વર્ષો પહેલાની વાત છે ..!
વાત જાણે એમ છે કે વર્ષો પહેલા અનંતે ..
એક સાવ ટૂંકી અને ગૂઢ વાર્તા લખી હતી ..
એ વાર્તા
એટલિ ટૂંકી,એટલિ ટૂંકી, એટલિ ટૂંકી હતી.
કે એનાથી મોટા તો મોટા લેખકોની વાર્તાના
શીર્ષક હોય...
અનંત ની આ વાર્તાની બીજી એક ખૂબી
એ પણ હતી કે,
એનું જે શીર્ષક હતું, એજ આખી વાર્તા હતી...
કદાચ કાલ સવારે અનંતની આ વાર્તા ....
વિશ્વની સૌથી ટૂંકી વાર્તા
સાબિત થાય તો કંઈ કેવાય નૈ...:)
કે'વામાં ક્યાં કાય જાય છે હે ...! :)
તો આજે એ વાર્તા મને બૌ યાદ આવે છે
તો કૈ દઉં ...
તો સૌ મુંગે મોઢે મફતમાં સાંભળો ...
( અહી સાંભળો કૌ એટલે વાંચો એમ સમજવું )
અનંત લિખિત એ વારતાનું શીર્ષક છે ...!
*“ એક હતો છોકરો અને એક હતી છોકરી.”*
હવે સાંભળો ગૂઢ વાર્તા..
વાર્તા શરૂ...
એક,
હતો,
છોકરો,
અને,
એક,
હતી,
છોકરી.
ગૂઢ વાર્તા પૂરી ....:)
“અનંત”
હવે એણે જે રચના લખી હતી વર્ષો પહેલા એ...
આ રચના પાછળ પણ એક નાનકડી ઘટના છુપાયેલી છે...!
પણ અત્યારે એ છુપાયેલી રહે એમાજ મજા છે...
તો એ ઘટનાની પાછળથી આગળ આવેલી
એજ રચના ...
ચહેરો....
ચડે છે કેફ મને, તું જો હસે તો લાગે શરાબી ચહેરો.
મને જોવો ગમે છે, ગુસ્સાદાર તારો ગુલાબી ચહેરો.
પ્રેમ તારો વાસંતી વાયરો ‘ને ચહેરો,! રાત્રે જાણે-
પુનમનો ચંદ્રમા ‘ને દિવસે લાગે આફતાબી ચહેરો.
દિવસ આખોય સુધરી જાય મારો સવારે સવારે
તું જો પાઇ દે આ આંખોને બસ એક રકાબી ચહેરો.
હ્રદયના ભાવ છુપાવી ક્યાં શકાય છે. જો રહું મૌન-
હું, તો, બોલી જાય છે બધુ જ.! હાજર જવાબી ચહેરો.
એ હસીન, તું છે હસીન, પણ ગુરુર ના કરજે “અનંત”-
ઈશ્વરે મનેય આપ્યો છે, મસ્ત રૂપાળો નવાબી ચહેરો.
“અનંત”
*બ્લાસ્ટ*
"અનંત" એજે ગૂઢ અને સાવ નાનકડી વાર્તા હતી એજ વાર્તા સૌથી મોટી છે..!
એમાં જ જીવનના ગુઠ રહસ્યો ભરેલા છે.!
એક છોકરો છે અને એક છોકરી છે..!
"અનંત"
ગુસ્તાખી માફ...
અનંતની આ રચના સાથે ફરી એક વાર હું મારુજ પ્રદર્શન કરીશ... :)
કોને ખબર કાલે આ રૂપ રંગ રહે ના રહે... !
પેલું ચિત્રલેખા નું એક સુંદર ગીત છે ને એવું..!
સમજી સમજી ને ના સમજવું ...:)
मन रे तू काहे ना धीर धरे..
वो निर्मोही मोह न जाने, जिनका मोह करे
इस जीवन की चढ़ती ढलती धूप को किस ने बांधा
रंग पे किस ने पहरे डाले, रूप को किस ने बांधा
काहे ये जतन करे, मन रे ...
उतना ही उपकार समझ कोई जितना साथ निभाये
जन्म-मरन का मेल है सपना, ये सपना बिसरा दे
कोई न संग मरे, मन रे ...
મોકો મળ્યો છે તો આવા મોકાને કોણ મૂકે...:)
*બ્લાસ્ટ*
**સ્ત્રી**
https://m.face
book.com/photo.php?fbid=669687463140958&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz

No comments:
Post a Comment