જ્યારે કઈ જ યાદ નથી આવતું , ત્યારે જ કઈક યાદ આવે છે.
ભૂતકાળમાં સતત સાંભળેલું કોઈ સુંદર અર્થ સભર ગીત,
વર્તમાનમાં જ્યારે કર્ણપટ સાથે અથડાય.
સ્થ્તિ હ્રદયની ની પણ કઈક એવિજ હોય .
ત્યારે વર્તમાનની બાહ્ય સ્થ્તિ બદલાઈ ગઈ હોવા છતાં
ભીતર કશું બદલાયું ના હોય.
ત્યારે કાળ ભુલાઈ જાય.
સમય જાણે થંભી જાય.
અને ,
બંધ આખે ગઇકાલ આજ બની સામે આવી જાય.
જી હા એવુજ કઈક આજે બન્યું .
"તારા દૂ:ખને ખંખેરી નાખ.
તારા સુખને વિખેરી નાખ "
ગીત ના આ શબ્દો કર્ણપટ સાથે અથડાતાં .
એ મારી નજર સામે આવી ગયો,
પરસેવાની આડમાં આંસુ છુપાવી,
પરસેવાની આડમાં આંસુ છુપાવી,
અંદર ભઠ્ઠીનો તાપ બહાર તડકો અને એ તડકામાં બેસી કોયલા ભાંગતો પરસેવે નીતરતો
ચહેરો અનંતનો .
બહાર અને ભીતર સતત સખત ચાલતો સંઘર્ષ.
ક્યારેક થાકી જતો , હારી જતો !
અને ખૂણામાં બેસી રડી લેતો એ...!
એક દિવસ થાકી, હારી ને ખૂણામાં એ ખૂણામાં બેસી રડતો હતો ,
ત્યારે
રેડિયોમાં આ ગીત વાગ્યું .
એના શબ્દો કાને અથડાયા ...
"તારા દૂ:ખને ખંખેરી નાખ.
આ ગીત સાંભળી એ ખૂબ જ રડ્યો ....
અને પછી....
બધુ દૂ:ખ ખંખેરી કામે વળગી ગયો....
"તારા દૂ:ખને ખંખેરી નાખ.
તારા સુખને વિખેરી તું નાખ ...
પાણીમાં કમળની થઈને પાંખ.
જીવતરનું ગાડું હાંક ..
સંસારી રે....
તારા રામ પર ભરોસો તું રાખ....
"તારા દૂ:ખને ખંખેરી નાખ.
તારા સુખને વિખેરી તું નાખ ...
માટીના રમકડાં ઘડનારાએ એવા ઘડયા ,
ઓછું પડે એને કાંક નું કાંક .
જીવતરનું ગાડું હાંક.
તારા રામ પર ભરોસો તું રાખ...
"તારા દૂ:ખને ખંખેરી નાખ.
તારા સુખને વિખેરી તું નાખ ...તારું ધાર્યું કાઇ ન થાતું હરી કરે સો હોય.
ચકલા ચકલી બેઉ માળો બાંધે ને પીંખી નાખે કોઈ.
ટાળ્યા ટળે ના લેખ લાલાટે એમાં કોનો વાંક .
જીવતરનું ગાડું હાંક.
તારા રામ પર ભરોસો તું રાખ....
"તારા દૂ:ખને ખંખેરી નાખ.
તારા સુખને વિખેરી તું નાખ ...કેળી કાંટાળી વાટ અટપટી દૂર છે તારો મુકામ .
મન મૂકીને સોંપી દે તું હરિને હાથ લગામ .
ભીતરનો ભરમ તારો ઉપરવાળો એકજ જાણે.
અમથી ના ભીની કર તું આંખ.
જીવતરનું ગાડું હાંક.
સંસારી રે....
તારા રામ પર ભરોસો તું રાખ....
"તારા દૂ:ખને ખંખેરી નાખ.
તારા સુખને વિખેરી તું નાખ ...બ્લાસ્ટ:-
માણસ આપવામાં કાયમ ટૂંકો પડે છે.
"અજ્ઞાની"
No comments:
Post a Comment