તો પહેલા મારો પરિચય.....
હું માત્ર આઠ ચોપડી પરાણે પાસ છું.
આજ સુધી મને ખુદને પણ એ નથી સમજાયું કે મને માસ્તરો કેમ પાસ કરતાં
રહ્યા આઠમી સુધી.
નહીં તો મને ખબર છે કે. હું પોણા પેપર કોરા જ મૂકી આવતો ને પછી ઘેર
આવી રડતો .. એ..એ..એ... મને કશું આવડ્યું નહી .
હું કોરા પેપર મૂકી આવ્યો છું?
ઘેર જઇ હું આ સત્ય શ્વિકારી લેતો.....
તો પછી માંસ્તરોએ મને પાસ કેમ કર્યો ???
બની શકે એ પણ મારી જેમજ હોય અભણ હોય,
યા તો પછી એમને મારી દયા આવી હોય કે ..
છોકરો ડાયો છે રૂપાળો છે, ભલે ભણતો...
ભણતો ના હોય પણ ગણતો હોય એવું તો લાગે જ છે.
લાવને પાસ કરી નાખું.
પણ સાચું કહું મારુ ગણિત પણ સાવ કાચું છે
તો હું ગણુંય શું ?
હાં મને હિશાબ સમજાય પણ એકજ .
” જેવુ કરો તેવું પામો એવું લણો જેવુ વાવો”
બસ આ એકજ હિશાબ મને જિંદગીમાં સમજાયો......
અને કહેવાય છે કે ..
"કા પૂર્ણ જ્ઞાની સારા કાતો સાવ અજ્ઞાની સારા પણ અર્ધ જ્ઞાની અઘરા”
કેમકે આવા મારા જેવા અર્ધ જ્ઞાની પોતે પણ દૂ:ખી થાય ને બીજાને પણ કરે...
મને ઘણી વાર એવું લાગે છે . કે,
મારા આવા અર્ધ જ્ઞાનને કારણે ઘણાને તકલીફ પડે છે.
બસ આ જ મુદો છે આજનો કે મારા કારણે કોઈકને ખૂબ તકલીફ પડી..
હવે શું તકલીફ પડી એ વિગત વાર કહેવું પડશે...
મારી એ આદત છે કે,
જો કહેવું તો વિગત વાર અને એ રીતે કહેવું
બધા સમજી શકે , નહીં તો ના કહેવું ,
એવું શું કહેવું અર્ધ જ્ઞાની જેવુ હે ?
No comments:
Post a Comment