"અનંત" પ્રેમમાં એકબીજાને મુશ્કેરાટ ચૂમવા આલિંગવા ...
એક બીજા પ્રત્યે આકર્ષણ અને ઉસશ્કેરાટ જરૂરી હોય છે ...!
આવું બધુ બે શરમ અનંત વર્ષો પહેલા કહેતો લખતો ગયો છે ..
અને સાચું કહેવું, પ્રાકૃતિક રહેવું , અને પ્રકૃતિગત
સત્ય સ્વીકારવું એમાં તે વળી શરમ કેવી..!?
કૈક ઉતમ કૈક સુંદર કૈક અદભૂત અને,
કૈક અલૌકિક પામવું હોય તો ,
ભીતર ઊતરવું પડે ..!
મન મુંજાય, શ્વાસ ગૂંગળાય ,જીવ અકળાય ...
એવું બધુ તો થાય, પણ તોય,
ડૂબવાનો અલૌકિક આનંદ આવે..!
તોજ અલૌકિક ચરમ આનંદ....
પરમ આનંદ પ્રાપ્ત થાય.
જો ,
છેક ઊંડા ઊતરો ...
"અનંત" પ્રેમના દરીયામાં ઊતરો ...
ઉપર ઊપર નહીં ..!
તરવાનું ભૂલીને છેક તરરીયામાં ઊતરો ...
તો તો અને તોજ ..!
પરમ પ્રેમનો ચરમ આનંદ પ્રાપ્ત થાય ...
આવું બધુ મારો ભાઈબંધ અનંત ...
અઢળક અનુભવ બાદ, અનુભવના આધારે કહેતો ...
હું એમ ક્યાં કૌ છું કે આ પરીયામાં ઊતરો ...
શરમાતા નથી..! દાંત શું કાઢો છો ...!
સાચું કૌ છું એમાં .!
અકલે કે ( દાંતીયા) શું કરો છો એમ..
વાંદરા કે વાંદરીની જેમ એમ ..!
સાચું કૌ છું એમાં ..!
અકલે કૌ છું કે ,
આપો અને ઊંડા ઊતરો તો પામો ..!
એમ ઉપર ઉપર અકલે કે કિનારે કિનારે ...
છબછબિયા કરવાથી કૈ ખાસ હાંસિલ નાજ થાય ....
પછી કલમ પર કાબૂ રહેતો નથી...
અકલેજ હું બૌ લખતો બોલતો નથી....
અકલેજ હું બૌ લખતો બોલતો નથી....
કેમકે મને બૌ ફાવતુજ નથી ને ...!
આ તો ભાઈબંધ અનંત અને,
અજ્ઞાનીના જૂના કાગળિયા પડ્યા છે તો,
નવરા બેઠા પડ્યો પડ્યો ઉકેલ્યા કરું છું ...
પણ ક્યારેક ક્યારેક અચાનકજ મને ચાનક ચડે છે..!
અકલે પછી, મારી કલમ.! ગમે.! તે લખવા બોલવા લાગે છે..!
પણ પછી એ કોઈને ના ગમે.!
તો,,, !
એમ્મા મ્મારોં શું વ્વાંક્ક ...!
અકલે., બાકી ,,,,
મારૂ બૌ ઓછું બોલવાનું કારણ ...
અને બૌ જાજુ ના લખવાનું કારણ...
પહેલા , અધવચ્ચે યા તો,
છેલ્લે છેલ્લે સમજાય જશે...!
સ્ત્રીઓ ગમે તેવા વસ્ત્રો પરિધાન કરે,
કોઇને ગમે કોઈને ના પણ ગમે ...




No comments:
Post a Comment