તો હું
શું કરું..?!
આજે
પણ હું અનંતની જ વાત કરું છું.
હું
શું કરું જો કોઈને લાગે ઘાત કરું છું.
હું
આ નથી હું તે નથી...
તમે
સમજો છો એ પણ નથી..
હું
સમજુ છું તે પણ નથી...
હું
છું..! મને ખબર નથી...
શું
છું મને ખબર નથી..
કોઈ માને ના માને હું એ નથી....!
વારં
વાર કહું તોય કોય માને નહીં...!
માનવું
હોય તો માન નૈ તો
તેલ
લેવા જા...!
મારે શું...!
તો એક
દિવસ મે અનંતને કહું કે મને એવું કાંક લખી દે....
જે લગન
પછી કામ આવે...
એ કહે
યાર ગાંડો થયો છે કે...!
પ્રેમનો
પતો નથી, લગન ના ઠેકાણા નથી..
અને
તું...!
મે કહ્યું..!
જો ભૈ
આ સંસારમાં છે. આજે હું કોઈના સાથે છું કાલે કોઈ મારી સાથે હોય શકે છે.
આજે
જેમની સાથે છું એ પણ હિસાબથી છું અને કાલે અગર કોઈ મારી સાથે હશે તો એ
પણ હિસાબથી હશે...
“હું
બારી બહાર આકાશ તરફ મીટ માડી ડૂબતાં સુરંજે જોતાં જોતાં વાત કરતો હતો.”
અને
એ ઝર્ઝરિત ખુરશી પર બેઠો હતો...
જો ભૈ
માણસ જાત જેટલી છીછરી છે એટલિ જ ઊંડી પણ હોય છે.
ઉપરથી
સાફ અંદરથી કાટ હોય શકે છે.
એણે
મને વચ્ચે પૂછ્યું પત્ની કેટલી ? ને બાળકો કેટલા લખું ?
મે આકાશ
તરફથી નજર હટાવ્યા વિના અંદાજે કહી દીધું. એક , ત્રણ....
પાછો
મે મારી વાત નો દૌર આગળ વધાર્યો...
અર્થાત
ઉપરથી સ્વચ્છ દેખાતા નદીના નીર ચીરતા...
નીચે જઇયે તો કાદવ પણ હોય શકે...
પણ ભીતર
કાદવ છે કે નહીં એ તો ઊંડે ઉતાર્યા વિના ખબર ના જ પડે ને...!
હું
બોલતો હતો એ મૌન હતો...
અને
આ બધુ સમજવું તું ધારે છે એટલું સરળ નથી સમજ્યો...
એણે
હળવેકથી કહ્યું ....
હું કશું ધારતો જ નથી...
પાછો એ મૌન ..
પ્રેમમાં તરતા
આવડે તો તરત ઉગરીએ..
અનંત નહીં તો પછી ગોથા ખાય મધ દરિયે...
પ્રેમમાં ના ડૂબી શકીએ ના તરી શકીએ ...
અનંત પ્રેમમાં ડૂબ્યા વિના પ્રેમ ના કરી શકીએ
પ્રેમમાં ના ડૂબી શકીએ ના તરી શકીએ ...
અનંત પ્રેમમાં ડૂબ્યા વિના પ્રેમ ના કરી શકીએ
મને
નથી ખબર કે હું બોલતો હતો એ તે સાંભળતો હતો કે નૈ...
હું
તો બસ બોલતો જ હતો...
અચાનક
એણે મારી સામે કાગળ ધરીને કહ્યું આલે ...
મે કહ્યું
શું ...?
લીલા
લગન પછીની...
ઓહ..હાં...હાં...
યાર હું તો ભૂલી જ ગયેલો કે મે તને કાઇક લખવા કહ્યું હતું ..
એનો
લખેલો લાંબો લચક કાગળ જોય પછી મને વિચાર આવ્યો ..
મે કહ્યું
યાર તે આવડું બધુ લખ્યું ક્યારે અને કેવી રીતે ?
એણે
કહ્યું તું આકાશ તરફ જોઈ બબડતો હતો ત્યારે...!!!
મે આશ્ચર્ય
સહ પૂછ્યું ...
પણ ત્યારે તું મને સાંભળતો હતો કે નૈ ...?!
હરામ
બરાબર જો તારો એકેય હરફ મે સાંભળ્યો હોય તો....
મે કહ્યું
. તો એનો અર્થ એ કે મારુ બોલ્યું સઘળું હવામાં ગયું...!
એ કહે. હા...! હવાનું બધુ હવામાં જ જાય..
મે પૂછ્યું
તો પછી હોવાનું ...?
અણે
કહું . હોવાનો ભરમ કાઢી નાખ ...
અને આ ! તારા માટે લખ્યું છે એ વાંચ ...
પછી
હું તમારી માફક એણે લખેલી લાંબી લચક ....
આ શબ્દ રચના વાંચવા લાગ્યો ..
વાંચીને
નાચવા લાગ્યો ...
મારી
વાત જુદી છે તમારે નાચવું જરૂરી નથી....
પછી
મરજી તમારી...
“અનંત”ની
શબ્દ રચના...
લગન
પછીની લગન..
પ્રેમથી પ્રેમ જે આપી શકે.
પ્રેમથી
પ્રેમ જે માંગી શકે.
હ્રદયથી
ચંપાવવું જેને ગમે.
ને હ્રદય
સરસો જે ચાંપી શકે.
કેવળ
આંખમાં જ નહીં ..! બલ્કે !
પ્રેમથી હ્રદયમાં જે મને સ્થાપી શકે..
જો મે કહ્યું એવું કોઈ કરી શકે તો..
તે પ્રેમથી મારી પાસે આવી શકે છે.
પ્રેમથી હ્રદયમાં જે મને સ્થાપી શકે..
જો મે કહ્યું એવું કોઈ કરી શકે તો..
તે પ્રેમથી મારી પાસે આવી શકે છે.
હું કોઈ કાળે કઈક પ્રેમિકાનો પ્રેમી હતો.
આજે
એક પતિનો પતિ ને ત્રણ બાળકોનો બાપ છું.
તો
પણ જો કોઈ નદી બની આવી શકે જીવનમાં.
તો
હું કલ કલ વહેતું પ્રેમનું મીઠું ઝરણું છું.
અને પ્રેમનો દરિયો પણ હું અફાટ છું.
અને પ્રેમનો દરિયો પણ હું અફાટ છું.
માનવ
સર્જિત પ્રાણી છું.
ઈશ્વરનો ઘડેલો ઘાટ છું.
ઈશ્વરનો ઘડેલો ઘાટ છું.
જીવનમાં
સેક્સ સિવાય પણ એક જીવન હોય છે.
સેક્સ
ક્ષણિક હોય છે”અનંત”પ્રેમ આ જીવન હોય છે.
સેક્સ માત્ર ક્ષણભર રહે શરીરમાં...
પ્રેમ જીવનભર અમર રહે જમીરમાં
સેક્સ માત્ર ક્ષણભર રહે શરીરમાં...
પ્રેમ જીવનભર અમર રહે જમીરમાં
મને આ બન્ને પ્રેમ અને સેક્સ એક બીજાના પૂરક લાગે છે.
અગર જો તને પણ કોઈ એક વિના અધૂરપ લાગે.
તો સમજજો તમે પણ પ્રાણી નામે સુંદર માણસ છો ...!
અને તમે પણ પ્રેમમય પ્રકૃતિમય પ્રકૃતિના ચાહક છો.
તો
તમે પણ ઉતમ પ્રેમી છો તમેય પ્રેમના વાહક છો.
અગર જો તમને પ્રેમ કે સેક્સ કોઈ એક વિના વિના અધૂરપ લાગે.
આ બન્ને એટલે કે
પ્રેમ
અને સેક્સ..
એક બીજાનો પર્યાય છે.
બે
વ્યક્તિ એક પુરુષ એક સ્ત્રી..
બન્ને
થકીજ જીવન પ્રેમમય થાય છે.
કોઈ
એકના વાંકે આખો માણસ મુરજાય છે.
કોઈ
એક ખૂટે તો માણસ માત્ર મુંજાય છે.
ભઈ
કોઈ પણ માણસ એકલો તો મુંજાયજ ને ...?!
એણે
હળવેકથી કહ્યું, પૂછ્યું મને...
તારી
પાસે બધુજ તો છે..!
તો
હવે તને ખૂટે છે શું ...?!
મે એને ધીમેકથી ટૂંકમાં કહ્યું.
“અનંત”
પ્રેમ....
પ્રેમ....
બસ, તું ખૂટે છે...!!!
અનંત પ્રેમમાં કદિ લગન પછી પણ આવું
ના થવું જોઇયે..
પહેલા
તો ટેરવાના સ્પર્શ માત્રથી "અનંત" ઝણઝણતું આખુય શરીર....
ને હવે
આલિંગનમાં આખુય શરીર તોયે ટેરવું ના ઝણઝણે લગીર....
જીવનમાં
રોજ કઈક એવું હોવું જોઇયે...
જીવન રોજે રોજ નવું નવું હોવું જોઇયે ....
જીવન રોજે રોજ નવું નવું હોવું જોઇયે ....
તન મનને અંત સુધી અનંત જોમ પણ મળવું જોઇયે .
અરે હું તો કૌ છું રોજ
રોજ રોમે રોમ ઝણ ઝણવું જોઇયે...
ઘડી
બે ઘડી નહીં ના દિવસ એકા’દ બે...આ ઝણઝણવું
“અનંત” ક્ષણ ક્ષણ સતત શનીથી સોમ લગણ હોવું જોઇયે...
“અનંત” ક્ષણ ક્ષણ સતત શનીથી સોમ લગણ હોવું જોઇયે...
બ્લાસ્ટ:-
.
હાથ
ફેલાવી ભીખ માંગવા કરતાં
“અનંત”
હ્રદય ફેલાવી પ્રેમ માંગીએ તો..?!
બ્લાસ્ટ
:-
શબ્દો
મારી પુજા શબ્દો મારા પ્રાણ છે.
“અનંત”
શબ્દોથી ભરેલું આખુય બ્રહ્માંડ છે.
“અનંત”
સતત.સતત..ને સતત...બસ અક્ષર ઘૂંટે છે.
કોણ
જાણે ક્યાથી મનમાં આવા આવા વિચાર ફૂટે છે.
હું ખુદ સમજી શકતો નથી કે કાગળને
સ્પર્શતા વેંત
અણિયાણી-આ કલમથી કેમ શબ્દો ધારદાર વછૂટે છે.
અણિયાણી-આ કલમથી કેમ શબ્દો ધારદાર વછૂટે છે.
ક્યારેક તો કલમ જાણે બંદૂક થઈ જાય છે.
ને પછી “અનંત” શબ્દો ગોળીની માફક ધાંય ધાંય ફૂટે
છે..
આંખને
સ્પર્શતા શબ્દો સીધા ઉતરી જાય વાંચકના સીનામાં...
ને
વાંચક ! ઠા..ર….
જો ને આ
શબ્દો પણ કેવા તેજ ગતિથી છૂટે છે....
“અનંત”
તું નદી થઈને આવ હું દરિયો છું અફાટ...
“અનંત”
.jpg)
No comments:
Post a Comment