વર્ષો પહેલા ભાઈબંધે લખેલી અને,
મુજ હારેલા ને હિંમત આપવા...
અડધી રાતે ખંડેર મધ્યે કહેલી વાત ..!
"અનંત" અગર જો તું ઘુઘવતો સાગર થઈ શકે..!
તો તને પણ ખળખળ કરતી નદીઓ આવી મળે..!
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
કરવી પડે છે તનતોડ મહેનત, દિવસ રાત .
સફળતા ક્યાં કોઈને માંગ્યા મુજબ મળે છે.
તમે શું માનો છો સફળતા રસ્તામાં રેઢી પડી છે?.
શાન ભાન ભુલી દિવસભર જેણે મહેનત કરી છે.
સફળતા એવા લોકોને ચાહયા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
માત્ર આભાસી સપના જોવા નથી બંધ કરી આંખો.
સપના પૂરા કરવા આંખો આ જાગી છે રાતોની રાતો.
તમે શું માનો છો ? સફળતા સૂતા સૂતા મળે છે.?
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
ના વાદળ દેખાય ના ઝાડ પાન દેખાય છે.
અર્જુનને તો માત્ર પંખીની આંખ દેખાય છે.
લ્ક્ષ્ય નક્કી કરી જો બાણ ચડાવો અર્જુન માફક,
તોજ ! લક્ષ્ય મુજબ પંખીની આંખ વીંધાય છે.
અર્જુન જેવી દ્રષ્ટિ ' ને લક્ષ્ય જે રાખે છે....
પરિણામ એમને ધાર્યા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
સફળ લોકો માફક સપના તારા પણ ફળી શકે છે.
હાં એ લોકો કરતાં પણ અધિક તને મળી શકે છે.
બસ કોઇની કઈ પણ આવડત જોઈ ઈર્ષ્યાથી દિલ ના જલાવ.
જે કરી ગયા એનાથી કઈક અનોખુ કઈક અલગ તું કરી બતાવ.
જીવનમાં સ્પર્ધા પણ જરૂરી છે,
સ્પર્ધા વગરની રમત અધૂરી છે.
તું પણ કર મસ્ત તંદુરસ્ત સ્પર્ધા
અને તારી જાતને વિકસાવ.
સમજે એના સપના જોયા મુજબ ફળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
માત્ર વાતો ના કર, કર કૈક નક્કર કૈક કર.
ના કર નકરી તું બોલ બોલ.!
માત્ર તારી જ રાહ જોઈને હજુ ઘણી-
દિશા બંધ પડી છે, જા.! ખોલ.!
જેને જેને મળે છે જ્યારે બંધ દરવાજા !
તેને ખોલી તે શકવાની ક્ષમતા મુબજ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
સમજાશે ક્યારેક તમામ સ્થિત હીશાબ છે.
વિચારો સારું તો સારું જ છે બધુ,
ને ખરાબ તો કશું છે જ નહીં.
પ્રશ્ન મનમાં કોઈ નહીં રહે પછી,
મળ્યું છે જે એ સારું છે કે ખરાબ છે.
લખવુ, બોલવું, વાંચવુ વીચારવુ કે ધારવુ સારૂ યા ખરાબ
હોય જો તમામ ની શુલ્ક તો પછી સારું કેમ નહીં..?
બાકી તો સરવાળા ને બાદબાકી જેવો
સાવ સરળ હિસાબ છે.
જેને જે જે મળે છે સારું યા ખરાબ.
છેવટે બધુ લીધા દીધા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
એક વાર આગળ વધ્યા પછી પાછળ જે જોતાં નથી.
ફરિયાદ નથી કરતાં એ નિષ્ફળ જાય તોય રોતા નથી.
મંજીલ એવા લોકોને ચાહયા મુજબ મળે છે.
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
મારુ કામ રસ્તો બતાવવાનું ,જરૂર છે તમારે ચાલવાની.
હું એ પણ જાણું છું આખરે “અજ્ઞાની” કરશે સૌ મનમાની.
અહી ક્યાં કોઈ કોઈના કીધા મુજબ કરે છે.?
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે.
"અજ્ઞાની"
બ્લાસ્ટ :-"અનંત"
દીવાસળી સળગાવી પણ શકે છે .અને પ્રગટાવી પણ શકે છે .
પણ હર હાલમાં સળગાવતા પહેલા દીવાસળીને સળગવું પડે છે.
"અનંત"
અતિ કડવા અમ્રુત
અતિ મીઠા ઝહેર.
"અનંત" દોનો અતિસે
તું બસ મુહ ફેર.
"અનંત"
March 15, 2012..
ऐ मेरे प्यारे यारो कलकी तारीख पे ना जावो...
आज जो है सामने बस उसीका लुफ्त उठावो....
સુધારા , મઠારવું , ને શણગારવું એજ મારુ કામ છે...કરવા દો ને.. :)
ઘરનો જાતે બનાવેલા ફટાકડાનો ...
બ્લાસ્ટ:-
એડિટ હિસ્ટ્રી.... એટલે ગઈ કાલ ....
ગઈ કાલ જોવામાં નથી કઈ માલ....
જવાબ નહીં જ આપે પુરુષોતમ સામે
સવાલ ઉઠશે ઉઠવા દે પ્રેમથી સવાલ...
પસંદ નથી કરતો હું કદિ ખોટી બબાલ....
સાચું કહેજો હો કે..! આ પણ છે ને કમ્માલ...? :)
"પુરુષોતમૂ"
* બ્લાસ્ટ*
દુનીયા માં એવી કોઈ વ્યક્તિ નહીં હોય,
જેણે જીવન માં ક્યારેય ભુલ ન કરી હોય.
ભુલ તો થાય અને થવી પણ જોઈએ,
કારણ કે ભુલ, એ ગુરૂ છે.! જે આપણને
ઘણુ જ્ઞાન ભાન આપે છે.!
મગર તોજ જો તમે જાતે થયેલી ભુલને
સ્વીકારવા, સુધારવા અને થયેલી ભુલથી
કૈક શીખવા સમજવા તૈયાર હોવ તો,
જીવનનાં થયેલી હરેક ભુલની કીંમત
કોઈ ને કોઈ રીતે ચુકવવી જ પડે છે.!
* અજ્ઞાની * અગર તમારા થી તમે
તમારા થી થયેલી ભુલ સ્વીકારો છો,
અને સુધારો છો તો થયેલી ભુલ વસુલ છે.!
મગર અગર થયેલી ભુલ માંથી કોઈ સબક નથી લેતા
તો આગળ જતાં તમને તમારી ભુલના કારણે થતા
નુકસાન થી કોઈ ઉગારી નહીં શકે.!
"અજ્ઞાની" તમારાથી થતી ભુલ માત્ર તમનેજ નહીં.!
મગર તમારા પરિવાર ને પણ નુકસાન કરી શકે છે.!
"અજ્ઞાની"
તે રાત્રે ભાઈબંધે એવી ફુંક મારી હતી કે,
પછી મને સમજણ અને હીંમત આવી હતી.
https://www.facebook.com/share/1YsLF56kaA/
*બ્લાસ્ટ*
"અનંત" પ્રેમ નાં આ ઉંડા દરીયામાં એજ ડુબકી લગાવે.!
ડુબવાનો જેને ડર ના હોય અને તરતા પણ ના આવડે.!
"અનંત"

No comments:
Post a Comment