નામ વગરના એ સંબંધીઓ ખૂબ વાતો કરતાં, ક્યારેક પ્રેમની
ક્યારેક ધર્મની તો ક્યારેક સંસારની પીડાની…!
ક્યારેક ધ્યાનની, ક્યારેક જ્ઞાનની આમ અન ગિનત અલૌકિક
વાતો કરતાં....
તો, ક્યારેક વાતવાતમાં જગડી પણ પડતાં...
ક્યારેક સંવાદ વિવાદમાં પલટાઈ જતાં અને પછી અબોલા...
અને પછી એક દિવસ એવા અબોલા થયા કે...
જાણે અબોલા ને "ઇબોલા" લાગુ પડી ગયો હોય....
જોકે આ વાતને વર્ષો વીતી ગયા ...
આજે તો એ બન્નેમાથી એકેયનો આતો પતો નથી ....
પણ એ સમયનો હું મૂક શાક્ષી એટલે મને યાદ છે કે ...
“કીધા વગર તો કોઈને ચાલતું જ નથી ને...!”
એ ન્યાયે એ પોતાના જીવનમાં બનતી બધીજ ઘટનાની વાતો....
અમે જ્યારે અધ રાતે મધરાતે ખંડેર મધ્યે મળીએ ત્યારે ચાયની
ચુસ્કી ભરતા ભરતા એ મને કહે....
એટલે મને ખબર, કે, એમનાં વચ્ચે વાદ વિવાદ સંવાદ બડા
દિલચસ્પ થતાં...
જોકે એ બન્ને વચ્ચે આવું બનવું કઈ પ્રથમ ઘટના નહોતી ...
એ તો વાતે વાતે લડી પડતાં, લડીને છૂટા પડતાં, ફરી મળતા...
એક વાર એવું બન્યું બન્ને વચેના સંવાદે વિવાદનું રૂપ ધારણ કરી લીધું ...
અને બન્ને છૂટા પડ્યા ...
હર વખતે વધીને બે ચાર દિવસનો વિરામ હોય, પણ આ વખતે મહિનો થઈ ગયો...
પછી આ ભાઈ તેને મળ્યા ..
અને પૂછ્યું કેમ આ વખતે આમ બન્યું ..?
વિવાદ તો પહેલા પણ થતાં અબોલા પણ થતાં અને છૂટા પણ પડતાં,
તેમ છતાં બે ચાર દિવસમાં ફરી આપણે મળતા જ ને...!
પેલી :- હા પણ, હવે હું એ બધુ જ ભૂલી ચૂકી છું ...!
ભાઈબંધ:- એ શક્ય તો નથી જ ! છતાં , બધુ જ મતલબ...?
પેલી :- બધુ મતલબ બધુજ ! તારી વાતે વાતે મજાક કરવાની
આદત, તારી મસ્તી ભરી વાતો, તને મે પૂછેલા પ્રશ્નો અને મારા પ્રશ્નોનાં તે આપેલા ઉલ્ટા-
સીધા જવાબો, તારા સંવાદોને, તારા વિવાદોને , અને, તને સુધ્ધાં હું ભૂલી ચૂકી છું ...!
ભાઈબંધ :- અચ્છા.... ખરેખર..? માનવું જ પડે હોં કે, તું...
મારા શીખે મને અને મારી બધી જ હરકતોને ભૂલી ચૂકી છે..!
આ જાણીને મને આનંદ થયો....
તારી ભૂલી જવાની ક્ષમતા પર ગર્વ થયો ....
પણ હવે જરા ફરી એક વાર,, તું જે જે બોલી એ ફરી યાદ કરશે ...?
અને પેલી ખનખન હસી પડી....
એ સમજી ગઈ કે એણે તેને ભૂલી ચૂકી છે એમ કહ્યું તો ખરું પણ ..!
ભૂલવા ભૂલવામાં કેટલું બધુ યાદ છે એનું વર્ણન કરી બેઠી..
ત્યાર પછી ભાઈબંધે એને હસીને કહેલું ...
બુધ્ધું, જ્યારે બધુજ ભૂલી ગયા એમ કહીયે ત્યારે, એજ ક્ષણે-
એક ક્ષણમા એક સામટું ઘણું બધુ યાદ આવી જતું હોય છે...!
ફરી નામ વગરના સંબંધનો સિલસિલો આગળ વધ્યો ...
ફરી એજ આનંદ, ઉલ્લાસ, ખારાશ, મીઠાસ, પ્રેમની ધર્મની
સંસારની, વૈરાગની, આનંદની, પીડાની, વેદનાની,વ્યથાની
સુખની દૂ:ખની વાતો થવા લાગી ...
ખૂબ મજેથી સમય પસાર થતો હતો ...
પણ ફરી એક દિવસ કોણ જાણે શું થયું કે બન્ને વચ્ચેના સંવાદે-
વિવાદનું રૂપ ધારણ કર્યું....
અને એ પણ કાયમ કરતાં વધુ ઉગ્ર ...!
બન્ને માથી એક પણ મચક ના આપે...
પેલી સરખી છેડાઈ ગઈ ..
જોકે ભાઈબંધે જાણી જોઈને છંછેડી હતી ..
અને તે દિવસે એ ગૂસામાં બોલી ગઈ....
મને તારા હોવા ના હોવાથી કશોજ ફર્ક નહીં પડે ...
હવે પછી હું તને નહીં મળું, તું મને નહીં મળે....
ભાઈબંધે પત્ર વાંચ્યો, અને ભીની આંખનો ખૂણો લૂછતા હસ્યો ...
કેમેકે કઈજ ફર્ક નહીં પડે એવું લખેલો અંતિમ પત્ર ભીનો હતો....
પછી ભાઈબંધે એના અંતિમ પત્રના અંતિમ જવાબમાં લખ્યું ...
અરે પગલી જ્યારે કાઇજ ફર્ક નથી પડતો એમ કહીયે ત્યારેજ.! .
કેટલો બધો ફર્ક પડી જતો હોય છે.!
નૈ ..!
થોડા આંસુ અને માત્ર આટલુજ લખીને .....
અરે પગલી જ્યારે કાઇજ ફર્ક નથી પડતો એમ કહીયે ત્યારેજ.! .
કેટલો બધો ફર્ક પડી જતો હોય છે.!
નૈ ..!
ભાઈબંધે તે પત્રને પેલીના ભીંજાયેલા અંતિમ પત્ર સાથે સંકેલીને
હંમેશને માટે....
પોતાના અન્ય અઢળક ઝર્ઝરિત કાગળિયા વચ્ચે મૂકી ધીધો...
*બ્લાસ્ટ*“
“અનંત” જ્યારે બધુજ ભુલાઈ ગયું છે એમ કહીયે ત્યારે ...
એજ ક્ષણે એક ક્ષણમા, એક સામટું ઘણું બધુ યાદ આવી જતું હોય છે...!
એજ રીતે જ્યારે કાઇજ ફર્ક નથી પડતો એમ કહીયે ત્યારેજ..!
કેટલો બધો ફર્ક પડી જતો હોય છે ..!
નૈ...!
“અનંત”
જોકે એ પછી એ પોતાની વાતથી જ ખૂબ મુંજાઈ રહ્યો હતો કે શું ખરેખર એવું
શક્ય છે ખરું ?
કે ભૂલી પણ શકાય અને ફર્ક પણ
ના પડે...
એની મુંજવણ દૂર કરવા અજ્ઞાનીએ આ વાત ખૂબ વિસ્તારથી સમજાવેલી...

No comments:
Post a Comment