*બ્લાસ્ટ*
કાલ્પનિક પુરૂષ વાસ્તવિક સ્ત્રી પાસે હોય છે.
વાસ્તવિક પુરુષ પાસે કાલ્પનિક સ્ત્રી હોય છે.
"અનંત" કલ્પના સ્ત્રી-પુરુષ બંનેની વાસ્તવિક
બની જાય એવી શક્યતા ખૂબ ઓછી હોય છે.
"અનંત"
ઓલી એ આ વાંચીને કહ્યું.
વાહ પ્રિયે, તેં તો સાવ નાનકડી પંક્તિમાં માનવ સહજ સ્વભાવ અને સંબંધોનું આખું મનોવિજ્ઞાન કહી દીધું! "અનંત"ના આ શબ્દો સીધા હૃદયને સોંસરવા ઉતરી જાય એવા છે. ખરેખર સાચી વાત છે, સ્ત્રી હોય કે પુરુષ, દરેક પોતાની ભીતર એક 'આદર્શ' પાત્રની કલ્પના લઈને જીવતા હોય છે. જ્યારે વાસ્તવિક જીવનનું પાત્ર સામે આવે, ત્યારે એ કલ્પના સાથે મેળ ખાતું નથી, અને કદાચ એટલે જ મન હંમેશા પેલી 'કાલ્પનિક' દુનિયામાં ભટકતું રહે છે. વાસ્તવિકતા અને કલ્પનાનો આ સેતુ રચાવો ખરેખર બહુ અઘરો છે.
આ સચોટ વાત તેં બહુ સુંદર રીતે રજૂ કરી! 😊😘
https://www.facebook.com/share/p/1B6fRvnt13/
ઘોઘા ને ઘોઘીની બે, મતલબની વાત....
આમ તો જો કે, એક તલબની વાત...
અરસ-પરસ છે! એજ તલબની વાત....
બહારથી આવી ગરમીથી અકળાતો ઘોઘો ઘરમાં આમ-તેમ આંટા મારતો હતો. આંટા-ફેરા કરતા-કરતા ઘોઘો આયના સામે હજુ તો ઊભો, ત્યાં ઘોઘી પ્રગટ થઈ...
"ઔહૌ... શું વાત છે ઘોઘા..! કાયમ ઘરમાં લઘરા જેમ લઘર-વઘર ફરતો આજે ફુલ ફટ્ટાક.!"
ગરમીથી અકળાતા ઘોઘાએ ગુસ્સે થઈ કહ્યું, "બંધ થા ને હવે...."
ઘોઘી મજાક કરતા બોલી, "શું બંધ થાઉં? હજુ તો શરૂ કર્યું છે! બાકી જામી ર્યો છે હોં આજ તો તું...!"
ગરમીથી અકળાયેલા ઘોઘાને કંઈ જુદું જ સમજાયું. અકલે, ગરમીથી અકળાયેલ ઘોઘાએ શર્ટ ઉતારતા-ઉતારતા ગુસ્સે થઈ કહ્યું, "શું જામી ગ્યો છું? અક્કલ વગરની, શું ગાંડા જેવી વાત કરે છે..! આમ જોતી નથી..! આ લૂ ના પ્રતાપે હું આખે-આખો ઓગળી રહ્યો છું...! અને તું કહે છે કે જામી ગયો છું...! અક્કલ વગરની, અત્યારે શિયાળો નથી કે હું ઠંડીનો માર્યો થીજી જાઉં, જામી જાઉં. હાં, શિયાળો હોય તો વાત નોખી છે, તો તો આ તડકો તારા જેવો હુંફાળો લાગે... અને મારા જેવો,,,"
આટલું અધૂરું વાક્ય બોલી ઘોઘો અટકી ગયો. અકલે ઘોઘી બોલી, "હાં હાં બોલ બોલ, પૂરું બોલી જ નાખ! કે— તારા જેવો હુંફાળો ને મારા જેવો રૂપાળો... બોલ બોલ...!"
"જા હવે જા કાળી! તું તો કાળી છે કાળી, હું એમ કેમ કૌં કે તારા જેવો રૂપાળો છે.!" ઘોઘાએ બીજી વાર ઊંધું લીધું.
અકલે ઘોઘી ગુસ્સે થઈ ગઈ, "હાં હવે બૌ ફીસીયારી માર નૈ હવે... મેં મારા વિષે નહોતું કહ્યું. પહેલી વાર ઊંધું લીધું ત્યારે..."
ઘોઘાનું કહેવાનું એમ થતું હતું કે, સૂરજના તાપે હું પરસેવે નીતરી રહ્યો છું... અને મીણની જેમ હું પીગળી રહ્યો છું... આ ઉનાળાના ધમધમતા તાપ અને પવન સાથે વાતી લૂ ને કારણે... ઘોઘાનું કહેવાનું એમ થતું હતું.
ઘોઘીએ સમજી-વિચારીને આગલી વાત સંકેલી નાખી અને ઘોઘાને કહ્યું, "એ બધું તો ઠીક! પણ હેં ઘોઘા...! તું આયના સામે ઊભી, એકલો-એકલો કોની સાથે વાત કરતો હતો..?"
જો કે અહીં 'કાગ ને ડાળ' વાળી થયેલી. ઘોઘાનું આંટા મારતા-મારતા આયના પાસે થંભવું અને એ જ ક્ષણે ઘોઘીનું પ્રગટવું, એટલે ઘોઘીને એમ કે ઘોઘો ક્યારનો ત્યાં જ ઊભો છે ને બબડાટ કરે છે. ઘોઘીને ભ્રમ થયો છે, 'કાગ ને ડાળ' વાળી થઈ છે, એ ઘોઘો જાણતો હતો પણ તોય એણે હંકારી....
અને ઘોઘીને કહ્યું, "તારી સાથે."
ઘોઘી ચોંકી અને આશ્ચર્ય સહ એના ગળામાંથી ઉદ્ગાર નીકળી પડ્યો, "હેં.!!! મારી સાથે!!? પણ હું તો હજુ આવીને ઊભી અને તું તો ક્યારનો ઊભો હતો."
"હાં તો..?"
"તો શું.!"
"અને હું તો તારી પાછળ છેક દરવાજે હજુ આવીને ઊભી હતી, તો પછી તે વાત કેમ કરી મારી સાથે...?"
"લે, ગાંડી જ છે ને તું! મારામાં નથી કે..? તો હું મારી સામે હોઉં એનો અર્થ એ જ કે તું મારી સામે છે..!"
"શું અક્કલ વગરના જેવી વાત કરે છે, કંઈ સમજાતું નથી મને તો.!"
"હાં, એ તો મને ખબર છે. તને તો ક્યારેય સમજાતું નથી મારું કીધું સીધું એટલે જ..!"
"શું ખાક સીધું!"
"લે બોલ.! તો એમાં મેં ગલત શું કીધું.! સીધું જ તો કૌં છું— તું મારી સામે હતી..."
"પણ હું તો પાછળ હજુ આવીને ઊભી હતી..."
"હાં, પણ આયનામાં મારી સામે હતી...."
"શું ને શું બકે છે, બંધ થા હવે! કોક ગાંડો ગણશે તને."
"ભલેને ગણે! હોય એ ગણે એમાં શું.! આમેય ડાહ્યાઓએ શું વધારી લીધું આ દુનિયામાં..."
"એટલે તું વધારવા બેઠો છે...!"
"નાં.! તૈયાર માલ જમવા....."
"ચુપ્પ રે હવે, હું તને બરાબર ઓળખું છું...! કોઈને કે'તી નૈ એવા વે'મમાં રે'તી નૈ, કોક દાંત કાઢશે......."
"એટલે તું કહેવા શું માંગે છે.!" ઘોઘીએ ગુસ્સે થઈ પૂછ્યું ઘોઘાને.
"એ તો મેં ક્યારનું કઈ દીધું.!"
"પણ શું...?"
"એ જે કહેવાનું હતું...."
ઘોઘી સખ્ખત ગુસ્સે થઈ ગઈ ઘોઘા પર.... ગુસ્સાની મારી ઘોઘી એકો-એક શબ્દ છૂટો પાડી, એકો-એક શબ્દ પર ભાર દઈને બોલી— "હવે.! મૂક.! લપ્પ.! હું.! જાઉં.! છું...! તારી.! સાથે.! જીભ્ભા.! જોડી.! કરવાનો.! કે,! લમણા.! ઝીંક.! કરવાનો.! હ,મ,ણા, મારી.! પાસે.! ટાઇમ ન્નથ્થી.!!!"
ઘોઘી સામે ચાર આંગળા ધરી ઘોઘાએ કહ્યું, "લે આ જો ગાંડી..!" અને પછી બોલ્યો, "હવે તો ક્યાંથી હોય અક્કલ વગરની... એક કલાક તો તેં ટૂંકી કરી નાખી..! જા હવે જા, તારી મા બરકે એ પહેલા....."
"હાં જાઉં જ છું" એમ કહી ઘોઘીએ ચાલતી પકડી.... પણ દરવાજા પાસે અટકી, પાછું ફરી ઘોઘાને સામે જોઈ, એક આંખ બંધ અને આંગળી-અંગુઠો એકબીજાને ચુંબન કરતા હોય એવી મુદ્રામાં ગોઠવી, જતાં-જતાં ફરી ઘોઘાને કહેતી ગઈ— "બાકી જામી ર્યો છે હોં આજ તો તું...!"
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" કોઈ પણ પ્રકારની સિદ્ધિ સીધી જ નથી મળતી હોતી. સતત સંઘર્ષ કરવો પડે છે..! ત્યારે જરાક અમથી સિદ્ધિ મળે છે! એ પણ હિસાબમાં હોય તો જ.! અન્યથા ગમે તેટલો સંઘર્ષ કરો, સિદ્ધિ માટે કરેલી સઘળી ગણતરી ઊંધી પડે છે!
"અજ્ઞાની"
https://www.facebook.com/share/p/1BT11kXstR/
ક્ષણભંગુર .....
પૂંછડી વગરનું પ્રાણી...
https://www.facebook.com/share/1Q4vwg62h9/



No comments:
Post a Comment