*અપવાદ બાદ કરતા*
સાચ હો યા જુઠ ના તો લાંબો સમય છુપાય છે ના તો લાંબા સમય સુધી છુપાવી શકાય છે.
આખરે ઉજાગર થઈ જ જતું હોય છે.
"અનંત" સાચુ બોલો ચાહે ખોટુ બોલો.
"અનંત"
એક સાવ સાદો એવં સાર્વજનિક નીયમ છે કે, જ્યારે બે વ્યક્તિ કે બે પરીવાર મળે છે ત્યારે, બંને વચ્ચે બંને સાથે કનેક્શન ધરાવતી ત્રીજી વ્યક્તિ કે પરીવાર ની સારી યા ખરાબ, સાચી યા ખોટી વાતો અચુક થાય છે અને થાયજ છે ..!
લેકીન આવે વખતે, કોઈ એક વ્યક્તિ પોતાનો અહં સંતોષવા યેનકેન પ્રકારે બીજાની ન હોય તેવી ભુલો, બીજાની ન હોય ખામીઓનુ ત્રીજી વ્યક્તિ સામે એવુ સચોટ વર્ણન રજુ કરે છે કે, સાંભળનાર તેના અર્ધ સત્ય ને પુર્ણ સત્ય સમજી માની બેસે.
અને એના આધારે બીજી વ્યક્તિ વ્યક્તિ માટે ધારણાઓ બાંધી લે છે.! અને કહે પણ છે કે શું વાત કરો છો.!!?
હું તો એને બૌ સજ્જન અને સારી વ્યક્તિ સમજતો હતો /સમજતી હતી.
બીજી વ્યક્તિ સામે ત્રીજી વ્યક્તિ વીષે આવુ જુઠ ચીતરનાર વ્યક્તિઓ જીવનમાં પોતે કરેલી ભુલો કે પોતાનમા રહેલી ખામીઓનુ ક્યારેય એટલુ સચોટ વર્ણન નહીં કરે જેટલુ બીજાનું કરે છે.
માત્ર પોતાનો અહં સંતોષવા ત્રીજી વ્યક્તિ બાબતે બુરાઈ રજુ કરનાર ક્યારેય બીજા સામે સંપૂર્ણ સત્ય રજૂ નહીં કરે. કે ના તો પોતાની ખામીઓ વીષે વીચારશે ના તો જે બંને તરફનુ સત્ય છે તેનો સહજ સ્વીકાર કરશે..!
માટે કોઈની પણ માટે કોઈના મુખે સારી યા ખરાબ વાત યા આધી અધુરી હકીકત જાણી સાંભળીને એ ત્રીજી વ્યક્તિ કે પરીવાર વીષે કોઈજ માન્યતા ન બાંધવી યાની કિ અર્ધસત્ય સાંભળી કોઈ પણ વીષે અર્થઘટન કરવામાં કે પછી એક તરફી અભીપ્રાય બાંધવામાં અને પછી થી એ અભીપ્રાય ના આધારે એ વ્યક્તિ સાથે દુરી કે નીકટતા વધારવામાં જોખમ એ છે કે પેલી તમને ત્રીજી વ્યક્તિ બાબતે અર્ધ સત્ય જણાવનાર તો જ્યારે પૂર્ણ સત્ય તમારી સામે આવશે ત્યારે, તમારી નજરે ખોટા એવં ભોંઠા પડશે મગર માત્ર એના કહેવા ના આધારે ત્રીજી વ્યક્તિ બાબતે અભીપ્રાય બાંધવાથી યા નીર્ણય લેવાથી તમે પણ ખુદની અને એ ત્રીજી વ્યક્તિની નજરમાં ખોટા યા ભોંઠા પડી શકો છો.!
માટે શક્ય હોય ત્યાં સુધી બંને તરફનુ સત્ય, બંને તરફની સંપૂર્ણ હકીકત જાણ્યા પછી જ ત્રીજી વ્યક્તિ બાબતે કોઈ પણ અભીપ્રાય બાંધવો કે નીર્ણય લેવો એ બુધ્ધિ મતાની નશાની છે.!
મગર "અનંત" અબુધો ક્યારેય આ વાત સમજી નથી શકતા..!
*અનંત*
વર્ષો પહેલાં.... મધ રાતે ખંડેર મધ્યે ચાય પીતા પીતા ખંડેર ના એકાંતમાં આ વાત મને ભાઈબંધો દ્વારા ચાય સાથે પીવડાવવામા આવી હતી.. 🤪
*બ્લાસ્ટ*
એકજ વ્યક્તિ ને અલગ અલગ લોકો અલગ અલગ રીતે ઓળખે છે.! એક ને સારી લાગતી વ્યક્તિ બીજાને નઠારી લાગે છે.! આવો વીરોધાભાષ એકજ વ્યક્તિ મા અનેક બાબતોમાં જોવા મળી શકે છે. પણ આવુ શાને.? એવો કોઈને વીચાર સુધ્ધા નથી આવતો કે સવાલ પણ નથી થતો.! અને જો સવાલ કરે તો પહેલી આંગળી પોતાના તરફ થવાની પુરેપુરી શક્યતા છે. હકીકત એ છે કે કોઈ વ્યક્તિ તમારી સાથે એવોજ વહેવાર રાખે છે જેવો તમે એની સાથે રાખો છો.
અર્થાત્ તમને સામેની વ્યક્તિ નો વહેવાર યોગ્ય નથી લાગતો એનો અર્થ કે તમે એવા છો.! અથવા એમ પણ કહી શકાય તમે એવાજ વ્યવહાર ને લાયક છો.!
તમારી સાથે તમને યોગ્ય વ્યવહાર ન કરતી વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે એવો વ્યવહાર કરે છે જે એમને યોગ્ય લાગે છે સારો લાગે છે. કારણ કે એ એને લાયક છે.!
અગર જો એવુ નથી તો એ વ્યક્તિ પ્રત્યે અલગ અલગ અભિપ્રાય હોયજ ના શકે.!
અગર કોઈ વ્યક્તિ ખરેખર ખરાબ છે તો એ તમામ સાથે ખરાબ વ્યવહાર જ કરશે આવુજ સારી વ્યક્તિ બાબતે પણ સમજી શકાય.
મગર એવુ નથી તેથી જ એનો વ્યવહાર વ્યક્તિ લક્ષી હોય છે. જેવી વ્યક્તિ તેવો વ્યવહાર. અને, તેવુ એની સાથે પણ બનતું જ હોય છે.
બધાનો એક સરખો વ્યવહાર તેની સાથે પણ નથીજ હોતો.
એવી કોઈ વ્યક્તિ હોય જેનો તમામ સાથે એકજ સરખો સારો યા ખરાબ વ્યવહાર હોય તે યાતો સાચો સંત હશે યા પાક્કો શૈતાન.
મગર આ સહજ "અનંત" સત્ય તમે સ્વિકારી નથી શકતા.!
"અનંત"
No comments:
Post a Comment