છીછરા દરિયા .... ઊંડા કિનારા....
@@@@@@@@@@@@@@@@@@@@
ના છીછરો, ના લગીરે ગોબરો કે ગંધારો હોવો જોઇયે.
વિચાર મનમાં જે પણ હોય બસ એ સારો હોવો જોઇયે.
આમ સાથે ના હોય, છતાં હોય પાસેજ એવું લાગ્યા કરે. જીવનમાં એવો સ્થૂળ કે સૂક્ષ્મ સુંદર સહારો હોવો જોઇયે.
ખાલી તન મળે શું વળે.! જો મન મળે તો કળ વળે જરી.
જરીક અમથી આ વાતનો મર્મ સમજાતો હોવો જોઇયે.
સતત તારા વિચારો મને, સાવ અમસ્તાતો ના જ આવે.!
નક્કી ! તારાયે મનમાં ખયાલ સતત મારો હોવો જોઇયે.
તનથી તન મળવાની વાત તો છેક છેવાડાની વાત છે.!
મનમાં ચાલતા વિચારોનો સરખો વરતારો હોવો જોઇયે .
અમસ્તું તો એક બીજા વગર અધૂરપ જેવુ નાજ લાગે.!
'ને સાવ અમસ્તું તો, અધૂરપ છતાં મધુરપ જેવુ ના લાગે.!
હાં,ઘરમાં નહીં તો.! હ્રદયમાં કોઈનો ઉતારો હોવો જોઇયે.
જીવન આખું આમજ ગુજારી નાખું માત્ર એકજ શર્ત પર.
તારા મનમાં સતત ખયાલ મારો બસ મારો હોવો જોઇયે
સાથે નથી તો શું થયું ! હ્રદયથી તારી પાસે જ છું ને હું.!
ક્ષણ ક્ષણ બસ આ અહેસાસ જગાવે એવો ઈશારો હોવો જોઇયે...!
નાનોસો હિસ્સો હોય મારો પણ તારા જીવનમાં. ઝંખના.! માત્ર-એટલીજ !હું એમ ક્યાં કહું છું કે, હક્ક મારો બસ મારો હોવો જોઇયે.
તન થી સાથે નથી તો શું.! મનથી તારી સાથેજ તો હું છું.!
"અનંત" હ્રદયથી હ્રદયને હ્રદય નો એવો સધીયારો જોઈએ
મધ દરિયે જે તરી ગયા, કહે છે એ કિનારે આવી, ડૂબી ગયા.!
“અનંત” નક્કી દરિયાથી પણ વધુ ઊંડો કિનારો હોવા જોઇયે.
"અનંત"
*બ્લાસ્ટ*
તન થી સાથે નથી તો શું.! મનથી તારી સાથેજ તો હું છું.!
"અનંત" હ્રદયથી હ્રદયને હ્રદય નો એવો સધીયારો જોઈએ
અનંત"
*બ્લાસ્ટ*
તનથી તન મળે તેના મન નથી મળતા.
મનથી મન મળે તેના તન નથી મળતા.
"અનંત" આજ વિરોધાભાષ ના કારણે
સુખી કોઈના લગ્ન જીવન નથી બનતા.
એ સમજે કેમ ? સમજ જેની અધૂરી હોય કે,
બન્ને મળવું, બન્ને રીતે, બન્નેને જરૂરી હોય છે.
"અનંત"


No comments:
Post a Comment