સાંજે રાતે આખો દિવસ અગાસીમાં શું દાટ્યુ છે..!?
સવારે વહેલો જતો હોય તો..
અગાસી પરથી ઉતરતા વેંત
ઘોઘી ઘોઘાને ઘઘલાવે છે...
અકલે ઘોઘી નથી ઉતરતી
અગાસી પરથી ઘોઘો ઉતરે છે એમ...
ઘોઘી તો ચડતીજ નથી અગાસી પર..
ઘોઘો અગાસી પરથી ઉતરે છે
ત્યારે ઘોઘાને ઘઘલાવીને ઘોઘી પુછે કહે છે..!
સોફાપર બેસતા ઘોઘાએ કહ્યું.
આજે કૈ દૌ છું પછી નૈ કૌ..
સવારે હોઉ છું પથારી પરજ તો પણ
સવારે ઉંઘમાં પણ હું અગાસી પર જાઉ છું..!
તો વહેલો ઉઠતો હોય તો.!
ઘોઘી વહેલું ઉઠવાની આળસ થાય છે...!
અચ્છા પછી.?
પછી સાંજે સનસેટ જોવા રાતે મુનસેટ જોવા અને,
આકાશમાં તારા ગણવા જાઉ છું અગાસી પર...
ઘોઘાની ભુલ પકડી ઘોઘીએ મશ્કરી કરતા કહ્યું.
ઔહો તારા ગણવા છેક આકાશમાં જાય છે તું .!?
અક્કલ વગરની આકાશમાં નથી જતો..!
અગાસી પર જાઉ છું તારા ગણવા..
ચોમાસામાં તારા ગણવા સહેલા પડે.!
પણ ઘોઘા તે તો હમણાં કહ્યું કે તું
તારા ગણવા આકાશમાં જાય છે.
એ તો ભુલ ભુલમા ભુલથી ભુલ થૈ ગૈ...
તો ભુલ સુધારીને બોલ..!
હાં ભૈ હાં હવે
આકાશના તારા ગણવા ગયો હતો એમ બસ્સ.!
સોફા પર ઘોઘાની બાજુમાં બેસતા ઘોઘીએ કહ્યું.
હં હવે બરોબર..
ગણ્યા.? કેટલા છે..?
ચાર પાંચ હશે...
અચ્છા બીજુ શું શું જોયું...?
ઘોઘીએ સવાલ કર્યો..
ઘોઘાએ કહ્યું.
જીવતી રાત... જાગતી રાત...
એટલે..? ઘોઘીએ ફરી સવાલ કર્યો.
ઘોઘાએ કહ્યું.
ઘોઘી જ્યારે ઘર ગલી રસ્તા અને આપણે બધા
સુઈ જતાં હોઈએ ત્યારે...
રાત જાગતી હોય છે...!
અચ્છા તો તને વરસાદ ચડી ગયો છે એમજ ને...
ઘોઘી હેરાનગતિ કરમા મને ઉંઘ આવે છે..
આમ કહી ઘોઘો સોફા પરજ ઢોઈંગ થૈ ગ્યો...
https://www.facebook.com/100002991311961/videos/2812471248862558/












No comments:
Post a Comment