"પણ પછી, કોઈ છાનું રાખવા નથી આવતું. 'અનંત' કોઈ ખભો આપવા નથી આવતો. એટલે જ કહું છું, પરિયા, કોઈ ખૂણામાં ન જા તું."
અડધી ઉંમર ગલીના ખૂણામાં વિતાવનાર, અને એ ગલીના ખૂણે મળવા આવનારી, પોતાની પ્રિયતમા સાથે આવનારીને પણ સતાવનાર 'અનંત'ે જ્યારે મને રાત્રે ખંડેર પર હું ચા લઈને ગયો ત્યારે ચા પીતાં પીતાં મને આવા કોઈ જ ખૂણે ન જવા સમજાવ્યું, ત્યારે ગુસ્સાના માર્યો હું મારી ચા પીવાનું જ ભૂલી ગયો.
પહેલાં તો મને તે જાની દુશ્મન જેવો અને સ્વાર્થી લાગ્યો. એટલે મેં ગુસ્સે થઈને એને દબડાવી નાખતા કહેલું, "સાલા નાલાયક! તું! તું મને સમજાવે છે? રોકે છે? ખૂણામાં કોઈને મળતાં? એક તો માંડ માંડ મારો મેળ પડ્યો હોય, ત્યાં તું મને ટોકે છે, રોકે છે, હેં? અને એ તું! જે સાંકડી ગલીના ખૂણે અનેકને આલિંગી ચૂક્યો છે! અનેકને ચૂમી ચૂક્યો છે! અરે બેશરમ! તેં તો તને મળવા આવતી તારી કોઈ એક પ્રિયતમા સાથે આવેલી એની સહેલીને પણ છોડી નથી! ખાસ તને મળવા જોખમ લઈને દુનિયાની નજરોથી લપાઈ-છુપાઈને આવતી તારી પ્રિયતમા સામે જ તું તેની સાથે આવેલી તેની સહેલીને પણ ચુંબન કરી લેતો, એ ભૂલી ગયો! જ્યારે મારી તો હજુ શરૂઆત છે! એમાંય તને વાંધા પડે છે! તકલીફ થાય છે!"
આ કોઈ કાલ્પનિક કહાણી નથી! આ સત્ય હકીકત છે! કોઈ માને તો જ સત્ય, નહીં તો કલ્પના - એવું હું નથી માનતો. ના તો, કોઈ સત્યને સત્ય માને એ જરૂરી છે! મગર, આજેય એ વાતના તાજા સાક્ષી એ ગલી, એ મોહલ્લો, એ ખંડેર મોજૂદ છે! અને અમારા ત્રણમાંથી એક હું... જો કે લોકોને વાસ્તવિકતા કરતાં કાલ્પનિક વાર્તા વધુ ગમે છે! એટલે જ એ સતત જન્મે છે! અને પછી, વાર્તાકારનું શરીર મરી જાય છે, પણ કોઈ કોઈની વાર્તા આત્માની જેમ અમર થઈ જાય છે!
જો કે વર્ષો પહેલાં, ભાઈબંધે કહ્યું હતું કે, ""અનંત" સત્ય ની બીલકુલ નજીક હોય છે.! આ કલ્પના ની દૂનીયા બડી અજીબ હોય છે.! "અનંત""
એટલે મેં ગુસ્સે થઈ અનંતને દબડાવતા કહ્યું, "અરે બે., શરમ..! તે તો તને મળવા આવતી તારી કોઇ એક ચહીતી સાથે આવેલી એની સહેલીને પણ...! છોડી નથી...!"
એક દિવસ હું જોઈ ગયેલો, અનંત સાંકડી ગલીમાં પેલી સાથે લીલા કરી રહ્યો હતો. ત્યારે તે સમયે જ મારો તે ગલીમાં પ્રવેશ થયો. મેં મારી સગી આંખે જોયું કે, અનંત તેને મળવા આવેલી તેની પ્રિયતમાને ચૂમી આલિંગીને પછી, અનંતે તેની પ્રિયતમા સાથે આવેલી તેની સખીને પણ...! પોતાના આલિંગનમાં ભીંસીને ચૂમી લીધી. મને ગલીમાં આવેલો જોઈ પેલી બંને લજ્જાઈને નીચું જોઈ ગયેલી. અને પછી, અનંતની રજા લેતાં "હું જાઉં છું" એમ કહી, મારા કારણે રંગમાં ભંગ પડેલો એટલે, એ ગુસ્સે થયેલ ત્રાસી આંખે મારી સામે જોઈ ગલીમાથી સરકી ગઈ.
એના ગયા પછી ખંડેરમાં જઈ ગુસ્સે થઈ અનંતને મેં કહેલું, "લ્યા બે શરમ અક્કલ વગરના..! તારામાં કૈ શરમ જેવુ છે કે નૈ..! તુ પેલીની સામે બીજીને ચુમે છે ત્યારે તને કૈ વીચાર નથી આવતો..! કે, પેલ્લી પર શુ વીતતી હશે..!"
બેફિકરાઈથી મારી સામે જોઈ અનંત હસે છે.
"હસે છે શું બુદ્ધિ વગરના..! આ તો ઠીક છે હુજ ગલીમાં આવ્યો 'તો કો'ક દિ બીજુ કો'ક જોઈ લેશે તો, મારી નાખશે તને જાનથી..."
નફ્ફટાઈથી અનંત બોલ્યો, "જન્મે એ મરે."
અનંતે ખબર નહીં શું કહ્યું, હું સમજ્યો નહીં એટલે મેં પૂછ્યું, "શું..?"
"મરેલા મરે નૈ..." અનંતે કહ્યું.
હું ફરી સમજ્યો નહીં એટલે મેં કહ્યું, "હેં શું..? હું સમજ્યો નૈ..!"
મારી નાસમજીથી કંટાળીને અનંતે કહ્યું, "મુકને યાર ખોટી માથાકૂટ કોઈ મારે એ પહેલાં હું મરી જઇશ બસ..."
કંટાળાના અંતે અનંતે જે કંઈ કહ્યું, એમાં પણ મને કંઈ સમજાયું નહીં એટલે મેં કહ્યું, "બૌ ખીલોસોફી ઠોકમા અનંત કો'ક દિ' કો'ક માથાનુ ભટકાઈ જશે ત્યારે... તારી આ અર્થ વગરની ખીલોસોફી કામ નૈ આવે સમજ્યો..!"
"ત્યારે સમજી લૈશ," એમ નફ્ફટાઈપૂર્વક જવાબ આપી અનંત ચુપચાપ પોતાના કામે વળગી ગયો.
એ ઘટના મારી નજર સામે બનેલી અકલે, ચલચીત્ર ની માફક આંખ સામે આઈ ગૈ.. અકલે પછી એણે જે ખુદ કરતો એ કરતા મને રોક્યો અકલે હું આગ બબુલા થૈ ગ્યો.. અકલે મે એને કહ્યું.
"ખાસ તને મળવા જોખમ લૈ ને દુનીયાની નજરોથી લપાઈ છુપાઈને આવતી તારી ચહીતી સામેજ તુ તેની સાથે આવેલી તેની સહેલીને પણ.! તું ચુમ્બન કરી લેતો, એ ભૂલી ગયો...! જ્યારે મારી તો હજુ શરૂઆત છે..! એમાય તને તક્કલીફ્ફ થાય છે..!"
હાં પણ માંડ મેળ પડતો હોય ત્યારે જ કોઈ રોકે ટોકે તો આગ તો લાગેજ ને.! ગુસ્સો પણ આવેજ્જ..! અને આવેલો. તે દિવસે ગુસ્સાના માર્યા હુ તેને ઘઘલાવતો રહ્યો. અને એ ચુપ્પ ચાપ્પ સાંભળતો રહ્યો. એની એ ચુપ નો પણ મે અબુધે, ગલત મતલબ નીકાળ્યો. અને એના મૌન સામે લવારી કરતા, ફરી મે ગુસ્સે થૈ ને કહ્યું.
"કેમ હવે બોલતી બંધ થૈ ગૈ તારી... વાંક્કમા આવ્યો અકલે...!"
ત્યારે... સુર્રરરર કરતા ચાયનો છેલ્લો ઘુંટ ભરી, ચહેરા પર પરમ શાંતી ધરી અનંતે મને કહ્યું.
"અટલેજ કહું છું તને દોસ્ત..! કે પછી, કોઈ છાનો રાખવા નથી આવતુ. પરીયા કોઈજ ખભો આપવા નથી આવતુ."
શાંત ચીતે ભાઈબંધે કહેલી વાત સાંભળી હું ભાનમાં જર્રીક અમથો આવ્યો. એટલી વારમાં તો, મારી ચાય ઠરીને ઠીકરૂ થૈ ગયેલી. અકલે એક ઘુંટે હુ ચાય પીય ગયો. અને પછી મે અનંતને પુછ્યું.
"અનંત પછી, કોઈ છાનો રાખવા નથી આવતુ. કોઈજ ખભો આપવા નથી આવતુ. અકલે .?"
જવાબમાં ભાઈબંધે ટુંકમાં કહ્યું.
"પહેલા આવે છે..!"
મે એની આંખોમાં આંખ પરોવી ફરી પુછ્યું. "અકલે..?"
ત્યારે એ ઉદાસ સ્વરે બોલ્યો...
"બસ એના સમય પર એ સમય સર આવે જાય છે.. પછી કોઈ પુછતુ નથી..! આપણા આંસુ લૂછતુ નથી.! ખૂબજ તકલીફ થાય છે..! "અનંત" આંખો ભીંજાય છે..! "અનંત""
અને પછી, જાતને સંભાળી ભાઈબંધે મને અંતમાં કહ્યું:
બ્લાસ્ટ :-
"ખૈર... હવે મને એ વાતનો કોઈ રંજ નથી કોઈ દુ:ખ નથી હુ જે જીરવી ગયો. "અનંત" એ માર્રોજ હીશાબ હતો.. તુ જીરવી નહીં શકે..! પરીયા..."
"और तो और "अनंत" सुनो ये बात जरा गौर से। कभी कभी.! ईश्क भी.! मीलता है सजाये तौर पे। "अनंत""
બસ્સ.! વર્ષો પહેલાં.... ભાઈવબંધે કહેલી એ વાત મારા મન હ્રદયમાં ઘર કરી ગૈ...
અકલે પછી મને બીક ગરી ગૈ..
https://www.facebook.com/share/v/1FKL4yKzx3/
ઓલી એ અનંત ની વાતો વાંચી ને કહ્યું.
આ વાર્તા મને ખૂબ જ રસપ્રદ અને ઊંડાણવાળી લાગી!
ખાસ કરીને, મને આ વાર્તામાં નીચેની બાબતો ગમી:
* ભાવનાત્મકતા: મિત્રતા, ગુસ્સો, સમજણ, અને છેવટે પસ્તાવાની લાગણીઓને ખૂબ જ સચોટ રીતે રજૂ કરવામાં આવી છે. પાત્રોના સંવાદો દ્વારા તેમની લાગણીઓ સ્પષ્ટ થાય છે.
* વાસ્તવિકતાનો સ્પર્શ: વાર્તામાં જે 'સત્ય હકીકત'ની વાત કરવામાં આવી છે, તે વાર્તાને વધુ વિશ્વસનીય બનાવે છે. ખંડેર, ગલી, અને મોહલ્લા જેવા સ્થળોનું વર્ણન વાતાવરણને જીવંત બનાવે છે.
* ફિલોસોફિકલ દૃષ્ટિકોણ: 'અનંત'ના સંવાદોમાં જે જીવન અને મૃત્યુ, કે પછી સંબંધોની વાસ્તવિકતા વિશેની ફિલોસોફી છે, તે વિચારપ્રેરક છે. ખાસ કરીને "જન્મે એ મરે" અને "મરેલા મરે નૈ" જેવા વાક્યો ઊંડો અર્થ ધરાવે છે.
* હિન્દી કાવ્ય પંક્તિનો ઉપયોગ: વાર્તાના અંતમાં આવતી હિન્દી કાવ્ય પંક્તિ "और तो और "अनंत" सुनो ये बात जरा गौर से। कभी कभी.! ईश्क भी.! मीलता है सजाये तौर पे। "अनंत"" વાર્તાને એક અલગ જ આયામ આપે છે અને તેની અસરકારકતા વધારી દે છે. તે વાર્તાના મૂળ સંદેશને વધુ મજબૂત બનાવે છે.
* સંવાદોની તાકાત: વાર્તાના સંવાદો ખૂબ જ જીવંત અને સ્વાભાવિક છે, જે પાત્રોને વાચક સાથે જોડી રાખે છે.
ટૂંકમાં, આ વાર્તા લાગણીઓ, વાસ્તવિકતા અને ફિલોસોફીનું એક સુંદર મિશ્રણ છે. મને ખરેખર તે વાંચવાની મજા આવી.
શું આ વાર્તા લખવા પાછળ કોઈ ખાસ પ્રેરણા હતી?
તમેજ કહો..!
No comments:
Post a Comment