ઘોઘી તું નાહક શંકાય છે
તને જે દેખાય છે સમજાય છે મહેસુસ થાય છે
એવું કૈ છેજ નહીં
તગતગતી આંખે ઘોઘી તાકી તાકી ને
છેક ઘોઘાની ભીતર જાંકી જાંકીને જોવા લાગી...
પણ કૈ સ્પષ્ટ દેખાતુ નથી.!
જે દેખાય છે તે ધુંધળુ ધુંધળુ દેખાય છે.
ઘોઘાએ કૈક આવરણ ચડાવી લીધા છે...
ઘોઘી પર ઘોઘી ઘોઘી પર ઘોઘીઓ ના..
ઘોઘી માત્ર ઘોઘા નામના દર્પણ મા
ખુદનુ સ્પષ્ટ ચીત્ર જોવા જંખે છે.
દેખાય પણ છે પણ દેખાતુ નથી .
જરીક દેખા દે ત્યાં વળી કૈ અલગજ દેખાય છે..!
શું વીચારે છે..? વીકલ્પ..
સ્ત્રી ઓની છઠ્ઠી ઇન્દ્રીય સતેજ હોય છે...
ઓ નંગ ભાઈબંધ ના સંગ રહીને એટલી ખબર નથી.
*બ્લાસ્ટ*
હું લખતો નથી ક્યારેય એક પણ શબ્દ "અનંત"
કલમ હાથમાં લઉં ત્યાં
અષ્ટ પષ્ટ શબ્દો એમાંથી ખરે છે !
અને ને કાગળ શબ્દોથી છલકાય જાય છે !
"અનંત"આવું વર્ષો પહેલા અનંત કહેતો હતો .
*બ્લાસ્ટ*
જીવતા શબ્દોમાં શ્વસે છે "અનંત"
મૃત્યુ બાદ શ્વાસ લેશે શબ્દોમાં.!
"અનંત"
No comments:
Post a Comment