મોટા ભાગે કામ મોડી રાત સુધી ચાલતુ હોય છે, મગર મંદીના કારણે આગ ઓકતી ભઢ્ઢીનુ કામ પુરૂ થઈ ચૂક્યુ હતું.!.
મે ખંડેર અંદર જૈ જોયુ તો અજ્ઞાની નાહીધોઈ ફ્રેશ થઈ પોતાની ખુણામાં પડેલી ખુરશી પર ખુણામાં બેઠો હતો.
આવ આવ પરીયા આવ..
કેમ આજ અચાનક સાંજે દર્શન દીધાં..?
બેસ.! અજ્ઞાનીએ મને સામે પડેલી ખુરશી પર બેસવાનું કહ્યું.
મે કહ્યું ના મારે બેસવુ નથી મારે અનંતનુ કામ છે અનંત ક્યાં છે.?
અજ્ઞાનીએ કહ્યું.
તને તો ખબર છે પરીયા કે અનંત હંમેશા વહેલુ કામ પુરૂ થવાની રાહ જોતો હોય છે.!
અને જ્યારે પણ વહેલુ કામ પતે ત્યારે ફટાફટ તૈયાર થઈને આ ધખધખતા ખંડેરની બહાર ક્યાંક ખુલ્લી જગ્યાએ જઈ ખુલ્લા આકાશ તળે બેસી જાય છે.! અને એ જગ્યા કૈ છે, એ ક્યાં જઈને બેસે છે એતો તને પણ ખબરજ છેને.?
મે કહ્યું. હાં હાં કેમ નૈ એ તો ખબરજ હોયને
શંકર આશ્રમમાં આવેલ બગીચામાં.
ઠીક છે તો ચાલ હું ત્યાંજ જાવ, તારે આવવું છે.? મે અજ્ઞાનીને પુછ્યું.
અજ્ઞાનીએ કહ્યું ના યાર્ર મારે ક્યાંય નથી આવવુ હું અહીં ખુણામાંજ બરોબર છું.
હું ભલો ને મારો ખુણો ભલો.! તું તારે જા.!
ઠીક છે જેવી તારી મરજી એમ કહી હું ફટાફટ ખંડેર બહાર નીકળી ગયો અને ઝડપથી શંકર આશ્રમ પહોંચી ગયો.!
બગીચામાં જઈને આસપાસ નજર દોડાવી...
બાગમાં વૃક્ષોની આસપાસ ચો તરફ લાકડાના બાંકડા ગોઢવેલ હતાં.
દૂર સુધી નજર કરી અનંત છેક દૂર ખુણે આવેલા બાંકડા પર એકલો બેઠો હતો.
ઘેઘૂર વૃક્ષ નીચે આવેલા બાંકડાનુ મો સામે આવેલ નદી તરફ હતું અને અનંત એ બાકડા પર બેઠો હતો.
હું ઝડપ ભેર એ તરફ ગયો અને અનંત બેઠો હતો એ બાકડા પાછળ જઈને પાછળથી અનંતને ધબ્બો મારતા કહ્યું.
શું યાર્ર છેક અહીં આવીને એકલો બેઠો છે.?
અનંતે પાછળ ફરી ઔહ પરીયા આવ આવ એમ કહી મારો હાથ પકડી બાકડા પાછળથી મને આગળ ખેંચી પોતાની બાજુમાં બેસાડી શાંતિથી કહ્યું.
પરીયા...હું અહીં એકલો નથી.!
મે હસતાં હસતાં કહ્યું, હાં કહ્યું હાં યાર્ર હવે હું તારી સાથે છું એટલે તું એકલો ન કહેવાય...
અનંતે કહ્યું. પરીયા તારા આવ્યા પહેલા પણ હું એકલો નહોતો...
મે કહ્યું.
તો શું તારી સાથે કોઈ છોકરી હતી..?
જે મને દૂરથી આવતો જોઈ ચાલી ગઈ.?
અનંતે કહ્યું. યાર્ર પરીયા સાથે કોઈ છોકરી હતી એવુ ચતુરાઈ સાથે જાણવાની ચતુરાઈ તું રહેવા દે.! મારી સાથે કોઈ છોકરી નોતી.
પણ મે જ્યારે તને કહ્યું હતું કે,
યાર્ર છેક અહીં આવીને એકલો બેઠો છે.?
ત્યારે તો તે કહ્યુ ને કે તું એકલો નથી..!
અનંતે ભાર પૂર્વક કહ્યું
હાં પરીયા.. એ તો હજુ પણ કહુ છું અને, એ પણ તું સાથે છે એટલે નહીં બલ્કે તારા આવ્યા પહેલા પણ હું એકલો ન હતો.!
મે આશ્ચર્ય સાથે કહ્યુ યાર્ર પણ મેં તો દૂરથી જોયુ ત્યારે પણ તારી સાથે તારી બાજુમાં બીજી કોઈ વ્યક્તિને નતી જોઈ એનું શું.?
અકલે મને એમ કે મે ભલે મે એને ન જોઈ હોઇ પણ કદાચ એણે મને જોઈ લીધો હોય તેથી તે શરમાઈને ભાગી ગઈ હશે.!
એલાઆઆઅ પણ કોઈ હોય તો ભાગે ને.!
અચ્છા તો તું એમ કહે છે કે તારી સાથે કોઈ નહોતું તેમ છતાં તું કહે છે કે તું એકલો નહતો.!?
અનંતે દ્રઢતા સાથે કહ્યું હાં.!
હું એકલો નહોતો.!
અઘરો છે યાર્ર તું...
હં..
અચ્છા ખૈર... તો હવે તું મને એ કહે કે જ્યારે મે તને એકલો જોયો છે તેમ છતાં તું કહે છે કે તું એકલો ન હતો, તો બોલ એ કેવી રીતે શક્ય છે?
અને એવું કોણ તારી સાથે હતું.? જે મને તો નથીજ દેખાયું છતાં તું કહે છે કે તું એકલો નહોતો.?
અનંતે ગુઢ પ્રકારનુ હાસ્ય રેલાવતા કહ્યું. ઐ
મારા દોસ્ત આત્મ સખા પરીયા....
આ અનંત બ્રહ્માંડમાં એવુ કોઈ નથી જે એકલુ હોય.
અહીંયા સુધી કે જે એકલા હોય એ પણ એકલા નથી હોતા પરીયાઆઆઅ...
અગર કોઈ એમ કહે કે હું એકલો છું યા એકલી છું તો સમજવું કે યાતો એ સાવ ખોટળો યા ખોટાળી છે યા તો નાદાન છે યા નાસમજ છે.!
યાર્ર અનંત તને ખબર હોવી જોઈએ કે, મને ક્યારેય તારી યા અજ્ઞાનીની આવી અટપટી ને ગુઢ વાતો નથી સમજાતી.!
તો દોસ્ત મારી પર દયા કર અને મને સીધી સાદી ભાષામાં સમજાવ કે તું એકલો હોવા છતાં એકલો ન હોવાનું કહે છે તો એવું તે શું.?
એવુ કોણ જે તારી સાથે હતું..?
ચો તરફ એક નજર ફેરવી ખુલ્લા આકાશ તરફ જોઈ અનંત બોલ્યો....
પરીયાઆઆઅ....
જેમ તને દેખાણો એમ આ દુનિયાને પણ!
જ્યારે હું એકલો દેખાઉ છું ત્યારે...
હું બીલકુલ એકલો નથી હોતો.!
ક્ષણે ક્ષણ મારી સાથે હોય છે.!
મારી પોતીકી,
મારી મન મરજી મુજબ,
મારી ઝંખના મુજબ,
મારી ઈચ્છા મુજબ,
મારા સપના મુજબ,
એ મારી સાથે મારી પાસે સતત રહેતી હોય છે.
એ સતત મારી સાથેજ જીવતી હોય છે.
અનંત આકાશ તરફ જોઈ બોલતો હતો.
હું ચુપચાપ અનંતની વાત સાંભળતો હતો.
મે પુછ્યું લ્યા પણ એ તો કહે કે આખરે એ છે કોણ..?
ત્યારે રૂપાળા ચહેરા પર સ્મિત સાથે અનંતે કહ્યું.
પરીયાઆઆઅ....
એ છે મારી અંદર રહેલી સુંદર મજાની
"અનંત" અલૌકિક કલ્પના..!
"અનંત"
ક્રમશઃ થી આગળ કહ્યું ત્યાં સુધી તું પણ અનંત પસંદ ગીત સાંભળ હું પણ સાંભળી રહ્યો છું.!
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે તેની કોઈ ચહીતી ને ખબર નૈ શું કહ્યું કે,
પેલીએ જવાબમાં કહ્યુ કે,
અરે હજી જીવતી છું આમ તો શરીરજ છે. મડદું કેવાય પણ હજી શ્વાસ ચાલે છે ને શ્વાસ ચાલે છે ત્યાં સુધી જીવું છું.!
ત્યારે ભાઈબંધ અનંતે પેલીને કહ્યું હતું કે,
માત્ર શ્વાસ ચાલે એ જીવન જીવ્યા મર્યા બરાબર
માત્ર શ્વાસ ચાલે એને જીવવું યા જીવન ન કહેવાય પગલી...
જીવન માત્ર શ્વાસની આવન જાવન નથી.!
જીવન એનાથી કૈક વીષેશ હોય છે.
શ્વાસથી માત્ર શરીર જીવે છે જ્યારે "અનંત"
પ્રેમથી જીવન ધબકે છે.!
અને પ્રેમ એ છે જે શરીર હોય ત્યારેજ નહીં, બલ્કે શરીર ન હોય ત્યારે પણ અનંત બ્રહ્માંડમાં ધબકે છે..!
"અનંત"
*બ્લાસ્ટ*
"અનંત" પ્રેમથી પુર્ણ થવાને હર એક નર નારી હર વખતે અધુરા આવે છે. અને અધુરાજ જાય છે. આ અનંત બ્રહ્માંડમાં તમામ પોતાનો અડધો હિસ્સો શોધે છે.! જ્યાં સુધી એ શોધ પુરી નથી થતી ત્યાં સુધી આવન જાવન જારી રહે છે.