અને પછી, અનંતે પેલીને પત્ર હાથમાં આપતા કહ્યુ....
અંતર સુધી જે પહોંચ્યું તેને પામવાની ઝંખના જાગી .
આ ઈચ્છા આ ઝંખના કોનામાં નથી હોતી..?
"કોઈને કોઈ ઝંખના ને લઈને જ જીવન ધબકે છે."
તુ પણ યાદ રાખજે ...
"ઝંખના થકીજ જીવન જીવંત બને છે "
"જેનામાં ઝંખના નથી એ જીવતો છે જ નહીં.”
એતો મુડદાલ છે મુડદાલ...!
"મુડદાલ જીવન મૃત્યુ બરાબર "
જેનામાં કોઈ ઝંખનાજ નથી....
એ જીવવા છતાં જીવતો નથી.
અને હું...
વર્ષો પહેલા અનંતે, કો'કને કો'ક દિ લખેલો ...
અને મને વર્ષો બાદ છેક આજે મળેલો ....
અનંતનો વિચિત્ર પ્રેમ પત્ર ...
મન બુધ્ધી અને આત્મા ઝણઝણી જાય..
અને, ઊંડે ઊંડે પ્રેમની અનુભૂતિ થાય ...
એટલું તો કાફી છે, આ ભવમાં ...
બધાને બધુ આગલું પાછલું યાદ આવે એ જરૂરી નથી ...
માટે જૂનું યાદ કરવા દિમાગને જોર દેવા કરતાં ...
આજે જે અનુભવાતું હોય,
એના પર દિલ જોરથી દાબી દેવાનું ...
અકલે કે,
જ્યારે મળીએ ત્યારે ચપોચપ ભેટી પડવાનું ...
&&&&&
અને પછી, અનંતે પેલીને પત્ર આપતા કહ્યુ....
અંતર સુધી જે પહોંચ્યું તેને પામવાની ઝંખના જાગી .
આ ઈચ્છા આ ઝંખના કોનામાં નથી હોતી..?
"કોઈને કોઈ ઝંખના ને લઈને જ જીવન ધબકે છે."
તુ પણ યાદ રાખજે ...
"ઝંખના થકીજ જીવન જીવંત બને છે "
"જેનામાં ઝંખના નથી એ જીવતો છે જ નહીં.”
એતો મુડદાલ છે મુડદાલ...!
"મુડદાલ જીવન મૃત્યુ બરાબર "
જેનામાં કોઈ ઝંખનાજ નથી....
એ જીવવા છતાં જીવતો નથી.
અને હું...
હું જીવું છું, હાં ! ભરપૂર જીવું છું....!
હું જીવંત છું...!
કારણ કે દૂર હી સહી , મારી સાથે ને સાથે છે તું..!
અને હું તને ઝંખું છું ..!
એટલેજ હું જીવું છું ..!
અને એટલેજ હું જીવંત છું ..!
&&&&
ફરી કહી દઉં છું કે ...
પ્રથમ મારો પત્ર તુ વાંચી લે,
શાંત ચીતે વાંચીને,
એનુ ઊંડાણ સમજીલે..!
પછીજ.!
તું તારી રીતે સમજી વિચારીને માત્ર ને માત્ર..!
તારા વિચારો.! લખજે !
ઉછીના હરગિઝ નહીં...!
તું જાણેજ છે ને ,કે, મને,
જાત અનુભવે સિધ્ધ કર્યા વિનાની ...
કોઈએ ઠોકંઠોક કરેલી વાતો,
મારી સાથે કોઈ કરે એ મને લગીરે પસંદ નથી . ..!
કારણકે અનુભવે હ્રદયના ઉંડાણેથી ....
લખાયેલા બોલાયેલા શ્બ્દોમાજ!
સત્યનો પડઘો પડતો હોય છે ...
એ પડઘો દૂઉઉઉર દૂઉઉઉર... સુધી....
"અનંત... " યુગો સુધી સંભળાય છે .....!
"અનંત"

No comments:
Post a Comment