https://youtu.be/sLh-PADa3lY?si=NRmAPx7FwAtCSe3r
Jais to pachu aavu aghru thse
અઘરું અકલે, શું અઘરૂ થશે એ જરા કહેશો તમે
તમે કહ્યું હતું કે
E કેવું પણ અઘરું છે.
અકલે મે કહ્યું કે,
એ તો ન કહેવાના બહાના છે.
બાકી કહેવુ હોય તો સહેલું છે.
પછી કહેવુ ન કહેવું મરજી તમારી
માર્રે શું
હાં અગર કહેશો તો,
તમે કહ્યુ કે,
કોઈ દિવસ લખાય જશે તો કેવાય જશે.
અકલે મારે ભાર પુર્વહે કહેવું પડ્યું કે,
ઠીક છે મગર એ પણ "અનંત" ઝંખના વીના શક્ય નથીજ.! હોં..!
ખૈર તમે કહ્યું કે અગર અહીં આવશો તો પાછુ જવુ અઘરૂ થશે
તો હું એમ કૌ છું કે,
અગર જો એવુજ હોય તો,
યા તો અહીં અવાય નહીં.!
અને અગર ભુલમા પણ આવી જવાય
તો પછી બીલકુલ નીશ્ચીંત થઈ જવાય.!
અને આવ્યા પછી અગર જવુ અઘરૂ લાગે.
અગર એવુજ જો હોય તો..!
હું તો એમજ કહુ કે,
જવુજ શા માટે જોઈએ અહીંથી, આવ્યા પછી.?
આમેય અહીં બીજુ કોઈજ નથી.
કે નથી બીજા કોઈની પણ કનડગત.!
છે તો છે માત્ર છે ત્રણ જ જણ
હું અજ્ઞાની અને અનંત...
અહીંનુ વાતાવરણ શાંત છે.!
અહીં નીતાંત પરમ એકાંત છે.!
ન તો કોઈની નકામી પંચાત છે.!
અહીં પરમ ચરમ નીરાંત છે.!
એકલા છીએ મગર કોઈજ એકલુ નથી.!
તમે કહ્યું હતું કે,
હાં ઘણા માંથી બાર નીકળવા હું મારી જાત ને વ્યસ્ત રાખુ છું.!
ને જો હું મારી સાથે હોવ તો કલાકો સુધી કોઈ બગીચા માં એકલી બેસી રહું છું
મે પુછ્યું હતું તમને
ઘણા માંથી અર્થાત્..?
તમે કહ્યું હતું કે,
E hve અઘરું છે સમજાવું એટલે એમ જ સમજી જાવ
ત્યારે મે સાચે સાચુ કહ્યું હતું કે,
એવી બધી સમજણ કમસે કમ મારામાં તો નથીજ.!
તમે અટ્ટહાસ્ય સમેત કહ્યું હતું કે,
Mara ma સમજાવવાની સમજણ નથી 🤣
તમારી જાણ ખાતર હું પણ ભાઈબંધોની સમજણ નો આધાર રાખુ છું જ્યારે કે તેઓ પણ એમજ કહેતા કે,
આમ તો અમારામા ખાસ કૈ સમજણ જેવુ નથીજ.!
મગર હાં સમજાવતા સમજાવતા થોડુ અમથું સમજી લઈએ છીએ.!
અકલેજ મે તમને કહેલું કે,
એનો અર્થ એ જ કે તમે વધુ સમજદાર છો..!.
મને ખબર નથી તમે શેમાંથી બહાર નીકળવા પોતાની જાતને વ્યસ્ત રાખો છો.!
મગર તમારી વાત પરથી વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાનીએ કહેલી વાત યાદ આવી ગઈ.
એ કહેતો કે,
"અજ્ઞાની" બહાર નીકળવા ભીતર જવુ પડે.!
કદાચ એનો કહેવાનો ગુઢાર્થ એવો હોય શકે કે,
કોઈ પણ પ્રકારની બાહ્ય સમસ્યામાંથી બહાર નીકળવા
પ્રથમ છેક ઊંડે સુધી પોતાની ભીતર નવુ જોઈએ.
તમે એમ પણ કહ્યું કે,
ને જો હું મારી સાથે હોવ તો કલાકો સુધી કોઈ બગીચા માં એકલી બેસી રહું છું.
ત્યારે મે વર્ષો પહેલા કહેલું એના આધારે કહ્યું હતું કે ,
એ તો હું નજ માનુ કે તમે બગીચામાં એકલા જ બેસો છો.!
જો કે તમે એકલા છો એ પણ તમારો ભરમ માત્ર છે.!
તો તમે કહ્યું કે,
વિચારી ને કહીશ જો વિચાર આવશે તો પણ તમે કઈ રીતે કઈ સકો કે હું એકલી જ નથી બેસતી?
ત્યારે મે તમારા સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે,
તમને ખબર હોવી જોઈએ કે મે વર્ષો ગુજરેલા ભાઈબંધ સાથે ગુજારેલા છે. એ આવી તમામ સ્થિતીમાંથી ગુજરેલો હતો અકલે કૌ છું..!
તમે કહ્યું કે,
Hmm aha barabar khyu pn mne lagyu ke sau sau nu vitel સ્થિતિ અલગ હોતી હશે પણ તમે કહો છો તો હું માની લવ છું.!
ત્યારે મે કહ્યું હતું કે,
એ તો પછી જેવી તમારી મરજી બાકી એમ જોયા જાણ્યા મળ્યા વિના કોઈની વાત માની ન લેવાય...
તો તમે કહ્યું કે,
To એટલે તો મને થયું કે અલગ સ્થિતિ હશે પણ તમે કહ્યું કે તમારા પર વીતેલ છે.
અકલે મને દુઃખદ ગુસ્સો આવ્યો અને તમારો એ મન મરજી મુજબ ધારેલો ભરમ ભાંગવા મારે ભાર પૂર્વક તમને કહેવુ પડ્યુ કે,
મે મારા પર વીતેલી છે.!
એવુ નથ કહ્યુ હોં...
ફરીવાર વાંચો..!
(ગુજરેલા અર્થાત્ જે આ દુનિયામાં નથી)
એવો ભાઈબંધ.!
પછી તમે કહ્યું
Tme bhavishya ma cho
તો મે કહ્યું
હાં અને તમે ભુત, કાળ
તમે કહ્યું
Ha
મે ઝણઝણતો શબ્દ ભીતર છુપાવી કહ્યું.
... મ, ને સમયના બંધન ન હોય
અને તમે સાવ કરતાં સાવ ખોટુ બોલ્યા...
... એમ તો ... મ ને કશા જ બંધન નથી હોતા
... એમ તો ... મ ને કશા જ બંધન નથી હોતા
અકલે મને જરીક અમથો ગુસ્સો આવ્યો અકલે મે સાચુજ કહ્યું કે,
ખોટ્ટુ તો બોલવુજ નૈ
પ્રે...નેજ બંધન ન હોય
તો તમે કહ્યું
Em તો પ્રેમ એટલે જ પાંજરે પુરાવું થાય
મને એમાં કૈ ખબર પડતી ન હોય અકલે મે કહ્યું.
હાં ઈ તો ભાઈબંધ કે'તો જ કે,
તમે કહ્યું
Ke prem panjru che
અહં બીજુ કાં'ક કે તો મન અતારે યાદ નથ આવતુ ખંડેર માં ક્યાંક ખુણે ખાંચરે પડ્યુ હશે જૈન જોઈ લો.!
ખૈર જવાદો એ બધ્ધી વાત્ત..!
તમે કહ્યું હતું કે,
હાં ઘણા માંથી બાર નીકળવા હું મારી જાત ને વ્યસ્ત રાખુ છું.!
ને જો હું મારી સાથે હોવ તો કલાકો સુધી કોઈ બગીચા માં એકલી બેસી રહું છું.
ત્યારે મે કહ્યું હતું કે,
એ તો હું નજ માનુ કે તમે બગીચામાં એકલા જ બેસો છો.!
જો કે એ તમારો પણ એ ભરમ માત્ર છે.!
તો તમે કહ્યું કે,
વિચારી ને કહીશ જો વિચાર આવશે તો પણ તમે કઈ રીતે કઈ સકો કે હું એકલી જ નથી બેસતી?
એમા એવુ છે ને કે, ભાગ્ય કે તારા આ સવાલનો જવાબ આપવા મારે છેક ભીતર ખંડેર અંદર....
હાં છેક ભીતર ખંડેર અંદર અનંત ભૂતકાળમાં જવુ પડશે...
અર્થાત્ અનંતના ભૂતકાળમાં એમ.!
હાં તો વર્ષો પહેલા....
આમ તો હું હંમેશા મધરાતે ખંડેર પર જતો
પણ તેદિ' હું સાંજે ખંડેર પર ગયો...
આગ ઓલવાઈ ગઈ હતી...
મોટા ભાગે કામ મોડી રાત સુધી ચાલતુ હોય છે, મગર મંદીના કારણે આગ ઓકતી ભઢ્ઢીનુ કામ પુરૂ થઈ ચૂક્યુ હતું.!.
મે ખંડેર અંદર જૈ જોયુ તો અજ્ઞાની નાહીધોઈ ફ્રેશ થઈ પોતાની ખુણામાં પડેલી ખુરશી પર ખુણામાં બેઠો હતો.
આવ આવ પરીયા આવ..
કેમ આજ અચાનક સાંજે દર્શન દીધાં..?
બેસ.! અજ્ઞાનીએ મને સામે પડેલી ખુરશી પર બેસવાનું કહ્યું.
મે કહ્યું ના મારે બેસવુ નથી મારે અનંતનુ કામ છે અનંત ક્યાં છે.?
અજ્ઞાનીએ કહ્યું.
તને તો ખબર છે પરીયા કે અનંત હંમેશા વહેલુ કામ પુરૂ થવાની રાહ જોતો હોય છે.!
અને જ્યારે પણ વહેલુ કામ પતે ત્યારે ફટાફટ તૈયાર થઈને આ ધખધખતા ખંડેરની બહાર ક્યાંક ખુલ્લી જગ્યાએ જઈ ખુલ્લા આકાશ તળે બેસી જાય છે.! અને એ જગ્યા કૈ છે, એ ક્યાં જઈને બેસે છે એતો તને પણ ખબરજ છેને.?
મે કહ્યું. હાં હાં કેમ નૈ એ તો ખબરજ હોયને
શંકર આશ્રમમાં આવેલ બગીચામાં.
ઠીક છે તો ચાલ હું ત્યાંજ જાવ, તારે આવવું છે.? મે અજ્ઞાનીને પુછ્યું.
અજ્ઞાનીએ કહ્યું ના યાર્ર મારે ક્યાંય નથી આવવુ હું અહીં ખુણામાંજ બરોબર છું.
હું ભલો ને મારો ખુણો ભલો.! તું તારે જા.!
ઠીક છે જેવી તારી મરજી એમ કહી હું ફટાફટ ખંડેર બહાર નીકળી ગયો અને ઝડપથી શંકર આશ્રમ પહોંચી ગયો.!
બગીચામાં જઈને આસપાસ નજર દોડાવી...
બાગમાં વૃક્ષોની આસપાસ ચો તરફ લાકડાના બાંકડા ગોઢવેલ હતાં.
દૂર સુધી નજર કરી અનંત છેક દૂર ખુણે આવેલા બાંકડા પર એકલો બેઠો હતો.
ઘેઘૂર વૃક્ષ નીચે આવેલા બાંકડાનુ મો સામે આવેલ નદી તરફ હતું અને અનંત એ બાકડા પર બેઠો હતો.
હું ઝડપ ભેર એ તરફ ગયો અને અનંત બેઠો હતો એ બાકડા પાછળ જઈને પાછળથી અનંતને ધબ્બો મારતા કહ્યું.
શું યાર્ર છેક અહીં આવીને એકલો બેઠો છે.?
અનંતે પાછળ ફરી ઔહ પરીયા આવ આવ એમ કહી મારો હાથ પકડી બાકડા પાછળથી મને આગળ ખેંચી પોતાની બાજુમાં બેસાડી શાંતિથી કહ્યું.
પરીયા...હું અહીં એકલો નથી.!
મે હસતાં હસતાં કહ્યું, હાં કહ્યું હાં યાર્ર હવે હું તારી સાથે છું એટલે તું એકલો ન કહેવાય...
અનંતે કહ્યું. પરીયા તારા આવ્યા પહેલા પણ હું એકલો નહોતો...
મે કહ્યું.
તો શું તારી સાથે કોઈ છોકરી હતી..?
જે મને દૂરથી આવતો જોઈ ચાલી ગઈ.?
અનંતે કહ્યું. યાર્ર પરીયા સાથે કોઈ છોકરી હતી એવુ ચતુરાઈ સાથે જાણવાની ચતુરાઈ તું રહેવા દે.! મારી સાથે કોઈ છોકરી નોતી.
પણ મે જ્યારે તને કહ્યું હતું કે,
યાર્ર છેક અહીં આવીને એકલો બેઠો છે.?
ત્યારે તો તે કહ્યુ ને કે તું એકલો નથી..!
અનંતે ભાર પૂર્વક કહ્યું
હાં પરીયા.. એ તો હજુ પણ કહુ છું અને, એ પણ તું સાથે છે એટલે નહીં બલ્કે તારા આવ્યા પહેલા પણ હું એકલો ન હતો.!
મે આશ્ચર્ય સાથે કહ્યુ યાર્ર પણ મેં તો દૂરથી જોયુ ત્યારે પણ તારી સાથે તારી બાજુમાં બીજી કોઈ વ્યક્તિને નતી જોઈ એનું શું.?
અકલે મને એમ કે મે ભલે મે એને ન જોઈ હોઇ પણ કદાચ એણે મને જોઈ લીધો હોય તેથી તે શરમાઈને ભાગી ગઈ હશે.!
એલાઆઆઅ પણ કોઈ હોય તો ભાગે ને.!
અચ્છા તો તું એમ કહે છે કે તારી સાથે કોઈ નહોતું તેમ છતાં તું કહે છે કે તું એકલો નહતો.!?
અનંતે દ્રઢતા સાથે કહ્યું હાં.!
હું એકલો નહોતો.!
અઘરો છે યાર્ર તું...
હં..
અચ્છા ખૈર... તો હવે તું મને એ કહે કે જ્યારે મે તને એકલો જોયો છે તેમ છતાં તું કહે છે કે તું એકલો ન હતો, તો બોલ એ કેવી રીતે શક્ય છે?
અને એવું કોણ તારી સાથે હતું.? જે મને તો નથીજ દેખાયું છતાં તું કહે છે કે તું એકલો નહોતો.?
અનંતે ગુઢ પ્રકારનુ હાસ્ય રેલાવતા કહ્યું. ઐ
મારા દોસ્ત આત્મ સખા પરીયા....
આ અનંત બ્રહ્માંડમાં એવુ કોઈ નથી જે એકલુ હોય.
અહીંયા સુધી કે જે એકલા હોય એ પણ એકલા નથી હોતા પરીયાઆઆઅ...
અગર કોઈ એમ કહે કે હું એકલો છું યા એકલી છું તો સમજવું કે યાતો એ સાવ ખોટળો યા ખોટાળી છે યા તો નાદાન છે યા નાસમજ છે.!
યાર્ર અનંત તને ખબર હોવી જોઈએ કે, મને ક્યારેય તારી યા અજ્ઞાનીની આવી અટપટી ને ગુઢ વાતો નથી સમજાતી.!
તો દોસ્ત મારી પર દયા કર અને મને સીધી સાદી ભાષામાં સમજાવ કે તું એકલો હોવા છતાં એકલો ન હોવાનું કહે છે તો એવું તે શું.?
એવુ કોણ જે તારી સાથે હતું..?
ચો તરફ એક નજર ફેરવી ખુલ્લા આકાશ તરફ જોઈ અનંત બોલ્યો....
પરીયાઆઆઅ....
જેમ તને દેખાણો એમ આ દુનિયાને પણ!
જ્યારે હું એકલો દેખાઉ છું ત્યારે...
હું બીલકુલ એકલો નથી હોતો.!
ક્ષણે ક્ષણ મારી સાથે હોય છે.!
મારી પોતીકી,
મારી મન મરજી મુજબ,
મારી ઝંખના મુજબ,
મારી ઈચ્છા મુજબ,
મારા સપના મુજબ,
એ મારી સાથે મારી પાસે સતત રહેતી હોય છે.
એ સતત મારી સાથેજ જીવતી હોય છે.
અનંત આકાશ તરફ જોઈ બોલતો હતો.
હું ચુપચાપ અનંતની વાત સાંભળતો હતો.
મે પુછ્યું લ્યા પણ એ તો કહે કે આખરે એ છે કોણ..?
ત્યારે રૂપાળા ચહેરા પર સ્મિત સાથે અનંતે કહ્યું.
પરીયાઆઆઅ....
એ છે મારી અંદર રહેલી સુંદર મજાની
"અનંત" અલૌકિક કલ્પના..!
"અનંત"
ક્રમશઃ થી આગળ કહ્યું ત્યાં સુધી તું પણ અનંત પસંદ ગીત સાંભળ હું પણ સાંભળી રહ્યો છું.!
https://youtu.be/CITRSe88PGY?si=aF9eX41YpDZuzX_N
https://youtu.be/Jw4wLVnFJ-E?si=o96nQbIvJSSYFOfe
https://youtu.be/z0HUi8bbZzE?si=fyMtK4WFY4FRBYGf
https://youtu.be/_Esgcy9-xL4?si=P7QC9xyrCh8P8egL
https://youtu.be/odozcUbvHsc?si=y4r1z8DTc8HzVDrZ
https://youtu.be/4R8kAQ7rnVs?si=0T8O7JASKwGgcvGc







