અર્રે યાર્ર એ ક્યાં આપણાં હાથમાં છે.!
જુના હિશાબ પુરા કરવા કે નવા શરૂ,
એ આપણા હાથમાં હોય તો તો જોઈએ શું.!
ખૈર વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
એની કોઈક ચહીતીને કહેલી વાત..
તું પણ વાંચવી હોય તો પ્રેમ થી વાંચ.!
એ સારી વાત છે કે,
તું તારા માં ડુબી રહી છે આજકાલ,
કદિ' મારા માં પણ ડુબી હતી તું..!
આમ તો જો કે હું પણ.!
ખૈર...
ડુબવુ બંને રીતે બરોબર છે, સારૂજ છે ડુબવુ.!
જગ્યા ભલે અલગ અલગ હો ડુબવાની,
રસ્તા પણ છો હોય અલગ અલગ મગર
આખરે એકજ જગા પર ભેગા થાય છે.!
અધ્યાત્મ પણ પ્રેમ સુધી જાય છે..!
અને પવિત્ર પ્રેમ અધ્યાત્મ સુધી.!
માટે મને આનંદ છે.
અહીં નહીં તો તહીં મળીશુ..!
મગર મળવાનું નીશ્ચીત છે.!
આપણું.!
એ વાત નોખી છે કે વાત નો તાર તુટી ગયો છે,
કોઈ કારણસર જે અગમ તો નથીજ.!
અને એ કારણ ખબર છે..!
તને પણ અને મને પણ..!
પણ,
વાત અહીં હીશાબ ની છે.!
જે કૈ થયુ, થઈ ગયુ! થઈ રહ્યુ છે જે કૈ પણ.!
એ પણ એક હિશાબ નો જ હીસ્સો છે..!
તો દુ:ખી થવા કરતાં
એ હિશાબ ને હીશાબ મુજબ
હસતા હસતા જ સ્વીકારી લેવામાંજ
ખરી સમજદારી છે.!
મને આટલું સમજાય છે.!
તને પણ આ હકીકત સમજાય તો,
શું ફર્ક પડે વાત થાય કે ન થાય.
તને,
હાં મને થોડો ફર્ક પડે અને,
એ મારા પુરૂષ હોવાની સજા છે..!
જે આમ તો જો કે મજાની જ છે.!
હવે આખરી વાત "અનંત"
કે,
હિશાબ તો
મારી પ્રીય ઈશ્વર પણ બદલી નથી શકતી.!
તો,
હું કે તું કહું તો શું કહું
હું કીસ ખેત કી ગાજર
ઔર તું કીસ ખેત કી મુલી.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આવુ કાં'ક
એની કોઈ પરમ ચહીતીને કહ્યું હતું.
* ભેદી બ્લાસ્ટ*
"અનંત" તને કૈ ફર્ક નથી પડતો..
મગર...
મને પડે છે કારણ કે,
માર્રો વાંક્ક એ છે કે હું નર છું.!
"અનંત"
* બ્લાસ્ટ*
પહેલાં પહેલાં જો કે પહેલેથીજ ખૂબ હળતી, મળતી ખૂબ વાતો કરતી ચહીતીને અચાનક તમામ વહેવાર માં પ્રથમ ધીમે ધીમે ઘટાડો કર્યા બાદ સદંતર તમામ વહેવાર બંધ કરી નાખતા વર્ષો પહેલાં...
ભાઈબંધ એની એક ચહીતીને કહ્યું હતું કે, તને એમ થશે યા થતુ હશે કે ચાલો છુટયા જુના હિશાબ પત્યા પુરા થઈ ગયા.! તો એ માત્ર તારો ભરમ છે.! તું માને છે ધારે છે એવું કશુંજ થયું નથી. બસ્સ હર વખતની જેમ આ માત્ર અલ્પ વીરામ છે.! ખૈર... આટલુ કહી અનંતે પેલીને કહીને લખ્યુ હતુ યા તો લખીને કહ્યું હતું કે,
"અનંત" જુના હિશાબ પુરા કરતા કરતા ક્યારેક યા ક્યારે હિસાબ નવા નવા અને પહેલાં કરતાં વધુ ઊંડા વધુ બંધાતા જાય છે એ ખબર નથી પડતી.!
હિસાબ જુના પુરા કરવા જતા,
હિસાબ નવા બંધાતા જાય છે.!
આવું શા માટે થાય છે.? મને તો.!
સમજાય છે. શું તને સમજાય છે.?
"અનંત"
No comments:
Post a Comment