ઘોઘો આરામથી સામે પડેલી ટીપોય પર પગ લંબાવી ,
જૂના ઝર્ઝરિત સોફા પર બંને હાથ પર માથું અઢેલી બેઠો છે....
ઘોઘી ફૂલફટાક તૈયાર થઈને ઘાઘરા ચોળી પહેરીને ઘોઘાના દરવાજે આવી ઊભી રહી.
રોજ સાંજ પડ્યે ઘોઘાના ઘરમાં ઘોઘાને મળવા દોડી આવતી ઘોઘીએ આજે બારોબારથી દરવાજે ઊભી
હાઉકલી કરી બૂમ પાડી ..
ઘોઘા.... એ ...ઘોઘા .. હું જાવ છું હો ને.....!
ઘોઘો અંદરથી પૂછ્યું ....
પણ અંદર આવ્યા વિના જ ?
હાં... મારે મોડુ થાય છે..!
ક્યાં જવું છે ...?
દર્શન કરવા ...!
તો માલિપા આવીને કરિલે ને કોણ ના પાડે છે .ઘોઘાએ ઘોઘીની ફિલમ ઉતારી...!
એક તો મને ઉતાવળ છે ને તું ..
આમ બબડતી રૂમજૂમ કરતી અંદર આવીને ઘોઘી ,
ઘોઘા સામે આંગળીમાં ઓઢણી નો છેડો રમાડતી ઊભી રહીને છણકો કરતાં બોલી
તારા તો રોજ કરું છું !
તો આજે શું વાંધો છે...? ઘોઘાએ વાયડાય કરી...
ઘોઘી છેડાઈ ચિડાઈને બોલી ...
ઘોઘા તું મગજમારી ના કર મને મોડુ થાય છે મારી સખીઓ રાહ જોતી હશે મને જવાદે ... !
પણ એતો કહે કે તું આજે કોના દર્શન કરવા જાય છે ?
મંદિરમાં દેવના દર્શન કરવા જાઉં છું ..!
એ.....મ....
કે....મ...? સૂર લંબાવીને ભારમાં બોલે છે... ?
લે બોલ હું તો સાવ હળવો ફૂલ છું ..! અને હળવાશથી તને ખાલી પૂછું છું કે તું...
દર્શન કરવા જાય છે કે કરાવવા ...?
મતલબ...? તું કહેવા શું માંગે છે હે...? ઘોઘી ગુસ્સે થઈ ગઈ.
કહેવા ... કહેવાનું શું હોય ...હું તો ખાલી એમ પૂછું છું કે આમ સજી ધજીને તું....
દર્શન કરવા જાય છે કે પ્રદર્શન કરવા... ?
ઘોઘાએ અટકી અટકીને અંતે કૈ જ દીધું ..!
એટલે ..? એટલે.. તું કહેવા શું માંગે છે હે ! હું ગામને દેખાડવા જાઉં છું ...?
હાસ્તો ... આ તો મારો ભાઈબંધ કહેતો કે ....
"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે "
ઘોઘી ધબ્બ દઈને ઘોઘાની બાજુમાં સોફા પર બેસી ગઈ...!
લે બેસી કાં ગઈ જા, જા , તારે પ્રદર્શન કરવા નથી જવું ...?
ઘોઘી ભાર પૂર્વક બોલી. ના ..! નથી જવું .
પણ તારી સખીઓ ...
ઘોઘા ને આગળ બોલતો અટકાવી ઘોઘી બોલી ,
પહેલા મને તું તારા ભાઈબંધે બતાવેલો દર્શન અને પ્રદર્શનનો ભેદ સમજાવ ...
લે બોલ એ તો ક્યારનું મે સમજાવી દીધું તને હજુ નથી સમજાયુ..!!?
ના.! હું તારા જેવી અક્કલ વગરની નથી કે આટલું સરળ મને જલ્દી સમજાય જાય...
ઘોઘો મુંજાય ગ્યો.. ઘોઘી શું બોલી એ એને સમજાયું જ નહીં ..
એટલે માથુ ખંજવાળવા લાગ્યો .....
બોલ ,બોલ જલ્દી બોલ !
ઘોઘી ના કોયડા જેવા જવાબને ઉકેલતો ઘોઘો ઝબકી ને ...
હ , હ ,હાં હાં.. કૌ છું જરા શાંતિ તો રાખ .
રાખી . હવે બોલ !
કઈ નૈ તું જતી હતી એમાં બેઉ આવી જતું હતું ... !
હવે મુંજાવાનો વારો ઘીઘીનો હતો...
ઘોઘી મુંજાઈને ઘોઘા સામે જોતાં બોલી , શું..શું ..ફરીવાર કહે તો...!
મારી પાસે તારા જેટલી બુધ્ધિ નથી કે ફરીવાર બોલું ...
ઘોઘીએ ઘોઘા સાથળ પર ચીંટિયો ભર્યો....
પીડાનો માર્યો કણસતા કણસતા ઘોઘો બોલ્યો.
ઑ..ઑ...કૌ..કૌ...કૌછું હવે પણ તારી આંગળીની ચીપટી તો છોડ ...
ઘોઘીએ ચીપટી છોડી . બોલ હવે જલ્દી બોલ નૈ તો...
ઘોઘીના ચિંટીયાના કારણે ચચરતી સાથળ પર હાથ ફેરવતા ફેરવતા ઘોઘો બોલ્યો.
સાંભળ ઘોઘી ધ્યાનથી સાંભળજે બીજી વાર નૈ કૌ કૈ દૌ છું ..!
ઘોઘીને જાણવાની ખૂબ ઉત્સુકતા હતી છતાં બોલી .
હાં હવે બીજી વાર સાંભળવું છેય કોને એક વારમાં તો બૌ થૈ જશે... !
અચ્છા તો સાંભળ એ કહેતો કે દર્શન કરવા જવું પડે ,
અને પ્રદર્શન કરવા જવું પડે .
ઘોઘી ગુસ્સે થઈ શું ગોટાળા વાળે છે !
દર્શન કરવા જવું પડે ,
અને પ્રદર્શન કરવા જવું પડે .
એ તો બધુ એનું એ થયું એમાં અલગ અલગ કે તફાવત જેવુ ક્યાં કશું તે કહ્યું ...
ઘોઘો પોતાની ને પોતાની આંગળી હોઠ પર હાથ ફેરવવા લાગ્યો..
ઘોઘી ઘોઘા સામે જુવે છે ઘોઘો છતને તાકે છે.
અલ્યા બોલને હવે તું કહેવા શું માંગે છે...!
ઘોઘો થોથવાયો ...
ઘોઘી..ઘોઘી... સાચું કૌ મને જે કહેવું છે એ તને કહેતા નથી આવડતું .
અરે... પાગલ થઈ ગયો છે કે ! તને જે કહેવું હોય એ મને કહેતા ક્યાથી આવડે..!
પણ..પણ.. હું એમ નથી કહેતો ,
શું એમ નથી કહેતો ? એમ નથી કહેતો તો કેમ કહે છે ?
તો ચૂપ રહું હે ઘોઘી હું ચૂપ રહું ?
કેમ મે ક્યાં ચૂપ રહેવાનુ કહ્યું....?
હાં તે કહ્યું ને ...
ઘોઘા... હવે બૌ લાંબી ના કર, જે કે'વું હોય એ જલ્દી કે'
હ,,હાં,,, તો હું એમ કહેવા માંગુ છું કે હું એને જે કહ્યું એ હું તને સમજાવી નથી શકતો...
મને એટલું જ યાદ છે કે એ કહેતો કે ...!
"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે...." બસ..!
અંતે ઘોઘી કંટાળીને ઊભી થઈ ઘર ભેગી થઈ ગઈ...
(ક્રમશ : ) .................
આગે સે ચલી આ રહી હૈ...:)
હું ઘોઘા ઘોઘીની વાતો ની વાત કરું છું ....:)
.... અંતે ઘોઘી કંટાળીને ઊભી થઈ ઘર ભેગી થઈ ગઈ...
ઘોઘાએ ધાર્યું હવે ઘોઘીના દર્શન અઠવાડીયા સુધી દુર્લભ થઈ જશે...
પણ એવું કશું જ ના થયું ઘોઘાની ધારણા ત્યારે ખોટી પડી જ્યારે ઘોઘી રાબેતા મુજબ
ઘોઘા માટે ચાય લઈને હાજર થઈ ...
ટીપોય પર ચાય મૂકી ઘોઘી સોફા પર ઘોઘાની બાજુમાંજ બેસી ગઈ ...
ઘોઘો જરા ખસકી ગયો...
અને ઘોઘીનો પીતો ગયો .....
ઘોઘાની સાથળ પર ટપલી મારતા બોલી કેમ,
આઘો આઘો ભાગે છે ખાય નથી જવાની કઈ તને !
ઘોઘો ચિડાઈને બોલ્યો ખાય જાતો એક કામ પતે..!
પણ તું છે કે જ્યારે બાજુમાં બેસે ત્યારે તારા હાથ સખણા નથી રહેતા,
યાતો તારા હાથ ટપલી મારવાનું યા તારી નાજુક નમણી.
પાતળી પાતળી આંગળી તીણા તીણા ચીટીયા ભરવાનું કોઈને કોઈ બહાનું શોધે કાઢે છે ...
એક તો તેદિ વાળો ચિટિયો ચચરે છે ને ઉપરથી તે એના પર જ ટાપલી મારી આમ કહેતા ઘોઘો
પોતાની સાથળ પંપાળવા લાગ્યો...
બસ બસ હવે બૌ ફિસિયારી ના માર એવું તે કાય મે તને જોરથી નથી માર્યું હો..
આમ બોલતા ઘોઘીએ ટીપોય પરથી ચાયનો કપ ઉપાડી ઘોઘાના હાથમાં પકડાવી દીધો .
લે ચાય પી નૈ તો ઠરી જશે તો ફરી મારે ગરમ કરવા જવું પડશે...
લે તું ચાય પી હું તને સાથળ પર હાથ ફેરવી દૌ એટલે ચચરાટ મટી જશે...
કપ શીખે આઘો ખસતા ઘોઘો બોલ્યો ના, ના રેવા દે, ઘોઘી તું તો રેવાજ દે....
નૈ તો ત્યાથી ચચરાટ મટશે ને બીજે ક્યાક થશે...
આંખ નચાવતી ઘોઘા સામે જોતાં ઘોઘી બોલી ઘોઘા કાલે તે મારી આંખો ઉઘાડી દીધી હો બાકી ...
ઘોઘાએ ચાયનો ખાલી કપ ટીપોય પર મૂકી ઘોઘીને કહે તારો ગોઠણ બતાવ તો ક્યાય વાગ્યું
બાગ્યું તો નથી ને...
આમ કહી ઘોઘો સોફા પર બેઠા બેઠા જ વાંકો વળીને ઘોઘીનો ગોઠણ તપાસવા ઘોઘીની સલવાર
ઊંચી કરવા જાય છે ત્યાજ ઘોઘી ઘોઘાના હાથ પર ટાપલી મારતા ખીજાઈને બોલી ...
અરે ..અરે મુવા શું કરે છે શરમાતો નથી ..! જોકે મનમાં તો ઘોઘી લજવાઈ ને ખુશ થતી હતી ...
અરે પણ હું તો ખાલી જોતો હતો કે તને ક્યાય વાગ્યું તો નથી ને, એમાં શું આમ ગુસ્સે થાય છે !
ઘોઘીએ કહ્યું અરે ઘોઘા.. પણ મને વાગે શું કામ ?
ઘોઘો કહે કેમ તે હમણાં કહ્યું ને કે મે તારી આંખ ઉઘાડી !
તો એનો અર્થ એ કે ઉઘાડયા પહેલા તારી આંખો બંધ હતી,
તો મને થયું કે બંધ આંખે ચાલતા ચાલતા તું ક્યાક પડી આખડી હોય , તો તને વાગ્યું હોય ...
શું સાવ ઘેલા જેવી વાતો કરે છે....
સાચે તે નામ સાર્થક કર્યું ઘોઘા...
હું તો , તે કાલે તે, જે દર્શન અને પ્રદર્શન વાળી વાત કરી એના અનુસંધાનમાં બોલી હતી ....
ઘોઘો :- અ ,હા , અચ્છા,,, અચ્છા .... મને એક કે...
ઘોઘી :- શું તને એમ કે.... ખરો છે તું પણ...
ઘોઘો :- પણ ઘોઘી તારી આંખ મે નથી ઉઘાડી,
એ તો મારી જેણે ઉઘાડી એનીજ મે તો માત્ર તને વાત તારી આંખ ઉઘાડનાર એ વિચાર મારો
નો'તા ભાઈબંધના હતા ...
બાકી મારુ ચાલે તો હું તો તારી આંખો બંધ કરીને...
ઘોઘીએ મનોમન ઝણ ઝણતા એક સાથે ત્રણ ત્રણ ઘોઘાને પૂછ્યું,
શું હે ? શું કરે હે ઘોઘા તું મારી આંખો બંધ કરી ને શું કરે ...?
ઘોઘો કહે થપો... તું દે દાવ ને હું સંતાય જાવ ...
ઘોઘાએ જે કરવા ધાર્યું 'તુ અને ઘોઘીએ જે સાંભળવા ચાહયું 'તું એ ના કહ્યું.... :)
ઘોઘી :- અચ્છા ચલ હવે હું પૂછું એનો જવાબ આપ ...
ઘોઘો :- બોલ ..!
ઘોઘી :- મને એક પ્રશ્ન થાય છે કે...
ઘોઘો :- કે....?
ઘોઘી :- કે મને પ્રશ્ન કેમ થાય છે...?
ઘોઘો પોતાની ચિબુક ખંજવાળતા ઘોઘી સામે જોવા લાગ્યો પણ તે ઘોઘી સામે નહોતો જોતો,
પણ વિચારમાં ખોવાઈ ગયો જાણે કશું યાદ કરતો હોય...
ઘોઘી બોલી મારી સામું શું જુવે છે મારા પ્રશ્ન નો જવાબ આપ..!
જાણે ઊંડી તંદ્રામાથી જાગતો હોય એમ આંખ પટપટાવતા,
હવે ખરા અર્થમાં ઘોઘી સામે જોઈ ઘોઘો બોલ્યો ...
હા તો ...આમ કહી ઘોઘો અટક્યો ઘોઘીને એમ કે હમણાં ઘોઘો એના પ્રશ્ન નો જવાબ આપશે ....
પણ જવાબ આપવાના બદલે ઘોઘાએ ખુલાસો આપ્યો
જો ઘોઘી પહેલા તો હું તને તને એ કહી દઉં કે હું તારી સામે નહોતો જોતો સમજી ...!
ઘોઘી ચિડાઇને બોલી જાને ખોટાળા તારી નજર મારી સામે જ હતી અને હું જ તો તારી સામે હતી,
બીજું તો કોઈ હતું નહીં તો પછી....!!?
ઘોઘો :- અક્કલ વગરની હું તારા પ્રશ્નનો જવાબ આપવા ભાઈબંધે કહેલી વાત યાદ કરતો હતો ...
ઘોઘી પોતાને થયેલા અને ઘોઘાને કરેલા પ્રશ્નનો જબાબ સાંભળવા ખૂબ ઉત્સુક હતી...
ઘોઘી :- હા તો બોલ ઘોઘા તને યાદ આવ્યું....
ઘોઘો:- હ,,હા,,હા,,,યાદ આવ્યું ...
ઘોઘી :- હા તો જલ્દી બોલ ! નૈ તો હમણાં મારી માં હાકલ મારશે તો મારે ઘેર જવું પડશે ...
ઘોઘો :-હા તો ભાઈબંધ કહે તો કે...
હજુ ઘોઘો જવાબ આપવા જાય છે ત્યાં ...
ઘોઘી....એ ...ઘોઘી.... હાલ દીકરી હાલ હવે બૌ વાર થઈ હજુ તારે રસોઈ કરવાની છે....
ઘોઘી સટાક દઈને સોફા પરથી ઊભી થઈ ગઈ...
ગુસ્સે થઈ ઘોઘા સામે જોતાં બોલી જો મે કહ્યું હતું ને ...
ઘોઘો મજાક કરતાં કહે હા હો તે કહ્યું હતું , તારી ભવિષ્ય વાણી સાવ સાચી પડી,
તો.... આજથી તું ભવિષ્ય વેતા બસ ! રાજી..?
આમ બોલી ઘોઘો હસવા લાગ્યો...
હું જાવ છું કહી ઘોઘીએ ગુસ્સે થઈ ચાલતી પકડી...
ક્રમશ :-
:-બ્લાસ્ટ:- અજ્ઞાની ..
"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે."
કોઈ જોવા આવે એને દર્શન કહેવાય .
"અજ્ઞાની" લેજો...:)
અને સામે ચાલી બતાવવા જઇયે એને પ્રદર્શન કહેવાય..."
આ સાથે મે કતિરાએ કરેલ પ્રદર્શનનો એક નમૂનો રજૂ કર્યો છે. દર્શન કરી
"કાલ હોય કે ના હોય ..:)
યે ભી ! આગેસે હી ચલી આ રહી હે....:)
ઘોઘો ઘોઘીના પ્રશ્નનો જવાબ આપવામાં ખૂબ વિલંબ કરેતો હોય,ઘોઘીએ ઘોઘાને ચેતવ્યો પણ ખરો કે ...
અંતિમ સંવાદ >>>>
ઘોઘી પોતાને થયેલા અને ઘોઘાને કરેલા પ્રશ્નનો જબાબ સાંભળવા ખૂબ ઉત્સુક હતી...
ઘોઘી :- હા તો બોલ ઘોઘા તને યાદ આવ્યું....
ઘોઘો:- હ,,હા,,હા,,,યાદ આવ્યું ...
ઘોઘી :- હા તો જલ્દી બોલ ! નૈ તો હમણાં મારી માં હાકલ મારશે તો મારે ઘેર જવું પડશે ...
ઘોઘો :-હા તો ભાઈબંધ કહે તો કે...
હજુ ઘોઘો જવાબ આપવા જાય છે ત્યાં જ ઘોઘીની માં હાકલ મારે છે અને ઘોઘી ગુસ્સે થઈ
હું જાવ છું કહી છમ છમ કરતી ચાલતી પકડે છે....
આગળ....
હવે તો નક્કી અઠવાડીયા સુધી ઘોઘી નહીં જ દેખાય કોણ જાણે ક્યાથી આવા પ્રશ્નો એના નાનકડા ભેજામાં
આવે છે સમજાતું નથી.
આમ બબડતો બબડતો ઘોઘો પાણી પીવા પાણીયારા તરફ જાય છે ..!
પાણી પી ને ઘોઘો ઘરમાં આમ તેમ આંટા મારતા મારતા વિચારે છે , હવે ઘોઘી તો આવવાની છે નહીં તો
મારે પછી મારે અહી ઘરમાં આંટા ફેરા કરવાનો કોઈજ અર્થ નથી,
એના કરતાં તો બહાર ખુલ્લી હવામાં ચક્કર મારતો આવું સાલું અમથે અમથું એના વગર ગુંગણામણમાં
રહેવું એના કરતાં તો બહારજઈ એકાદ બાગમાં લાકડાના બાંકડા પર બેસી,
એ...યને ખુલ્લી હવામાં ઊંડા સ્વાસ લઉં તો સ્વસ્થ્ય સારું રહેશે...
આમ વિચાર કરી ખીટી પરથી શર્ટ ઉતારી પહેરી આમ તેમ આંટા મારતા મારતા બટન બિડતા
બિડતા બબડવા લાગ્યો આજ નહીં તો અઠવાડીયા પછી ઘોઘી જવાબ માંગવા તો આવશે જ ...!
ખૈર ત્યારની વાત ત્યારે ઘરની બહાર નીકળ અત્યારે.... મનો મન પોતાને જ કહ્યું .
મનોમન આમ બબડતો ઘોઘો સ્લીપર પહેરી બહાર નીકળવા જાય છે,
ત્યાં જ ઘોઘી પ્રગટ થાય છે ...
ઘોઘા આમ છટકીને જાય છે ક્યાં ...? ઘોઘીએ સીધોજ પ્રહાર કર્યો ને ઘોઘો ઠાર.....
ઘોઘાની ધારણા ફરીવાર ખોટી ઠરી ....
આશ્ચર્ય સહ ઘોઘો બોલ્યો લે તું આવી..! મને એમ કે...
એક હાથ કમર પર ટેકવી બીજા હાથની આંગળી ઘોઘાની ચિબુક પર અડાડી,
રુઆબભેર ઘોઘી બોલી ..
તને એમ કે હવે હું નૈ આવું હે..! એમ..હે !
એમ હું તને છટકવા દઉં એમ તું માને છે ? તો તારી ભૂલ છે અંત સુધી પીછો નૈ છોડું તારો સમજી
લેજે ઘોઘા.! હજુ ઘણા અધૂરા હિસાબ સરભર કરવાના બાકી છે સમજ્યો...
છૂટકો જ નથી ને એ તો સમજ્યા વિના, < આ ઘોઘો મનોમન બોલ્યો....
મોમાંથી માત્ર હં , હં...હા એ તો છેજ ને એટલું જ બોલી શક્યો ...
તું જતો ક્યાં હતો એ તો કે' ...
બહાર ફરવા ખુલ્લી હવા શ્વાસમાં ભરવા....
ઘોઘીએ નાઈટ ડ્રેસમાં સજ્જ છે. ગુલાબી ગાઉન પહેર્યું છે ઢીલો ઢીલો અંબોડો વાળ્યો છે,
મસ્ત લાગે છે હો ઘોઘી તું રાતના,
ઘોઘાએ ઘોઘીના વખાણ કરવામાં બાફયુ ઘોઘીએ એ માપ્યું અને
ઘોઘાને પૂછ્યું તો શું દિવસે હું ભૂંડી લાગુ છું ...?
ના,,ના,,ના રે .. મ, મ,,મે એવું ક્યાં કહ્યું ઘોઘી તું,,તું તુંતો દિવસે પણ રાત જેવી જ લાગે છે...
શું ક્યારનો બાફે છે , મારા વખાણ કરવાનું રેવાદે તને નૈ આવડે , તું તારા અફાલ જો...!
કેમ મારામાં શું વાંધો છે ?
શું વાંધો નથી તારામાં એ પૂછ ! માલામાં શી વાંધો છે વારી .. ઘોઘીએ ઘોઘાના ચારા પાડ્યા ...
અચ્છા..! તો શું વાંધો નથી મારામાં એ કે', તો મનેય ખબર પડે ને હું રાજી થાઉં..
બાકી મને તો કાયમ મારમાં વાંધાજ છે એવું લાગ્યા કરે છે...
અક્કલ વગરના મને લાગતું નથી પણ દેખાય પણ છે ....
શું દેખાય છે ..?
વાંધા...! બીજું શું .!
એજ તો હું કહું છું ...
એજ તો કહું છું શું આમ જો ! કહેતા ઘોઘીએ ઘોઘાને કાંડેથી પકડી ઘરમાં ખેંચ્યો ને કહ્યું આ જો તારા
શર્ટના બટન જો ...!
ઘોઘો સાચે પોતાના શર્ટના બટન જોવા લાગ્યો પછી ઘોઘી સામે જોઈને કહે મને ખબર છે એમાં તે
નવું શું કહ્યું ! બટન અલગ અલગ કલરના છે એજ ને ! બીજું શું ! ,
છે તો છે ! એમાં હું શું કરું, મારી પાસે જે કલરના હોય એજ ટાંકું ને... !
ઘોઘાના લમણે ચાર આંગળી વડે ધક્કી મારતા ઘોઘી બોલી ,
ઘોઘા...ઘોઘા...! સાવ ઘોઘોજ છે તું...! તને બીજું કશું નથી દેખાતું .!?
આ જો..જો તારા શર્ટના બટન જો ! તે કેમ બિડ્યા છે ઊંચા નીચા ....
એના કારણે તારો શર્ટ પણ આડો અવળો લાગે છે અને તું સાવ લાઘરો લાગે છે લાઘરો....
બટન બિડતાય આવડતા નથી ને, સાહેબ શ્વાસમાં હવા ભરવા બહાર ફરવા ચાલ્યા બોલો... !
ઘોઘાનો શર્ટ ખેંચીને બતાડતા ઘોઘીએ ઘોઘાને ઊંચા નીચા બિડેલા બટન બતાવ્યા....
ઘોઘો ખેંચાતો ખેંચાતો ઘોઘી પર ઢળતા ઢળતા રહી ગ્યો...ઘોઘએ જાતને સંભાળી લીધી...
એ,,એ..એ તો ક્યારેક એવું થાય ઘોઘી એમાં શું આટલી રાડો પાડે છે...
બોલતા તો ઘણું આવડે છે બટન બિડતા નથી આવડતું ...! ?
ના.... તું શીખવ ને..! ઘોઘાએ મીઠી મજાક કરી લહેરતા સ્વરે કહ્યું ...
ઘોઘાને શર્ટ વડેજ પકડીને નજીક ખેંચી ને, લાવ શીખવાડું,
એમ કહી ઘોઘો ઘોઘાના શર્ટના બટન ખોલવા લાગી ...
ઘોઘીના હાથમાથી પોતાનો શર્ટ છોડાવતા આઘો ખસતા ઘોઘો કહે ,
અરે ..અરે...પણ ,,પણ આ શુ કરે છે ઘોઘી તું...?
ઘોઘાને ફરી કોલર પાસેથી પકડી નજીક ખેચતા ઘોઘાને વઢ્તા ઘોઘી કહે,
બટન બિડતા શીખવું છું બીજું કાય નથી કરતી સમજ્યો શાંતિથી સીધો ઊભો રે....
પણ ,,પણ.. તું તો બટન ખોલી રહી છે , બિડતા શીખવે છે કે ખોલતા ...?
અક્કલ વગરના ખોલ્યા વિના બંધ કેવી રીતે થાય,,,!
આ, તે બટન ઊંચા નીચા બિડ્યા છે, તો ખોલવા તો પડશે કે નૈ...!
હા હવે ભૈ ,,! ખોલ બંધ તારે જે કરવું હોય એ કર પણ જલ્દી કર મારે બહાર જવું છે ....
શર્ટના બટન ખોલી ને ફરી સરખા બિડતા બિડતા ઘોઘી એ કહ્યું હવે બહાર જવાનું કેન્સલ હોં...
કેમ કેન્સલ ...?
કાલે જજે ..!
પણ કાલે કેમ ? આજે, અત્યારે કેમ નહીં...?
કેમ ભૂલી ગયો ? મે તને એક સવાલ પૂછ્યો હતો .! તારે એનો જવાબ આપવાનો હજુ બાકી છે ...!
ક્યો સવાલ ?
બસ.... ભૂલી ગ્યો ચોવીસ કલાકમાં ..!
ઓહ...! ચોવીસ કલાક થઈ ગ્યાં ..!! લે બોલ ! તો તો પછી ભૂલાય જ જાય ને ઘોઘી ...
આમ કહી ઘોઘો હસતાં હસતાં કહે ચોવીસ મિનિટ પણ મને કશું યાદ નથી રહેતું...
જાણું છું હું બરાબર જાણું છું પણ ચિંતા ના કર હું નથી ભૂલી હોં !
હું તને ફરી એજ સવાલ પૂછીશ એટલે તને યાદ આવી જશે હોં...!
બૌ ચિંતા ના કર અને ચૂપચાપ સોફા પર બેસી જા બટન સીધા બિડાઈ ગ્યાં છે હોં...!
આમ લહેકા થી કહી ઘોઘી ઘોઘાને બે ખંભા પકડી અવળા પગેજ સોફા સુધી લઈ ગઈ...
ને હળવેકથી ધક્કો મારી સોફા પર બેસાડી દીધો,
અને પોતે પણ ઘોઘની બાજુમાં ધબ્બ દઈને બેસી ગઈ...
ઘોઘી બેઠી તો ઘોઘો ઊભો થવા લાગ્યો યાર મને જવાદે ને ...!
ના..! ઘોઘીએ ભાર પૂર્વક ના કહી દીધી , અને હાથ ખેંચી ઘોઘાને પાછો સોફા પર બેસાડતા બોલી
નૈ જવા દઉં પહેલા મારા પ્રશ્ન નો જવાબ દે, પછી જ્યાં જવું હોય ત્યાં જજે...!
ઘોઘો સલવાણો પણ નક્કી કર્યું એટલે પત્યુ હવે જવું તો પડે જ !
પણ ઘોઘી સોફા પરથી ઉઠવા નથી દેતી કરવું શું ?
આમ વિચારતો હતો ત્યાં ઘોઘાને ઝબકારો થયો અને તે આરામથી સોફા પર બેસી ગયો.
હજુ તો ઘોઘી ગઈ કાલ વારો પ્રશ્ન યાદ કરાવવા જાય છે ત્યાં ઘોઘો કહે.
એ બધુ પછી કહેજે પહેલા તું મને એક ગ્લાસ પાણી પીવડાવ...
તારી સાથે લપ કરીને મારુ ગળું સુકાઈ ગયું છે ...
ઘોઘી આંખ મિચકારી બોલી, લપ તે કરી કે મે..? ગળું તો મારુ સુકાઈ જવું જોઇયે તારું નૈ...
ઘોઘાએ વળતો વાર કર્યો .. હું પણ એજ કૌ છું લપરી..!
તને કોણ પાણી પીવાની ના પાડે છે જા ઊભીથા તું પણ પાણી પી ને મને પણ પીવડાવ....
ભવ ભવણો તરસ્યો તેમાં .. આમ છણકા સહ બબડતા ઘોઘી પાણી ભરવા પાણીયારા તરફ ગઈ ...
મોકો જોઈ ઘોઘો ઊભો થઈને ભાગ્યો ઘરની બહાર....
ઘોઘી તિણા સ્વરે ચિલ્લાતી રહી ,
ઘોઘા.. એ.. ઘોઘા... રહી ઊભો રેતો .. ઘોઘા.... પાછો વળ ઘોઘા તને કૌ છું...
પણ હવે પાછો વળે ઇ ઘોઘો નૈ...
પાણિયારે ઊભા ઊભા જ ઘોઘી ગુસ્સાની મારી એક શ્વાશે પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગઈ ...
ખબર જ હતી નૈ રોકાય કોઈના બાપથી નૈ રોકાય.. જે નક્કી કર્યું એ કરવું એ એનો સ્વભાવ છે....
એ ઘોઘી ભલીભાતી જાણતી હતી.
સાવ પાગલ, ધૂની તેમાં ..!
આમ મનો મન બબડતી ઘોઘી રવેશમાં જઈ લાકડાના પગથિયાં પર બેસી ઘોઘાના આવવાની
રાહ જોવા લાગી ....
ક્રમશ:-
બ્લાસ્ટ:-
"અનંત" સાચું કહું છું તું અર્થ શોધવા જશે તો આ ક્ષણનો આનંદ પણ ઓછો થશે.
બહેતર એજ છે, કે, જે સામે છે તેને જો ! બની શકે પછી એ પણ જોવા ના મળે.
"અનંત"
ક્રમશ...:)
.jpg)


No comments:
Post a Comment