આજે મારી આંખોમાં નીંદરથી હતી.
ગઈ કાલે રાત્રે પરીયાએ આપેલો કોયડો ઉકેલવામાં મધરાત થઈ ગઈ,
પણ મને, કે અન્ય કોઈને પણ,
નહેરુ ગેટમાં કઈ નવીનતા કે અજાયબી જેવુ કશુજ દેખાયું નહીં !
આંખ ભારે હોવા છતાં સૂઈ જવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં !
કોઇડાનો ઉકેલ મેળવવા હું ધીમા પગલે પરીયા પાસે ગયો.
મને એની બૌ બીક લાગે એ જ્યારે કોઈ કામમાં ડૂબેલો હોય ત્યારે...
એને જરાય હડકાવવા જેવો નૈ,
નૈ તો ખૂબ ગુસ્સે થઈ જાય .
મે જોયું કે ગઇ કાલની માફક આજે પણ એ પીસીમાં ડાચું ઘાલી-
કોઈ ફોટો એડિટ કરી રહ્યો હતો..!
એક આડ વાત...
સાલું મને એ ના સમજાયું આ અભણને આવું બધુ કરતાં આવડ્યું શી રીતે !
જોકે એક વાર મે એને પૂછેલું પણ ખરું કે , હેં પરીયા !
આ બધુ શું તું કોઈ પાસે શીખવા ગયેલો !
શું બધુ ?
આ કોમ્પ્યુટર ચલાવવાનું અને પાછું એમાં આવા બધા ફોટા એડિટ કરવા..
અને બીજું તું જે કાય કરે છે એ.બધુ તું ક્યાથી શીખી આવ્યો છે ?
ત્યારે એણે મને કહ્યું ના ! તું ધારે છે એવું કશુજ નથી હું આ બધુ શીખવા ક્યાય નથી ગયો ...
તો પછી આ બધુ તને આવડ્યું કઈ રીતે ?
ત્યારે પરીયાએ જવાબ આપ્યો કે ...
katira ! થોડું જ્ઞાન Chirag Ruparele આપ્યું નજીકથી ,
થોડું સૂચન Jagdish Human દાદુ એ દૂરથી આપ્યું ...
બાકી બધુ આપ બળે મથતા મથતા આવડી રહ્યું છે ! હજુ બૌ બધુ શીખવાનું બાકી છે !
નવું નવું કઈક કરવાની ધગસ હોય , નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય, તો !
ગમે તેવો અભણ માણસ પણ ભણેલા કરતાં હોશિયાર થઈ જાય અને આગળ વધી જાય !
બાકી તો એવું છે ને katira કે....
જ્યાં સુધી કોઈ પણ કામ હાથ પર ના લઉં ત્યાં સુધી મનેય અઘરું લાગે !
પણ જો એક વાર થાની લઉં કામ હાથ પર લઈ લઉં તો ડુચ્ચા કાઢી નાખું !
આડ વાત પૂરી....
આવ katira આવ મળી ગ્યો જવાબ ?
જોઈ નહેરુ ગેઇટની અજાયબી ..?
હું દબાતે પગલે એની પાસે ગયો હોવા છતાં !
હજુ હું એની સામે પણ નહોતો ગયો છતાં !
એ જાણી ગયો કે હું આવ્યો છું. 'બૌ કેવાય"
મારી સામે જોયા વિનાજ એણે મને સવાલો કર્યા.
મે કહ્યું ના યાર બૌ મોડે સુધી મથ્યો પણ મનેતો તારા નહેરુ ગેઇટના ફોટામાં-
કશુજ અજાયબી ભર્યું ના દેખાયું .
હું તો રૂબરૂ પણ જોઈ આવ્યો છતાં પણ તું કહે છે એવું -
અજાયબી ભર્યું મને એમાં કશું જ ના દેખાયું ...
ડોફા ! તને કહ્યું હતું ને ખૂબી જોવા શોધવા ખૂબી ભરી દ્રષ્ટિ જોઇયે ઊંડી સમજ જોઇયે ,
તારામાં એ બન્ને નો પૂરેપૂરો અભાવ છે ! પરીયો મને વઢ્યો....
ઘઘલાવી નાખ્યો પરીયાએ મને !
જોકે એમાં એનો વાંક પણ નહોતો હું એને કહ્યું એવોજ છું ! દાંત શું કાઢો છો એમાં !
આયા'વ કોડા ! આય મારી નજીક આય અને હવે જો ! લબાળ !
કાલે તને હિંટ પણ આપેલી તોય અક્કલ વગરના તને સમજાયું નહીં !
આ જો મે તારા માટે આ ફોટો મોટો અર્થાત ગુજરાતીમાં કૌ તો ઝુમ કર્યો...
લે જો ! પરીયાએ ગુસ્સાથી બાવડું ખેંચી ને મને બાજુની ખુરસી પર બેસાડી દીધો ...!
પણ પરીયા હવે આજે રેવાદે આજે મને બૌ ઊંઘ આવે છે ! મે કરગરતા સ્વરે કહ્યું !
એમ ! તને ઊંઘ આવે છે ! એમ ! તો મારી પાસે તું આવ્યો જ શુકામ ! ?
મે કહ્યું, જિજ્ઞાસાવત જાણવાની તલપ અને બીજું કે ,,,
હું આગળ કશું બોલું બોલું ત્યાતો એ પાછો મને વઢ્યો ..
મૂક લપ તારું કામ નૈ જિજ્ઞાસા વાળી !
તલપ હોય તો રાતભર જાગવુય પડે સમજ્યો !
હવે મારાથી સહન ના થયું સ્સાલો ...! મને મનમાં ગુસ્સો આવ્યો.
ગઈ કાલે પોતાને નીંદર આવતી હતી તો પોઢી ગયેલો.
અને આજે જ્યારે મને ઊંઘ આવે છે તો દેકારા કરે છે મારી પર લે !
આવું થોડી ના ચાલે.
શું વિચારે છે ડોબા !
બૌ થ્યું હો પરીયા કૈ દઉં છું તને ! ક્યારનો મંડાઇ પડ્યો છે તે ડોબો તું ! લબાળ તું !
ઘેલસફ્ફા કાલે તને નીંદર આવતી 'તી તો તું પોઢી ગ્યો 'તો ...
અને આજે જ્યારે મારી આંખો ઘેરાય છેતો બરાડા શાનો પાડે છે !
માઈ ગ્યું તારું અજાયબી વાળું ચિત્ર ને માય જા તું !
મારાથી ગુસ્સામાં આવું બધુ બોલાઈ ગ્યું ... હું શું કરું ક્યો, આખરે હુય પ્રાણી છું !
અને પરીયો ચૂપ !!
પછી મો માસી જેવુ કરીને મારી સામું જોવા લાગ્યો !
અને પછી મારો ખંભો પંપાળતા પંપાળતા કહેવા લાગ્યો .
અરે યાર katira આમ બૌ ગુસ્સે ના થવાય કાય એમાં,
જે હોય તે મો પર કહી દેવાય ..! મે કેમ કૈ દીધું 'તું .
હવે આ અક્કલ વગરનાં નક્ટાને શું કહેવું. આને કાય અસર થૈ! નો થાય.. નકટો છે સાવ.
ઇ ઠરી ગ્યો, મારા ગુસ્સાથી ડરી ગ્યો, એટલે પછી મેય શાંત સ્વરે કહ્યું,
ઠીક છે ઠીક છે હવે ! તારે ખોલ દેવી છે કે પછી ...
હાં.. લે ! કેમ નૈ ! પલાળી છે તો મૂંડાવી તો પડશે જ ને !
મે કહ્યું , ના,,ના,, પરીયા એવું કાય નો હોય,
મો ધોઈ નાખ તું તારે મુંડન કાલે કરી લેજે ..!
"પલાળી હોય એટલે મૂંડાવી જ પડે !
એવી આ દુનિયાના લોકોની માન્યતા સાવ ખોટી છે એક બહાનું છે ! "
મે મો ધોવાનું કહ્યું તો અક્કલનો ઓથમીર....
સાચુકા પાણીનો લોટો ભરીને બારે મો ધોવા ગયો ...
એક તો મને નીંદર આવતી 'તી ને આ લાંબુ ને લાંબુ ખેંચ્યે જ જતો હતો !
મે કહ્યું લ્યા તું સાચેકા મો ધોઈ આવ્યો !
હાં લે ! તેજ તો કહ્યું, પછી મારી સામે જોઈ હસવા લાગ્યો..!
મે કહ્યું કેમ હસે છે ! તો ક્યે katira નીંદર તો ખરેખર મનેય આવે છે પણ ..
થોડું વધુ જાગી શકાય માટે મે મે ધોયું , આ જોયું !
પીસી સામે આંગલી ચીંધી મને બતાવતા એણે કહ્યું.
મે પૂછ્યું શું ?
તો ક્યે આ જો મોટા ! નહેરુ ગેઇટના ફોટાને મે મોટો -
અર્થાત ગુજરાતીમાં ઝુમ કર્યો છે તારા જેવા માટે ! *
હવે તું તારે , તારે સૂવું હોય તો સૂઈ જા !
આ હું જાહેરમાં મૂકી દઉં છું !
તું તારે કાલે આરામથી આમાથી આઠમી અજાયબી શોધજે !
બૌ સારું, મે કહ્યું.
હાં પણ, કાલે તે કઈક હિંટ આપી હતી એ શું હતી કે'તો જરા હું ભૂલી ગ્યો છું !
બસ ! એક રાતમાં ભૂલી ગ્યો લબાળ !
હાં પણ ભૂલાય જાય તો એમાં હું શું કરું એમાં મારો તો કાય વાંક નો કે'વાયને !
તો ? તારો નૈ તો કોનો વાંક હે ડોબા !
આ દિમાગ છે ને ! વાંક બધો એનોજ છે મારો કાય વાંક નથી !
પણ તું આજે ફરી વાર કૈ દે ને !
કૌછું, ફરી કૌ છું ! ધ્યાનથી સાંભળજે !
એના અવાજ માં ગુસ્સો હતો હોં !જાણે કેમ ઉપકાર કરતો હોય....
પછી કહ્યું. ધ્યાનથી સાંભળ katira ....
"આ બન્ને ફોટા મે એકજ "સમયે" લીધા છે"
હાં.. યાર... આ તો તે મને કાલે પણ કહેલું .
તોય ડફોળ તને નહેરુ ગેઇટમાં કઈ અજાયબી જેવુ જોવા ના મળ્યું ....
હાં યાર એ વાત પણ ખરી છે તારી પણ શું થાય ..!
એ , પરીયા પરીયા એક કામ કરને ! મે પ્રેમથી કહ્યું..
હાં બોલ ! શું છે હવે તારે !
મે બીતા બીતા કહ્યું . હજુ એકા'દ હિંટ આપને પરીયા ! આપીશ ? હે આપીશ..!?
કેમ મગજ કસવું નથી ગમતું !?
ના , ના યાર એવું કઈ નૈ આ તો જરા ...
મે ડરતા ડરતા મારી નબળાઈ છુપાવવાનો પ્રયાસ કર્યો...
પણ છુપાવ્યે ક્યાં કદિ કશું છુપાય છે.?
આજ નહીં તો કાલ સત્ય જાહેર થાય છે !
બસ બસ હવે નાટક રહેવાદે ! એક વધુ હિંટ આપું છું !
તો તો બૌ સારું લેને ! મારે થોડું ઓછું મથવું પડશે , બોલ બોલ જલ્દી બોલ !
તો સાંભળ આ બન્ને ફોટા ! મે ..!
તારીખ .. 18/1/16 ના બપોરે 1/24 વાગ્યે લીધેલા છે !
જા હવે તું તારે સૂઈ જા !
કઈ સમજાય,અજાયબી જેવુ કઈ દેખાય તો કાલે કે'જે ...
હવે મારી ઊંઘ ઊડી ગઈ હોવાના કારણે મે કહ્યું.
ના,ના હવે .. બેઠા છીયે થોડીવાર....
કેમ ? પણ , હમણાં થોડી વાર પહેલા તો તને બૌ ઊંઘ આવતી હતી ને ! ?
હ પણ હવે નથી આવતી . હું તો જો હમણાં પુષ્પાને ચાય બનાવવાનું પણ કૌ છું !
કોના માટે ભાય ... કોના માટે ચાય...!
આપણાં બેઉ માટે યાર... મારે એકલા માટે થોડી ના હોય ...
તુજ કે' પરીયા ... હું તને મૂકીને... એકલો એકલો ચાય પી શકું ખરો.!
એય મોટા મારે ચાય બાય કાય નથી પીવી હો ..!
તારે પીવી હોય તો તું તારે તારી બીવી ના હાથની ચાય પી ...!
મને તો જો, એ...ય ને મસ્ત મજાની .ઘાટ્ટી.ઘાટ્ટી...મલાઇદાર ગાઢ નીંદર આવે છે !
હું તો જો હમણાં પથારીમાં પડ્યા ભેરો પોઢી જઈશ.....
ખુરશી પરથી ઊભો થઈ આળસ મરડતા મરડતા નફ્ફટાઈ પૂર્વક એ બોલ્યો.
અને મારો પીતો ગ્યો...
મે બે હોઠ ભીસીને પરીયાનો હાથ ખેંચીને પાછો ખુરશી પર બેસાડતા કહ્યું ...
બેસ હેઠી બેસ્સ ઊંઘ વાળી બેસ !
તોય એ હાથ છટકાવી પાથારી ભણી ભાગ્યો પીસી બંધ કરવા પણ ના રોકાયો...
નક્ક્ટો સાવ કરતાં સાવ નક્કટો નાલાયક બેશરમ ખુદગર્જ પોતાનું ધાર્યું કરવા વાળો ...
હોઠ ભીસીને આમ બબડતા બબડતા અંતે પીસી પણ મારેજ બંધ કરવું પડ્યું...
હું પથારી પર જાગતો રહ્યો ને એ સૂઈ ગ્યો....
ક્રમશ :-

No comments:
Post a Comment