યુવક મહોત્સવમાં ભાગ લીધેલો....
કઈજ ખબર ના પડે એવો સાવ ભોળો....
અને પાછો રૂપાળો...
વર્ષોથી યુવક મહોત્સવમાં ભાગ લઈ ચૂકેલા યુવકો,
જેમ કહે તેમ આ ભૈ કર્યા કરે....
એ સાવ નવો એટલે એ સૌ ચલાવે એમ ચાલે ...
"શ્રાપીત સુંદરતા"... "
જી હાં, એનુ રૂપજ એનુ દુશ્મન થયુ...
હવે ઘટના એવી ઘટી કે,
ગ્રૂપમાં છોકરીઓ પણ હતી ...
જે અનંતની નિકટ વધુ રહેવા લાગી....
બસ આજ વાત સૌ યુવકોને ખટકવા લાગી...
કે સાલો આ નવો સવો આવ્યો છે,
'ને બધિય છોકરીઓ કવર કરી લીધી...
એ લોકો ઈર્ષાની આગમાં બળવા લાગ્યા ...
એવુ નથી હોતુ કે,
આગ ઈર્ષાની જે ઈર્ષા કરે એનેજ.!
બાળે કે દઝાડે...
એ લોકોની ઈર્ષાની ઝાળ,
ઈર્ષા પાત્ર વ્યક્તીને પણ..!સ્પર્શતી જતી હોય છે...!
એ યુવકોની ઈર્ષાને કારણેજ..!
આ ભૈ ધક્કે ચડી ગયો....
એ લોકોને બીક લાગી કે આ ભૈ જ્યાં સુધી હશે ત્યા સુધી આપણો મેળ નૈ પડે...
સાલો આ આવ્યો છે ત્યારથી એકેય છોકરી આપણો ભાવય નથી પુછતી...
બધિય છોકરીઓ...
આ એકલાએ કવર કરી લીધી છે...
જ્યારે હકીકત એ હતી કે,
પેલી છોકરીઓ જ અનંતને કવર કરી રહી હતી...
આ ભૈ ને તો કૈ મનમાયે નૈ...
પણ જે યુવકોની વિચાર શક્તી ઈર્ષાને કારણે હણાય ગઈ હોય તેને સત્ય દેખાય નૈ...
આ હકીકત છે...!
હવે એ યુવકોએ ભેગા મળી અનંતને નાતબાર કરવાનુ નક્કી કરી લીધુ...
અને અંતે એ લોકો સફળ થયા....
અને એક દિવસ સાચે જ કાઢીજ મુક્યો...
કેમકે એ ટોળામાં હતા અને આ એકલો ...
કહે છે કે ભોળા ને કદિ પરેશાન ના કરવા જોઈએ...
એ હાથ નથી ઉપાડતો ત્યારે....
એની મુંગી હાય નીકળે છે...
અને એની એ અંતરથી નીકળતી...
બળબળતી લ્હાય...
ભળભળતી આગ બની ગમે તેવા જોરાવરના -
જીવનને ખાખ કરી શકવાની તાકાત ધરાવે છે..!
આ બધુ એ નાદાનોને ના ખબર હોય...
એ બધાએ ભેગા મળી આને ખુબ પજવ્યો...
અને પછી એક દિ' એ ગિન્નાયો એની કમાન છટકી ...
જે બૌ બોલતો નથી એ ખુબ લખે છે....
બે અર્થમા...
1ખૂબ અર્થાત બૌ સારુ...
2 ખુબ અર્થાત ઘણુ..
બસ પછી આ ભૈની કમાન છટકી ને કલમ વીંજાણી...
કલમ એવી તો વીંજાણી કે,
અટકાવી ના અટકી...
તો.....
મારે તો શું છે કે મારી માથે એનું અઢળક.... ઋણ છે તો, ઉતારવું પડે ને..
તે મે બસ એજ કર્યુ,
એનુ જરાક અમથુ ૠણ ઉતાર્યું.... :)
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
પછી અનંતે જે લખ્યુ તે આ રહ્યુ....
અક્કલ મંદ હોય એકલા ને,
મૂરખાઓના ટોળાં રે....
ચૂપ ચાપ ખેલ જોયા કરીયે
અમે તો સાવ ભોળા રે...
અરથ વિનાની વાતમાં એ,
વ્યર્થ સમય બગાડે છે...
નાની અમથી વાતમાં
મૂરખ માઢું ખૂબ લગાડે છે...
હલકા જેના લખણ એના,
લખાણ બી હલકા હોણા રે...
અક્કલ મંદ હોય એકલા ને
મૂરખાઓના ટોળાં રે....
ચૂપ ચાપ ખેલ જોયા કરીયે
અમે તો સાવ ભોળા રે...
વાતે વાતે અન્યને ઉતારી,
પાડવામાં ઉમર વીતી જાય...
આખી ઉમર જાય તો પણ
ડોબાઓને અડધુંય ના સમજાય ...
ગમે તેવા લાડ લડાવીયે તો પણ,
મારે, જશ ને માથે જોડા રે...
અક્કલ મંદ હોય એકલા ને
મૂરખાઓના ટોળાં રે....
ચૂપ ચાપ ખેલ જોયા કરીયે
અમે તો સાવ ભોળા રે...
સઘળા કામ છોડી આવે,
ટોળા હાકલ પડતાં દોડી આવે...
કાચી કેરીનાં કરંડિયામાં
ફળ મીઠા નીકળે થોડા રે...
અક્કલ મંદ હોય એકલા ને
મૂરખાઓના ટોળાં રે....
પોતાને પણ ખુદનો સંભળાય નહીં રે સાદ ...
રોજ ઊઠીને કરે એક ની એક એ ફરિયાદ ....
ગમે તેટલું કહો તોયે હમજે ના,
સાવ અક્કલ વગરના ડોફા રે....
અક્કલ મંદ હોય એકલા ને
મૂરખાઓના ટોળાં રે....
બોલે ના કદિ એ નવુ કશું...
એકનુ એક રોજ બોલવુ શુ...
ઊઘાડાને ઢાંકી પણ શકાય....
ખૂલૂ હોય એમા ખોલવુ શું...
એકની એકજ વાત કરીને,
એ મગજ કરતાં ખોરા રે......
અક્કલ મંદ હોય એકલા ને
મૂરખાઓના ટોળાં રે....
ચૂપ ચાપ ખેલ જોયા કરીયે,
અમે તો સાવ ભોળા રે...
અભીમાનમા ભાન ભૂલી ઇ ભાઈ,
ભાઈબંધોને પણ ઉકરડા સાથે મૂલે છે...
ઉકરડો છે એજ તો ખાતર છે,
રે ભાઈબંધ કેમ એ તું ભૂલે છે....?
ઉકરડા થકી ઊગેલું અન્ન અક્કલ વગરના..
તું પણ સવાર બપોર સાંજ , મોમાં ઓરે છે....
અક્કલ મંદ હોય એકલા ને
મૂરખાઓના ટોળાં રે....
તમે આવો વહેલા વહેલા,
અમે આવીએ મોડા મોડા રે...
સમજે નહીં જો સાનમાં.,
ઇ મૂરખને મારો માથે જોડા રે...
અક્કલ મંદ હોય એકલા ને
મૂરખાઓના ટોળાં રે....
જો જો ક્યાક મરી ના જાય,
ભઈ મારજો થોડા થોડા રે....
અક્કલ મંદ હોય એકલા ને,
મૂરખાઓના ટોળાં રે....
ચૂપ ચાપ ખેલ જોયા કરીયે,
અમે તો સાવ ભોળા રે...
તક પકડ ભૈ જટ પકડ....
આવા રોજ મળે ના મોકા રે...
હું આંગળી પણ અડાળું નહીં,
કહો કેમ કરી મારુ ધોકા રે....
ભઈ સવાર, પબોર સાંજ,
આવે છે મને તો જોકા રે....
અક્કલ મંદ હોય એકલા ને
મૂરખાઓના ટોળાં રે....
ચૂપ ચાપ ખેલ જોયા કરીયે,
અમે તો સાવ ભોળા રે...
શાને પૂછું..?
પૂછું ના હું કોઈને કે મારે કરવું શું શું ?
બસ મને પૂછી હું એ એજ કરું છું !
જે મને લાગે છે ઠીક..!
મારે મન સૌ સરખા છે ભઈ
ના કોઈ ઊંચ છે ના તો કોઈ નીચ ...
મારે મન એવું કાઇ નૈ , કે પંપાળો તો પ્રેમ,
ને છંછેડો તો ઉગામે ઢીક...
પાક્કા પ્રેમના બંધન હોય છે ,
કાચા તો હોય છે દોરા રે....
અક્કલ મંદ હોય એકલા ને
મૂરખાઓના ટોળાં રે....
ચૂપ ચાપ ખેલ જોયા કરીયે,
અમે તો સાવ ભોળા રે...
"અનંત" અંગારની બીક નથી...
એ તો મારા ભેરુ છે.
ભ્રમમાં લાગે સૌને દોરડું પણ !
એ તો ઝેરી એરું છે.
ચેતજો ! દૂરથી જ ઝેર ચડી જશે
આવશો નહીં ઓરા રે....
અક્કલ મંદ હોય એકલા ને,
મૂરખાઓના ટોળાં રે....
ચૂપ ચાપ ખેલ જોયા કરીયે,
અમે તો સાવ ભોળા રે...
મારે મન શબદ જ બ્રહ્મ છે..
શબ્દ જ બ્રહ્મ શસ્ત્ર છે.
વછૂટે જો કલમથી તો,
શબદ વાગે છાતી સોસારવા રે...
મારુ તો પણ મરે નહી...
જીવે તો પણ જીવે નહી..
લોહી પણ જરીયે વહે નહીં,
ના ધાબો જરીએ થાય,
રહે હાથ પણ કોરે કોરા રે
અક્કલ મંદ હોય એકલા ને,
મૂરખાઓના ટોળાં રે....
ચૂપ ચાપ ખેલ જોયા કરીયે,
અમે તો સાવ ભોળા રે...
મારે કદિ કોઈ સાથે પડતું નથી રે છેટું
ગલે લગાડું સૌને, હુ તો વ્હલથી ભેટુ,
પ્રેમથી વ્હાલા તમે પણ,
આવો કદિક તો જરીક ઓરા રે..
અક્કલ મંદ હોય એકલા ને,
મૂરખાઓના ટોળાં રે....
ચૂપ ચાપ ખેલ જોયા કરીયે,
અમે તો સાવ ભોળા રે...
"અનંત"
આવુ આવુ એ અક્કલના ઓછાએ,
વર્ષો પહેલા....
હટી હટી ને લખેલુ...
બોલો...!
હકીકતમાં....
કૈ પણ બોલવાની સખત મનાઈ છે...!
*બ્લાસ્ટ*
રોજ સવારે કુંપણે કુંપણે કવીતા ફુટે..!
ઐ કલમ નાહક શબ્દો તું કાગળ માં ઘુંટે..!
"અનંત"
.





-SNOW.gif)