*બ્લાસ્ટ*
"અનંત" સફળતા મળે જીવનમાં,
તો પણ છલકાઈ ના જવું.
ગર આવે મળે જીવનમાં નીશ્ફળતા,
તો પણ ગભરાઈ ના જવું.
યાદ રહે, ખુદના હીશાબ મુજબ મળે છે,
સફળતા યા નીશ્ફળતા જીવનમાં,
જરૂરી છે આ હકીકત નુ કદાપી વીસરાઈ ના જવું.
"અનંત"
*બ્લાસ્ટ*
વર્ષો પહેલાં એક રાત્રે ચાય પીતા પીતા
મે અનંત ને સવાલ કર્યો.
મે કહ્યું ભાઈબંધ અનંત
અનંતે કહ્યું બોલ
મે પુછ્યું કે, હેં અનંત અગર તુ જીવનમાં
ક્યારેક સફળ થાય તો શું કરે..?
અનંતે કહ્યું.
અગર જો પરીયા હું સફળ થાઉ તો,
પહેલા ખૂબ ખુશ થાઉ.
પછી, અનંતે કહ્યું પરીયા સફળતા ક્યારેય
એકલી કે એકલા થી નથી આવતી...
એ સફળતા પાછળ કૈક નો
નાનો મોટો સસહયોગ હોય ત્યારે જ
કોઈ એક વ્યક્તિ સફળ થઈ શકે છે.
સાથે સાથે સફળ થનાર વ્યક્તિ ની
સફળ થવાની ખુદની દ્રઢ ઈચ્છા હોય,
સખત મહેનત અને સતત લગન હોય
એ પણ ખૂબ જરૂરી છે.!
ત્યાર બાદ ભાગ્ય, ઈશ્વર ક્રુપા હોય,
તોજ જીવન માં સફળતા પ્રાપ્ત થાય છે.!
અગર હું જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં
સફળ થાઉં તો
સર્વ પ્રથમ હ્રદયથી ઈશ્વર નો આભાર માનું.
ત્યાર બાદ મને મળેલી સફળતા પાછળ
જે કોઈનો પણ માત્ર મોટોજ નહીં.!
નાનો અમથો સાથ સહકાર મળ્યો હોય,
તેનો પણ હું અંતકરણ પુર્વક આભાર માનું.!
અચ્છા, મે કહ્યું.!
તો હવે તું મને એ કહે કે,
અગર તું નીશ્ફળ જાય તો શું કરે..?
અનંતે કહ્યું.
તો પણ હું પ્રથમ ઈશ્વર નોજ આભાર માનું.
અને પછી મારા નીશ્ફળ જવા પાછળ જે
કોઈ કારણ, ઘટના, સંજોગ, અને
વ્યક્તિ હોય તેનો પણ આભાર માનું.!
અને નીશ્ફળતા મળવા પાછળ ના કારણો
બાબતે શાંત
મને આશ્ચર્ય થયું કે,
કોઈ વ્યક્તિ તેની સફળતા માટે ઈશ્વર કે પછી,
જે કોઈ નો સહકાર હોય તેનો આભાર માને,
એ સમજી શકાય એવી વાત છે.
મગર કોઈ નીશ્ફળ થાય મળે,
તો પણ ઈશ્વર સહિત તમામ નો આભાર માને,
એ મને સમજાતું નહોતું.
અન્યથા થતું એવું હોય છે કે, કોઈ પણ ક્ષેત્રમાં
નીશ્ફળ જતી વ્યક્તિ મનોમન ગુસ્સે થઈ
અન્ય ને દોષ આપતી હોય છે.
મગર અનંત.!!!
ખૈર...
તેથી મે અનંતને કહ્યું.
યાર્ર સફળતા માટે તું સૌનો આભાર માને.!! ?
એ તો સમજાય છે.!
મગર નીશ્ફળતા માટે પણ તું ઈશ્વર નો
અને અન્ય સૌનો
આભાર માને છે એનુ કારણ શું.?
અનંતે કહ્યું.
પરીયા...
પ્રથમ તો નીશ્ફળને હું એક અવસર તરીકે
જોઉ છું અને ઉજવુ છું.
કારણ કે નીશ્ફળતા આપણું ઘડતર કરે છે.
અને આપણા ઈરાદા વધુ મજબૂત કરે છે.
એ સીવાય આપણી આસપાસ ના વર્તુળના
વર્તન અને વર્તુણાંક વીષે જાણવા મળે છે.
ધણી વખત એવું પણ બને છે કે,
તમે ઈમાનદારી પુર્વક સખત સતત મહેનત કરી હોય
મગર તમારાજ વર્તુળ ના કોઈ
અદેખા ઈર્ષ્યાળુ વ્યક્તિ ને કારણે પણ
તમે નીશ્ફળ થાવ એવુ બને છે.
માટે મારી નીશ્ફળતા માં અગર જો ક્યાંય
મારીજ ભુલ હોય તો મને મારી ભુલ સુધારવાનો
અવસર મળે છે.!
અગર મારી ભુલ નથી તો શું કારણ હતું કે,
સતત સખત ઈમાનદારી પુર્વક પ્રયાસ કરવા છતાં
મને નીશ્ફળતા મળી.?
એ બાબતે શાંત ચિત્તે એકાંતમાં
મનન મંથન કરૂ છું અનંતે કહ્યું.
મે પુછ્યું મનન મંથન કૈ બાબતે.?
અનંતે કહ્યું.! પરીયા અગર હું
નીશ્ફળ જાઉ કે નાપાસ થાઉં તો પણ
હું બીલકુલ ચીંતા નથી કરતો..!
કાયણ કે નીશ્ફળ જવું કે નાપાસ થવું
એ કોઈ ચીંતા નો વીષય નથી.!
હાં મગર નાસીપાસ થવું એ બીલકુલ
ગલત છે અને ચીંતાનો વીષય છે.!
કારણ કે, ઘણા લોકો નાપાસ થતાં જ
નાસીપાસ થઇ જતા હોય છે.
અને જીવન ને અવળે માર્ગે લઈ જાય. યા તો
હીંમત હારીને જીવનનોજ અંત આણે છે.!
આ ગલત છે.!
કારણ કે જીવન અનેક મૌકા આપે છે.!
વારંવાર અવસર આપે છે..!
માટે જ હું
અગર નાપાસ થાઉં છું તો પણ
નાસીપાસ થયા વગર ફુરસતે એકાંતમાં
શાંત ચિત્તે મારા નીશ્ફળ જવા
પાછળ ના કારણો,અને ભુલો બાબતે
મનન મંથન અને ચીંતન કરૂ.!
અને એ થયેલી ભુલો માંથી
સબક લૌ છું કે ફરી કોઈ ભુલ ન થાય...
અને જેમ સફળતા પાછળ
કોઈક નો સહયોગ હોય છે તેમ આપણી
નીશ્ફળ તા પાછળ પણ ક્યારેક
કોઈક વ્યક્તિ કારણભૂત હોય શકે છે.!
તમે તમામ રીતે સત્ય અને ઈમાનદારી પુર્વક
સખત મહેનત અનંત પરીશ્રમ કર્યો હોય,
મગર કોઈ અદેખાની આડોડાઈ તમને નીશ્ફળતાની
ખાયમા ધકેલી દે એવુ પણ બની શકે છે.!
આખરે જ્યારે નીશ્ફળતા પાછળ
કોઈ નજીક ની વ્યક્તિજ છે,
એ જાણ થયા વગર રહેતી નથી.!
તેથી જાણ થયા બાદ તેના થી સાવ સબંધ તો
નજ કાપુ મગર એનાથી થોડું અંતર જરૂર રાખુ.!
આટલુ કહી અનંતે મને કહ્યું.
એ બધુ તો ઠીક પરીયા પણ
આજ અચાનક તે મારા જેવા
ન સફળ ન નીશ્ફળ એવા આ અનંતને
અચાનક આવા સવાલો કેમ કર્યા.?
મે કહ્યું.
બસ અમસ્તા અમસ્તા...
























.jpeg)



.jpeg)



