અનંત ગુંગળાય છે વર્ષોથી કબાટમાં બંધ.
મારા કાગળીયાનો કાંઈક તો કરો પ્રબંધ.!
આવી ઝંખના પણ મને કદિ' થઈ જ નથી.
એનો અર્થ એ નથી કે હું થઈ ગયો છું સંત.
ઝર્રઝર્રીત થઇ ને આખરે ફાટી જવાના છે.!
ક્યાં સુધી રહેશે કાગળમાં શબ્દો અકબંધ.?
મળ્યા સ્પર્શ્યા વીનાય જોતા વેંત ઝણઝણીએ,
છે આજના કે પછી યુગો જુના બધા સબંધ.?
છેક લગી એ કોઈને નથી સમજાતું "અનંત"
હીશાબ જુના ચુકતે થાય છે કે નવા ચડંત.!?
"અનંત"
No comments:
Post a Comment