"એના જીવનના સંઘર્ષ ની સત્ય ઘટના"
^^^^^^^^^^^^^^^^^^^^
મહેનત,મજદૂરી ને મજબૂરીના એ દિવસો
અને એના કારણે
ત્યાગેલી સહજ ઈચ્છાઓ
એ દિવસો તે આજ
પણ નથી ભૂલી શકતો.
બહાર ધોધમાર
વરસાદ ચાલુ અને એ પોતાના
કામમાં
મસગુલ.હતો એટલમાં તો ......
ધોધમાર વરસાદમાં
પલળતા પલળતા
મિત્રો આવીને..
અલ્યા ચાલ ચાલ વરસદમાં
નહાવા નથી આવવું
?
કશું જ બોલ્યા
વગર લાચાર નજરે મિત્રો સામે જોઈ.
ચુપ ચાપ પોતાનું
કામ કરવા માંડે છે.
વરસાદમાં
ભીંજાયેલા મિત્રો અંદર આવીને
અલ્યા સાંભળતો
નથી કે ?
એ અંદર હતો છતાં
પણ પલળેલો હતો.
એક મિત્રએ
આશ્ચર્યથી પૂછ્યું અલ્યા છત તૂટેલી છે કે?
બીજો બોલ્યો...
કે નળીયા ચૂવે છે.?
એ નીચું જોઈ જાય
છે. મિત્રોની મજા ના બગડે માટે.
બધા મિત્રો એની
મસ્તીમાં....
અને આ મૌન .....
અંદર અંદર રૂએ છે.
આંખો લાલ તગ
તગ...
એ પરસેવે લથ
બથ...
"અનંત"
*ઝંખના*
~~~~~~~~~~~~~~~~~~~
એ !પ્રેમ તારા
જ ખોળામાં પોઢાળી દે !
ને ! હુંફ તુ
મુલાયમ ચાદર ઓઢાળી દે!
"અનંત"છેલ્લી ખ્વાહિશ, સવાર પડે ને ;
હળવો ચીટકો ભરી
મને કોઈ ઉઠાળી દે!
“અનંત”
No comments:
Post a Comment