*પુર્ણ સ્ત્રી ની સુંદર પ્રેમાળ કલ્પના*
Labels
Monday, 6 November 2023
પુર્ણ સ્ત્રી ની પ્રેમાળ કલ્પના.!
*પુર્ણ સ્ત્રી ની સુંદર પ્રેમાળ કલ્પના*
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
ઓગાળીને તુટેલુ જો સંધાય...
https://m.facebook.com/story.php?story_fbid=798289991378095&substory_index=798289991378095&id=100002991311961&mibextid=Nif5oz
વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે..!
રાતની નીરવ શાંતી વચ્ચે...
ખંડેર ના એકાંતમાં જ્યારે
અમે ત્રણેય ભાઈબંધો મળતાં..!
ત્યારે ઘણી વાતો પર સતત સખત
મનન મંથન કરતાં...
તે રાત્રે ચાય પીતા પીતા મે અનંતને કહ્યું.
અનંત, સાંભળ્યું છે કે,
મન મોતી ને કાંચ એકવાર તૂટયા પછી,
ફરી ક્યારેય સંધાતા નથી.!
શું આ સાચુ છે.?
બે શક્ક.! આ સત્ય છે પરીયા..
પણ પુર્ણ નથી અર્ધ સત્ય છે.!
અનંતે દ્રઢતા પુર્વક કહ્યું.
મે પુછ્યું તો પુર્ણ સત્ય શું છે.?
જવાબમાં અનંતે કહ્યું.
જો પરીયા મન મોતી કે કાંચ
જાણે અજાણે તુટી જાય...
પણ બંને ટુકડાની
દ્રઢ ઈચ્છા હોય તો
ફરી સાંધી પણ શકાય...
કાંચ હોય કે મન.!
બંને ને ઓગળવુ પડે.!
એક ટુકડો ઓગળવા તૈયાર હોય,
અને બીજો ટુકડો ઓગળા તૈયાર ના હોય
તો ફરી જોડવુ જોડાવુ શક્ય નથીજ.!
એક ટુકડો અગર પુર્ણ રીતે ઓગળવા તૈયાર હોય અને બીજો પરાણે પરાણે રાજી થાય
તો પણ એવા ટુકડાઓ સંધાય તો જાય,
પણ એવા અધુરા સંધાણમા તિરાડ તો
રહીજ જાય અને સાંધો પણ દેખાયજ.!
એવુ અધુરૂ અને કાચુ જોડાણ
લાંબુ ટકતુ નથી.!
એવા જોડાણ ફરી તૂટવાની
શક્યતા પણ રહે છે ..!
પણ અગર જો તુટેલા બંને મન...
અગર પવિત્ર પ્રેમની આગમાં
પુર્ણ પણે તપવા ઓગળવા તૈયાર હોય,
તો.! કાંચ હોય કે મન
સખત રીતે જોડાય જાય છે...
પ્રેમની આગમાં તપ્યા ઓગળ્યા પછી.!
એમા સાંધો વાંધો કૈજ ના દેખાતો નથી.!
એની ચમક પણ પહેલાં કરતાં વધી જાય છે.
અગર બંને ટુકડાની
સંધાઈ જવાની દ્રઢ ઈચ્છા હોય તોજ.!
આ શક્ય છે.!
બાકી એકજ ટુકડાની
પવિત્ર પ્રેમની આગમાં ઓગાળીને
જોડાઈ જવાની ઈચ્છા વ્યર્થ છે.!
હું હર ક્ષણ પવિત્ર પ્રેમની આગમાં
તપવા ઓગળવા તૈયાર છું.!
બીજા ટુકડાની મને ખબર નથી.!
પરીયા... મને નથી ખબર...
**********
અનંત વારંવાર પ્રેમમાં પડતો કે પછી,
એને કોઈ પાડી દેતું ખબર નૈ ...
પણ પછી અનંત...
છોલાતો ,ઘવાતો ,ચિલ્લાતો , પીડાતો ...
'ને ફરી પાછો ફીનીક્ષ પક્ષીની જેમ
રાખમાથી બેઠો થતો અનંત...
અનંત ...
અનેક વાર થતા હ્રદયના ઘાવ પર
થાગડ થીગડ કરી જરી ઠીક થતો,
'ને ફરી ,
એ એજ પીડતા પ્રેમની રાખ માથે ચડાવતો ...
અને, કહેતો કે,
*બ્લાસ્ટ*
તુટેલા સાથે ઓગળે તો એ રીતે સંધાય...
"અનંત" પછી તો તીરાડ પણ ના દેખાય.!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સાચા છે કે ખોટા છે આ તો ઓઠા છે
વર્ષો પહેલાં લખેલા..
ભાઈબંધ “અજ્ઞાની”એ
લખેલા ઓઠા ...."
" પાત્ર એટલે માનવ માત્ર "
હોય જ્ઞાન કે અજ્ઞાન
ખાલી તે ભરવાની મજા
ભરાયું તે કરવું ખાલી.
“અજ્ઞાની” ગંધાય ઊઠે
એ પહેલા ને પછી પણ !
બદલતું રહેવું પાણી.
પહેલેથીજ જે હોયભરેલું
એમાં જઇ જઇ ને જાય શું.. ?
"અજ્ઞાની" જે ખુલ્લુ ને ખાલી હોય
તે પાત્ર ભરાય પણ ખરું.
એક પાત્ર એવું
જેની માથે ફિટોફિટ
ઢાંક્યું હોય ઢાંકણું.
બીજું પાત્ર એવું હોય
જેની તળે હોય મસ મોટું કાણું.
"અજ્ઞાની" ભરેલું ભરાય નહીં
છિદ્ર વાળું છલકાય નહીં.
"અજ્ઞાની"
https://m.facebook.com/photo.php?fbid=447439125365794&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz
મજા ભરાઈ જવામાં જેટલી,
એટલી જ ખાલી થવામાં હોય છે.
“અજ્ઞાની” મુક્તિ જેવી જ મજા
પ્રેમથી બંધાઈ જવામાં હોય છે.
"અજ્ઞાની"
https://m.facebook.com/photo.php?fbid=447439125365794&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
જો કહ્યું હતું ને કે,
કોઈને કહેશો નહીં.!
એમ કહી,
કાનમાં કહેલી વાત
પછી આખા ગામમાં
ફેલાઈ જતી હોય છે..!
એવુ જાણ્યા પછી,
વર્ષો પહેલાં ભાઈબંધે આવુ કાં'ક
કહ્યું લખ્યું હતું કે,
કોઈને કહેજે નહીં.!
એમ કહી,
કહેલી વાત જે કાનમાં.
વાત તે ધીરે ધીરે,
ફેલાઈ ગઈ....
"અનંત" આખાય ગામમાં.
ના સમજ પાસે
ઉમ્મીદ શું રાખવી.?
સમજદાર તો,
સમજી જાય શાનમા.!
"અનંત"
*બ્લાસ્ટ*
કોઈને ન કહેવા કહ્યું હતું ને મે કાનમાં તને.!?
જો "અનંત" આખુય ગામ જાણી ગયું અંતે.!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Sunday, 5 November 2023
સુખ પણ અકળાવે ક્યારેક ત્યારે કારણ વગર
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
પકડવાનુ નહીં છોડવાનું
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
આવું કાંક કહેલું.
ના સમજાય તો અઘરૂ.
સમજાય તો સાવ સહેલું.
*આ તમને સહેલું લાગે છે ? *
*******
કંઈજ ન બોલીને બોલવાનું .
બંધ હોઠે હ્રદયને ખોલવાનું
તરસ વધવા દેવી સતત...
જાંજવા પાછળ નહીં દોડવાનું
પામવું હો' જો કંઇ જીવનમાં .
તો,પકડવાનું નહીં છોડવાનું .
જ્યારે સહ્ય થાય બધુ જ !
બસ ત્યારે જ મૌન તોડવાનું .
એ ખુદ ખખડાવસે "અજ્ઞાની"
તારે બસ દ્વાર હ્રદયનું ખોલવાનું .
{ પછી બધુ સહેલું લાગશે.}
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
*છોડે તે છુટે*
"અજ્ઞાની"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
હું પણ ભુલી ગયેલો જોકે
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
फ़िरते हैं हम अकेले, बांहों में कोई ले ले
फ़िरते हैं हम अकेले, बांहों में कोई ले ले
आखिर कोई कहाँ तक, तनहाइयों से खेले
दिन हो गए हैं ज़ालिम रातें हैं क़ातिलानागाना / Title: मौसम है आशिक़ाना - mausam hai aashiqaanaa
चित्रपट / Film: पाकिजा-(Pakeezah)
संगीतकार / Music Director: Ghulam Mohammad
गीतकार / Lyricist: Kamal Amrohiगायक / Singer(s): लता मंगेशकर-(Lata Mangeshkar)राग / Raag: Kalyanमौसम है आशिक़ाना
ऐ दिल कहीं से उनको ऐसे में ढूँढ लाना
कहना के रुत जवां है, और हम तरस रहे हैं
काली घटा के साए, बिरहन को डँस रहे हैं
डर है न मार डाले (सावन का क्या ठिकाना) - (२)
मौसम है ...
सूरज कहीं भी जाए, तुम पर न धूप आए
तुमको पुकारते हैं, इन गेसुओं के साए
आ जाओ मैं बना दूँ (पलकों का शामियाना) - (२)
मौसम है ...
फ़िरते हैं हम अकेले, बांहों में कोई ले ले
आखिर कोई कहाँ तक, तनहाइयों से खेले
दिन हो गए हैं ज़ालिम (रातें हैं क़ातिलाना) - (२)
मौसम है ...
ये रात ये खामोशी ये ख़्वाब से नज़ारे
जुग्नू हैं या ज़मीं पर, उतरे हुए हैं तारे
बेताब मेरी आँखें (मदहोष है ज़माना) - (२)
मौसम है ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Friday, 3 November 2023
તો બરોબર
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 2 November 2023
વ્યક્તિ અને વસ્તુની નીર્થકતા
હાં આજે બસ મારે તમને
એટલુજ છે કહેવું
કે, પરમ ચરમ અખંડ અનંત...
ઈશ્વરીય દિવ્ય ચેતના ના શરણમાં રહેવું...
સુખ દુઃખ ન કોઈને કહેવુ...
ઈશ્વર જે પણ હાલમાં રાખે
હર હાલમાં
પરમ ચરમ અખંડ અનંત...
આનંદ માં રહેવું..!
અને આટલુ જો શક્ય હોય
તો જીવનમાં ઉતારી ને જીવવું.!
*છોડે તે છુટે*
જ્યારે વ્યક્તિ અને વસ્તુ ની
નીરર્થકતા સમજાય ત્યારે.
જીવન સાર્થક થયુ સમજવું.
जो बोले सो जालीम।
हुआ जो चुप वो आलीम।
"અજ્ઞાની"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
ઠોકર ખા શીખતો જા
ઠોકર ....
હું કોઈ પણ, માનવ કે પછી પ્રાણી /કે પછી પ્રાણી સમા માનવ/ કે પછી માનવ સમા પ્રાણી, કોઈને પણ ગુરુ બનાવી શકું કે કોઈનો ગુરુ બની શકું એવિ ક્ષમતા મારી નથી ...
તેથી....!
અને બન્ને ભાઈબંધોએ પણ મને ચોખ્ખા અને કઠોર શબ્દોમાં...
'ઠોકર' સિવાય કોઈને પણ ગુરુ ના બનાવવાનું ફરમાન કરેલ છે/ આદેશ આપેલ છે...!
કેમકે દુનિયામાં ઠોકરથી મોટો કોઈ ગુરુ નથી એવું અનુભવે એને સમજાઈ ચૂક્યું હતું.
એટલેજ અનંત કહેતો કે ...
“अनंत” कौन कहेता है की में हु अकेला.
ठोकर मेरी गुरु और में ठोकर का चेला.
“अनंत”
એના ગયા પછી મને પણ એ સમજાઈ ગયું કે....
ઈવડા ઇ સાવ સાચું કે’તા’તા ...
એની એ વાતને લઈને સત્યની આસપાસ હરતી ફરતી તરતી ....
ટૂંકી વાર્તામાં માહિર લેખક કુંજલ પ્રદીપ છાયાએ લખેલી વાર્તા...
“ગુરુ”
“અનંત” નામે એક છોકરો.
સાલસ સ્વભાવ. પોતાની જ મસ્તીમાં રાચતો. દિ-રાત જોયા વગર કામ કરતો. ખૂબ જ મહેનતૂ. કોમળ હદયનો ધણી. બીજું કઈ જ એનું ધન નહીં. ઘર-પરિવાર તો હતું ખરું પણ નામનું. સહુ એને કામ સોંપે, એ હોંશે હોંશે કરેય ખરો. કઈ ભૂલ ચૂક થાય તો બધાં એને ખીજાય. પણ ભોળો એ પણ હસ્તે મોં એ સહન કરે. બધાંની શિખામણ સાંભળે. અનુસરે. પોતાના કામમાં મગ્ન રહે.
હંમેશની માફ઼ક એક દિવસ સવારે પાંચ વાગ્યાથી કામે ચડ્યો. આછા અજવાસથી તેનું કસાયેલું ઘાટિલું બદન ખૂબ જ આકર્ષક લાગતું હતું. નજીકમાં વસ્તી એક નમણી કન્યા તેનાથી મોહિ ગઈ. ઘણી વાર એને બોલાવા કે વાત કરવા પ્રયત્ન કરતી પણ નિષ્ફ઼ળ રહેતી. અનંત તો એના જ કાર્યમાં પરોવાયેલો રહેતો. પેલી છોકરી મંદિર જવા તેની પાસેથી પસાર થતી અને હાથમાંની પૂજાની થાળીમાંનાં ફ઼ૂલ એના પર વરસાવી જતી ! મધ્યાને સૂરજ તપતો ત્યારે તેનું શરીર પરસેવાના નીરથી નિતરતું. પેલી છોકરી પોતાની પછેડીના છેડો તેનાં કપાળેથી ફ઼ેરવી પસાર થઈ જતી ! સાંજ ઢળતાં પણ તેણી અનંતને ખંત કરતાં જોઈ તેની પાસે વાળુંનું ભાથું સરકાવી જતી ! આટ આટલાં અલપણાં કરતી તોય તે અબૂધ અનંત કઈં જ ઈશારા સમજી ન શક્તો. પેલીનું અનંત પ્રત્યેનું આકર્ષણ અને કુતૂહુલ વધતું ગયું. તેની સાથે વાતો કરવાની, સમય વિતાવાની ઈચ્છા વધતી ચાલી.
એક આથમતા પોરે “આ અલબેલા અનંતને મારો કરીને જ વળીશ.” એવું નક્કી કર્યું. અને રૂપકડી બની ચાલી નિકળી. અનંત એના કામમાં વ્યસ્ત જ હતો. ઘડિક નજર કરીને તેણી તરફ઼ જોઈ પણ શક્યો નહીં. પેલી સાવ નજીક આવી બેઠી. “બસ એક ક્ષણ પછી તો હું હોઈશ અને મારો અનંત....” એવું વિચારી તેણે વાત શરું કરી. હુમ્મ - હાંહાઆઅ.. જવાબ મળતો રહ્યો.... કંટાળીને પેલી ઊભી થઈ, જોરથી પૂછી બેઠી.... “શું આખો દિ’ તારે કામ જ કામ.. ? કેમ એકલો જજૂમે છે આમ? કેમ કોઈ ચેલો બેસાડી નથી દેતો.. જીવતર થોડી વિતશે આમ?”
શાંત સ્વરે, ડોક ઉંચી કરી, પેલી છોકરી સાથે પહેલી જ વખત આંખોમાં આંખ મેળવી અનંત બોલ્યો : -
"અનંત"કૌન કહેતા હૈ કી મે હું અકેલા,
ઠોકર મેરી ગુરુ ઔર મે ઠોકરકા ચેલા."
પેલી સ્થિતપ્રજ્ઞ અંધકારમાં ઓજલ થઈ ચાલી.
લેખક શ્રી Kunjal Pradip Chhaya
શબ્દો ક્યારેય વિલીન થતાં નથી.....
http://pkatira.blogspot.com/2013/05/blog-post_3988.html?spref=fb
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Wednesday, 1 November 2023
બે પરવાહ
મારો ભાઈબંધ અનંત ઘણા ભાઈબંધની આંખમાં કણાની માફક ખટકતો હતો...
છતાં ભાઈબંધ આપ બળે સતત આગળ ને આગળ વધતો હતો...
જેમ મજબૂત દીવાલ ફાડી ને પીપળો ઊગે એમ એ ઊગતો હતો...
એ લોકો જે ખુદ તો જીવનમાં કંઈજ ઉકાળી નહોતા શકતા. કોઈને નળવા સિવાય ...
મગર જ્યારે ત્યારે અનંતના રસ્તામાં રોળા નાખવાનું કામ એના ઘણા ઈર્ષાળુ ભાઈબંધો કરતાં ....
પણ અનંતને કોઈ ફીકર ફરીયાદ કે, કોઈની કોઇજ ગરજ કે પરવા નહોતી.!
એ કોઈને કશુજ કહેતો પણ નહીં...
બસ ચૂપ ચાપ નિજ મસ્તીમાં અનંત
પોતાનું કામ કર્યા કરતો.
એમ તો થોડા ઘણા સારા પ્યારા ભાઈબંધ પણ અનંતના જીવનમાં હતાજ !
જે અનંતની દોસ્તીથી ખૂબ ખુશ હતા...
અનંત નું આવું મસ્તી ભર્યું જીવન મહોલ્લામાં એની બાજુમાં રહેતી અને, અનંતને ખૂબજ ચાહતી એક છોકરી જોયા કરતી ....
એક દિવસ એણે અનંત ને કહ્યું 'અનંત તું તો ક્યારેય કોઈને નડતો નથ.!
તો પછી તારી સાથે ગેર વર્તુણાક કરતાં અને, તારા રસ્તે રોડા નાખતા ઈર્ષાળુઓને તું કેમ કઈ કહેતો નથી...?
એ લોકો તને પરેશાન કરે છે ,છતાં તું એ લોકોને ચુપચાપ સહન કરે છે, પ્રેમથી આવકારે છે.
પેલીને જવાબ આપતા અનંતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ,
ના એવું બિલકુલ નથી ...!
હાં સહન જરૂર કરું છું,એ સત્ય છે,.!
સહન કરુજ છું કારણ કે હું મજબૂર છું ..!
હાં મગર અનાદર કરવાથી કોઈ ફાયદો નથી
માટે આવકારું છું !
બાકી, પ્રેમ તો હું એનેજ કરું છું જે મને ચાહે છે..!
ત્યારે પેલીએ કહ્યું અનંત મને તારી વાતો અને તારું વલણ સમજાતું નથી ....
ત્યારે અનંતે પેલી છોકરીને સહજ ભાવે કહ્યું કે આખરે સમજીને તું કરશે પણ શું .?
હું તો જેવો છું તેવો છું અર્થાત્ જેવો તેવો છું.!
અનંત એમ કહી હસવા લાગ્યો..!
તેથી પેલીને અનંત વધુ ગમવા લાગ્યો
એ લોકો જે કરે છે એ એ લોકોનો સ્વભાવ છે
એ લોકોના વિચાર છે ..!
એ લોકોનું મારી સાથેનું વર્તનજ,
એ લોકોની ભીતર મારા માટે રહેલી ઈર્ષા કે પછી પ્રેમ જાહેર કરે છે ..!
લોકો તમારી સાથે કઈ રીતે વર્તે છે એના પરથી,
આખરે એ લોકોનું ખુદનુ ચરિત્ર જ છતું થતું હોય છે..!
લોકો પોતાના વાણી વર્તન અને વ્યવહાર થકી,
ખુદનું ચિત્ર, ચરિત્ર છતું કરતાં હોય છે !
માટે મારે શા માટે વિચારવું કે!
લોકો મારા વિષે શું ધારે છે શું વિચારે છે !
હાં એ હકીકત છે કે!
એ લોકો ચોક્કસ ઈર્ષાની આગમાં બળે છે ..
અને આ પણ હકીકત છે કે,
એ લોકોની ઈર્ષાની આગ મને પણ દઝાડે છે..!
ખૈર જેવો જેનો હિસાબ..!
એમ કહી અનંત મૌન થઈ જતો ...
પછી થી એણે પોતાના વિષે
આ રચનામાં લખ્યું છે કે ..!
*બ્લાસ્ટ*
ના સલાહ આપું છું ના સૂચના આપું છું.
હાં,મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.
*ખૂલાસો*
*****************************************
અંદરથી જુદો સાવ જુદોજ ! બહારથી લાગુ .
સારો કે ખરાબ સૌને, સૌના વિચારથી લાગુ
અલગ અલગ સૌ કોઈ ધારે વિચારે મારા વિષે.
બુરો બુરાને ઈર્ષાથી,ભલો ભલાને પ્યારથી લાગુ .
મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજો હે અર્જુનો..!
તો, બની શકે, હું પણ આપને સારથી લાગુ .
સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ વર્તી શકુ
બની શકે ! ત્યારે કદાચ હું કોઇકને સ્વાર્થી લાગુ .
મને કબુલ મંજુર છે..!અભિપ્રાય આપ સૌના
જે પણ હોય, "અનંત" કોને ખબર કોને કેવો
ક્યારથી લાગુ.
******************************
"અનંત"
*બ્લાસ્ટ*
ના સલાહ આપું છું ના સૂચના આપું છું.
હાં,મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.
"અનંત"
https://m.facebook.com/photo.php?fbid=672422072867497&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
દિલ ની વાત દિવાલ પર લખતો અનંત
જૂનામાં જૂનૂ....
પણ બઠ્ઠાવેલ ફોટુ નવુ...!
મિક્સ કર્યુ અકલે નવા જેવુ લાગે..!
એમા કૈ નવાઈ... હુ એમ કૌ છુ...!
અનંત આમ શરમાળ પણ આમ બે, શરમ...
એવો અનંત આખો દિવસ મહોલ્લો ગજવતો...
અને હીશાબ મુજબ..!
હીશાબ પેટે મળેલો અકલે કે,
પોતાના હીસ્સામા આવેલ મજુરનો રોલ ભજવતો...
આમ આંખો કોરી પણ ભીતરથી ભીનો ભીનો અનંત..
પોતાના કામમા વ્યસ્ત.! મસ્ત થઈને...
मैं जिंदगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुवें में उडाता चला गया
बरबादियों का शौक माना फिजुल था,
बरबादियों का जसन मनाता चला गया
मैं जिंदगी का साथ निभाता….
जो मिल गया उसी को मुक़दर समझ लिया,
जो खो गया मैं उसको भुलाता चला गया
मैं जिंदगी का साथ निभाता…
गम और ख़ुशी में फरक ना महसुस हो जहाँ
मैं दिल हो उस मुक़ाम में लाता चला गया
मैं जिंदगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुवें में उडाता चला गया…
આ ગીત નીજ મસ્તીમા ગાતો રહેતો...
દિવસે કોરી દેખાતી એની આંખો...
રાતે ભીંજાઈને તકીયા ભીંજવતી,
એ હકીકત એક માત્ર તકીયાનેજ ખબર...
એના જીવનમાં કેટલીયે છોકરીઓ આવી..
દિલ બહેલાવી અને, ચાલી ગઇ...
(એ કારણે એ સમયમાં એ સમયની વેદનાની અસરમાં....
એણે, "પીંજરૂ" લખેલું...)
કેકલી એ મને પુછવુજ નૈ..! મને કૈ ખબરજ નથી..!
પછી અનંત તુટી જાય.. ને પાછો સંધાય પણ જાય...
વળી કો'ક આવે જીવનમાં અકલે....
આમેય પ્રેમનુ અને પ્રેમીનુ જીવન ફીનીક્ષ પક્ષી જેવુ હોય છે,
સાંભળ્યુ છે કે એ બળીને વળી રાખમાથી બેઠુ થતુ હોય છે.
એવુ જ અનંતનુ હતુ....
બસ એ રીતે કોઈ આવી...
અને અચાનક ચાલી પણ ગૈ... જોકે.,
પણ એના થોડા સમયના આવા ગમન દરમ્યાન...
કૈ કેકલુય બની ગયુ, બનવા જેવુ. ન બન્યુ ને,
બનતુ એવુ કે, એ સામેથી સામે ક્યારેય ના જતો..
સામેથી આવે બોલાવે એ વાત જુદી.
એ શરમાળની બે, શર્મી એવી કે,
પેલીને સામે આવે ત્યારે કહેવા સમુ કશુજ કહે નૈ...
પણ મહોલ્લામા ફળીયાની દિવાલ પર...
મનમા જે આવે, અકલે કે મનમા જે હોય એ, એમ..!
લખી નાખે.
આમ એ મનની વાત પેલીને કહી નાખે..
એ પેલી હોય, બીજી હોય કે,
ત્રીજી ચોથી પાંચમી કે છઠી પણ હોય...
આ તો શુ છે કે મારે નામ ના લેવૂ કે દેવુ હોય,
અકલે હુ "પેલી" એમ કૌ..
હાં તો અનંત પેલીને સામે આવે ત્યારે....
જે કૈ શકતો નહોતો એ દિવાલ પર લખી આવ્યો...
પછી પેલીએ એ દિવાલ પર લખેલુ વાંચ્યુ કૈ નૈ.?
અગર, વાંચ્યુ તો, લખ્યા મુજબ કૈ કર્યુ કે નૈ..?
આ બધી મને ક્યાથી ખબર હોય ભૈ...
મને તો જુનો ઝરઝર્રીત કાગળ મળ્યો, અકલે...
એની સાથે જોડાયેલી થોડીક ઘટના યાદ આઈ ગૈ...
બસ એકલુજ...!
***તું વાંચે છે ને ???***
************************
હું બાહ ફેલાવી ઉભો છું આવ તું આવ પ્રેમથી.
દુનિયાથી રૂઠેલાને સમજાવ મનાવ પ્રેમથી .
મને એમ થાય છે કે, તારામાં હુ સમાઈ જાઉ.
અગર મને વીંટળાઈ તુ છાતીએ લગાવ પ્રેમથી.
ઉપર ઉપરથી શાંત દેખાતો હુ ભીતર ખળભળુ છું .
તુ આવ નજીક આવીને મને ઝણઝણાવ પ્રેમથી...
પાગલ છું આ પાગલને હજુ પાગલ બનાવ પ્રેમથી.
પ્રેમ શું ચીજ છે ? પ્રેમ કરી મને સમજાવ પ્રેમથી.
તારા પ્રેમમાં હોય જો ખરી કશક..! તો, મારા-
તરસ્યા હ્રદયને, તું દૂરથી સ્પર્શી બતાવ પ્રેમથી.
યાતો પછી એ અસર હું પૈદા કરી દઉં તારામાં.
તું એક વાર ક્ષણભર જો મારી પાસે આવ પ્રેમથી.
સાચુ કૌ છુ આ હ્રદયમાં ઘાવ અઢળક છે ! દર્દ...
થોડુંક ઓછું થાય, એકા’દ ઘાવ જો તું રૂજાવ પ્રેમથી.
જરીકય હવા આપણી વચ્ચેથી પસાર થઇ ના શકે.!
આવ એકદમ ભીંસીને મને છાતીએ લગાવ પ્રેમથી.
સાચુ બોલ.! હ્રદય તારું પણ ભારે ભારે થયું છે ને ?
તો, મને વળગી તુયે રડ, અને મને પણ રડાવ પ્રેમથી.
હું રડી રડીને ભીંજવું આંસુથી આજ ઓઢણી તારી.લે.!
તુયે મન મુકી રડીલે અને મારો ખભો ભીંજાવ પ્રેમથી.
"અનંત" યુગોનો પ્રેમ કરી લેવો છે મારે તને આજ એક -
ક્ષણમાં. બસ.! એક ક્ષણ તો તુ મારી પાસે આવ પ્રેમથી.
"અનંત" યુગોની તલપ છે તરસ છે !
એક્વાર પ્રેમ મને તું એ રીતે કરી લે ..!
હું મારા આસુંથી ભીંજાવું તારી ઓઢણી
તું તારા આંસુથી ખીસ્સુ મારું ભરી દે..!
"અનંત"
બ્લાસ્ટ :-
અગર તને મારૂ સામે આવવુ હોય ના પસંદ...
તો હુ શુ કરૂ..! તુજ તારી આંખો કરીદે ને બંધ...
"અનંત " હુ આપો આપ અલોપ થ્ઈ જઈશ...
" અનંત"....
મને એમ થાય છે કે, આજે..,
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02Te8dJFQ58NBSMUUJCSNXL3P6587JHvs5DE3aAi7j7yYfUSUrzYfFR9hoAnq1UPokl&id=100002991311961&mibextid=Nif5oz
એક જોડકણુ હુયે ઘસી કાઢુ...
ખબર નૈ તનેય મારામા આકલો શું રસ છે..!
"ક,તીરા બસ હવે આજે આકલુ તો બસ છે.!
https://youtu.be/IzC0_XVE3Vk
😇😇😇
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
ચૂપ ચાપ બેસ તો કહું.
ભાગ 14
વહી ચૂકેલી વાત...
હવે અત્યારે નહીં કહું જા...
એમ કહી ઘોઘો અટકી ગયો હતો ......
ઘોઘી માથે હાથ દઈને ...
ઘોઘી:- હે ભગવાન આને ક્યાક મૂકી આવો..... !
આગળ...
ભૂલ થઈ બાપ....
હવે નહીં બોલું વચ્ચે પણ તું મને એ કહે તું અહિયાં શું લેવા ગુડાણો 'તો....?
ઘોઘો:- હવે હું ભૂલી ગયો બધુ...!
જા પાણી ભરી આવ ત્યાં હું યાદ કરી લઉં ..
ઘોઘી:- ફરી .. હે ભગવાન ...!
આટલી બધી તરસ લગતી હોય તો,
પાણીનો જગ ભેગો લઈને અવાય ને .!
ઘોઘો :-બીજી વાર યાદ રાખીશ બસ ..!
તારે ના જવું હોય તો ના જા પણ
ચૂપ ચાપ બેસ તો કહું .
સાંભળ હું અહી જૂઠ શોધવા આવ્યો છું.
ઘોઘી મનોમન બબડી મરાયા ...
એવું જ થયું જેની બીક હતી ...
આશ્ચર્ય સાથે ઘોઘીએ પ્રશ્ન કર્યો.
જૂઠ.!! જૂઠ એટલે...!!! ??
ઘોઘો હળવા ગુસ્સા સાથે ઘોઘીના ગોરા ગોરા ગાલ ટપલી મારતા બોલ્યો ..
ઘોઘી તું સાવ અક્કલ વગરની છે..!
જૂઠ એટલે જૂઠ.!
જે સત્ય ના હોય એ એટલેકે અસત્ય ...!
અસત્ય...!!! ?
હા ઘોઘી હું અહી મસાણમાં 'અસત્ય' શોધવા આવ્યો છું.
હવે ઘોઘીને જરાક અમથું સમજાયું.
ધ્યાન માં હોય ને ઘોઘા ને ધ્યાનમાં આવે ત્યારે..!
ઘોઘી જરાક અમથી બાજુમાં આવે છે કે તરતજ ,
ઘોઘો આઘો ખસી જતો હોય છે,
એ જાણતી ઘોઘી,
ઘોઘાના બે ધ્યાન પણાનો લાભ લેવા,
ધીરે ધીરે ઘોઘાની સાવ નજીક ઘોઘાને અડોઅડ બેસીને -
ઘોઘાની સાથળ પર હળવેકથી ટપલી મારતા બોલી.
અરે ! પણ ..
ઘોઘા દુનિયાના મહાન મહાન લોકો સત્ય શોધે છે,
અને સત્ય શોધવા જંગલ જંગલ ભટકે છે,
ભગવા માળા ટીલા ટપકા કૈક કરતબ કરે છે-
માળા ફેરવે છે જપ કરે છે, તપ કરે છે,અને ઘણા તો વર્ષો સુધી ગુફામાં બેસીને સત્ય શોધવાના પ્રયાસો કરે છે.
વૈજ્ઞાનિકો સત્યને શોધવા મોટા મોટા અખતરા કરે છે.
ધરતીના પેટાળમાં "ફાંકા કરીને ફાંફા મારે છે."
અને તું.!!!?
એક તું છે કે,
અહી મસાણમાં અસત્ય શોધવા નોકળ્યો છે..!
ઘોઘી એકી શ્વાસે ઘણું બધુ બોલી ગઈ ...
દૂ...ર ..દૂ..ર.. શંખનાદ સાથે જોરદાર ઘંટનાદ થયો...
અને ઘોઘા તું દુનિયાથી ઉલ્ટી દિશામાં અને એ પણ,
અહી મસાણમાં....!!?
અને એ પણ પાછું સત્ય નહીં ને અસત્ય શોધવા આવ્યો...?
અલ્યા તારું ચસકી તો નથી ગયું ને ? ? ?
ઘોઘો ઘોઘીની વાત સાંભળી ત્રાસા હોઠે મલકે છે.
અને પછી ઘોઘીના ગોઠણ પર ટપલી મારીને ...
મસાણમાં તો મૌજથી આવ્યો છું ઘોઘી...!
બાકી "અસત્ય" તો હું ચારેકોર શોધતો ફરું છું ...
પણ મને તો જૂઠ યાની અસત્ય ક્યાય મળતું નથી....
ઘોઘાએ ઘોઘીને એક વાત બે અર્થમાં કહી.
ઘોઘી તારામાં ને એ લોકોમાં કોઈજ ફરક નથી..
તારામાં નામ પ્રમાણેના ગુણ મૌજૂદ છે.
ઘોઘી ગુસ્સે થઈને બોલી.
એટલે ? તું કહેવા શું માંગે હે ?
ઘોઘો ટૂંકમાં જ જાવાબ આપે છે.
“ જે કહી દીધું એ કહી દીધું”.
ઘોઘી મનોમન બોલી ...
’લાગે છે એક ભવમાં તો આ કોયડો નહીં ઉકલે ’
ઘોઘો :- બાંકડેથી ઊભો થતાં ..
ચાલો હવે ઘર ભેગા થઈશું ?
ઘોઘી :- ના ... !
વાત અધૂરી છે. અને મારે નિરાંતે સૂવું છે...!
રાતભર ઉજાગરા નથી કરવા સમજ્યો...
ઘોઘો :- એટલે જ તો કહું છું ઘોઘીઈઈઈ
ચાલ જટ ઊભી થા ઘેર જઈને સૂઈ જજે.
ઘોઘી :- હવે એ શક્ય નથી ..
તે કોયડો ઊભો કર્યો છે.
જે મને ઉકેલતા નહીં આવડે
તું મને જ્યાં સુધી નહીં કહે કે તું,
ક્યુ અને કેવું અસત્ય શોધવા નીકળ્યો હતો,
ત્યાં સુધી હું ઘેર નહીં આવું ભલે રાત પડે,
ને સવાર પડે.
વાત પૂરી કરીનેજ ઘેર જઈશું..!
આમ બન્ને માથાકૂટ કરતાં હોય છે ત્યાં જ કોઇની અર્થી મસાણમાં પ્રવેશી ...
દૂ...ર..દૂ..ર જગજીત સિહના અવાજમાં ..
મિર્જા ગાલિબની ગઝલની દર્દ ભરી પંક્તિ સંભળાય છે...
कैदे हयात औ बंद ए गम अस्लमे दोनों एक हें.....
मौतसे पहेले आदमी गमसे निजात पाए क्यु.....
વાતાવરણ ગમગીન થઈ જાય છે. હવે ઘોઘાનો સ્વર બદલાઈ જાય છે.
ઘોઘાને ગાલિબના શબ્દો છેક ભીતર અસર કરે છે.
ઘોઘો આંખ બંધ કરી ક્ષણમા અતિતની સફર કરી પાછો ફરે છે.
ઘોઘો હળવા સ્વરે ઘોઘીને કહે છે.
ઘોઘી ચાલ હવે ઘણું મોડુ થઈ ગયું છે.
પછી તારી માં ?
ઘોઘી છણકો કરીને ..
હું તારી જેમ કહ્યા વિના નથી આવી સમજ્યો ..!
અને હવે લાબુ ખેંચ્યા વગર મને એ કહે કે,
ઘોઘો વચ્ચેજ ...
શાંતી ઘોઘી શાંતી...
જો ઘોઘી પેલી અર્થી જો..!
એના પર જે સૂતો એ થોડી વાર પહેલા હતો.
અને હવે ન,હતો થઈ ગયો....
અને એ જે કદાચ થોડા કલાક પહેલા
હરતો ફરતો માણસ હતો ....
એ લાશ બની અત્યારે
ચાર કન્ધા પર સવાર થઈને મસાણે આવ્યો છે.
અને એને અહી લાવનાર
એ ચારેય પણ વારા ફરતી વારા ક્યારેક,
અન્ય કોઈ ચાર કંધા પર અહી આવશેજ.!
છે ને બન્ને સત્ય.
ઘોઘી ઘોઘા પર ગુસ્સે થઈ ગઈ...
પણ ઘોઘા તું તો જૂઠ યાની અસત્યની વાત કરતો હતો ને ?
આમાં તે નવું શું કહ્યું ..?
એ તો દીવા જેવુ સાફ છે,
જે તને દેખાય છે એ મને પણ દેખાય છે..
ઘોઘા મને લાગે છે તું ટાઈમ પાસ કરી રહ્યો છે....
ઘોઘો હળવેકથી બોલ્યો બસ ,
તને સાવ એવું જ લાગ્યું ?
વાંધો નહીં ઘોઘી એ સમસ્યા તારી એકનીજ નથી....!
પણ એવું બિલકુલ નથી ઘોઘી.! એવું બિલકુલ નથી..!
ઘોઘી બોલી તો કેવું છે ઘોઘા તું બોલને કેવું છે..?
બસ ઘોઘી તું પણ પૂરી વાત સાંભળ્યા વિના મૂર્ખ લોકોની માફક બાફ નહીં ..
ઘોઘો મનોમન બાબડ્યો “ સારું છે કે કાચું નથી કાપતી નહીં તો સાવ ના પચે”
ઘોઘી હું એજ કહું છું કે આ બ્ધુજ સત્ય છે.
તો પછી જૂઠ શું છે ક્યાં છે ? અસત્ય શું છે ?
(અને દૂ..ર દૂ...ર શંખનાદ થયો...)
તમને લોકોને જે દેખાય તેને જ તમે લોકો સત્ય માનો છો,
તો શું જે નથી દેખાતું એ અસત્ય છે ?
ઘોઘી કહે કેમ નહીં.!
જે ના દેખાય એ સાચું કેમ મનાય ..?
અરે..ઘોઘી તું પણ ?
ઘોઘાને ઘોઘીની સમજ પર દયા આવે છે.
ઘોઘી હું એમ કહું છું કે જે હોય , જે છે જ એને શોધવાનું શું ? એમાં શોધવાનું શું.?
સત્ય તો બધે જ છે.
બસ મને ક્યાય "અસત્ય" નથી દેખાતું...
જે હું શોધૂ છું.
ઘોઘી કહ્યું ,
જેમ કે ?
ઘોઘો કહે જેમકે..
હું, અને તું, તારું મને ચીંટિયો ભરવું,
અને મારા ગાલમાં દુખવું....
ઘોઘી કમર પર હાથ મૂકી હોઠ ભીસી આંખ જીણી કરી ઘોઘાની સામે તાકી વચ્ચેજ બોલી ....
ઓહ..હો, તો હજુ તને ચિંટીયાની જ પીડા છે એમ ને....?
અને આ જરાક અમથી પીડામાં તું વૈજ્ઞાનિક થઈ ગયો હે ?
(દૂ...ર..દૂ..ર... વાંસળીના દર્દ ભર્યા સૂર વાગે છે....)
ઘોઘીએ મજાક કરી,
પણ ઘોઘો ગંભીર થઈ બોલ્યો ....
ઘોઘી : પીડા આખરે પીડા જ હોય છે.
એ ચિંટીયાની હોય કે પછી..,
ઘોઘો આટલું બોલી ક્ષણ ભર અટકી ગયો.
નીચું જોઇ ગયો...
ઘોઘીનું ધ્યાન જાય એ પહેલા સ્વસ્થ થઈને
ઘોઘાએ વાત આગળ વધારી...
જો ઘોઘી પેલા ચાર કન્ધા પર એક વવ્યક્તી અર્થી પર છે.
એ સત્ય એ થોડા કલાક પહેલા એ વ્યક્તી જીવિત હતી એ સત્ય ..
આજે તે મૃત્યુ પામી એ પણ સત્ય ..
એને અહી લાવનાર પણ સત્ય,
અને એક દિવસ કોઈ અને પણ એજ રીતે ચાર કન્ધા પર અહી જ લઈ આવશે...
એ પણ સત્ય જ હશે .
આ પાણી જે પીય શકાય છે એ પણ સત્ય,
આ હવા જે જોઈ નથી શકાતી છતાં એ સત્ય,
આ રંગબેરંગી ફૂલ જે દેખાય છે એ સત્ય..
અને જે નથી દેખાતી એ ફૂલોની સુવાસ એ પણ સત્ય,
બોલ હવે જ્યારે ચારે કોર સત્ય સત્ય ને સત્ય જ ભર્યું પડ્યું હોય,
તો તેમાં શોધવાનું શું હે ?
માટે હું એ વિચારું છું કે જો આ બધુ જ સત્ય છે તો આ દુનિયાના લોકો શું લેવા ભટકે છે .?
અને જે હોય તે શોધીને શું ધાડ માંરવાની જે નથી તે શોધીએ તો મજા છે ..
ઘોઘી એક સામટું બોલતા ઘોઘાની સામે
એકીટસે જોતી રહી ....
અને પછી એકદમ ઉછળીને
ઘોઘા તું....સી...ગ્રે..એ.એ..
ઘોઘી પોતાને વળગે એ પહેલાજ
ઘોઘો બે કદમ પાછળ જતાં
ઘોઘીનું વાક્ય પૂરું થાય એ પહેલા જ વચ્ચે બોલ્યો. ...
અ , હ..હ.હ..નો સિગરેટ ઘોઘી નો સિગરેટ...
ઘોઘી ગુસ્સે થઈ ખીજાઈને બોલી....
આમ આઘો આઘો શું ભાગે છે !
કૈ પીય જાઉં હું તને...!
ઘોઘી સિગારેટના સંદર્ભમાં બોલી ને તુરંત બીજા અર્થ "કિસ" યાની ચુંબન મા સરી પડી ...
પાછી જાણે પીવાની યાને ઘોઘાને ચુંબન લેવાની ખૂબ તલબ લાગી હોય એમ બોલી.
"હવે ઘોઘી ચુંબનના સંદર્ભમાં બોલી"
ઘોઘા એકજ કસ...
પછી ધીમેકથી બોલી 'કિસ' .
બસ ઘોઘા એક જ ...ક..અ.. અ... અ...
ઘોઘી બીજીવાર કસ કે કિસની વાત કરે એ પહેલા ઘોઘો વચ્ચેજ બોલ્યો ..
ના ઘોઘી ના, નથી મારવો હો એકેય "કસ" કે "કિસ"..!
"કિસ" ઘોઘો પણ ધીમેકથી ઘોઘીને સંભળાય નહીં એમ બોલ્યો...
ચાલ ચાલ હવે ઘેર ચાલ ! નૈ તો તારી 'માં 'તને છેક અહી મસાણમાં શોધતી આવશે.
ચાલ હવે સાંજ ઢળવા આવી ..
બંન્ને ઘર ભળી ચાલવા લાગે છે.
ચાલતા ચાલતા ઘોઘીને એક પ્રશ્ન થાય છે.
અને એ ઘોઘાના ખંભે હાથ મૂકીને પ્રશ્ન કરે છે..
ઘોઘા... એ... ઘોઘા....
મને એક પ્રશ્નનો જવાબ આપ !
ઘઘો ઘોઘીનો હાથ ખંભા પરથી હટાવતા કહે છે બોલ !
ઘોઘો ઘોઘીનો હાથ ખંભા પરથી હટાવે છે એ ઘોઘીને ગમતું નથી ઘોઘી મનોમન સમસમી જાય છે.
મનના ભાવ મનમાં જ દબાવી મનોમન ઘોઘી બબડી.
ક્યાં સુધી તું આમ વર્તશે ઘોઘા....
એક દિ' તને મજબૂર ના કરી દઉં તો મારુ નામ ઘોઘી નૈ.!
એક દિ જ્યારે હું પણ તારી જ માફક હરકત કરીશ ત્યારે....
તને પણ સમજાશે કે પ્રેમાળ હેતાળ સ્પર્શ શું ચીજ છે ...
મનોમન બબડતી વિચાર મગ્ન વિચારમાને વિચારમાં આગળ ચાલતી ઘોઘીને ઘોઘાએ બૂમ પાડતા કહ્યું.
ઘોઘી એ...ઘોઘી... કેમ હવે ઉતાવળ થઈ બા ની બીક લાગી કે...?
ઘોઘાની બૂમ સાંભળી ઘોઘી થંભી ..
એટલે ઘોઘો એની સાથે થઈ ગયો ..
બોલ તું શું પૂછતી હતી...?
ઘોઘી વિચારમાથી ઝબકીને ...
હ, હ, અં , હા , હા .. હું એમ પૂછતી હતી ઘોઘા કે ...
આ જગતમાં સમજવામાં,
ઓળખવામાં સૌથી અઘરું શું ?
(ક્રમશ.)
https://m.facebook.com/photo.php?fbid=289355864507455&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...










