अगर ये फेसबुक याद ना दिलाता तो आज भी !
मै कुछ ना कहेता , बिलकुल चुप ही रहेता...
वैसे तो हर नई घटना मुझे कुछ पुराना याद दिलाती है...
और पुरानी बाते फिर नइ बनके सामने आ जाती है...
गर हर बार ऐसा ही हो, तो मै क्या करू....!!!
सबसे बड़ा * ब्लास्ट* ..............
बहोत साल पहेले मेरे यार "अज्ञानी" की कलमसे निकली हुई ये कड़वी सच्चाई....
ऐसा लगता हैजैसे आज की ही बात हो...
क्यों ना लगे !
देश के हालात तो आज भी ऐसे ही है, जैसे कल थे...
बहेतर होने के बदले , सायद आजके हालत कलसे कुछ ज्यादा ही बदतर है....
उस वक्त इन हालातो में यार ने लिखा था...
आज भी कुछ ठीक नहीं चल रहा...
आज भी नेता प्रजा को है छल रहा...
आज भी नेता प्रजा को है छल रहा...
"अज्ञानी" हाल देश का आज भी ऐसा-
ही है. जेसा की बदतर हाल कल रहा...
ही है. जेसा की बदतर हाल कल रहा...
"अज्ञानी"
यही तो होता है कलम वालो का कमाल....
वक्त से पहेले वो वक्त को जान लेते है...
वक्त से पहेले वो वक्त को जान लेते है...
और फिर जो उसकी कलम से निकलता है....
वो हर समय उसी समय का लगता है...
वो हर समय उसी समय का लगता है...
जब कभी सामने आता है, पढ़ा जाता है....
और मेरा क्या है...
कुछ भी नहीं, कुछ भी तो नहीं...!
सिर्फ ......
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
હું સલામી નહીં કરું......
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
આજે હું મુઠ્ઠી એકદમ ફીટં ફિટ બંધ રાખીશ....!
ભારત માતાકી જય ....
વંદ માતરમૂ .....
જય હિન્દ.....
આવું એક પણ સૂત્ર હું આજે નહીં બોલું...!
ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર,વીર સાવરકર,
ખુદીરામ બોઝ, મંગલ પાંડે ,શુભાષચંદ્ર બોઝ વગેરે ....
આજે હું આ એક પણ શહીદોને પણ યાદ નહીં કરું....
માત્ર ને માત્ર આજે એક દિવસ પૂરતા જ એ શહીદોને યાદ કરી,
હું એમને મારા દંભની ઠેસ નહીં પહોંચડું.... !
કારણ કે,
દેશ ખાતર સીનામાં જે બંધુકની ગોળીઓનું મીઠું દર્દ લઈ એ આરામથી સૂતા છે...
એ વીર શહીદોની શાંતિ હું ડહોળવા નથી માંગતો....
અને માત્ર ને માત્ર આજના દિવસ પૂરતું એમને યાદ કરીને એજ ગીતો....
"એ મેરે વતનકે કે લોગો "
મેરે દેશકી ધરતી સોના ઉગલે "
યે દેશ હે વીર જવાનોકા"....
આવા આવા ગીતો માત્ર ને માત્ર આજે પુરતાજ ગાઈ વગાડી...
હું એમની મીઠી નીંદરમાં ખલેલ પહોચડવા નથી માંગતો....
ના.. ના.... ના ...
હું દેશ ભક્ત નથી....!
મારામાં દેશ દાજ પણ નથી.....!
અગર જો આટલું સાંભળ્યા પછી.....!
એ પ્રશ્ન થતો હોય કે તો શું હું દેશ દ્રોહી છું ..?
તો ગમે તે વાતનો મન ગમતો અર્થ કાઢવાની આદત ધરાવતા ...!
હર એક ભ્રષ્ટ નેતાને, અને સહન કરતી પ્રજાને હું એ આઝાદી આપું છું
કે એ જે ચાહે તે મન ગમતો અર્થ કાઢી શકે છે ....
કિન્તુ એ ખયાલ સૌનો ગલત હોય શકે....!
પંદરમી ઓગસ્ટે મળેલી આઝાદી.
એક દિવસીય આઝાદી બાદ. આપણે...!
કેટલા બંધનોમાં બંધાયા .....
રોજ રોજ નાગરોકોને , દેશની પ્રજાને ....
નવા નવા બંધનોમાં બાંધતી ભ્રષ્ટ સરકાર.....
અને એમાં બંધાતી પ્રજાને કે દેશને શું આઝાદ કહેવાય....?
ક્યા ક્યા બંધનો ...???
શું એ પણ મારે જ વિગતે કહેવાનું ???
(અને આ આઝાદીને અંગ્રેજીમાં કહેવાય છે INDEPENDENCE DAy .)
એટલે કે કોઈના આધારે ના રહેનાર...
અને પોતાના જ આધારે રહેનાર, જીવનાર...
પણ....!
આપણે તો આજેય અન્યના આધારે જ જીવીએ છીયે ને...?
અને જો હું પણ આવા બંધનોમાંથી બાકાત ના હોઉ તો............!
અને જો હું હમેશા ફક્ત મારો જ વિચાર કરતો હોઉ....
તો, આ એક દિવસ પૂરતી રાષ્ટ્ર ધ્વજને સલામી કરવાનો....
કે, સલામીનું નાટક કરવાનો.....
મને કોઈ જ અધિકાર નથી, નથી, ને નથી જ....!
અને એ નાટક આજે ચો તરફ થશે...!
હાં બિલકુલ નાટક....!
માત્ર ને માત્ર એક દિવસ પૂરતા હર એક જગ્યાએ રાષ્ટ્ર ધ્વજ લહેરાશે...!
માત્ર એક દિવસના તાયફા માટે કરોડો રૂપિયા ખર્ચાશે પ્રજાનાસ્તો ....
પછી રસ્તા પર એજ શહીદો પ્રતીકો પ્રજાના પગ તળે કચડાશે....
આવા નાટકો કરવામાં કે જોવામાં મને બિલકુલ દિલ ચસ્પી નથી......!
આ એક દિવસના નાટક પાછળ જેટલો ખર્ચ થશે.,,
એટલા પૈસાથી જ કઈક ગરીબોની મુશ્કેલી હલ થઈ શકે...
હા અગર દિલથી સલામી કરવાની હોય તો વાત નોખી છે.
પણ જો માત્ર ને માત્ર નાટક્જ કરવાનું હોય તો ...
એના કરતાં આટલું થઈ શકે...
એટલા ખર્ચમાં તો કઈ કેટલાય ગરીબોના પેટ ભરી શકાય..... !
કેટલાય આવાસો તૈયાર કરી શકાય ...
જેટલા ધ્વજ લહેરાશે એટલા કાપડ માથી,
કઈ કેટલાઈ ગરીબોના તન ઠાંકઇ શકે.....!
અરે પણ હું આ શું ભૂલ કરી બેઠો..
ઓહ , વળી એ લોકોને આમાથી પણ કટકી સુજશે.....
અને એટલે જ હું આજે મૌન રહી મારા હાથના પંજાની,
સખ્તાઈથી ખૂબ કસીને મુઠ્ઠી વાળી રાખીશ.....!
કેમકે મને ડર છે......
રખે ને મારાથી ધ્વજને સલામી અપાઈ જશે તો.....!!!!?
આ લહેરાતો તિરંગો શરમાઈ જશે તો.....
અને મને ડર એ પણ લાગે છે કે .....
જો તીરંગમાં કોઈ શહીદનો આત્મા આવી જશે,
અને તિરંગો બોલવા લાગશે તો....
કે જા.. જા.... ડફોળ, ડરપોક, શું હલ્યો આવે છે...
સવારે સવારે મો ધોયા વિના અરિસામાં જોયા વિના,
વરસના વચલેદી એકના એક ઘીસા પિટા ભાસણ કરવા ...
જા નથી જોઈતી મારે સલામી તારી....
ગુસ્સાથી ફરફરતો ધ્વજ કહેશે ....
જા..! લબાડ જા !
મારુ શર ઊંચું રાખવા ખાતર , દેશની આઝાદી ખાતર ...
જાન કુરબાન કરનાર શહીદોને ....
તારા જેવા લબાડએક દિવસ માત્ર એક દિવસ યાદ કરનાર...
અને માત્ર એક દિવસ સલામી આપનારની સલામીની અમને કોઈ જરૂર નથી ....
તારી તો શું પણ અમને સફેદ વસ્ત્રોમાં છુપાયેલા કાળા કામ કરતાં ...
દેશના ભ્રષ્ટ નેતાઓની સલામી પણ પીડા આપે છે ...
બસ "અજ્ઞાની " આજ કારણ છે કે ...
સલામી એ પણ ગંદુ રાજકારણ છે
સલામી એ પણ ગંદુ રાજકારણ છે
અને એટલે જ આજે હું સલામી નહીં કરું.....
માત્ર ને માત્ર આજે એક દિવસ પૂરતી જ સલામી કરવાથી...
ધ્વજનું અને એ વીર શહિદોનું અપમાન થશે....!
અને, હું એવું હરગીઝ નહીં કરી શકું....! હરગીઝ નહીં....!
હું ધ્વજ નું અપમાન નહીં કરું ....
શહીદોનું અપમાન નહીં કરું ...
આજે હુ સલામી નહીં કરું ...
લ્યો...! “અજ્ઞાની” કરી લ્યો કરવી હોય તો ધરપકડ મારી ........ !
“અજ્ઞાની”
"બ્લાસ્ટ*
બંધ મુઠ્ઠીમાં દેશની માટી પકડીને ઊભો છું ...
"બ્લાસ્ટ*
બંધ મુઠ્ઠીમાં દેશની માટી પકડીને ઊભો છું ...
મારા હ્રદયમાં શહીદોની યાદ છે ...
આંખમાં ભીનાશ છે ..! અને,
"અજ્ઞાની" મારી બંધ આંખ સામે ધ્વજ છે...
વર્ષો પહેલા લખેલી "અજ્ઞાની" ની કડવી વાણી માંથી ....


No comments:
Post a Comment