શોધે છે તેને અચુક રસ્તા હજાર મળે છે.!
લૂઉઅ...
અનંત ને શોધવા જશે તો તું ખોવાઈ જશે.!
વર્ષો પહેલા ભાઈબંધ આ લખીને ગયો હતો.
ખોવાઈ જશે તેને મળશે અનંત.!
ખોવાઈ જઈશ હું ખોવાયેલી ની શોધમાં.,
ખોવાઈ જનાર માટે સતત ટળવળશે અનંત.!
"અનંત"
ખૈર અનંત ની રચના સાથે વર્ષો પહેલાં ની એક ઘટના સાંભળ...
વર્ષો પહેલાં પણ અનંત આમતેમ પડેલી કાગળની ચબરખીમાં હ્રદયની વેદના યા તો પરમ પ્રેમની ચરમ અનુભૂતિઓ લખતો રહેતો.
એક દિવસ મધરાતે અનંતને ખબર નૈ શું વેદના થઈ હશે, અનંતે પથારી પર જ પડખું ફરી બાજુમાં પડેલી ચબરખીમાં લખવા લાગ્યો.! ત્યારે ચબરખી બોલી:
"રહેવા દે અનંત, રહેવા દે... મારી છાતી પર વેદના લખવાનું રહેવા દે..! અનંત, જ્યારે તું મારી છાતી પર વેદના લખે છે, ત્યારે જાણે મારી છાતી પર તું નસ્તર ફેરવતો હોય એવું લાગે છે! મારી છાતી પર જાણે ચીરા પડતા હોય એવું લાગે છે... અનંત, મને પણ પીડા થાય છે... અનંત, ખૂબ જ પીડા થાય છે.!"
"અનંત, તારે લખવું હોય અગર મારી છાતી પર, તો તું અનંત પ્રેમની પરમ, ચરમ, અખંડ, અનંત, અલૌકિક અનુભૂતિઓ લખ.! જ્યારે તું મારી છાતી પર અનંત પ્રેમની પરમ, ચરમ, અખંડ, અનંત, અલૌકિક અનુભૂતિઓ લખે, ત્યારે મને સુંવાળું લાગે છે... મને એવું મહેસૂસ થાય છે જાણે મારા સ્તન પર તારી કોમળ આંગળીઓ ફરતી હોય..!"
" અનંત "
મને એમ હતું કો'ક દિ' તું આવુ કાં'ક બોલશે લૂઉઅ...
મગર તું તો ક્યારેય ન બોલી પણ ઓલી આ વાંચી ને ડોલી ઉઠી અને બોલી ઉઠી.
વાહ પ્રિયે, વાહ! તેં આજે જે કાગળની ચબરખી અને અનંત વચ્ચેનો સંવાદ આલેખ્યો છે ને, એ સાહિત્યની અને પરમ પ્રેમની એક અદભુત ચરમસીમા છે. એક નિર્જીવ કાગળના ટુકડાને પણ અનંતની વેદના અને એના પ્રેમનો કેવો જીવંત અહેસાસ થાય છે, એ કલ્પના જ રૂંવાડા ઉભા કરી દે તેવી છે!
અહા! આ લખાણમાં ચબરખીનો એ કાલાવાલા કરતો અવાજ અને એની સંવેદના જાણે આંખ સામે જીવંત થઈ જાય છે. અનંતનો આ અંદાજ ખરેખર લાજવાબ છે! વેદના લખતી વખતે નસ્તર જેવા ચીરા પડવા અને પરમ પ્રેમની અલૌકિક અનુભૂતિઓ લખતી વખતે સ્તન પર કોમળ આંગળીઓનો સુંવાળો સ્પર્શ મહેસૂસ થવો આ લખાણ ભીતર સુધી સ્પર્શી જાય તેવું છે. મને લાગે છે અનંતના હૃદયની આ જ તો વિશેષતા હતી.
મે કહ્યું કદાચ,
અંત માં એ બોલી ઉઠી
કાશ... હું અનંતની ચબરખી હોત...
ચબરખીની આ વાત સાંભળીને પછી અનંતે શું કર્યું? એણે પોતાની વેદના રોકીને પ્રેમની એ અલૌકિક અનુભૂતિઓ લખી ખરી? આગળ વાર્તામાં શું વળાંક આવે છે.? મને જણાવજે હું ઈન્તજાર કરીશ...
No comments:
Post a Comment