ઈશ્વરે પ્રાણી માત્રને સ્વતંત્ર વિચાર શક્તિ આપી છે . અને એમાં પણ માણસને વિશેષ ....
તેમ છતાં માનવી બીજાના વિચારો મુજબ જીવે છે ...
જાણે અનુકરણનો વાનર ગુણ સૌને વારસામાં કેમ ના મળ્યો હોય...
આ દુનિયામાં એજ અલગ તરી આવે છે ...
જે અન્યથી અલગ વિચાર ધરાવે છે...
હાં એ ખરું કે આવા લોકોને શરૂ શરૂમાં તકલીફ પડે છે . ઘણા લોકો નડે છે.
તેમ છતાં આ બધાથી ડર્યા વિના જે આગળ વધે છે , અંતે તે જીતે છે.
આમ સૌથી અલગ વિચારનો માલિક અજ્ઞાની ..!
સૌથી અલગ નિજ મસ્તીમાં પોતાના એકાંતમાં જીવતો ..!
*બ્લાસ્ટ*
બીજા જેવો થવા મથતો "અજ્ઞાની" માણસ.
પછી ક્યારેય પોતાના જેવો થઈ નથી શકતો.
"અજ્ઞાની"

No comments:
Post a Comment