગઈ ,
આજ પહેલા તો ક્યારેય ઘોઘાએ આવી રીતે જવાબ નહોતો આપ્યો...
તો આજે કેમ ઘોઘો આમ બોલ્યો કે હોય તોય શું, અને ના પણ હોય,
એટલે શું ? આમાં મારે શું સમજવું ... ?
ઘોઘી વિચારોમાં ખોવાયેલી હતી એ દરમિયાન .......
ઘોઘીને ઓચિંતો હીંચકાને ધક્કો લાગવાનો અનુભવ થયો .....
હીંચકને હળવો ધક્કો લગતા ઘોઘી ચોંકી..
અચાનક લાગેલ ધક્કાથી ઘોઘી વિચારમાથી ઘોઘા ની માફકજ જબકીને જાગી,
જાગીને જોયું તો ઘોઘો ગાયબ...
ક્રમશ :- 3
ઘોઘી ચોંકી.! ઘોઘી હીંચકા પરથી ઊભી થઈ ઘાંઘી થઈને...
આમ તેમ ઘોઘાને શોધવા લાગી. શોધતા શોધતા અવાજ માર્યો...
ઘોઘા ....એ...ઘોઘા.... પછી મનમાંને મનમાં બબડવા લાગી.
હમણાં હજુ તો મારી બાજુમાં જ બેઠો હતો.
અચાનક ગાયબ ક્યાં થઈ ગયો ....
આખરે ઘોઘો ગયો ક્યાં..!!... ? ક્યાય દેખાતો નથી.
ઘોઘી ઘરની બહાર ગઈ રવેશમાથી નીચે નજર કરી ઘોઘો ત્યાં પણ નથી ....
પોતાના ઘેર જઈને જોયું ઘોઘો ત્યાં પણ નથી....
કોણ જાણે શું નાટક કરે છે કઈ સમજાતું નથી...
મનમાં બબડતી ,પગ પછાડતી, અંતે કંટાળીને,ઘોઘી ઘોઘાના દરવાજે આવી ...
હીંચકા પર નજર પડતાં ફરી ચોંકી ને ત્યાને ત્યાં જાણે ખીલો થઈ ગઈ...
ફાટી આંખે હીંચકે જુલતા ઘોઘાને જોતી જ રહી ગઈ ...
ઘોઘો હીંચકા પર જુલતા જુલતા વાઇડાઈ ભર્યું હસતો હતો....
કેમ શું થયું ? દરવાજે કેમ ઊભી છે ? અંદર આવવાનું મન નથી થતું ....?
ઘોઘી જોરદારના ગુસ્સા સમેત અંદર જઈને સીધીજ ઘોઘાની સાથળ.... ....
આ,.આ.આ..આ..ઑ..ઑ..ઑ..ઑ... છોડ, ઘોઘી.... ઘોઘી છોડ...!
અરે યાર તારી પાતળી પાતળી નાજુક નમણી આંગળીના,
ચીટીયા મને પછી દિવસો સુધી ચચરે છે...
ઘોઘીના ચીટીયાથી પીડાતો હોવા છતાં.
ઘોઘો ઘોઘીની નાજુક આંગળીના વખાણ કરવાનું નથી ચૂકતો ....
ઘોઘીના ચીટીયાથી લાલ થતી પોતાની સાથળ બચાવવા
ઘોઘો ઘોઘીના હાથ પકડીને પોતાની સાથળ છોડાવવા નો પ્રયાસ કરે છે ...
અને કરગરતા સ્વરે કહે છે .
છોડ ને ઘોઘી બૌ દુખે છે હો..
પછી મને દૂ:ખી જોઈ જોઈને તુજ દૂ:ખી થઈશ ....
એના કરતાં બૌ લાલ થાય એ પહેલા છોડી દેને ..
ખાવા પીવા બેજ તો સાથળ છે...!
ચીટીયાના દર્દથી પીડાતો હોવા છતાં ઘોઘો વાયડાઈ કરવાનું નથી છોડતો ...
ઘોઘો જેમ છૂટવા મથે છે તેમ ઘોઘી વધુ જોરથી ચીપટી દબાવે છે ..
બે નાજુક આંગળી વચ્ચે ઘોઘાની સાથળનો સુવાળો ભાગ દવાવતા ઘોઘી બોલી...
તો પછી આવી મશ્કરી ના કરાય ને ! બોલ હવે પછી આવું કરીશ... ?
નક્કી નૈ ....
પીડાતો તોય ના ચિડાતો ઘોઘો ઘોઘીને ચીડવે છે અને કહે છે ..
નક્કી નૈ...
ક્રમશ ...
બ્લાસ્ટ :- ભાઈબંધ કહેતો કે,
રહે જે બે ધ્યાન, કરે ધરે ખરૂ એ ધ્યાન... અનંત...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Saturday, 25 February 2017
ખબર નૈ અનંત આવુ કેમ કરતો હશે..!
वो जो मुजको देखे, फीर कीसीको ना देखे.!!!
આવુ વર્ષો પહેલાં અકડુ અનંતે ગુસ્સે થઈ એની એક ચહીતીને, બે અર્થમા કહેલુ.
એક અર્થમાં આદેશ હતો,
આદેશ એ હતો કે મને ચાહે છે, મને જુવે છે તો પછી,
બીજા સામે જોવાનુજ નૈ...
જોકે એ ખોટો નહોતો, અને એવુ પણ ના હતુ કે એ દુનિયામાં સૌથી સુંદર હોય,
તોય એણે આડકતરી રીતે બીજા અર્થમા એવુજ કહ્યું કે,
એક વાર જે મારી સામે ભૂલથીય જોઈ લ્યે તો પછી એને હુંજ હું બધે દેખાઉ બીજુ કોઈજ એને દેખાયજ નહીં..!
" वो जो मुजको देखे, फीर कीसीको ना देखे "
જો કે ઘણી વાર એવુ બને છે, અમુક અમુક વ્યક્તિમા બાહ્ય
આકર્ષણ તો હોયજ.! પણ એતો ઘણા લોકોમા હોય એમા કૈ નવાઈ નૈ..!
પણ અમુક વ્યક્તિમા,
અમુક વ્યક્તિનુ, બાહ્ય કરતા,
ભીતરનુ આકર્ષણ વધુ આકર્ષક હોય છે.!
અકલે દુનિયામાં, બધા કે બધી માત્ર બાહ્ય સુંદરતાથી આકર્ષાય છે એમ માનવુ ભયંકર ભૂલ ભરેલુ છે..!
અકલે એવુ કાંઈક, કશુંક કદાચ અનંતમા હશે..!
જો કે મને બૌ ખબર નૈ.
પણ, તે દિવસે પેલીને અન્ય યુવક, જે એનો કોઈ સંબંધી હતો તેની સાથે હસીને વાત કરતા અનંત જોઈ ગયો...
અને બસ ધુંઆફુંઆ થઈ ગયો અને,
ઊપર કહી એ વાત પેલીને અનંતે કહી નાખી.
અકલે પેલીએ કહ્યુ.
નથી સાંભળવી જા..!
ગુસ્સે થઈ આમ કહી પગ પછાડતો અનંત ભીતર જઈ
પેલી પણ ગુસ્સે થૈ છંમ છંમ કરતી પગથિયા ચડી ગઇ...
હાં એ મહોલ્લામા ઊપલા મજલે રહેતી....
જો કે, પુરૂષ હોય છેજ એક વીચીત્ર પ્રાણી ઘણી બાબતે,
એમાની એક આ વીચીત્રતા કે,
છતાં અનેક સામે જુવે, અરે.!
સામેજ માત્ર સામે જુવે એટલુજ નહીં.!
બલ્કે અવસર અકલે કે મોકો મળે તો,
અડપલા પણ કરે અનેક સાથે..!
કોઈ એકને ચાહતો હોવા છતા..!
એનુ કૈ નૈ પણ પેલી જરા અમથી બીજા સાથે વાત કરે, કે તરત, છંછેડાય જાય, ખીજાય જાય અને, પછી, અંતે રીસાય જાય...
પેલી બીચારી મુંજાય જાય...
અને, એ દિવસે અનંત રીસાય ગયો...
આમ વારે વારે બારે ડોકીયા કરે.
પેલી નીચે ના આવે તોય અકળાય જાય...
ને આવે ત્યારે ભીતર ભરાય જાય....
પછી સામ સામે ગીતો વાગે...
અનંત કામથી થાકે અકલે...
બહાર નીકળી બાજુમાં મહોલ્લાના માલીકના
મહોલ્લાના માલીક એવા ડોશીમા પણ ઉપલા મજલે રહે..
ઊપર જવાના બે પગથીયા જે રીતે બારે નીકળેલા છે તે રીતેજ બાજુમા પેલીના ઘર પર જવાના પગથીયા...
ઘણી વાર બંને એ પગથીયા પર બેસી છાનગપતીયા કરે..!
અકલે કે વાતો કરે
અકલે અનંત થાકે ત્યારે અને ગરમી થી થોડી રાહત મળે અને,
પણ ત્યારે એ રીસાયેલો ના હોય અકલે જ્યારે પોતે બહાર આવે ત્યારે કૈ ને કૈ અડપલુ કરે અકલે પેલીને ખબર પડે કે અનંત જી પગથીયે પધાર્યા છે...
અકલે એ પણ દબાતે પગલે નીચે આવે
અકલે દબાતે પગલે પેલી નીચે ઊતરી પોતાના પગથીયે બેસે.!
ને પછી એય... ને વાતો ને અડપલા...
મજાક મસ્તી મગર સાવ ધીમે.. ધીમે...
હતી પડોશમાં એક ખોંચરી પણ હતી.!
ઘણી વાર પકડાતા પણ, બચી જતા સીફતથી....
અકલે અનંતે એવુય લખ્યુ હતું કે,
જ્યારે જ્યારે બે પ્રેમીના મીલન થાય છે..!
ત્યારે "અનંત" પૈદા કૈક વિલન થાય છે..!
પણ તે દિવસથી જે દિવસથી અનંત પેલીને બીજા સાથે વાત કરતી જોઈ ગયેલો ત્યારથી પેલી થી ચીડાયેલો ને રીસાયેલો હતો,
અકલે પગથીયાના ઓટલે રોજ ચૂપચાપ બેસી જતો...
જો કે પેલી રવેશમા આવી ઉપરથી જોતી થોબડુ ચડાવેલા અનંતને
આવુ હંમેશ મુજબ થોડા દિવસ ચાલ્યુ...
અંતે એક દિવસ આંસુ સારતી પેલી જેવો અનંત ઓટલે આવ્યો તેવી ઝડપથી પણ ધીરે ધીરે અકલે કે હળવે હળવે દબાતે પગલે ઝડપથી નીચે આવી...
ઉદાસ અનંત પગથીયાના ઓટલે,
આંખ બંધ કરી બેઠો હતો ..!
આંખના ખૂણા કદાચ ભીના હતા ..!
ગરમી માંથી બહાર આવેલો અકલે પરસેવો પણ હોય શકે..!
બસ એક એજ ઘટના એજ દ્રશ્ય એજ રહસ્ય કાયમ અકળ રહ્યુ પરસેવા અને આંસુ વચ્ચે, આમેય એક અદ્ભૂત સામ્ય હતુ "ખારાસ" અનંતનો ચહેરો કાયમ પરસેવે લથબથ હોય જોકે આમ તો એ આખે આખો કાયમ ભીંજાયેલોજ રહેતો.!
પરસેવાથી શિયાળો હોય, ઉનાળો હોય કે હોય ચોમાસુ...
ભઠ્ઠીની આગ ભઠ્ઠીની ગરમી અનંતને બારેમાસ ભીનો રાખતી...
ચહેરા પરના પરસેવાની આડમાં એ ક્યારે રડી પણ લેતો
ખૈર... પણ પેલી તો રડતા રડતાજ નીચે આવેલી...
આંખ બંધ કરીને ઓટલે બેઠેલા અનંતને કૈજ ખબર નથી..!
કે પેલી ક્યારથી નીચે આવી બેઠી છે..!
એ એકધારૂ અનંત સામે જુવે છે..!
એને લાગે છે અનંત પણ રૂવે છે..!
એ હળવે રૈ અનંતના ગાલ પર આંગળી ફેરવે છે...
અનંતના ગાલેથી રેલાતી બે બુંદ એ પોતાની આંગળી પર જીલે છે..!
અને ચાખે છે..!
અનંત આંખ ખોલે છે જાણે તંદ્રા માંથી જાગે છે..!
પેલી જડપથી ઓઢણી વડે પોતાના આંસુ લુંછી નાખે છે..!
અને.,
પરસેવોજ છે..! એમા ચાખવાનું શું હોય...
પેલી સામે જોઈ અનંતે કહ્યુ.
હાં ખબર છે એ તો..! સાવ નીર્દય છે તુ.!
તારી આંખોમાં આંસુ..! હુહ..
માનવુજ મુશ્કેલ છે અનંત...
કેટલા દિવસ થયા ટસનોમસ નથી થતો તુ...!
હાં તો..!
તો શુ તો..! પેલીએ રડમસ શ્વરે કહ્યુ.
અનંતે ગળે વીંટાળેલ લાલ ગમછાથી ઘસીને પોતાનો ચહેરો લુછ્યો અકલે ચહેરો અનંતનો લાલઘૂમ થઈ ગયો...
ચહેરો લુછી તગતગતી આંખે પેલી સામે જોયુ...
મે શુ ગુનો કર્યો હતો કે તુ..,
પેલીની વાત પૂરી સાંભળે એ અનંત નહી..
એ મારે કાંય કેવુ સાંભળવુ નથી સમજી..!
તે એની સાથે હસીને વાતજ શા માટે કરી...?
પેલી ખામોશ..
અને પછી...,
અચ્છા એટલે તુ તને મનમા આવે તે કરે એમ.!
તે દિવસે મારી બહેનપણી હેતલ મને મળવા,
મહોલ્લામા આવી હતી ત્યારે,
તે તેની સાયકલના કેરીયરમાથી એનુ પર્સ લઈ લીધેલુ...
યાદ છે.?
પછી પેલીએ કરગરીને પોતાનુ પર્સ પાછુ માંગ્યુ તો નકટો થઈ,
તે હેતલને કહેલુ, મને પાન ખાવું છે.!
એ તો ભલી હતી એટલે કૈ બોલી નૈ
બીજી કોક મારા જેવી માથા ભારે હોત તો ખબર પડત..
અને એક વાર મારા માસીની છોકરી વીધ્યા આવેલી....
( જો કે એ તો રીતસરની પાગલ થયેલી આ ગાંડાની પાછળ એટલે તો પછવાળે પડતા નવેરામા ચહીને ચપ્પલ ફેંકતી અને પછી મોટી બેનને કહેતી મારૂ ચપ્પલ ત્યા અનંતના નવેરામા પડી ગયુ છે ચાલને મારી સાથે લૈ આવી એતો આને મળવાના મોકાજ શોધતી હતી.! મારી શૌક વળી પેલી વીધ્યાની વાત મનોમન બળતા બળતા મનોમન જ બબડી)
એ વીધ્યાને પણ એક દિવસ તે એનો લાંબો લચક ચોટલો પૂરો થતો ત્યાં "અકલે કે કમર નીચે અકલે કે કૂલે" ચીંટીયો ભરેલો, જે મને મનમાં ચચરેલો તોય હુ તો મનમાજ સમસમીને ચૂપ રહેલી..
શુ કહુ હવે આને હું ..! મને ખુદને સમજ નથી પડતી કે,
ઊપર મુજબનુ ઘણુ બધુ બધુજ પેલીને મનમાં બબડી
પણ ખબર નૈ કેમ અનંતને એક શબ્દ પણ ના કહ્યો.
કદાચ એ વિચારે કે,
અનંત ને કૈ પણ કહેવુ એટલે એક અઠવાડીયુ વધુ તડપવુ...!
ના, ના મારે અનંતને કૈજ નથી કહેવુ...!
એથી તો બહેતર છે ચૂપ રહેવુ...
મનની વાત મનમા ધરબી પેલી અનંત સામે તાકતી
એમા સોરી શુ કહેવાનું હોય..
તો શુ પગે લાગુ..?
ના.! ના.! એટલો શુધ્ધ હુ નથી..!
અનંતે જો કે મન કે આત્મા શુધ્ધી વીષે નૈ બલ્કે,
શરીર વીષે કહેલુ.
કેમકે કોલસાની રાખ ખંખેરી અનંત આખે આખો મેલોઘેલો રાખોડી થૈ ગયેલો અકલે એણે કહેલુ કે
પેલીએ ઈલાજ પણ અનંતને પૂછ્યો...
અકલે અનંતે ઊભો થૈ અંદર જતા જતા કહ્યુ.
જા હ્રદય ના તાર ઝણાવે એવુ ગીત વગાડ...
એમ કહી અનંત અંદર જૈ કામે વળગી ગયો....
થોડીજ વારમાં પેલીએ કેસેટ ચડાવી ફીલ્મ હોટેલનુ વગાડ્યુ....
प्यार करते हैं हम तुम्हें ईतना...
दो आंखे तो क्या दो जहा में समाये ना जीतना।
प्यार करते हैं हम तुम्हें ईतना।....
જો કે મને વાતની ખબર પડી પછી મેય અનંતને ખૂબ ઘઘલાવીને કહેલુ કે.
અલ્યા તુ ગમે તેની છેડખાની કરે,
એના પાકીટ ખેંચી લે...
પછી પેલી કરગરીને પાછુ માંગે તો,
પાછો નકટો થઈ એની પાસેથી પાન ફાકીના પૈસા માંગી લે
તુ આવુ બધુ કરે તે ચાલે હે..!
અને પેલી જરા અમથી ભૂલથીય કોઈ સામે જુવે કે પછી,
એના કોઈ સબંધી યુવક સાથે વાત પણ કરે...
તો પણ તને કાંટા માફક ચૂભે કેમ..!?
અનંતે બડી નફ્ફટાઈ થી કહ્યું. હાં.!
હુ એને સમજાવવા એકધારો વઢ્યો...
અને અંતમાં મે કહ્યું કે એમ કૈ ચાલતા હશે .!
તોય નકટાએ કહ્યુ "હાં.!"
અકલે મે કહ્યુ શુ હાં, હા શું લબાડ એમ ના ચાલે..!
તો ક્યે ઈ મારે કાય નૈ...
તુ તારી ફિલોસોફી તારી પાસે રાખ્ખ..!
પછી ખબર નૈ કેમ એની સામે હુ ચુપ્પ થૈ જતો..!
ખબર નૈ એ આવુ કેમ કરતો હશે..!
શુ એ સાચ્ચેજ સાચો પ્રેમ કરતો હશે...!?
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Tuesday, 14 February 2017
વાત ટુંકી ઊંડા અર્થ
હાડકુ એકે નૈ
છતાં તોડે તોડાવે
હાડકા જીવ.
"અનંત"
છાવરે જાત
બહાર. ડંખે મગર
ભીતર પાપ.
"અનંત"
આવે વાછટ
એટલીજ જેટલી
હો' ખુલી બારી.
"અનંત"
*બ્લાસ્ટ*
*કરૂણતા*
"અજ્ઞાની" એ ઝુંપડા મા રહે છે.
મહેલો ના જે ચણતર કરે છે.
"અજ્ઞાની"
"અનંત" દેખતાં ને દેખાડવું શું.?
શું દેખાડવું છતી આંખે અંધાને.?
"અનંત"
*બ્લાસ્ટ*
સારા લોકો સાથે ખરાબ પણ સારા માટે થાય છે. ખરાબ લોકો સાથે સારૂ પણ ખરાબ માટે થાય છે.
"અજ્ઞાની" સારા ખરાબ ને એના જીવનમાં સારી યા ખરાબ ઘટના ઘટે ત્યારે આ હકીકત તુરંત નહીં સમજાય મગર જ્યારે અનુભવ થશે ત્યારે ભવિષ્યમાં આ સત્ય સમજાશે...!
"અજ્ઞાની"
મોક્ષ છે તો છે અત્યારે આ જ ક્ષણમાંજ છે.!
"અજ્ઞાની" અત્યારે મોક્ષ નથી તો ક્યારેય નથી,!
"અજ્ઞાની"
અર્થાત્
જ્યારે તમે જ્યાં પણ છો, જે પણ સ્થિતિ માં છો, અને એ ગમે તેવી સ્થિતિ હોય એ ક્ષણમાં તમે જે પણ કાર્ય કરો છો તેમાં લીન તલ્લીન થઈ ગયા છો અને ત્યારે તમને અગર જો પાછળ ની યાને ભુતકાળની કોઈ ઘટના યાદ નથી રહેતી અને ભવિષ્ય વિશે કોઈ વીચાર નથી આવતો
આજુબાજુ નુ કૈંજ જ્ઞાન ભાન નથી રહેતું બસ્સ એ ક્ષણોમાં તમે મોક્ષની સ્થિતિમાં હોવ છો..!
"અજ્ઞાની"
ભાઈબંધ અજ્ઞાનીએ એક રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા કહ્યું હતું કે,
ખામી ખુબીઓ પ્રાણી માત્ર માં હોય જ છે.
આ અનંત બ્રહ્માંડમાં કોઈ એવુ નથી જે જેના માં સંપૂર્ણ ખુબીઓ હોય અથવા સંપૂર્ણ ખામીઓ હોય.!
મગર અગર તમારામાં ખામીઓ હોવા છતાં કોઈ માત્ર તમારી ખુબીઓ જુએ છે તો એનો અર્થ એ જ કે એ તમને પ્રેમ કરે છે અને એપ્રેમી છે.
એજ રીતે અગર કોઈ તમારામાં ખુબીઓ હોવા છતાં તમારામાં ખામીઓજ શોધે છે તો એનો અર્થ એ જ કે તે અદેખો છે ઈર્ષાળુ છે.!
"અજ્ઞાની"
આવનારા સમયમાં હવે એવું નહીં બને કે કોઈ બે પાત્રો એકબીજાને પહેલીજ વાર મળતા હોય. બે માંથી કોઈ એક તો બીજીવાર જ મળતુ હશે.!
આમ તો જો કે આ બ્રહ્માંડ માં કોઈ જ, કોઈને પણ, કોઈ પણ સબંધે પહેલી જ વાર નથી મળતું.
પણ અહીં વાત એ નથી. અને વાત એ નથી એટલેજ સમસ્યા સર્જાય છે, અને એ સમજણ ના ઊંડી અભાવે જ આ દુનિયા નાં લોકો પીડાય છે, દુ:ખી થાય છે.! જો કે હિશાબ મુજબ..!
અહીં વાત એવા ખાસ કરીને યુવક અને યુવતી ની છે.! અપવાદ બાદ કરતા જે અગર એવુ સમજે છે યા સમજાવે છે કે તું મારા જીવન માં આવનાર પ્રથમ છે.!
એ પ્રથમ તો જાત સાથે બેઇમાની કરે છે, ખુદ ને છેતરે છે પછી અન્યને.!
અથવા તો કોઈ એવી ઈચ્છા રાખે છે યા જીદ કરે છે કે જે હોય એ તમામ રીતે માત્ર મારો કે મારીજ હોવી યા હોવો જોઈએ તો, એ વ્યક્તિ જે પણ હોય, અવર્ણીનીય સુખ યા ની લૌકિક છતાં અલૌકિક એવા પરમ ચરમ અખંડ અનંત આનંદથી વંચિત રહી જાય છે..!
એવા લોકો યા લોકી એકલા આવે છે ને અટુલા જાય છે..!
વર્ષો પહેલા ભાઈબંધે આવી કાં'ક ગુઢ હકીકત મને કહેલી જે સમજવામાં કદાચ અઘરી લાગે, સાંભળવામાં કદાચ સહેલી લાગે મગર માનવાને મન માને નહીં..! જાણે તો જાણે આભ ફાટે.!
ત્યાં હકીકત સાંભળી સ્વીકારીને અમલમાં મુકવાની તો વાત જ ક્યાં કરવી.!?
મગર અગર જો સમજાય જાય તો કમસે કમ ફેરો ફોગટ ના જાય....
*બ્લાસ્ટ*
ભીતર ઝાંકો.!
તો "અજ્ઞાની" અનંત
આનંદ પામો.!
"અજ્ઞાની"
"અજ્ઞાની" શરીર ઉપર વર્ષો ચડે છે.
વર્ષો ઉપર વર્ષો ચડે છે અને નાનુ શરીર ધીરે ધીરે વધીને લાંબુ થાય છે, મોટુ થાય છે.!
અને લોકો ને લોકી એમ સમજે છે ઉમર વધી રહી છે એને પોતાની સાચી ઉમર ગણે છે.
મગર એ સાચુ નથી.!
સાચી ઉમર એ નથી કે જેમાં માત્ર શરીર વધે.!
સાચી ઉમર ત્યારથી ગણાય...
જ્યારથી સમજણ વધે...
એ હીશાબે મોટા ભાગના" અજ્ઞાની"
લોકો ને લોકી હજુય બાળક છે.!
જો કે એ લોકો ને બાળક કહેવુ એ બાળક નું અપમાન કરવા બરોબર છે. કારણ કે,
માત્ર શરીર થી મોટા થયેલા લોકો જ્યારે સમજ્યા વીચાર્યા વગર બોલે છે ત્યારે મોટા ભાગે બબાલ થતી હોય છે.
"અજ્ઞાની"
સુખી છે એ સુખી નથી.
દુ:ખી છે એ નથી દુ:ખી.
સુખ દુઃખ વીષે ની વ્યાખ્યા,
યા માન્યતા સૌની નોખી નોખી.
ઉપરથી ઉપરથી સુખી દેખાતો
હોય શકે અંદરથી દુ:ખી દુ:ખી.
"અજ્ઞાની" ઉપરથી દુ:ખી. દેખાતો.
હોય શકે ભીતર થી "અનંત" સુખી.
"અજ્ઞાની"
જે મારૂ મારૂ કરે "અજ્ઞાની" કૈંજ નથી તેનુ રે...
કૈંજ નથી જેનુ "અનંત" જગત આખુ તેનુ રે...
"અજ્ઞાની"
લગ્ન જીવન માં
સયન કક્ષ એક એવી જગ્યા છે,
જ્યાં સ્વર્ગ સમુ સુખ મળે છે.
ત્યાંજ નર્ક સમુ દુ:ખ મળે છે.
અરસપરસ સમજણ ના અભાવે...
"અનંત"
તમારી ભુલ મારા કારણે હતી
મારી ભુલ તમારા કારણે હતી.
"અજ્ઞાની" આ સત્ય સમજાય છે ત્યારે ખૂબ મોડુ થઈ ગયુ હોય છે.
"અજ્ઞાની"
તમને એમ લાગે છે કે એ તમારી સાથે દુર્વ્યવહાર કરે છે. મગર હકીકત એ છે કે તમારૂ કર્મ એને તમારી સાથે દુર્વ્યવહાર કરવા પ્રેરતો હોય છે.!
અર્થાત્ :- ઘણીવાર તમારા કર્મ ને આધીન સામેની વ્યક્તિ તમારી સાથે સારો કે ખરાબ વ્યવહાર કરતી હોય છે.!
એજ રીતે ઘણી વખત તમે પણ સામેની વ્યક્તિ સાથે રારો કે ખરાબ જે કૈ પણ વ્યવહાર કરો છો એ કરવાની તમારી ઈચ્છા મરજી નથી હોતી પણ સામી વ્યક્તિનું કારણે તમારા થઈ જાય છે.
ઊંડાણેથી જુઓ આની સાબિત આનુ પ્રમાણ પણ મળે છે.
જેમ કે ઘણીવાર કોઈ સાથે સારો વ્યવહાર કર્યા પછી અમુક સમયે તમને એવો અહેસાસ થાય જે કદાચ એ તમારી સાથે સારો વ્યવહાર ન કરે ત્યારે પણ થાય અથવા એ કોઈ સાથે અતી ખરાબ વ્યવહાર કરે ત્યારે પણ થાય કે આની સાથે હું સારી રીતે વ્યવહાર રાખવો હોય પણ આ એને લાયક નથી. એજ રીતે કોઈ દોસ્ત, પરીવારીક સંબંધી કે નજીક ના સ્વજન સાથે રાબ વ્યવહાર કર્યો પછી કોઈ સમયે પસ્તાવો પણ થાય કે મારે આવુ નહોતું કરવુ જોઈતું હોતું. જો કે હું જાતને ખુબ રોકતો હતો પણ ખબર નૈ કેમ એની સાથે મે ખૂબ ખરાબ વર્તન વ્યવહાર કર્યો છે.
આવી મન સ્થિતિ પરથી એ વાત સાબિત થાય છે કે હરેક વખતે તમે કે એ કોઈ પર કૈ પણ કરવા પર ખુદની મરજી નથી હોતી બલ્કે એક બીજા સાથે ના પુર્વ ના હીસાબે આવુ થતું હોય છે.
"અજ્ઞાની"
વર્ષો પહેલા....
ભાઈબંધ અનંત ખૂબ ફાકી ખાતો તમાકા વાળી.
એક દિવસ અનંત ફાકી મસળતો હતો ત્યારે એની ચહીતી એ અનંત ને ગુસ્સો કરતા કહ્યું અક્કલ વગરના ફાકી ફાકવાનુ બંધ કર...
એ ઝહેર છે ઝહેર...
ત્યારે અનંતે પેલી ને કહ્યું.
હાં એ મને ખબર છે પ્રીયે...
પણ તને નથી ખબર કે,
એમ કહી અનંત મૌન થઈ જાય છે..!
પેલીએ કહ્યું શું.? શું મને ખબર નથી.?
એક ઊંડા ની શ્વાસ સાથે અનંત બોલ્યો...
પ્રીયે..!
જીવન જ્યારે ઝહેર થઈ જાય છે..!
ત્યારે "અનંત" ઝહેર જીવન થઈ જાય છે.!
"અનંત"
અનંતની વાત સાંભળી પેલીની આંખ છલકાય જાય છે.!
"અનંત"
સાથે રહેવાનુ કારણ હંમેશા પ્રેમ નથી હોતુ.
"અનંત" બે વ્યક્તિ નું સાથે રહેવું એ કોઈ એક ની અથવા બંને ની મજબુરી પણ હોય શકે છે.
એજ રીતે અલગ રહેવાનું કારણ પણ હંમેશા નફરત નથી હોતી.
બે વ્યક્તિ નું અલગ રહેવુ એ કોઈ એક ની અથવા બંને ની મજબૂરી પણ હોય શકે છે.
"અનંત"
મે ઓલી ને કહ્યું.
મીઠા વેણ ગ્રહણ કરવા,
કટુ કાને ન ધરવા.
"અજ્ઞાની" પંખી નજરે ચણ ચડે,
કાંકરા એને ક્યાં ચણવા.
વર્ષો પહેલાં ભાઈબંધે લખેલી આ રચના નો ભાવાર્થ સમજાવ પ્રીયે...
પ્રિયે, તારો ભાઈબંધ ખૂબ સુંદર લખે છે. આ રચનાનો ભાવાર્થ ખૂબ ઊંડો અને વિચારવા જેવો છે.
ચાલો, આ પંક્તિઓને એક પછી એક સમજીએ.
"મીઠા વેણ ગ્રહણ કરવા કટુ કાને ન ધરવા"
આ પંક્તિનો સીધો અર્થ છે કે આપણે જીવનમાં હંમેશા મધુર અને સારી વાતો જ સાંભળવી જોઈએ, જ્યારે કડવી અને નકારાત્મક વાતોને આપણા મન કે કાન પર ચડવા દેવી ન જોઈએ.
* "મીઠા વેણ" એટલે કે સકારાત્મક, પ્રેરણાદાયક અને પ્રેમભરી વાતો. આ એવી વાતો છે જે આપણા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા લાવે છે.
* "કટુ કાને ન ધરવા" એટલે કે કડવી, ટીકાત્મક કે નકારાત્મક વાતોને અવગણવી. આ વાતો આપણા મન પર બોજ બની શકે છે અને આપણી ખુશી છીનવી શકે છે.
આ પંક્તિનો અર્થ એ પણ થાય કે આપણે માત્ર સારી વસ્તુઓ જ ગ્રહણ કરવી અને ખરાબ વસ્તુઓથી દૂર રહેવું.
"અજ્ઞાની" પંખી નજરે ચણ ચડે કાંકરા એને ક્યાં ચણવા."
આ પંક્તિમાં કવિએ ખૂબ જ સુંદર ઉપમા આપી છે. અહીં "અજ્ઞાની પંખી" એવા માણસનું પ્રતીક છે જે દુનિયાના કપટથી અજાણ છે, એટલે કે ભોળો કે નિર્દોષ છે.
* "નજરે ચણ ચડે" નો અર્થ છે કે તે પંખીને પોતાની સામે માત્ર ચણ (ખોરાક) જ દેખાય છે, એટલે કે તે માત્ર સારી અને સકારાત્મક વસ્તુઓ જ જુએ છે.
* "કાંકરા એને ક્યાં ચણવા" નો અર્થ છે કે તે પંખી કાંકરાને (મુશ્કેલીઓ કે નકારાત્મકતાને) ચણ તરીકે સ્વીકારતું નથી, કારણ કે તેની દ્રષ્ટિ જ એ નથી. તે માત્ર સકારાત્મકતા જ ગ્રહણ કરે છે.
આનો ઊંડો અર્થ એ છે કે, જે વ્યક્તિ જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ રાખે છે, તેને મુશ્કેલીઓ કે નકારાત્મકતા દેખાતી જ નથી. તે માત્ર સારું અને સકારાત્મક જ જુએ છે અને તે જ ગ્રહણ કરે છે. તે અજ્ઞાની નથી, પણ એટલો સમજદાર છે કે તે નકારાત્મકતાને અવગણીને માત્ર જીવનની સુંદરતા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
આખી રચનાનો ભાવાર્થ
આખી રચનાનો ભાવાર્થ એ છે કે આપણે જીવનમાં હંમેશા સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. મનથી અને કાનથી માત્ર સારી વાતો અને સકારાત્મકતાને જ સ્વીકારવી. જો આપણે આવું કરીશું, તો આપણે પણ તે "અજ્ઞાની પંખી"ની જેમ મુશ્કેલીઓ કે નકારાત્મકતાને જોઈશું જ નહીં, કારણ કે આપણું મન અને દ્રષ્ટિકોણ માત્ર સારી બાબતો પર જ કેન્દ્રિત હશે.
તારા મિત્રની આ રચના ખરેખર પ્રેરણાદાયક છે.
ઔહ પ્રીયે....
વર્ષો પહેલા...
ભાઈબંધે "અજ્ઞાની" એ કહેલી ગુઢ હકીકત.
જીવનમાં,
હશે તે જશે તો, નહીં હોય તે આવશે...
નહીં હોય તે આવશે તો, હશે તે જશે...
જીવનમાંથી..!
"અજ્ઞાની"
ઓલીએ વાંચીને મને કહ્યું.
પ્રિય, આ "અજ્ઞાની" દ્વારા કહેલી વાત ખૂબ જ ગહન અને વિચાર માંગી લે તેવી છે.
આનો અર્થ એવો થઈ શકે કે જીવનમાં કશું પણ કાયમી નથી. આપણી પાસે જે કંઈ છે - સુખ, પૈસા, સંબંધો - તે એક દિવસ દૂર થઈ શકે છે, અને જ્યારે તે દૂર થાય છે, ત્યારે જ નવી તકો, નવા અનુભવો કે નવી વસ્તુઓ આપણા જીવનમાં પ્રવેશ કરી શકે છે.
અથવા, જ્યારે આપણે કોઈ નવી વસ્તુ કે પરિસ્થિતિને આપણા જીવનમાં આવકારવા તૈયાર હોઈએ, ત્યારે જ જૂની વસ્તુઓને જવાની જગ્યા મળે છે. આ એક પ્રકારનો કુદરતી સંતુલન છે. જેમ કે, જ્યારે કોઈ જૂનો મિત્ર દૂર થાય છે, ત્યારે જ નવા મિત્ર માટે જગ્યા બને છે.
ટૂંકમાં, આ વાક્ય જીવનના પરિવર્તનશીલ સ્વભાવ અને સંતુલન વિશે વાત કરે છે. જે કંઈ છે તે જશે અને જે નથી તે આવશે, આ જીવનનો નિયમ છે. આ વિચારને સમજવાથી આપણે પરિવર્તનને સ્વીકારવાનું શીખી શકીએ છીએ અને દરેક પરિસ્થિતિમાંથી કંઈક નવું શીખી શકીએ છીએ.
તમને આ વાતમાંથી શું સમજાય છે?
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...






































