વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈક ચાહિતીને કહેલા શબ્દો
*સ્વીકાર*
કઈક તો એવુ હશેજ ને અરસ પરસ ના પ્રેમમાં
અમસ્તા અમસ્તા તો કોઈજ પ્રેમમાં પડતાં નથી.
થયા પછી સમજાય છે પ્રેમ થવાનું કારણ પણ,
હાલાત મજબુર કરે છે હું કે તમે સ્વીકારતા નથી.
પ્રેમ ચીજજ એવી છે કે થતાં થૈ જાય છે..!
નાજ કરવો હોય પ્રેમ તેમ છતાં થૈ જાય છે.!
અઢળક પુરાવા આપ્યા પછી, ખબર નૈ કેમ.?
તમારાજ ભીતરથી પ્રેમને તમે સ્વીકારતા નથી.!
ભીતરથી ભીતરની જાહોજલાલી વીષે તો તમે,
જાણોજ છો ને.? તો પછી કેમ વીચારતા નથી.?
હાલ માત્ર અનંત પ્રેમની અનુભુતીજ કરવાની છે.!
સ્પર્શવાનુ મન હ્રદયને છે. એટલુંય તમે કરતા નથી.
હું હરગીઝ નથી કે'તો તમે આ જીવનથી ખુશ નથી.
હું પણ દુ:ખી નથીજ કેમ તમે વાત સમજતા નથી.
જાતને છેતરવા કરતા જાતે જાત સાથે સાથે વાત
કરી લેવી જોઈએ કેમ.? તમે એવુ કૈ કરતાં નથી.?
ના પુર્ણ પ્રેમ આપે છે, ના પુર્ણ પ્રેમ પામે છે,
"અનંત" પ્રેમ હોવા છતાં જે સ્વીકારતા નથી.
એના જીવનની આ તે કેવી કરૂણતા "અનંત"
કે ભીતર પ્રેમ હોવા છતાં એ સ્વીકારતા નથી.
"અનંત"
*બ્લાસ્ટ*
ભલીભાતી જાણું છું હું પણ.! કે, સમય જતાં
તબક્કાવાર પરીવર્તન આવે સૌના જીવનમાં.
તો પણ પહેલી વાર મળ્યા વખતે રોમે રોમમાં, થયેલી
"અનંત" ઝણઝણાટી ભુલવી તો, બૌ અઘરી છે.!
"અનંત"
*બ્લાસ્ટ*
કઇંક તો હોતુજ હશે ને પ્રેમમાં ..?
કઈક તો થતુજ હશે ને પ્રેમમાં ..?
કેવા ખોવાઈ જતાં હોય છે પછી
એક છોકરો ને એક છોકરી એક્મેકમાં .
અમસ્તું તો નહીજ થતું હોય ને .!?
"અનંત"પરિવર્તન બે માંથી એકમાં ..?
"અનંત"

No comments:
Post a Comment