માનનીય શ્રી કલેકટર સાહેબ ,
જય ભારત સાથ જણાવવાનું કે, ટપાલ નં ૨૯૩૬ દ્વારા તા:-
૨૦/૧૧/૨૦૨૧ ના રોજ અમોને
મોરબી નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા મોકલાવેલ નોટિશ
તા:- ૨૩/૧૧/૨૦૨૧ ના રોજ સામાવાળાને અને અમોને મળી છે.
અમોને આપવામાં આવેલી નોટિશમાં જણાવ્યું છે કે, દસ્તાવેજ
મુજબ મારા ઘરના રૂમમાં ૨+૨ =૪ કુલ ચાર નાની બારી હતી જેમાં સુધારો કરી બે મોટી
બારી કરેલ છે, જેમાં ફરી સુધારો કરી બારીને મૂળ સ્થતિમાં લેવાનો અમોને આદેશ
આપવામાં આવ્યો છે..!
જે નોટિશ હું આ અરજી સાથે બિડાણ કરી રહ્યો છું.
મને મળેલ નોટિશના જવાબ રૂપે યોગ્ય ખુલાસો આપતી અરજી આજે
તા:- ૨૪/૧૧/૨૦૨૧ ના રોજ
મે નગર પાલિકાને પાઠવેલ છે. જેનો ઈન્વર્ટ નંબર છે ૯૦૨૦
જે અરજી પણ હું આ અરજી સાથે બિડાણ કરી રહ્યો છું.
જેથી આપ સાહેબ પણ મારી ફરિયાદની સત્યતા સમજી શકો .
આજે પણ હું ચીફ ઓફિસર સાહેબ શ્રી સરૈયા સાહેબને અરજી
ઈન્વર્ટ કરાવ્યા બાદ રુબરુ મળ્યો હતો.
અને મારી ફરિયાદ બાબતે યોગ્ય કરવા નમ્ર વિનતિ કરી હતી .
જેના જવાબમાં તેઓએ મને કહ્યું કે, પહેલા તમે તમારી બારી મૂળ
સ્થતિમાં કરી લો પછી અમે એમની સાથે કાર્યવાહી કરીશું.
ચીફ ઓફિસર સાહેબનો આ જવાબ મને યોગ્ય નથી લાગ્યો .
જે રીતે મારી ફરિયાદનો નિકાલ કરવામાં વિલંબ થઈ રહ્યો છે તે
જોતાં એવું જણાય છે કે,
સામે વાળા કોઈ વગ વાપરી અને કાયદેસરની કાર્યવાહીમાં વિલંબ
થાય એવા બદ ઈરાદા સાથે મારી સાચી ફરિયાદ સામે પાયાવિહોણી ખોટી ફરિયાદ કરી રહ્યા
છે.
કારણ કે છેલ્લા દોઢ મહિનાથી હું વગ,વગરનો સીધો સાદો માણસ
મારી ફરિયાદ લઈને અહીથી તહી ધક્કા ખાય રહ્યો છું.
આજ સુધીમાં ક્રમશ મે નગર પાલિકામાં ત્રણ વખત અરજી કરી છે
અને આજે કરી એ સહિત કુલ ચાર અરજી મે નગર પાલિકામાં કરી છે .
બે વખત સામાવાળાને દબાણ હટાવવા નગરપાલિકા દ્વારા નોટિશ પણ
આપવામાં આવી છે .
જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ત્રણ દિવસમાં દબાણ દૂર કરવામાં
નહીં આવે તો લેન્ડ ગ્રેબીંગ ( પ્રોહિબિશન)-૨૦૨૦ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે ,
પણ તેમ છતાં આજ સુધી બેખોફ સામાવાળાએ ના તો ગેરકાયદેસરનું દબાણ દૂર કર્યું છે ના અમારી બારી
પાસેથી દીવાલ હટાવી છે, અને ના તો નોટિશની અવગણના કરવા બદલ નગરપાલિકા દ્વારા કોઈજ
કાયર્વાહી કરવામાં આવી છે.
આના પરથી અમોને એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે કાયદો માત્ર
વગ ધરાવતા લોકો માટેજ છે.
અમારા જેવા વગ વગરના સામાન્ય નાગરિકોને ન્યાય માટે, અરજીઓ
કરવાની, નમ્ર વિનંતીઓ કરવાની અને ધંધા રોજગાર બગાડી બગાડીને આર્થિક માનસિક નુકસાન
વેઠીને ભૂખ્યા તરસ્યા ટાઢ તડકા કે વરસાદમાં યોગ્ય ન્યાય માટે અહી તહી ધક્કાજ
ખાવાના.
એક સામાન્ય નાગરિકની આ ઊંડી વેદના આપ સાહેબ સમજી શકશો અને
યોગ્ય ન્યાય અપાવશો એવી દ્રઢ આશા સાથે મે આપ સાહેબને પહેલા પણ બે અરજી આપેલ છે .
પહેલી અરજી તા ૧૧/૧૦/૨૧૦૨૧ ના રોજ કરેલી ત્યાર બાદ ૨૫/૧૧/૨૦૨૧ ના રોજ તત્કાલ ફરિયાદ નિવારણ ના
કાર્યક્રમની જાણ થતાં બીજી અરજી મી તા:-૯/૧૧/૨૦૨૧ ના રોજ કલેકટર ઓફિસે કરેલી
હતી.
અને આપનો આભાર માનતા સ્વીકારું છું કે આપ શ્રીને અરજી કર્યા
બાદ આપશ્રીના આદેશ પછીજ નગર પાલિકા દ્વારા
તા:- ૧૭/૧૧/૨૦૨૧ ના રોજ પંચનામું કરવામાં આવ્યું હતું.
પંચનામાં વખતે પણ મે મારા અસલ દસ્તાવેજની જેરોશ કોપી આપી
હતી અને તેની સાથે સામાવાળાએ મારી બારી
પાસે દીવાલ ચણી ત્યારના ચાર ફોટા ઠોસ પુરાવા રૂપે આપ્યા છે.
પંચનામાં બાદ અમોને નગર પાલિકા તરફથી નોટિશ મળી છે !
જે નોટિશ અને નોટિશના જવાબ રૂપે આજે આપેલ અરજીની નકલ આ અરજી
સાથે બિડાણ કરી રહ્યો છું
જેથી આપ સાહેબને આગળના યોગ્ય પગલાં લેવામાં અનુકૂળતા
રહે.
તા:- ૯/૧૦/૨૦૨૧ થી આજ તા:- ૨૪/૧૧/૨૦૨૧ સુધીમાં કરેલ અરજીની
યાદી
તા:- ૯/૧૦/૨૦૧૧ પોલીસ ચોંકી
તા:-૧૧/૧૦/૨૦૨૧ નગર પાલિકા ઈન્વર્ટ નંબર ૭૫૬૫
તા:- ૧૧/૧૦/૨૦૨૧ એકજ તારીખે અરજી ઈન્વર્ટ કરાવી
કલેકટર ઓફિસ ,મામલતદાર ઓફિસ, તાલુકા પૉલિશ,
તા:- ૨/૧૧/૨૦૨૧ નગરપાલિકા ઈન્વર્ટ નંબર ૮૪૫૬
તા:૯/૧૧/૨૦૨૧ નગર પાલિકા ઈન્વર્ટ નંબર ૮૫૨૫
તા:- ૯/૧૧/૨૦૨૧ અરજી ઈન્વર્ટ કલેકટર ઑફિસ
અરજી નં 1 ઈન્વર્ટ ન.7565
નોટિસ ન. 1 જાવક ન 2704
અરજી ન.2 ઈન્વર્ટ ન. 8456
નોટિસ ન.2 જાવક ન,. 2860
મામલતદાર અરજી
નં.જમન /વશી/ 13125675/21
અરજી નં,૩ ઈન્વર્ટ ન. ૮૫૨૫
તા:- ૨૩/૧૧/૨૦૨૧ નોટિશ ટપાલ નંબર ૨૯૩૬
સત્યમેવ જયતે
જય ભારત
જય હિન્દ
વંદે માતરમ
અરજદાર :-