વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ સાવ અક્કલ વગરની અકડુ ચહીતી ને ફક્કડ ભાઈબંધે એ બૌ હુશીયારી મારતીતી ત્યારે આવું કાં'ક કહ્યુંહતું કે,
કેવળ રૂપાળા અંગોના કામણ શું કામના !
પ્રેમમાં હ્રદય જો હોય પાષણ શું કામના.!
હું પ્રેમની કિતાબ વાંચું 'ને તું સમજે નહીં કૈ,
તો પછી! ભેસ કને આ ભાષણ શું કામના.!
હાથમાં હોય અબીલ ગુલાલ' ને હૈયુ જો હોય
ઉદાસ, તો બેરંગ એવા આ ફાગણ શું કામના.!
તારો પ્રેમ જો મારા જીવનમાં જુસ્સો પેદા ના કરી
શકે, તો રાત આખી નાહક જાગરણ શું કામના.
"અનંત" પ્રેમમા અ કારણ તો ક્યાં કશું થાય છે.?
પણ ભીતર કશું ન થાય એવા કારણ શુ કામના.!
&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
હું આવીશ હું આવીશની રાહમાં
દૂર ઉભી તું જુવે છે મારી વાટ.
છુપાઈને ઘેઘુર ઝાડની આડમાં,
"અનંત" મગર આવુ છું જ્યારે હું,
તારી સામે, તું કરતી નથી કૈં વાત.!
આમ જુરીએ એકબીજાની ચાહમાં.
"અનંત"


No comments:
Post a Comment