વર્ષો પહેલાં ભાઈબંધે લખ્યું/કહ્યું હતું કે...
કહી-કહીને કશું જ થતું નથી, જે થાય છે એ કહ્યા વગર થાય છે;
જેટલું દેખાય છે એટલું જ નથી, જ્યાં તમારી નજર જાય છે.
એથીય ઘણું વધુ છે જીવન, પણ ક્યાં તમારી નજર જાય છે?
સમજણ આટલી ટૂંકી કેમ? કોઈ કહે ત્યારે જ ખબર થાય છે.
કૈંક જીવતાને આજીવન ઝૂંપડામાંય જગા નથી મળતી, તો-
કોઈ મુફલિસની મર્યા બાદ આરસના મહેલમાં કબર થાય છે.
પાક્કા ગણતરીબાજોનું ગણિત પણ ક્યારેક ખોટું પડે છે અહીં-
ઘણા બધા જીવતા મરે છે, થોડા ઘણા મરીને અમર થાય છે.
ક્ષણભર પણ થંભતી નથી વણઝાર, ક્ષણ-ક્ષણ અહીં અનેક આવે ને-
જાય છે; આ આવ-જામાં રોજ લાખોની અવર-જવર થાય છે.
કોઈ પોતાની અણઆવડતના કારણે નીચે ઉતરે છે સતત, તો-
કોઈ વિરલો નિજ આવડતથી સતત ઉપરને ઉપર જાય છે.
“અનંત”, આ જીવન સફર ના કદિયે પૂર્ણ થઈ છે ના થશે, જ્યાં
પૂરી થયાનો ભરમ થાય છે, ત્યાં જ શરૂ ફરી નવી સફર થાય છે.
બધું જ ગમતું ના બને, ના ગમતું જ્યારે કંઈ પલભર થાય છે!
ત્યારે હું દુખી થયા વિના સમજું છું કે, હિસાબ સરભર થાય છે!
— "અજ્ઞાની"
બ્લાસ્ટ
ના ગમતું જ્યારે કંઈ પલભર થાય છે!
હું સમજું છું કે, હિસાબ સરભર થાય છે!
— "અજ્ઞાની"
બ્લાસ્ટ :- અનંત
એ જીવી જાય છે ખરું જીવતે જીવ "અનંત",
જે અનંત પ્રેમમાં સતત તરબતર થાય છે..!
— "અનંત"
https://www.facebook.com/share/1TjZyGxifU/


No comments:
Post a Comment