લે ! ફરી આજ ,
તાજી થઈ એજ વર્ષો જૂની યાદ....
અનંત અને અજ્ઞાનીએ કહેલી/લખેલી વાત ... !
તાજી થઈ એજ વર્ષો જૂની યાદ....
અનંત અને અજ્ઞાનીએ કહેલી/લખેલી વાત ... !
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
જ્યાં સુધી મને તું ઓળખી ના લે....
વર્ષો પહેલા અનંતે એની કોઈ ચહિતીને આ વાત કહી 'તિ...!
કોને કહી'તિ,? એ મને ખબર નથી ... !
-------------------------- -------------------------- ----------------
સાગર નથી હુયે માંગતો ઝરણું જો આપ તોય ચાલશે.
ડૂબી રહ્યો છું હું હવે છેક. તરણું જો આપ તોય ચાલશે.
તમન્ના તો છે બિછાવી દઉં આ હ્રદય હું આપના ચરણે.
હાં પાથરી આ દીલને પાથરણું જો આપ તોય ચાલશે.
તેજ ગતિથી ધડકી રહ્યું છે હ્રદય મારૂ, મૂકી જો હાથ.
હાં સ્પંદનોને આંબવાને હરણું જો આપ તોય ચાલશે.
પ્રેમ"અનંત"છે.મારા પ્રેમની શુધ્ધતા માપવા ના આવજે !
વેદનાઓ ગાળવાને ફકત ગરણું જો આપ તોય ચાલશે.
-------------------------- -------------------------- ------------
"અનંત"
વર્ષો પહેલા અનંતે એની કોઈ ચહિતીને આ વાત કહી 'તિ...!
કોને કહી'તિ,? એ મને ખબર નથી ... !
--------------------------
સાગર નથી હુયે માંગતો ઝરણું જો આપ તોય ચાલશે.
ડૂબી રહ્યો છું હું હવે છેક. તરણું જો આપ તોય ચાલશે.
તમન્ના તો છે બિછાવી દઉં આ હ્રદય હું આપના ચરણે.
હાં પાથરી આ દીલને પાથરણું જો આપ તોય ચાલશે.
તેજ ગતિથી ધડકી રહ્યું છે હ્રદય મારૂ, મૂકી જો હાથ.
હાં સ્પંદનોને આંબવાને હરણું જો આપ તોય ચાલશે.
પ્રેમ"અનંત"છે.મારા પ્રેમની શુધ્ધતા માપવા ના આવજે !
વેદનાઓ ગાળવાને ફકત ગરણું જો આપ તોય ચાલશે.
--------------------------
"અનંત"
વર્ષો પહેલા અનંતે એની કોઈ ચહિતીને આ વાત કહી 'તિ...!
જોકે પછી પેલીએ પણ ...
જવાબમાં પેલી એની જે ચહિતી હતી ( કઈ એ મને ખબર નથી ) પણ,
એને પણ અનંત ને એનિજ રચનામાં થોડા ફાર ફેર કરી જવાબ આપ્યો હતો ..કે,,,,
"અનંત" સાગર નહીં ઝરણું તો આપ ..!
હું પણ ડૂબી રહી છું છેક ઝરણું તો આપ ..!
પ્રેમથી ધરી દઉં આ હ્રદય મારુ તારા ચરણે ...
પાથરી આ દીલને તું પાથરણું તો આપ ..!
એજ ગતિથી ધડકી રહ્યું છે હ્રદય મારુ પણ !
સ્પંદનોની ગતિ ને આંબવા તું હરણું તો આપ ..!
મારા પ્રેમની શુધ્ધતા તુયે ના માપ અનંત ...!
પણ મને વેદનાઓ ગાળવા ગરણું તો આપ ..!
"અનંત"
આકલું કહી પેલીએ અનંત ને કહેલું કે,,,
Pravin Miyaatra.... લે, પવલા...!
એ પવલા..! હવે તારે જે ધારવું હોય તે ધાર, "અનંત" "અજ્ઞાની" કે પછી મારા વિષે.....
હું પણ ધારુ છું ક્યારેક મારા વિષે ક્યારેક તારા તો ક્યારેય ખરાબ કે પછી સારા વિષે ...
હું પણ ધારુ છું ક્યારેક મારા વિષે ક્યારેક તારા તો ક્યારેય ખરાબ કે પછી સારા વિષે ...
ધારણા તો આખરે ધારણા જ હોય છે ને ! પ્રવીણ ....
*બ્લાસ્ટ*
ધારણા નાની પણ હોય શકે છે , મોટી પણ હોય શકે છે.
ધારણા સાચી પણ હોય શકે છે 'ને, ખોટી પણ ! હોય શકે છે ...!
ધારણા નાની પણ હોય શકે છે , મોટી પણ હોય શકે છે.
ધારણા સાચી પણ હોય શકે છે 'ને, ખોટી પણ ! હોય શકે છે ...!
છતાં લોકો ધાર્યા જ કરે છે ,,,,
અને, પછી, મનેય કોઈ ધારી ધારી ને જોયા કરે તો હું શું કરું ..!!!!
કશું જ નવું નથી ! બિલકુલ નવું નથી !
એજ શબ્દો છે જે વર્ષો પહેલા ભાઈબંધે લખ્યા હતા...
એજ શબ્દો ! જે મે વર્ષો પછી અહી મૂક્યા હતા ..!
હાં , આ એજ શબ્દો છે ! માત્ર શણગાર નવો છે..!
બસ ! મને જે ગમે છે, એજ હું કરું છું ...
આ મારો આનંદ છે , મારી મસ્તી છે...!
અને મારી મસ્તી ને આધીન હું આવું બધુ કર્યા કરું છું ....
અને પછી, મારી મસ્તીમાં કોઈ મસ્ત થઈ જાય એ વાત નોખી છે ....

No comments:
Post a Comment