"અનંત" ક્ષણમા જે મજા હોય છે ! સતતમાં નથી હોતી.
અને કલ્પનામાં જે મજા હોય છે ! હકીકતમાં નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત" ક્ષણમા જ મજા હોય છે ! સતતમાં નથી હોતી.
અને કલ્પનામાં જ મજા હોય છે ! હકીકતમાં નથી હોતી.
કિન્તુ....અંતે તો કલ્પના જ વાસ્તવિકતનુ રૂપ ધરતી હોય છે.
"અનંત" જગતના નિર્માણનું કારણ પણ કલ્પના કોઈકની હોય છે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
પ્રેમ અનુભવવાને આત્માને શરીરની જરૂર હોય છે.
તો શું શરીરને આત્માના પ્રેમની તડપ નથી હોતી ?
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
પ્રેમથી જ જન્મે છે સૌ. જન્મતા જ જન્મે છે પ્રેમ.
ને તોયે તમે નફરત કરો પ્રેમને ! એવું ચાલે કેમ.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
સમજાય છે એને પણ ભાષા પ્રેમની
જેને બીજી કોઈ સમજ નથી હોતી.
"અનંત"આંખો મળે ને વંચાઈ જાય છે.
પ્રેમને કોઈ ભાષાની ગરજ નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&
શું સમજાવવું એને ...!
જેને આટલી ખબર નથી હોતી.
કે પ્રેમની કોઈ ઉમર નથી હોતી.
શરરીર ને અસર થાય છે માત્ર
પ્રેમને ઉમરની અસર નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"ક્યાં જીવે છે એ જેનામાં ચાહત નથી હોતી.
બસ, રોજ મરે છે એ જેને પ્રેમની આદત નથી હોતી.
“અનંત” પછી વગોવે છે પ્રેમને સૌ આદત વશ.
જેને ખરો પ્રેમ કરવાની સાચી ફાવટ નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કબુલ !એક સરખી જીન્દગી હર વખત નથી હોતી.
હોય તોય એ લાશ બરાબર જો કરવટ નથી લેતી.
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કહો ભલા એ કેમ થાય સફળ જેનામાં લગન નથી હોતી.
"અનંત" સોનું તો બનવું હોય છે પણ અગન નથી જોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
એ વાત "અનંત" કદિ ના કરે જેની ખપત નથી હોતી.
ભીતર ગૂઢ અર્થ છુપાયો હોય છે ખોટી લપ નથી હોતી.
કહો જરા મને ભલા એ કે આ જગતમાં એવું,
કોણ છે..! કે જેને પ્રેમની તડપ નથી હોતી.
હોય તો હોય કદાચ નફરત કોઈ વ્યક્તિથી.
પ્રેમથી કોઈને કદી પણ નફરત નથી હોતી.
હાં એવું બને કે પ્રેમમાં જો ઠોકર ખાધી હોય,
તો...!પ્રેમની તડપ થોડો વખત નથી હોતી.
પછી ફરી પ્રેમ જાગે ને ફરી પાછો પ્રેમ માંગે.
ફરી એજ અસર હોય છે.! અલગ નથી હોતી.
જોયું છે અકસર મે પ્રેમમાં ઘણું ગુમાવે છે એ.
જે અધિરો છે ધીરજ જેનામાં સખત નથી હોતી.
આખરે કિંમત ચૂકવવી જ.! પડે છે હર ચીજની
આ જગતમાં કોઈ પણ ચીજ મફત નથી હોતી
પ્રેમ પ્રેમ જ હોય છે કોઈ રમત નથી હોતી.
એવું કોણે કહ્યું કે પ્રેમમાં શરત નથી હોતી ?
એવું કહેનાર માત્ર ને માત્ર દંભી હશે, બાકી,
સ્વાર્થ વિનાની કોઇનીયે મમત નથી હોતી.
પ્રેમ આપવા સામે પ્રેમ પામવાની જ હોય જો
શરત તો એ શરત બિલકુલ ગલત નથી હોતી.
જો અરસ પરસ ઝંખના હોય સરખી તો માનજો.
કે ત્યાં લાગણી પણ અલગ અલગ નથી હોતી.?
શું નજરથી નજર મળ્યા બાદ ,શબ્દ કે શ્વર થકી
લાગણી વ્યક્ત થયા પછી આ તડપ નથી હોતી ?
અંતમાં. ખરા હ્રદયથી એટલુ તો કબૂલો "અનંત"
શું આત્માને શરીરના સ્પર્શની ખપત નથી હોતી?
"અનંત"
No comments:
Post a Comment