* ભીતરના ભેદ*
વર્ષો પહેલા ...
શ્રાવણ મહિનાના એક સોમવારે
એ શંકર આશ્રમમાં જ્યાં મહાદેવનું પૌરાણિક મંદિરે આવેલ છે.
તે મંદિરે જતાં પહેલા ભાઈબંધ અનંતને એની ચહિતીએ કહ્યું.
અનંત હું શંકર આશ્રમે મહાદેવના મંદિરે દર્શન કરવા જવાની છું.
તું મને ત્યાં મળવા આવજે.
અનંતે કહ્યું ઠીક છે તું જા હું થોડું કામ પૂરું કરીને શંકર આશ્રમે આવીશ.
પોતાનું થોડું કાર્ય આટોપી ફટાફટ અનંત એજ લખર વઘર વેશે શંકર આશ્રમ પહોંચી ગયો.
પેલી અનંતની રાહ જોતી મંદિર સામે આવેલા બાંકડે બેઠી હતી.
અનંતને આવતો જોઈ તેણે અનંત સામે હાથ હલાવ્યો અનંત પેલી જ્યાં બેઠી હતી ત્યાં ગયો .
અને બાંકડા પર પેલીની બાજુમાં બેસી ગયો.
પેલી અનંત ને ખિજાણી આમને આમ લઘરા વેશે આવ્યો જરા તૈયાર થઈને અવાય ને ,,?
અનંત ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાજ અનંતે પેલીને કહ્યું અચ્છા એવું છે એમ..?
તને એ ના દેખાયું કે તને મળવા હું જેમતેમ ફટાફટ થોડું કામ પૂરું કરી તને રાહ ન જોવી પડે માટે એજ હાલમાં તારી પાસે આવ્યો.
અને તું મને માત્ર કપડાથી માપે છે..?
તો ઠીક છે હું જાઉ છું. એમ કહી અનંતે તરત બાંકડા પરથી ઉઠી ચાલતી પકડી.
પેલી જોકે અનંતની તમામ હાલત થી વાકેફ હતી તેમ છતાં તેનાંથી આવું કહેવાય ગયું અને અનંત ગુસ્સે થઈ ગયો તેથી પેલી હેબતાઈ ગઈ જોકે એણે તો સહજ ભાવે કહ્યું હતું , પણ જે કહ્યું તે ગલત કહ્યું તેવો તુરંત અહેસાસ થતાજ પેલીએ જતાં અનંતનો હાથ પકડી લીધો.
અનંત મારી ભૂલ થઈ મારો ઇરાદો તને દુખી કરવાનો બિલકુલ નહોતો.
અનંતે કહ્યું. હું દુખી નથી થયો હાં ગુસ્સે જરૂર થયો છું. અને એ પણ તારા પર નહીં મારા પર કારણ કે તારી ઈચ્છા મુજબ હું નથી.! તો પણ તું મને ચાહે છે, પ્રેમ કરે છે.! શા માટે ..? બસ આ માટે મને ગુસ્સો આવ્યો જ્યારે કે તે તો જે છે તે કહ્યું છે અને હું જાણું છું કે જે છે તે છે તો દુખી શા માટે થવું યા શા માટે કોઈને દુખી કરવું .!?
પેલીની આંખો તગતગવા લાગી.
ખૈર ,,, મને જવા દે મારે ઘણું કામ છે.!
પેલીએ તગતગતી આંખે અનંતનો હાથ ખેંચી પોતાની બાજુમાં બેસાડી કહ્યું. અનંત આજ પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું તું જે છે જેવો છે તેવો મને ગમે છે. તું મારો જીવ છે અનંત તારા વિના તો મારા શ્વાસ પણ મને ગૂંગળાવી નાખે. અનંતે પેલીની ઓઢણી વડેજ એના આસું લૂછતાં કહ્યું. ઠીક છે હવે રડ નહીં ચાલ મહાદેવના દર્શન કરી લઈએ.
પેલીએ અનંતને ગલે લગાવી ગાલે કસકસતું ચુંબન કર્યું.
બંને મહાદેવના મંદિરમાં ગયા. મહાદેવ સામે હાથ જોડી આંખો બંધ કરી ઊભા રહ્યા. પ્રાર્થના કરી.
પછી નંદી અને શીવ લીંગને નમન કરી એક બીજાનો હાથ હાથમાં લઈ બહાર નીકળ્યા અને છેક ખૂણે આવેલા એક બાંકડે જઈને બેઠા.
પેલીએ અનંત સામે જોઈ અનંતને પૂછ્યું અનંત તે પ્રાર્થનામાં મહાદેવ પાસે શું માંગ્યું ..?
જે તે માંગ્યું એ.!
તને કેમ ખબર મે શું માંગ્યું..?
તે જે માંગ્યુ તે બરોબર છે પ્રેમમાં એટલુ સ્વાર્થી થવુ સહજ છે.
અનંત હું તને એમ પુછુ છું તને કેમ ખબર પડી કે મે શું માંગ્યું..?
(એતો અનુભવે સમજાય કેટલું કપરૂ હોય છે જેને ચાહતા હોય એના વગર જીવવુ)
અભાન અવસ્થામાં આકાશ ભણી નજર કરી અનંત મનોમન બબડ્યો.
પેલી પુછે છે કૈંક અને અનંત જવાબ કૈંક આપે છે તેથી પેલી અકળાઈને ગુસ્સે થઈ અનંતને ખભેથી હલબલાવી અનંતને કહે છે.
હું શું પુછુ છું અને તું શું ને શું જવાબ આપે છે.
શું તને સીધો જવાબ આપતા આવડતુજ નથી કે.?
અનંતે કહ્યું. ખબર નૈ તને એવુ કેમ લાગે છે.
ચલ જવા દે, અનંત હવે તું મારા સીધા સવાલનો સીધો જવાબ આપ.
તે મહાદેવ પાસે કૈ માંગ્યું કે નૈ.?
અનંતે હસતાં હસતાં કહ્યું. હું ભીખારી નથી અને આપી ન શકે તેને માંગવાનો અધિકાર પણ નજ હોય.જો કે મને તો માંગતા પણ આવડતું નથી.
અનંતની અટપટી અને અઘરી વાત સાંભળી પેલીએ અનંતને ટપલી મારતા કહ્યું .
માફ કરજે અનંત તું માત્ર લઘરોજ નથી પણ અઘરો પણ છે તારી ઘણી બધી વાતો મારી સમજમાં નથી આવતી.!
અનંત મનમાં બોલ્યો. (
સાર્વજનિક સમસ્યા છે એ તો)
પેલીએ કહ્યું. અનંત અગર હું જીદ કરી તને મહાદેવ પાસે કઈ માંગવાનું કહું તો તું માંગે કે નૈ ..?
અનંતે હસતાં હસતાં કહ્યું. હાં હાં હાં કેમ નહીં તું જીદ કરે તો તારે ખાતર ભીખારી થઈ જાવ એમ્માં શું ..?
બૌ ડાયો ચાલ તો હવે અહીં બાંકડે બેઠા બેઠાં આંખ બંધ કર અને મહાદેવ પાસે જે માંગવુ હોય તે માંગ..!
અનંતે કહ્યું હું શું માંગુ.? જ્યારે કે મને ખબર જ ન હોય છતાં તું કહે તે માંગુ.
અનંત મે મારી ઈચ્છા મુજબ માંગી લીધું. સૌએ પોતપોતાની ઈચ્છા મુજબ માંગવાની હોય સમજ્યો..!
ઠીક છે તું કહે છે તો કોષીશ કરૂ છું
અનંત આંખ બંધ કરી મંદિર તરફ હાથ જોડી થૉડી વાર બેઠો પછી આંખ ખોલી અકલે પેલી તરત બોલી તે શું માંગ્યું અનંત ..?
અનંતે કહ્યું મે શું માંગ્યું એ પછી કહીશ પણ પહેલા તે શું માંગ્યું મહાદેવ પાસે એ તો કે'..?
પેલી એ આંખો ઢાળી કહ્યું અનંત મે મહાદેવ પાસે માંગણી કરતાં કહ્યું કે, હે મહાદેવ અનંત વિનાની એક ક્ષણ પણ મારાથી સહન નથી થતી અનંત મારો પ્રાણ છે અનંત મારા શ્વાસ છે અનંત ન હોય તો મારજ શ્વાસ મને ગૂંગળાવી નાખે, માટે હે મહાદેવ અનંત પહેલા તું મને ઉઠાવી લેજે.!
અનંતે પેલીના માથે હાથ મૂકી કહ્યું. તથાસ્તુ ...
પેલીએ કહ્યું તથાસ્તુ વાળી હવે તું કે' તે મહાદેવ પાસે શું માંગ્યું.
અનંતે કહ્યું. કહ્યું તો ખરું ..!
પેલી કહે શું ..?
અનંતે કહ્યું. જે કહ્યું એજ..!
અનંત તારી અઘરાઈ મૂક અને સાફ સાફ કે' તે મહાદેવ પાસે શું માંગ્યું ..?
અનંતે કહ્યું ઠીક છે તારે સાંભળવું જ છે તો સાંભળ તે મહાદેવને કહ્યું ને કે મારા પહેલા એ તને ઉઠાવી લે ..? મે પણ મહાદેવ ને એજ કહ્યું કે તારી ઈચ્છા પૂરી કરે.!
એટલે..?
અનંતે કહ્યું એટલે એ જૈ મે પેલ્લા કહ્યું ,
પેલીએ પૂછ્યું . શું ..?
તથાસ્તુ :-
પેલીએ અનંત પર ગુસ્સે થઈ કહ્યું. અનંત મજાક બૌ થઈ હવે જરા ગંભીર થા અને મને કહે કે તે મહાદેવ પાસે શું માંગ્યું ?
હવે અનંત ખરેખર ગંભીર થઈ ગયો, ગંભીર વદને અનંતે કહ્યું. તારી બહુ ઈચ્છા છે ને એ જાણવાની કે મે મહાદેવ પાસે શું માંગ્યું તો સાંભળ.
હાં બોલ.
મે મહાદેવ પાસે એટલુંજ માંગ્યું કે તારી પ્રાર્થનાને ગંભીરતાથી લ્યે અને તારી ઈચ્છા પુરી કરે તે જે માંગ્યું એ તને આપે.!
અનંત મે તો મહાદેવ ને કહ્યું છે કે હે મહાદેવ અનંત પહેલા તું મને ઉઠાવી લેજે .!
હાં તો મે પણ મહાદેવ ને એજ કહ્યું .
શું એજ કહ્યું ..?
કે તને મારા પહેલા ઉઠાવી લ્યે.
પેલી ગુસ્સે થઈ ગઈ અને, ગુસ્સામાં અનંતને કહેવા લાગી.
અચ્છા એટલે તું એવું ઈચ્છે છે કે હું મરી જાઉ એમ ..!?
અનંતે કહ્યું. અરે ગાંડી તું સમજતી નથી.
પેલી અનંત પર સખ્ખત ગુસ્સે થઈ જાય છે.
હાં હાં અનંત હું ગાંડી છું હું ના સમજ છું અનંત.! હું જાણું છું આમ પણ તું અનેક સાથે સબંધ રાખે છે અને હું મરી જાઉ એટલે તું મૌજથી બીજી ત્રીજી ચોથી પાંચમી સાથે છૂટથી છૂટછાટ લઈ શકે એમજ ને !? અને એટલે તું ઈચ્છે છે કે હું વહેલી મરી જાઉં.!?
અરે યાર્ર સાંભળતો ખરી પણ ..!
સાંભળી લીધું ..! હવે મારે તારી કોઈજ વાત સાંભળવી નથી સમજ્યો .!
શું આજ તારો પ્રેમ છે ..?
અનંત મને તારા પ્રેમ પર શંકા જાય છે મને લાગે છે તું મારાથી કંટાળી ગયો છે એટલે છૂટવા માંગે છે. નહીં તો તે પણ મહાદેવ પાસે મારા જેવી માંગણી કરી પ્રાર્થના કરી હોત કે હે મહાદેવ મારી ઉમર મારી ચાહિતીને આપજે અને મને એના પહેલા ઉઠાવી લેજે ..!
હાં પણ મે મહાદેવ ને એજ તો કહ્યું કે તને પેલા ઉઠાવી લે .. !
અનંત હું તારી વાત કરું છું મારી નહીં ..!
અરે પણ હું પણ તારીજ વાત કરું છું.!
પેલીએ ખુબજ ગુસ્સે થઈ બાંકડા પરથી ઊભી થઈ ચાલતી પકડી. અનંતે પેલીનો હાથ ખેંચી પાછી બાંકડા પર બેસાડતા કહ્યું પેલ્લા મારી વાત તો સાંભળ..!
છોડ અનંત મારો હાથ છોડ મારે તારી સાથે કોઈજ વાત નથી કરવી અને ના તો મારે તારી કોઈજ વાત સાંભળવી છે મને જવાદે.
અનંતે કહ્યું પ્યારી તારે જવું હોય તો જા પણ જતાં પહેલા તારી ઈચ્છા મુજબની મારી પ્રાર્થના સાંભળતી જા.! અનુભવતી જા .!
પેલી જરા શાંત થઈ અને બોલી બોલ શું છે તારી પ્રાર્થના.? અને મારે શું સાંભળવાનુ છે.? શું અનુભવવાનું છે મારે .!?
અનંતે પેલીને હાથ પકડી પ્રેમથી બાંકડા પર પોતાની બાજુમાં બેસાડી પેલીના ચહેરાને પોતાની હથેળીમાં લઈ કહ્યું.
પ્યારી હું આમ પણ થોડા સમયનો મહેમાન છું.
શું ..? એટલે ..? પેલી અનંતની વાત સાંભળી હેબતાઈ ગઈ ગભરાઈ ગઈ .
હાં પ્યારી મારુ આયુષ્ય ખૂબ ટૂંકું છે .!
એટલે ..? પેલી ગભરાયેલી તગતગતી આંખે અનંત સામે જોઈ પૂછે છે.
તું આવું શા માટે બોલે છે અનંત ..? શું થયું છે તને .?
અનંતે ધીમેકથી કહ્યું મારા હ્રદયમાં કાણું છે. !
શું .!!!?
હાં ..!
પેલીએ ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં અનંતને જોરદારનો ગલે લગાવી કહ્યું અનંત મારા પ્રાણ મારા શ્વાસ અગર તું મારા પહેલા મારાથી દૂર જશે તો હું મરી જઈશ અનંત હું તારા વગર એક ક્ષણ પણ જીવી નહીં શકું ..!
પેલી અનંતને ગલે લગાડી રડતી હતી અનંત ભીની આંખે હસતો હતો.
( પગલી એક ક્ષણ તો જીવી શકતી નથી મારા વગર અને છતાં મારા પ્રેમની પરીક્ષા કરતાં કહે છે કે મારે એના જેવીજ પ્રાર્થના કરવી જોઈએ ) અનંત મનોમન બબડ્યો.
અનંતે પેલીને પોતાનાથી અલગ કરતાં તગતગતી આંખે હસતાં હસતાં પેલી સામે જોઈ કહ્યું.
એટલેજ ..! એટલેજ ..! પગલી એટલેજ ..!
પેલીએ ગુસ્સે થઈ કહ્યું હસે છે શું.!
શું એટલેજ એટલેજ એટલેજ કરે છે.!?
એટલે કે એટલેજ મેઆતારી પ્રાર્થના સાંભળી તથાસ્તુ કહ્યું હતું.
અનંત મારુ મગજ બહેર મારી ગયું છે તારા વગરના જીવનની કલ્પના માત્રથી હું કંપી ઊઠું છું. અનંત સાચું કે તું મજાક કરે છે ને ..?
હાં મજાક ગંભીર મજાક ..!
એટલે ..?
એટલે તથાસ્તુ ..!
એટલે કે, મારૂ કોઈ નથી ઠેકાણું.
"અનંત" મારા હ્રદયમાં છે કાણું.!
તું તુટી ગૈ સાંભળી મારૂ એક જુઠાણું.
તેથી મહાદેવ પાસે તારા પહેલા
મારા થી મારૂ મોત ન મંગાણું.
*બ્લાસ્ટ*
સમજશે નહીં જ્યાં સુધી નાદાન તું પણ મને શિક્ષા કરશે..!
અંતે ભીતરના ભેદ ક્યારેક તો કોઈ સમજશે મને ખબર છે.!
તું, તે, કે ગમે તે કોઈ કેટકેટલી મારા પ્રેમની પરીક્ષા કરશે.?
"અનંત" હારશે નહીં અંત સુધી સાચા પ્રેમની પ્રતિક્ષા કરશે .!
"અનંત"

.jpg)

.jpg)
.jpg)
%20.jpg)
.jpg)




