"અનંત" હોય તોય ના દેખાય.
ના હોય તોય દેખાય "અનંત"
પાસે હોય તોય દેખાય નહીં.
દેખાય નહીં તોય હોય પાસે.
સામે હોય તોય સમજાય નહીં.
સમજાય તોય સામે હોય નહીં.
પાસે હોય તે સમજાય નહીં.
સમજાય તે સામે હોય નહીં.
પાસે હોય તે સમજે નહીં.
સમજે તે પાસે હોય નહીં.
સત્ય હોય તોય દેખાય નહીં.
દેખાય નહીં તોય હોય સત્ય.
પામવો તો હોય છે આખરે સૌને પ્રેમ.!
કોઈ પામીને જાણે કોઈ જાણીને પામે.
દૂર દૂર હોવા છતાં કોઈ પામી જાય છે.
કોઈ પામી નથી શકતુ હોવા છતાં સામે.
"અનંત" મુર્ખી બહેર મારી જાય
ક્યારેક. એક બુધ્ધિશાળી સામે.
વર્ષો પહેલાં આક લૂ લખ્યા બાદ,
અનંતે એની કોઇક નાદાન ના સમજ
ચહીતી ને કહ્યા પછી લખે લૂ કે,
તું પાસે હોવા છતાં સમજતી નથી મને.
અને, જે સમજે છે તે છે નહીં મારી કને.
"અનંત" જમ્મોના હીશાબ હોય શકે છે.
નહીં તો આવે નહીં તું અવારનવાર સપને.
"અનંત"
*બ્લાસ્ટ*
તને દૂરના નંબર છે પણ તે પહેર્યો છે ચશ્મા નજીકના.
મને નંબર છે નજીકના છતાં પહેર્યા છે મે દૂરના ચશ્મા...
ખરેખર તો દ્રષ્ટિ સમજણની બંને ની સાવ કાચી છે.
"અનંત" હું ખોટો નથી કદાચ, કદાચ તું પણ સાચી છે.
એક ઘટના વીષે તારી ને મારી છે નોખી નોખી માન્યતા..
તને દૂરના નંબર છે પણ તે પહેર્યો છે ચશ્મા નજીકના.
મને નંબર છે નજીકના છતાં પહેર્યા છે મે દૂરના ચશ્મા...
"અનંત"
No comments:
Post a Comment