મારો દોસ્ત "અનંત" સાવ ફટકેલ, ભટકેલ,
છટકેલ ‘ને, સાવ અલ્લડ ટપુ હતો....
એને જેટલી ખબર પડતી ,
એટલીજ ખબર ના પડતી ....
એટલે જ એ આગ જીલી શક્યો .....
સાવ લઘરા જેવો વેશ...
કોયલા સાથે રહીને,
થઈ જતો એ પણ કાળો મેષ...
સતત પરસેવે નીતરતો છતાં ચમકતો ચહેરો....
એની આસપાસ રહેતો કઈક રમણીનો પહેરો...
બસ એજ મસ્તીમાં એ સતત લખતો રહેતો ...
એને પોતાને શું જોઇયે છે,
એ એને ખુદને ખબર ન્હોતી.
બસ પોતાની ધૂનમાં ગીત ગણગણતો...
દિવસ રાત જોયા વિના,
સતત મહેનત મજૂરી કર્યે જાય...
સખત સંઘર્ષ કરતો હોવા છતાં.!
નિજાનદમાં રહેનારો એ....
હું જ્યારે પૂછું કે,,,
અલ્યા આખરે તારું ભવિષ્ય,
તારું સપનું, તારી ઈચ્છા શું ?
અને એ જવાબ આપતો આજ !
હાં ! આજ મને “ખબર નથી.”
આમ એ બે અર્થમાં જવાબ આપી દેતો કે,
મને આવતી કાલની ફિકર નથી...!
આજ માંજ મોજ છે મારે ...
અને એવી મસ્ત મોજમાં એ,
આવી આવી રચના...
એ અભણ ગરબડીયા અક્ષરે....
જે તૂટ્યો ફાટયો કાગળનો ટુકડો હાથમાં આવે,
એમાં લખી નાખતો ....
આજે પણ હું,
એના એજ ઝર્ઝરિત કાગળિયાને...
ઉકેલી ઉકાલીને,
એને જીવંત રાખવાનો પ્રયાસ કરું છું ....
@@@@@@@@@@@@@@@@@@
ઝંખના નથી મને કાઇ જાજી રે...
બસ હુ આટલામાજ છુ રાજી રે....
************************************
ભટકેલ ને તો બસ..!
જ્યાં ત્યાં ભટકવા જોઇયે.
મંજિલ દેખાય તોય,
ચરણ ના અટક્વા જોઇયે.
સાવ અમથે અમથું બસ, ટળવળવા જોઇયે.
ફકત પ્રેમથી જ ! કોઈક તો ઝગડવા જોઇયે.
ભમરા જેવુ મન છે. ભમરાને બીજું જોઇયે શું?
નીતનવા રસપ્રચુર ફૂલ પર ગણગણવા જોઇયે.
આ ભોળા દીલને ભૂખ ફકત પ્રેમની જ ! પંખીની-
માફક,સતત ચણ ચણ બગલી ચણવા જોઇયે.
લપેટાઇ જવાની લગીરે ઝંખના નથી એવુય નૈ.
હાં,પતલી કમર પાછળ ચૂંટિયો ખણવા જોઇયે.
સાચે આથી વિશેષ કોઈ ઝંખના નથી રે...મારે જાજી.
ખાલી ટેરવાના સ્પર્શે જીણું જીણું ઝણઝણવા જોઇયે.
“અનંત” મંદ મંદ મુશ્કુરાહટ આપી દઉં સૌને, પછી-
એકાંતે, નાજુક નમણો ખભો પ્રેમથી રડવા જોઇયે....!
“અનંત” આ જીવન પંથ એકલ પંડ કેમ રે..કપાય ?
હર કોઈને એક સંગાથી હ્રદય હળવું કરવા જોઇયે.
"અનંત"
https://www.facebook.com/share/16Qsdsu1cG/








No comments:
Post a Comment