એક છોકરી કે જેની સાથે અનંતે
ક્યારેય વાત પણ કરી નહોતી તેના વીષે
લખ્યું હતું કે,
એ વખતે મને ન તો કૈજ સમજ પડતી હતી.
ન તો એ વખતે મને કૈજ ખબર પડતી હતી.
"અનંત" એક છોકરી
રોજ મારા ઘર આગળથી નીકળતી હતી.
એ હસતી હું હસતો બસ નજર મળતી હતી.
એ સીવાય કૈજ હતું નૈ અમારી વચ્ચે.
ન તો અમે ક્યારેય વાત કરી હતી.
ના કદી એકાંતે મુલાકાત કરી હતી.
આવતા જતાં એક બીજાને જોવા સીવાય....
કૈજ હતું નૈ
તેમ છતાંય કૈક તો એવુ હતુજ..!
તેથી
"અનંત" યુગો વીતી ગયા તો પણ આજ સુધી
એનો ચહેરો અવારનવાર અચાનક સામે આવે છે.
અને મને ઝણઝણાવે છે તડપાવે છે.
"અનંત"
No comments:
Post a Comment