વર્ષો પહેલા....
ભાઈબંધ મીજાજ મુજબ કહેતો કે,
"અજ્ઞાની" ભઈ હું તો મંદિરે જતો નથી ....
પણ જે જતાં હોય એને હું રોકતો નથી....
હું તો જે જોઉ છું અનુભવું છું, તે કહું છું.
વ્હાલા! હું ક્યારેય કોઈને ટોકતો નથી .!
"અજ્ઞાની"
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મંદિરે જે ના જતાં હોય તેથી કેટલા દૂ:ખી થાય છે.?
'ને મંદિરે જનારા કહો ભલા..! કેટલા સુખી થાય છે.?
હાં દંભ કે દેખાડા જ જો કરવા હોય તો વાત નોખી છે.
બાકી તો શ્રધ્ધા જો હોય ઈશ્વર ઘરમાંજ મળી જાય છે.
કોઈ સૂતા સૂતા પણ સુખ મેળવે સઘળું. કોઈ કરે છે,
દિવસ રાત મહેનત સખત છતા પણ.! દૂ:ખી થાય છે.
સુખ કે દૂ:ખ તો કર્મને આધીન છે બસ. દીધું લીધું, જે જે
તે તે. મળે પહેલા, વચ્ચે યા અંતે.! રોજનીશી લખાય છે.
કોણ રહ્યું છે અમર જરા કહેશો આ જગમાં.ધરતીમાં
કોઈ દફન થાય છે.! તો કોઈ અગ્નિમાં બળી જાય છે.
મંદિરે જે જતાં હોય છે એ બધા પણ ઊકલી જાય છે.
“અજ્ઞાની”ના જતાં હોય એ પણ અંતે ગુજરી જાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અજ્ઞાની"
બ્લાસ્ટ :-
એક વખત અનંતને એની કોઈ નવી નવી ચહિતીએ પૂછ્યું કે ,
અનંત હું તમને શું કહું તો ગમશે...?
તમે કહું તો ગમશે કે તું કહું તો ગમશે ..?
ત્યારે અનંતે જવાબમાં બે અર્થમાં કહ્યું કે ,
'તું' કહીશ તો પણ ચાલશે ..?
તમે જેમ ચાહો તેમ બોલાવો મને ચાલશે ..
પણ..!
'તમે' અંતર રાખશે ...'તું' નજીક લાવશે ...
હું ત્યારે સમજી જઈશ તું હ્રદયની નજીક છે..!
જ્યારે તમે પરથી વાત તું પર આવશે.. !
પેલી કશું સમજી નહીં અકલે એણે અનંતને કહ્યું .
હું સમજી નહીં ..!
ત્યારે ભાઈબંધે પેલીને સમજાવતા કહ્યું ..!
"અનંત" અનહદ પ્રેમની જેમ જેમ વધે છે માત્રા...
તેમ તેમ, "તમે" માથી "તું" ની શરૂ થાય છે યાત્રા..
"તમે" થી રહીએ થોડા દૂર દૂર ...
"તમે" ની વચ્ચે હોય છે એક હદ.
પણ "તુ" નજીક લાવે 'તું' નજીક લાગે ...
જ્યારે તું મને 'તું કહીને બોલાવે ...
'તું' અનંત..પ્રેમ છે..! 'તું'' જ પ્રેમ અનહદ....
પછી અનંતે પેલીને પૂછ્યું .
હુ જે પણ કહુ છુ તને, તુ સમજે છે કે નહી.?
પેલી એ કહું 'ના'
અકલે ભાઈબંધે કહ્યું.
આજ નહી સમજે જો તુ તો સમજશે કદિક.!
"અનંત" આજ સમજી શકે તો સમજ જરીક.!
"તમે" અંતર રાખે અને "તુ" રાખે સાવ નજીક.!
"અનંત"
ભાઈબંધ અનંતે વર્ષો પહેલા અનેક અર્થમાં..!
આવુ કાંક..!
એની કોઈ ચહીતીને કહેલું .
એક દિવસ ...
અનંતનીની એ ચહીતી અનંતથી જરાક અમથી દૂર ગઈ...
અને અનંતે પેલીને અન્ય સાથે વાત કરતી જોઇ....
અકલે એ મનમાં ખૂબ અકળાયો પણ કશું બોલ્યો નહીં .
બસ પેલી સામે આવી ત્યારે વાત વાતમાં તેને તમે કહીને બોલાવવા લાગ્યો ...
અકલે પહેલા જે વાત અનંતે તેની ચહિતીને સમજાવેલી,
પણ પેલી સમજી નહોતી તે વાત તેને સમજાઈ ગઈ ...
અને અનંત કેમ અચાનક 'તું' માથી 'તમે'પર આવી ગયો એ પણ સમજાઈ ગયું
અકલે કે 'તમે' અને 'તું' વચ્ચેના અંતર નો ભેદ ઊકલી ગયો ...
અકલે પેલીએ કાનની બુટ પકડી "અનંતની"
અને સોરી કહ્યું અકલે વાત પતી ગઈ,
એમ માનવું ભૂલ ભરેલું છે ...
એકજ સવાલ બસ તમે દૂર ગયાજ શું કામ ...???
એની સાથેજ હળો મળો જાવ ..!
તમે મારી સાથે વાત ના કરો ..
અંતે પેલીએ જ્યારે પોતાના બેઉ કાનની બુટ પકડીને કહ્યું કે ,
ભૂલ થઈ ભોળાનાથ ...
હવે તો કરો માફ ...!
ત્યારે ભાઈબંધે એકલુજ કહ્યું કે,
'તું'
પછી શું કહ્યું એ મન નથ ખબર....