ખુલ્લી આંખે અનંત સપના જોતો અનંત ..
ખુલ્લી આંખે જોયેલા બધાજ સપના
બંધ આંખે પુરા કરતો....
પણ !
વર્ષો પહેલા ભાઈબંધે સેવેલા અધૂરા સપના
ખુલ્લી આંખે જોયેલા સપના
ખુલ્લી આંખેજ !
પુરા કર્યા વિનાજ
"અનંત"ખુબ દૂર દૂર નીકળી ગયો। ..
અનંતના અનંત અઢળક સપનામાનું એક સપનું આવું પણ હતું।..
તે રાત્રે નિયમ મુજબ હું મસ્ત મજાની ગરમા ગરમ
ચાય લઈને ખંડેર પર ગયો...
મારી અને ચાયની રાહ જોતા
અનંત અને અજ્ઞાની પોત પોતાની ખુરશી પર આરામથી બેઠા હતા।
અધખુલ્લા દરવાજે થી શરીર સંકોરી હું ભીતર ગયો। ..
ટીપોય પર ચાયની કીટલી મૂકી મેં મારી રાહ જોતી
ખાલી ખુરશીને મારાથી ભરી દીધી। ..
અનંતે ઉંધી પડેલી ત્રણ પિયાલી સીધી કરી
મેં વારાફરતી ત્રણેય ખાલી પીયાલીને ચાયથી ભરી દીધી .
અને અમારી મધ્ય રાત્રિની મહેફિલ શરુ થઇ
સૌએ પોતપોતાની પિયાલી ઉઠાવી એક બીજાની પિયાલી સાથે ટકરાવી
ચીયર્ષ કર્યું અને સૂર્રર્રર્રર કરતા ત્રણેયે પહેલો ઘૂંટ સાથે ભર્યો ...
પછી ધીરે ધીરે અમે ચાય પીવા લાગ્યા બસ ચાય પીતા રહ્યા
એ બે માંથી એકેયે કોઈજ વાતની શરૂવાત ના કરી
હું રાહ જોઉં કે હમણાં બે માંથી એક કાંક બોલશે
કોઈ નવો વિષય ઉખેડશે અને વાત જામશે રાત જામશે
પણ ત્રણેયની ચાયની પિયાલી ખાલી થઇ ગઈ ત્યાં સુધી
બે માંથી એકેય કાંઈજ બોલ્યા નહિ
એકલે મેં પૂછ્યું શું આજે મૌન ધારણ કર્યું છે !?
હાં..! બંને એક સાથે બોલ્યા !
ઓહ, તો તો મરાયા...
આજ મારે એકલા એકલા અકળાવાનું।
હું મનોમન બબડ્યો।
પછી એ લોકોને બોલતા કરવા મેં એ બન્ને સામે જોઈને કહ્યું।
અચ્છા તો આજે તમારે મૌન છે એમ ને !
હા ! ફરી બન્ને એક સાથે બોલ્યા।
તો ચાલો આજે મૌનનું મહિમા ગાન કરો।
અર્થાત મૌન વિષે કૈક કહો !
અજ્ઞાની તો કઈ બોલ્યોજ નૈ
પરીયા !
એના માટે પણ બોલવું તો પડે કે નૈ !
આટલું અનંત બોલ્યો અકલે મને મનમાં મજા આવી ગૈ।
ચાલો આખરે મહેફિલની શરૂઆત તો થૈ ગૈ
પણ પાછો અનંત ચૂપ !
આજે આ લોકો પાસે કોઈ વિષય નથી લાગતો
એમ ધારી વિચારી મેં વાત શરૂ કરી
જો કે મારી પાસે એ લોકોની માફક
કોઈ ખાસ કહેવાય એવી વાત કે વિષય તો હતોજ નહિ
પણ ચુપચાપ બેસવું મને ફાવતું નહોતું
અંદર અંદર અકળામણ થતી હતી
અકલે મેં ટીપોય પર પગ લંબાવતા અનંતને પૂછ્યું।
અનંત અજ્ઞાનીની વાતું સાધુ જેવી હોય છે અકલે ,
મારે એને કઈ નથી પૂછવું
પણ હું તને પૂછું છું અનંત કે,
સખત પરીશ્રમ કરતા કરતા
વર્તમાનમાં જીવતા જીવતા
તું ભવિષ્ય ના અઢળક સપના પણ જોતોજ હોઈશ ને !
એ બધી વાત પછી કરજે
મારી વાત વચ્ચેથી કાપી અજ્ઞાનીએ કહ્યું।
એ બધી વાત પછી કરજે
પહેલા એક વાત સાંભળીલે પરીયા...
"અપવાદ બાદ કરતા "
સંસાર વગરના સાધુ બીજું બધુજ હોય છે
મગર સાધુ નથી હોતા !
પાખંડી હોય છે ,ધુતારા હોય છે ,ખોટાળા હોય છે
લાલચુ હોય છે , સ્વાર્થી હોય છે
પોતાનો સ્વાર્થ સાધવા
દુનિયાને ગેર માર્ગે દોરનારા હોય છે !
પણ એ સાચા સાધુ નથીજ હોતા
બહારથી સાધુ વેશ ધરીને
ભીતર સંસાર ભરીને
મોકાની રાહ જોતા હોય છે !
મોકો મળતાજ પ્રકૃતિને તાબે થઇ વિકૃતિ આચરતા હોય છે !
હવે તારે અનંત ને જે પૂછવું હોય તે પૂછ
હું પણ તું પણ એ પણ
પૂંછ વગરનું પ્રાણીજ છે !
કૈક અલગ થૈ ભરાણા
નીતિ નિયમમાં બંધાણા
પૂંછ ઘસાતા સૌ ફસાણા
પુંછ વગરના
પ્રાણી માત્ર !
આટલું બોલી અજ્ઞાની મૌન થઇ ગયો।
જોકે મને મજા આવી ગૈ મૌન ધરેલો અજ્ઞાની કૈક તો બોલ્યો એકલે
અજ્ઞાની ના મુખેથી નીકળેલો એક એક શબ્દ એક ગ્રથ બરોબર લાગ્યો
હાર એક શબ્દ પર મંથન કરીયે તો એક વાક્ય ના અઢળક અર્થ નીકળે
પણ મારે તો આજે અનંતના સપના વિષે જાણવું હતું એકલે
અજ્ઞાનીનાં શબ્દો વિષે મંથન કરવાનું મને મન ના થયું
અજ્ઞાની ખુરશીને ટેકે માથું ટેકવી આંખ મીંચી ગયો।
ફરી મેં ફરીથી મેં અનંત પૂછ્યું
અનંત
સખત પરીશ્રમ કરતા કરતા
વર્તમાનમાં જીવતા જીવતા
તું ભવિષ્ય ના અઢળક સપના પણ જોતોજ હોઈશ ને !
હાં જોઉં છું ને ખુલ્લી આંખે હું અનંત સપના જોઉં છું
અને બંધ આંખે લગભગ પુરા પણ કરી લઉં છું
કેમ ? તું આજે આવો સવાલ કરે છે પરીયા ?
એ પછી કહીશ પહેલા તું મને એ કહે કે લોકો
બંધ આંખે સપના જુવે છે અને ખુલ્લી આંખે પુરા કરવા મથે છે
પણ તું તો દુનિયાના લોકોથી સાવ અલગ અને ઉલટું કહે છે /કરે છે
મને કઈ સમજાતું નથી !
પરીયા એ એક સહજ રહસ્ય છે તું એમાં ના પડ
એ સિવાય તારે જે પૂછવું હોય તે પૂછી નાખ
અચ્છા તો મને એક વાતનો જવાબ આપ
હવે તું કેવા સપના જુવે છે એ હું નૈ પૂછું
પણ એક સર્વ સામાન્ય સપનું હર એક યુવક કે યુવતીનું હોયજ
એ સપનું એવું છે જે હર એક યુવક યુવતી યુવાનીમાં અચૂક જુવેજ
સૌ કોઈનું અંતીમ સપનું પ્રેમનું અને પરણવાનું જ હોય
પણ એથી આગળ કદાચ "અપવાદ બાદ કરતા"
બૌ ઓછા લોકો વિચારે છે
પરીયા મને ઊંઘ આવે છે તારે જે કહેવું પૂછવું હોય એ જલ્દી પૂછ !
અચ્છા ચાલ ઊંઘ તો મનેય કેટલાય દિવસ થયા જોરદાર આવે છે
એટલે સીધુજ પૂછી લાઉ છું કે તું પ્રેમી છે !
તે કેટલીય ને પ્રેમ કર્યો , કેટલીયે તને પ્રેમ કર્યો
ખબર નહીં તું કોની સાથે પરણશે
જો કે પરણશે કે નહીં એ પણ એક સવાલ છે
પણ અગર તું પરણી જાય
અને સમય જતા તારે સંતાન થાય
એ સંતાન છોકરો પણ હોય શકે અને છોકરી પણ હોય શકે
યા તો ક્રમશ બન્ને હોય
હું બોલતો હતો અનંત માત્ર હં ,હં એમ કરતા ચુપચાપ સાંભળતો હતો .
અને પછી એ યુવાન થાય
તો તું એને કોઈ સલાહ આપે તો કઈ આપે કેવી સલાહ આપે
મારે તારી પાસે એ જાણવું છે !
અનંત હસવા લાગ્યો
આંખ મીંચીને જાગતો બેઠેલો અજ્ઞાની પણ મૂછમાં મલક્યો
અને અનંત તે જવાબ આપ્યો !
સાંભળ પરીયા એક ઉમર સુધી
જ્યા સુધી કે એ નાના હોય નાદાન હોય
ત્યાં સુધી હું છોકરો હોય કે છોકરી
બંને ને અમુક જાતના બંધન માં સમજાવટ પૂર્વક પ્રેમથી રાખું
પણ જેવી એને બન્ને ને ફૂટે યુવાની ની પાખું
ત્યારે હું એકજ સલાહ આપું
હસતા હસતા
આટલું બોલી અનંત જાણે ધુણવા લાગ્યો અને ,
ઝણઝણતી ક્ષણ....
ક્ષણ ક્ષણ ઝણઝણ ...
ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ...
ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ...
ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ...
ઝણ ઝણ ઝણ...
ઝણ...
ખુરસીના ટેકેમાથું અઢેલી આંખ મીંચી બેઠેલા
અજ્ઞાનીની આંખો ખુલી ગઈ
એ ખુરશી પર ટટ્ટાર બેઠો થઇ ગયો
હું પણ વિચારમાં પડી ગયો આ અનંત કેમ અચાનક
ધુણવા ધણ ધણવા અને ઝણઝણવા લાગ્યો .
મેં કહ્યું અલ્યા આ શું મેં તને પૂછ્યું એનો જવાબ છે ?
હાં પરીયા આ તારા સવાલનો જ જવાબ છે
શાંત થઇ અનંતે કહ્યું
અને પછી પાણીનો એક ઘૂંટ પીય ને અનંતે કહ્યું
જો પરીયા હું મારા બાળકોને
યુવાનીની પાંખ ફૂટયા પછી
પરીવારથી છૂટ્યા પછી
એટલે કે અગર બાળકો ભણવા માટે દૂર જાય ત્યારે
એને ખુબ પ્રેમથી એટલુંજ કહું કે,
ભણવાનું !
ભણતા ભણતા ભણવાનું
ભણવા સિવાય હોય છે જીવનમાં
બીજું ઘણું ભણવાનું
મોકો મળતા
ટેરવાના સ્પર્શે
જીણું જીણું ઝણઝણવાનું
ભણવાનું !!
સખત ભણવાનું સતત ભણવાનું
સખત ભણવાનું સતત ભણવાનું
ભણતા ભણતા ઝણઝણવાનું
ઝણઝણતાં ઝણઝણતાં
સ્પર્શનું વિજ્ઞાન જાણવાનું
"અનંત"
સ્પર્શનું વિજ્ઞાન જાણ્યા પછીજ
સંતાન જાણવાનું !
સ્પર્શનું વિજ્ઞાન જાણ્યા પછીજ
સંતાન જાણવાનું !
ભણવાનું !
અનંતે વાત પુરી કરી એકલે આશ્ચર્ય સહ મેં અનંતને કહ્યું
તું આવી સલાહ આપશે તારા બાળકોને !!?
અનંતે હસતા હસતા કહ્યું યાર પરીયા
જે ખુદ સદાય ઝણઝણતો રહ્યો હોય ટેરવાના સ્પર્શે
એવો બાપ પોતાના બાળકોને ઝણઝણતાં રોકે
એ તો સરાસર અન્યાય કહેવાય !
અનંતની વાતને સમર્થન આપતા અજ્ઞાનીએ કહ્યું
પરીયા પ્રકૃતિમાં ઊંડાણથી જો તો તને સમજાશે
નદી,ઝરણાં સમુંદર, ઝાડ ,પાન,
સ્થૂળ યા શુક્ષ્મ રીતે પ્રકૃતિમાં બધુજ !
બધાજ એક બીજાને સ્પર્શે છે !
અરે
સ્થૂળ યા શુક્ષ્મ રીતે પ્રકૃતિમાં બધુજ !
બધાજ એક બીજાને સ્પર્શે છે !
અરે
આખુંય બ્રહ્માંડ સતત જીણું જીણું ઝણઝાણે છે !
કોઈ કોઈ પ્રકૃતિના
પ્રકૃતિ કોઈ કોઈના
ભાવ સ્વભાવને પારખીને
પ્રતિભાવ પણ આપે છે !
કોઈ કોઈ પ્રકૃતિના
પ્રકૃતિ કોઈ કોઈના
ભાવ સ્વભાવને પારખીને
પ્રતિભાવ પણ આપે છે !
આ ઝણઝણાટીઓ એવી છે પરીયા। ...
જેને ક્યારેય કોઈ કાળે રોકી શકાય નહીં !
અગર રોકવા જાય તો તુફાન ઉઠે વાવઝોડા થાય। ..
અને બધુજ તબાહ થઇ જાય !
માટે બહેતર છે અનંત કહે છે એમ
સૌ પ્રેમથી પ્રકૃતિ મુજબ જીણું જીણું ઝણઝણે !
અમારી મહેફિલ સમાપ્ત થઇ
હું ઉભો થઇ અધખુલ્લા દરવાજેથી
હું ઉભો થઇ અધખુલ્લા દરવાજેથી
શરીર સંકોરી બહાર નીકળીને ઘર ભેગો થઇ ગયો...
ખુબજ ગહેરી ઊંઘ આવતી હોવા છતાં
તે રાત્રે ઘેર જઈ ને પથારી પર પડયા પછી
પહેલીજ વાર અનંતની વાત પર હું સુતા સુતા મનોમંથન
કરવા લાગ્યો...
અનંત આટલા સ્પષ્ટ સપના જોતો હશે એવો તો મને
સ્વપ્નેય ખ્યાલ નહોતો
જો કે અનંતે હર એક વખતે શબ્દે શબ્દે
પ્રથમ ભણવા પર ભાર મુકેલો છે
અને પછી હળવાશથી ઝણઝણવાનું કહ્યું છે !
અને સ્પર્શનું પણ એક અલૌકિક વિજ્ઞાન છે
એ જાણવું પણ જીવનમાં ખુબ જરૂરી છે !
પ્રેમ સ્પર્શનું પણ અલૌકિક રહસ્ય છે !
એ પણ જાણવાની વાત અનંતે કરી છે !
ખૈર। ..
આટલું સુંદર મજાનું સપનું જોતો અનંત શા માટે
ખુલ્લી આંખે સપના જોતો અને બંધ આંખે પુરા કરતો
એ હવે છેક આકલા વર્ષો પછી થોડું ઘણું સમજાય છે !

No comments:
Post a Comment