અનંત ના પત્રો માથી...
अनंत हे प्रेम और जीवन ...
**********
ये दो "अनंत" यात्रा है ,
इक प्रेम और दूजा जीवन...
हर चीज मिट जाती है...
हर चीज मिट्टीमे मिलजाती है...
लेकीन कभी मिटती नहीं .
कभी रुकती या थमती नहीं ...
यात्रा ये अनंत प्रेमकी ....
यात्रा ये अनंत प्रेमकी ....
एक पल के लिए भी थमती नहीं ...!
एक यात्रा जीवनकी और दूजी प्रेमकी ...
एक यात्रा जीवनकी और दूजी प्रेमकी ...
प्रेम और जीवन है अनंत.....
"अनंत"
પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે જ છે....!
~~~~~~~ ~~~~~~~~~~~~
પ્રથમ શબ્દ અને પછી, સ્વર સુધી આપણી યાત્રા આગળ વધી ...!!
હું “અનંત” પ્રેમ સાગર અને તું, મારામાં વહેતી સ્વચ્છ સુંદર નિર્મળ નદી..!
આનાથી આગળ તે કશું વિચાર્યું છે કદિ ?
શું પત્ર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ.?
શું સ્પર્શ સુધી નહીં પહોચી શકે આપણો પ્રેમ.?
આવું જ્યારે તે મને પૂછ્યું ત્યારે હું રીતસરનો મુંજાઈ ગયેલો ...
ખબર નૈ કેમ હું તને તારા સવાલનો કોઈજ જવાબ નહોતો આપી શક્યો તે દિ’
અને પછી તો તે પણ ફરી કદિ’ મને પૂછ્યું જ નહીં.!
પણપછી એક દિ’ અચાનાક કોણ જાણે મને શું થયું ખબર નૈ...
મે ખૂબ વિચાર્યું ખુબજ ! વિચાર્યું ...
ત્યારે મને થયું કે ,
તારા પૂછેલા સવાલ નો મારે તને કઈક તો જવાબ આપવો જ જોઇયે ...
તારા પૂછેલા સવાલ નો મારે તને કઈક તો જવાબ આપવો જ જોઇયે ...
પછી છો ને જવાબમાં “હા” હોય કે “ના”
ક્યાં સુધી રહેવાય,જીવાય “હા”કે “ના” જાણ્યા વિના,
આમ ને આમ અજાણ્યા મુસાફિર ની માફક ...
દિશા હિન રસ્તા પર આખરે ક્યાં સુધી ચાલી શકાય ...
કોઈ તો મંજિલ હોવી જોઇયે ....
જોકે પ્રેમના રસ્તા દૂર ક્ષિતિજ સુધી વિસ્તરેલા હોય છે ...
અને પ્રેમના રસ્તાની આમ તો જોકે કોઈ મંજીલ હોતીજ નથી ...
પ્રેમના રસ્તે દૂર દૂર સુધી પથરાયેલો હોય છે, પ્રેમ બસ પ્રેમ ...
આવો પણ એક સવાલ થાય જ કે તો આવું કેમ ! ?
કેમ હોય છે કોઈ સીમા કોઈ મંજીલ વગરનો પ્રેમ ! ?
ખૈર... એના વિષે ફરી ક્યારેક વિચારીશું ...
પ્રેમની કોઈ સીમા કોઈ મંજીલ ના હોય તો ના સહી !
પ્રેમના રસ્તે કઈ એકલા એકલા તો ચલાઈ નહીં ને...!
જોકે પ્રેમના રસ્તે એકલું તો ક્યારેય કોઈ ચાલ્યું જ નથી કે ચાલતું પણ નથી...
કોઈની સાથે સ્થૂળ ,તો કોઈને સાથે પ્રેમ સફરમાં સૂક્ષ્મ સહારો ચાલતો જ હોય છે !
આ જીવન સફરમાં જે એકલો ચાલે તે વહેલો થાકે ....
પણ સાથે સુંદર સંગાથા જો કોઈ હોય તો,
દૂર સુધી ચાલતા ચાલતા પ્રેમી થાકે નહીં પણ વિસામો જરૂર ચાહે ...
પણ સાથે સુંદર સંગાથા જો કોઈ હોય તો,
દૂર સુધી ચાલતા ચાલતા પ્રેમી થાકે નહીં પણ વિસામો જરૂર ચાહે ...
પ્રેમ ના રસ્તે પણ કોઈ વિસામો તો હોવો જ જોઇયે ને !
આ વિસામોના અર્થ તું સમજી શકે છે ને...?
જોકે પ્રેમના રસ્તે પણ આખરે થાકતા મુસાફિર....
એક ઘેઘૂર વૃક્ષ તળે વિસામાને ચાહતા મુશાફીર...
જોકે આ વિસામાનો અર્થ ના સમજી શકે એટલી નાદાન પણ તું નથીજ !
જ્યારે મુશાફિર થાકે ત્યારે કોઈ ઘટાદાર વૃક્ષ નો છાયડો શોધે જ !
થાકેલા મુસાફિરની નજર આસપાસ કોઈ પડાવ કોઈ વિસામો શોધવા લાગે...
“ શોધે તેને સઘળું મળે “
શોધ જો બેઉની સરખી હોય તો મોજ પણ સરખીજ હોવાની બે શક !
અને પછી....
જ્યાં કોઈ લીલું છંમ ઘટાદાર વૃક્ષ દેખાય ત્યાં...
થાકેલો મુશાફિર થોડો વિસામો, થોડો પોરો ખાવા રોકાય જ !
કડી ધૂપમાં સુમસાન અને ઉજ્જડ રસ્તે ચાલતા એકલા અટૂલા મુશાફિરને ,
થાક પણ લાગે અને પ્યાસ પણ લાગે જ !
અને જો એવા સમયે ઉજ્જડ રસ્તાની આસપાસ કોઈ વૃક્ષ નજર આવે ....
વૃક્ષની ફરતે સુંદર મજાનો વિશાળ ઓટલો હોય ,અને ઓટલાની બાજુમાં ,
ઠંડા પાણી નાંદ પડી હોય, તો, એ જોઈને, જોતાં વેંત જ હૈયામાં અનંત ટાઢક થાય...
પ્યાસાનું હૈયું પાણી જોઈ હરખાય ..
પણ જોવાથી માત્રથી માત્ર આંખોને ટાઢક થાય...
કઈ પ્યાસ ના બુજાય...
પ્યાસ બુજાવા માટે તો પાણીનો પિયાલો હોઠે લગાડવો પડે !
હોઠો ના રસ્તે થઈને થોડું ઠંડુ પાણી ભીતર જાય ત્યારેજ ખરેખર ખરી પ્યાસ બુજાય...
"પાણી ઠંડુ પાણી ગરમ"
"પાણી ઠંડુ પાણી ગરમ"
પ્રેમના રસ્તે ચાલતા પ્યાસા મુસાફિરને જ્યાં વિશાળ વૃક્ષ દેખાય ,
એ વૃક્ષને ફરતે મસ્ત મોટો ઓટલો દેખાય....
અને ઓટલાની બાજુમાં ઠંડા પાણીનું માટલું દેખાય....
કે તુરંત મુસાફિર એ તરફ આકર્ષાય ...
તરસ્યા મુશાફિર ને ત્યાં જઈને ઓટલે વિસામો ખાવાનું મન થાય,
અને તરસથી સુકાતા ગળાને ભીનું કરવાનું પણ અચૂક મન થાય...
થાકેલો મુસાફિર જેમ ઘટાદાર વૃક્ષ ની છાયા તરફ આકર્ષાય....
તરસ્યો મુસાફિર જેમ પાણી તરફ આકર્ષાય ...
બસ એવુંજ કઈક આકર્ષણ મને તારા તરફ અને તને મારા તરફ થયેલું, કે નૈ...?
આ સત્ય થી પરે કેમ થવાય તુજ કહે ..!
શું તડકે ચાલતા મુસાફિર ને માત્ર દૂરથી ઘટાદાર વૃક્ષ જોઈનેજ શું કદિ’ ટાઢક થાય...?
પણ હાં , હશ જરૂર થાય....
કેમકે વૃક્ષ છે તો થોડું ચાલશે તો વૃક્ષ નજીક આવતું દેખાશે ...
અને ચાલતા ચાલતા આખરે વૃક્ષ સુધી પહોચી શકાશે ....
એ વિચારે હાશ જરૂર થાય....
પણ માત્ર દૂરથી વૃક્ષને જોવાથી એની છાયા ના મળે....
લીલછંમ વૃક્ષની છાયા પામવા જવું પડે આખરે વૃક્ષ તળે...
બસ આવુજ કઈ પ્રેમ સફરમાં ચાલતા પ્રેમી નું જીવન ...
એક પુરુષ અને એક સ્ત્રીનું જીવન ...
પણ હાં , હશ જરૂર થાય....
કેમકે વૃક્ષ છે તો થોડું ચાલશે તો વૃક્ષ નજીક આવતું દેખાશે ...
અને ચાલતા ચાલતા આખરે વૃક્ષ સુધી પહોચી શકાશે ....
એ વિચારે હાશ જરૂર થાય....
પણ માત્ર દૂરથી વૃક્ષને જોવાથી એની છાયા ના મળે....
લીલછંમ વૃક્ષની છાયા પામવા જવું પડે આખરે વૃક્ષ તળે...
બસ આવુજ કઈ પ્રેમ સફરમાં ચાલતા પ્રેમી નું જીવન ...
એક પુરુષ અને એક સ્ત્રીનું જીવન ...
પ્રેમના પ્રતાપે પ્રેમના તાપે ચાલી ચાલીને તરસ્યા થયેલા મુસાફિર ની તીવ્ર પ્યાસ.....
શું માત્ર એ વૃક્ષની બાજુમાં પડેલા ઠંડા પાણીના મટકાને જોઈને કદિ’ પ્યાસ બુજાય ..?
બસ આવુજ હોય છે પ્રિયે પ્રેમનું ..!
પ્રેમમાં શબ્દોનું, સ્વરનું અને અંતે સ્પર્શનું મહત્વ ...!
હાં એ વાત નોખી છે કે કલ્પનાની દુનિયા અનંત અલૌકિક છે...!
અને હા ! આમ તો જોકે !
કલ્પનાની દુનિયા પણ બડી અજીબ હોય છે..!
“અનંત” સત્યની નજીક ! બિલકુલ નજીક હોય છે..!
એવું મે તને બૌ પહેલા કહેલું જ હતું ને ..!
પણ, આ પણ સત્ય સ્વીકારવું રહ્યું તારે ને મારે ...
જોકે કદાચ તું ના પણ સ્વીકારે ...
તો એ જરૂરી છે, છતાં નથી, કે હું કૌ, હું સ્વીકારું, એ સ્વીકારે સૌ ...
કેમકે સ્વીકારવું ના સ્વીકારવું એ બધી વખતે ઈચ્છાને આધીન નહીં !
બલ્કે ક્યારેક પરિસ્થિતીને આધીન , સંજોગોને આધીન પણ હોય છે !
એટલે એવું બને !
કે તું કદાચ તારી પરિસ્થિતિ કે સંજોગોને આધીન આ સત્ય ના પણ સ્વીકારે
પણ હું બરાબર જાણું છું અને મને વિશ્વાસ છે કે,
મારી આ વાતને તું ભીતરથી ક્યારેય ના ઇનકારે ..!
બસ આવુજ હોય છે પ્રિયે જીવનમાં પ્રેમનું મહત્વ ..!
પ્રેમમાં શબ્દોનું સ્વરનું અને અંતે સ્પર્શનું મહત્વ ...!
એટલે જોકે આમ તો તેજ મને તે દિવસે લજવાતા લજવાતા
આ સવાલો કરેલા પણ હું જવાબ ના આપી શક્યો ..
ખૈર જ્યારે જ્ઞાન થાય જ્યારે ભાન થાય ...
અને ત્યારેજ જો અમુક સવાલોના જવાબ આપીએ તો કદાચ...
એ હ્રદયના ઉંડાણેથી સપાટી પર આવેલા જવાબો વધુ સરલ ,તરલ હોય શકે....
અને ત્યારેજ જો અમુક સવાલોના જવાબ આપીએ તો કદાચ...
એ હ્રદયના ઉંડાણેથી સપાટી પર આવેલા જવાબો વધુ સરલ ,તરલ હોય શકે....
અને તોજ એ જવાબો કોઈના હ્રદયને છેક ઊંડે ઊંડે સ્પર્શી શકે !
એવું બધુ મારાથી અનાયાસે ઊંડેથી વિચારઈ ગયું !
એટલે છેક આજે મને એમ થયું ચાલ આજે હું તને ,
કદિ’ તે મનેપૂછેલા સવાલોનો
જવાબ તારા સવાલ સમેત આપું ....
હું તને પૂછું ! અને બસ હું એજ કરી રહ્યો છું!
હું તને પૂછું ! અને બસ હું એજ કરી રહ્યો છું!
અને ફરી શરૂથી શરૂ કરું છું અને અંતે તને પૂછું છું કે...
પ્રથમ શબ્દ અને પછી સ્વર સુધી આપણી યાત્રા આગળ વધી ...!!
હું “અનંત” પ્રેમ સાગર અને તું મારામાં વહેતી સ્વચ્છ સુંદર નિર્મળ નદી..!
આનાથી આગળ તે કશું વિચાર્યું છે કદિ ?
શું આટલેથી જ અટકી જશે યાત્રા પ્રેમની ..?
શબ્દોને રસ્તે ચાલતા ચાલતા સ્વર સુધી પહોંચેલી આપણી પ્રેમ યાત્રા ...
શું પત્ર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ.?
શું સ્પર્શ સુધી નહીં પહોચી શકે આપણો પ્રેમ.?
શું ક્યારેય એનાથી આગળ નહીં વધે...?
અર્થાત સ્પર્શ સુધી નહીં પહોંચે ..?
આપણો પ્રેમ શું, પ્રેમાળ શબ્દો લખેલા પત્રો અને હેતાળ સ્વર સુધીજ સીમિત રહેશે ..!
તું સ્ત્રી અને હું પુરુષ બેઉ પાત્રો વચ્ચે આ એકજ પત્ર ...
બે પાત્રો....
એક “તું” એક “હું”
એટલે કે એક પુરુષ અને એક સ્ત્રી ..!
બસ પ્રેમ થવાને આકર્ષાવાને કદાચ આથી વિશેષ બીજું કઈ જરૂર નથી ...
અગર કઈ જરૂર હોય તોય એ હોય છે પછી ...
પ્રથમ આંખો પછી શરીર અને પછી સુંદરતા ...
આટલું જો સામે આવી જાય તો વાર નથી લાગતી પ્રેમ થતાં....
છતાં ....
તુજ કહે આંખોથી આંખો મળ્યા પછી ...
શબ્દોથી સ્વર સુધી પહોંચ્યા પછી...
આખરે...
હું તારાથી કે તું મારાથી દૂર રહે ,તો પણ રહી શકે ક્યાં સુધી...?
મને ખ્યાલ છે , તે દિવસે જ્યારે તે મને થોડા સવાલો કર્યા ત્યારે ચૂપ રહીને મે,,
પ્રેમ ની સાથે સાથે પીડાની અવધી પણ વધારી નાખી હતી..!
અને એ પીડા જ્યારે ખૂબ વધી હતી ..
ત્યાર પછી જ ઘૂંટાઈ ઘૂંટાઈ ને મે આ અનંત રચના લખી હતી...
હવે અગર શક્ય હોય તો તું ટૂંકી અવધિમાં કોઈ પણ એકાંત સ્થાને ...
શાંત ચિતે હળવેકથી આંખ બંધ કરી સમાધિમાં બેસી જજે ...
શાંત ચિતે હળવેકથી આંખ બંધ કરી સમાધિમાં બેસી જજે ...
અને પછી ધ્યાનમાં ધ્યાનથી જોજે...
તે જીવનમાં જેવો કલ્પ્યો હશે ! ઝંખ્યો હશે ! ચાહ્યો હશે !
તને એજ ચહેરો દેખાશે !
ખુદમાં ખૂબ ઊંડે ઉતરીને વિચારજે ...
અને પછી એને તું ખુદ પૂછજે જે અને કહેજે કે,
શું ખરેખર મને તારી સાથે પ્રેમ છે ?
કે પછી આ બધુ એમનેમ છે ?
તું તને ભીતરથી સાચો જવાબ આપીશ તો...
એ તારું ભીતર પણ તને સાચો જ જવાબ આપશે ....
તને કઈ પણ થોડું ઘણું પણ જો સમજાય જાય તો ,
અને શક્ય હોય તો ,તું પ્રેમની અવધી વધારજે ...
હું પણ આત્યારે તારાં સમેત મારામાં ...
અને...
અને...
મારા સમેત તારામાં ખૂબ ઊંડો ઊતરી ગયો છું !
જ્યારે હું તને આ પત્ર લખવા બેઠો છું ત્યારે...
મારી નજર સામે તારી એજ યુગો જૂની છબી તરવરે છે...
અને મને એવું પણ મહેસુસ થાય છે !
જાણે હું તારામાં વહી રહ્યો છું ....
અને તું જાણે કે મારામાં તરે છે...
અને તું જાણે કે મારામાં તરે છે...
તારી મન સ્થ્તિતી અત્યારે શું છે ?
અને આ પત્ર વાંચશે ત્યારે શું થશે ! એ મને ખબર નથી !
જોકે આ ક્ષણે તો મને મારીય ખબર નથી રહી,
તારામાં વહેતા વહેતા હું ક્યાથી ક્યાં નીકળી જાઉં છું !
અને પછી પ્રેમ,રસ્તા,મંજીલ ,વિસામો આ બધુજ ભૂલીને
ફરી પાછો હું તારામાં જ સમાઈ જાઉં છું !
બોલ હવે !
તુજ જવાબ દે... !
જે સવાલો કદિ તે પૂછ્યા હતા મને ...
તુજ જવાબ દે... !
જે સવાલો કદિ તે પૂછ્યા હતા મને ...
શું પત્ર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ.?
શું સ્પર્શ સુધી નહીં પહોચી શકે આપણો પ્રેમ.?
આવા સવાલો કરીને પછી, તું ચૂપ કેમ થઈ જાય છે...?
આજ પ્રશ્ન અગર હું તને પૂછું તો....?
તું શું જવાબ આપે ...?
આજે પૂછું છું હું તને એજ પ્રશ્ન જે કદિ તે મને પૂછ્યા ...
દેખ હંગામાં નૈ કરના ...!
શું પત્ર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ.?
શું સ્પર્શ સુધી નહીં પહોચી શકે આપણો પ્રેમ.?
લે જવાબ દે ...!
તો હે સવાલી અગર તને આજે અત્યારે કોઈ જવાબ ના સુજે ....
અથવા તું આજે અત્યારે જવાબ આપવા ના ચાહે કોઈ પણ કારણ સર ...
તો...
તો...
અગર પછી ક્યારેક જવાબ આપવાની ઈચ્છા થાય ..
પણ શું જવાબ આપવો ...? એ ના સમજાય ...
અને મારીજ માફક અગર તારું પણ મન મુંજાય...
તો....
તો તું ફક્ત આ મારા પત્ર નીચે તારું નામ લખી નાખજે ...
અને આજ પત્ર પરત મને મોકલજે..!
એટલે તરત તને મારો અને , મને તારો જવાબ મળી જશે ... !
મારે તારા કે તારે મારા પ્રેમમાં આગળ વધવું કે અહિજ અટકવું,
એ હવે તારી “હાં” અથવા “ના” પર નિર્ભર છે.
આમ તો જોકે મારે મન તારી કે તારે મન મારી ”હા”કે”ના”
બૌ મહત્વ ની નથી એવું મને લાગે છે !
કારણકે હું અને તું બન્ને વહેતું રહેવામાં માનીએ છીયે કદાચ !
તારી મને ખબર નથી પણ મને તો ,
તારા પ્રેમાળ શબ્દોથી ભર્યા ભર્યા પત્રો વાંચતાં વાંચતાં પણ ...
જાણે તું મને સ્પર્સતી હોય એવો અહેસાશ થાય છે.!
શું તને પણ મારા પત્રો વાંચતી વખતે મારા જેવી અનુભૂતિ થાય છે ..?
હાં ! તારા શબ્દોમાં મને તારા સ્પર્શની અનુભતી થાય છે.!
અને તેથી જ ઈચ્છા આગળ વધે છે.
અને બસ વધતી જ ચાલે છે.
હાં ઈચ્છા...! અપેક્ષા નહીં.!
કેમકે ઈચ્છા સ્વાવલંબી હોય છે.
અને અપેક્ષા પરાવલંબી હોય છે.
જોકે પ્રેમમાં પરાવલંબી થવું ગમે...!
મારી ભીતર જે સતત વધે છે. કદાચ તારી ભીતર પણ...!
આ ઈચ્છા જે કદાચ પૂરી ના પણ થાય.
પણ એ વધે તો હું શું કરું ! ?
અને એમાં ખોટું છે પણ શું ?
બે પ્રાણી , બે પંખી , આવા તો અસંખ્ય જીવ આ અવની પર છે !
જેને શરીર છે અને શરીરમાં પ્રાણ છે એ બધાજ આખરે તો પ્રાણી જ કહેવાય ને ..!
જેમાં એક નર એક માદા , હર એક, બે વચ્ચે આકર્ષણ...!
બે શરીર એક સ્ત્રી એક પુરુષ. બે ચહેરા બન્ને આકર્ષક.! પણ..
તને કે મને આ ખબર ક્યારે પડી ?
ખબર ત્યારે પડી જ્યારે સામ સામે જોયું .
જોયું કે જોવાઈ ગયું ?
જે પણ થયું પણ આમ થવાનું કારણ શું...?
કારણ મારા માટે “તું”, ને તારા માટે “હું” બીજું શું ..?
તું એક સુંદર સ્ત્રી છે અને હું એક સુંદર પુરુષ છું !
બસ આટલું કાફી છે પ્રેમ થવા ને ! કે નૈ ..!
બે સુંદર ચહેરા બન્ને ચહેરા પર ચોંટેલી હતી બબ્બે આંખો.
આપણી આંખોએ જોયું !
જે જોયું તે સુંદર હતું ...
કોઈને ખબર નથી હજુ સુધી કે,
શું કોની ભીતર હતું !
જોકે આ જોવું, એજ તો પછીથી,
સુખ કે દૂ:ખનું કારણ પણ બને છે ..!
બસ આમ જ આંખો જુવે છે .
જોકે આંખોતો સારું ખરાબ બધુ જ જુવે છે , પણ....
આકર્ષાય છે માત્ર સુંદરતા તરફ જ ..!
હવે વળતાં જવાબમાં તું પણ મારી સામે !
માત્ર વાંચેલી વાહિયાત ફિલોસોફી ના કરજે..!
કે સુંદરતા જોનારની આંખોમાં હોય છે...!
કેમકે કોઈનું વાંચેલું બોલવું કે,
કોઈનું બોલેલું બાફવું...
એટલે કે બાફેલું ફરી બાફવું ...
ના તો મને સાંભળવું ગમશે ના બોલવું ....
મને એવું કહેવું બોલવું બિલકુલ નૈ ફાવે...
તું સ્ત્રી હોય એટલું તો તું જાણતી જ હશે કે...
બાફેલું ફરી ફરીને બાફીએ તો બળી જાય દાજી જાય....
તેથી , બહેતર છે કે, તારી ભીતર જે ઊગે સ્ફુરે એજ તું બોલે ....
કદાચ એ નૈ ભાવતું હોય તોય મને ફાવશે ...
તો,,,
કેમકે કોઈનું વાંચેલું બોલવું કે,
કોઈનું બોલેલું બાફવું...
એટલે કે બાફેલું ફરી બાફવું ...
ના તો મને સાંભળવું ગમશે ના બોલવું ....
મને એવું કહેવું બોલવું બિલકુલ નૈ ફાવે...
તું સ્ત્રી હોય એટલું તો તું જાણતી જ હશે કે...
બાફેલું ફરી ફરીને બાફીએ તો બળી જાય દાજી જાય....
તેથી , બહેતર છે કે, તારી ભીતર જે ઊગે સ્ફુરે એજ તું બોલે ....
કદાચ એ નૈ ભાવતું હોય તોય મને ફાવશે ...
તો,,,
મારો પત્ર વાંચી તું તારી રીતે સમજી વિચારીને !
માત્ર તારા વિચારોજ લખજે !
ઉછીના નહીં...!
તું જાણેજ છે ને કે મને અનુભવે સિધ્ધ કર્યા વિના ,
કોઈએ લખેલી , કોઈએ વાંચેલી, કે કરેલી માત્ર વાતો...
વિના અનુભવે માની જાઉ એ મારી આદત નથી ,
એ મને ફાવટ નથી ...
કેમકે આંખો નથી હોતી એ પણ !
સ્પર્શ માત્ર થી સુંદરતા કે અસુંદરતા પારખી જતાં હોય છે.
તું જાણે છે ?
આ જગતના સર્જન પાછળનું કારણ પણ આકર્ષણ જ છે !
અઢળક વાર્તા નું કારણ છે !
આકર્ષણ અને આંખો.
આંખો અને આકર્ષણ ...
કેમકે આંખો જુવે છે, આંખોએ જોયું,
જે જોયું તે સુંદર જોયું.
"સદીઓથી સુંદરતા જ પ્રેમની શરૂવાતનું પહેલું અને મુખ્ય કારણ"
એટલે મન આકર્ષાયું મનને ગમ્યું.
મનના રસ્તેથી એ ગમતું આત્મા સુધી પહોંચ્યું.
એમ તો જોકે ,
“આકર્ષણનો સિધ્ધાંત પણ જન્મ જાત”
ગમ્યુ તેથી જાગી ઈચ્છા, તો એમાં શું ખોટું છે.?
ઇચ્છાથી જ તો જગત જનમ્યું.
ને જગતમાં જન્મ્યા અનેક સ્ત્રી અને અનેક પુરુષ.
ઈચ્છા થકી જન્મ્યા એટલે.
ઈચ્છા નામનો ગુણ કહો યા અવગુણ,
એ તો સૌને વારસામાં જ મળ્યો હોય ને...!
અને પછી આંખને જે ગમ્યું , એ અંતર સુધી પહોંચ્યું ,
ને અંતર સુધી કોઈ ગમતું પહોંચ્યું એટલેજ પ્રેમ થયો...
અને પ્રેમ થયો એટલે એ પ્રેમ પાત્ર ને પામવાની ઝંખના જાગી !
પ્રેમની ઈચ્છા , હુંફની ઝંખના કહો ભલા કોનામાં નથી હોતી..?
"કોઈને કોઈ ઝંખના ને લઈને જ આ જીવન ધબકે છે."
"જેનામાં ઝંખના નથી એ જીવતો છે જ નહીં.”
એ તો મરેલો છે !
જેનામાં કોઈ ઝંખના નથી.
અને હું...
હા હું જીવું છું !
હું ધબકું છું ...
ક્યારેક મારામાં ક્યારેક તારામાં ..
હાં ! હું ભરપૂર જીવું છું...!
હું જીવંત છું...!
એટલેજ કે મારામાં પ્રેમના સ્વાસ ઉચ્છવાસ ચાલે છે સતત સતત સતત....
અગર જો તું પણ જીવતી હોય,
યા તારીય ભરપૂર જીવવાની ઈચ્છા હોય....
અગર મને હંમેશને માટે...
પામવાની તને પણ હોય જો “અનંત” ઝંખના ....
તો. !
તબક્કાવાર આંખે સ્પર્શ્યા શબ્દો , 'ને કાને સ્પર્શયો શ્વર.
તો પછી સ્પર્શવાને શું બાકી રહ્યું ?
જરા તું પણ એ વિચાર કર .!
જરા તું પણ એ વિચાર કર .!
કાન અને આંખ આનંદ માણે તો તુજ કહે ,
આપણાં શરીરનો શું વાંક ?
છે તો માત્ર સ્પર્શવાનીજ વાત..!
આખરે શરીરને પણ શરીર સ્પર્શની ઝંખના તો જાગે જ ને...?
એ પછી જે થાય એ તો થાય આપો આપ ....
એ પછી જે થાય એ તો થાય આપો આપ ....
અગર એ શક્ય નથી તો મારા શબ્દોમાં તો હું હયાત છું.
ગમે ત્યારે મન પડે ત્યારે સ્પર્શી લેજે શ્બદોમાં મને તું.
તને પણ એજ રીતે ગમે ત્યારે મન પડે ત્યારે...
મને જ્યારે તને સ્પર્શવાની ઝંખના થશે.....
ત્યારે તારાજ શબ્દોમાં તને સ્પર્શી લઇશ હું...!
ત્યારે તારાજ શબ્દોમાં તને સ્પર્શી લઇશ હું...!
પણ હાં અગર તું ક્યારેય પણ આંખોથી મારા શબ્દોને સ્પર્શે..
તો એ રીતે સ્પર્શ કરજે કે મને દૂર દૂર રહીને પણ ખબર પડી જાય ...
મને એવો અલૌકિક અહેસાસ થાય કે તું આંખોથી મને ચૂમી રહી છે...
તું મારા શબ્દોને વાંચતાં વાંચતાં મારામય થઈને ઝૂમી રહી છે ...
તું મારા શબ્દોને વાંચતાં વાંચતાં મારામય થઈને ઝૂમી રહી છે ...
જાણે તું મારા તન મન આત્માને સ્પર્શી રહી છે....
અને જ્યારે તું પત્ર લખશે ત્યારે હું પણ તારા પત્રમાં,
પ્રેમ વ્યક્ત થતાં તારા મરોડદાર અંગ સમા અક્ષરોને આંખોથી સ્પર્શી લઇશ.
શબ્દોને તારા હું ચૂમી લઇશ... વાંચી લઇશ ઝૂમી લઇશ હું પણ
શબ્દોને તારા હું ચૂમી લઇશ... વાંચી લઇશ ઝૂમી લઇશ હું પણ
જેની અનુભૂતિ પણ તને થશે જ ...!
થઈ કે નહીં ?
પત્ર વાંચીને મને કહેજે ..!
કહેવું તો પડશે જ ..!
કેમકે આપણા સંબંધને હવે સ્પર્શની જરૂર છે.
એક સરખી ઝંખના હશે તો જરૂર પહોંચી જશે.
એક દિવસ આપણો સંબંધ શબ્દથી સ્પર્શ સુધી.....
હોય છે આમ તો પ્રેમ કરવાની રીત ઘણીએ...
ચાલ આપણે આજે એક નવીજ રીત અજમાવીએ ....
જ્યાં સુધી કે આપણે રૂબરૂ ના મળીએ , રૂહ રૂહ મળ્યે ...
"અનંત" તું મને હું તને ચાલ શબ્દોથી આપણે
એક બીજાને ઝણ ઝણાવીયે..... .
બ્લાસ્ટ:-
"अनंत" देखे बिना जी शकते हे लोग दिखाए बिना नहीं जी शकते..... !
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“અનંત”
કોઈ અલૌકિક સીધ્ધી ધરાવતા સ્ત્રી યા પુરૂષ હોય
તેની વાત નોખી છે.! મગર એક આમ સ્ત્રી પુરુષ ને
અરસપરસ પ્રેમ વ્યક્ત કરવા ને "અનંત"
હુંફાળા શબ્દ ને સુંવાળા સ્પર્શ ની જરૂર પડેજ છે.!
"અનંત"
એજ અનંતના જૂના જૂના પડ્યા વંચાય વગરના એમનેમ પ્રેમ પત્રો
"અનંત"નથી મગર સાચવાયેલા છે આજે પણ અનંતના હેમખેમ પ્રેમ પત્રો
"અનંત"
બંધ કબાટમાં ..
*બ્લાસ્ટ*
પ્રેમ છે.! એ વ્યકત અભિવ્યક્ત કરવા,
આખરે પ્રેમને સ્પર્શ ની જરૂર પડેજ છે.!
પ્રેમનો સ્પર્શ સ્થુળ પણ હોય શકે છે.!
પ્રેમનો સ્પર્શ સુક્ષ્મ પણ હોય શકે છે.!
જ્યારે પ્રીય પાત્ર નજીક હોય ત્યારે...
ટેરવા ના સ્પર્શથી ઝણઝણે છે આખુય શરીર..
અને જ્યારે પ્રીય પાત્ર દૂર હોય ત્યારે...
પ્રેમાળ શબ્દોના સ્પર્શથી ઝણઝણાવી શકાય છે.
પ્રીય પાત્રનો આત્મા યાની ઝમીર...
અર્થાત્
જ્યારે પ્રીય પાત્ર નજીક હોય ત્યારે
તેની હથેળી, તેના ગાલ, તેના હોઠ જેવા તમામ નાજુક અંગોને પ્રીય પાત્રની આંગળીના ટેરવાના સ્પર્શ માત્રથી ઝણઝણાવી શકાય છે.!
જ્યારે પણ નજીક હોય ત્યારે...
એક પ્રીય પાત્રના નાજુક અંગો બીજા પ્રીય પાત્રના ટેરવાના સ્પર્શ માત્રથી આખુય શરીર ઝણઝણી ઉઠે છે.!
પ્રેમની ઝંખના અને પ્રેમના સ્પર્શથી ઝણઝણવુ
આખરે જીવનમાં ખૂબ જરૂરી છે હોય છે.
ઝણઝણાટી અને ઝંખના વગરનુ જીવન
સાવ નકામુ છે.! એક બોજ છે.!
એવો આ અનંતનો બોધ છે.
ખૈર...
મગર પ્રીય પાત્ર દૂર હોય ત્યારે શું કરવું.?
ત્યારે સુક્ષ્મ રીતે આત્માને સ્પર્શેવા પ્રેમાળ શબ્દો ખૂબ કામ લાગે છે.!
હું "અનંત" પ્રેમાળ શબ્દોના સ્પર્શથી
આજે પણ ઝણઝણુ છું અને ઝણઝણાવુ છું.!
મને ગમતા તમામ પ્રીય પાત્રોને.!
"અનંત"










