વાતમાં કાઇ જ માલ નથી...
મારે કોઈ સાથે બબાલ નથી...
મારે કોઈ સાથે બબાલ નથી...
આ તો બે ઘડી ગમ્મત...
પ્રકાશ….See More. નીચે પથરાયેલો છે... 
ચાલો દોસ્તો આજે એક નવી નકોર તરો તાજા વાંચો સત્ય વાર્તા....
યાતો પૂર્ણ વાંચવું , યા ના વાંચવું.....
અઘુરું વાંચી અધૂરા ઘડા માફક શું છલકાવવું ....
હવે ફરી અધૂરું વાંચવા ની ભૂલ ના કરશો પછી શું છે કે આંખે અંધારા આવી જાય તો.....
કોક હારે ભટકાઈ જવાય...
જો ફરી અધૂરું વાંચશો તો પાછા આંખે અંધારા આવી જશે ...
કેમકે પ્રકાશ…..
.
.
.
See More... નીચે પથરાયેલો છે....
.
.
.
See More... નીચે પથરાયેલો છે....
સાલી માર્ક ઝૂકબર્કની આ સુવિધા મને બૌ ગમી, આપણે ગમે તેવું આખે આખું ખૂલું થઈને લખીએ...
એ See More નીચે સંતાડી ને સસ્પેન્સ કરી નાખે ...
અતિ પ્રકાશ જોઈને પણ પણ આખે અંધારા આવી જતાં હોય છે ....
માટે જ્યારે પ્રકાશ સામે જોઇયે ત્યારે કાળા ચશ્મા પહેરી રાખવાથી..
આંખને નુકશાન થતું રોકી શકાય છે.... ! તો....
ભાઈ આ તો હું, બૌ સીધો,સાદો ને સરળ સૌમ્ય પ્રકૃતિ નો માણસ છું...!
એટલે બરછટ ભાષામાં મને બોલતા નૈ ફાવે ...
અને બબાલ કરવી મને બિલકુલ પસંદ નથી...! 
હું મારી શુધ્ધ ! અતિ શુધ્ધ ! ભાષા વડે કોઇની દીવાલ તો ગંદી ના જ કરું ...
માટે જ હું મારી દીવાલ ચીતરી રહ્યો છું ....
બાકી મે કહ્યું તેમ મને બરછટ લખવું બોલવું નથી ફાવતું ....
પણ અગર જો મારી જગ્યાએ કોઈ માથા ફરેલ માણસ હોય તો આમ જવાબ આપે...
લ્યા ડોફઓ ઝાડા કાંચના ચશ્મા લગાવો અને સરખું વાંચો મે શું લખ્યું છે ....
હું કોઈ લેખક નથી પણ તોય તમારા જેવા ઓછી નજરવાળા સરખું વાંચી શકે માટે જ...!
હું કાયમ વધુ જગ્યા છોડીને લખું છું !
તેમ છતાં તમારા જેવા ઉતાવળીયા અધૂરું વાંચીને બાફ્યા કરે છે ...
લ્યા શું કામ આટલા ઉતાવળીયા થાવ છો..! ,
શા માટે પછી થૂકેલું ચાટવું પડે એવું કરો છો..!
પછી કાપો તોય લોહી ના નીકળે એવી હાલત થઈ જાય ને ભીતર ધાર ધાર...
સાલું લોહીનું ટીપુય ના દેખાય તોય અમે નિર્દોષ નાહક ખૂનીમાં ખપી જાય..
ખામખા પાડાના વાંકે પખાલીને ડામ લાગે એવું કૃત્ય શા માટે કરો છો ...!
ફરી વાર વાંચો અહી પેસ્ટ કોપી કરીને લાવ્યો તમારા માટે...
લ્યો હવે તો સરખું વાંચો...!
મે કહ્યું :-" ભાઈબંધજી મને તો આ લાઇક-કોમેન્ટ શબ્દ માત્ર થી ચીડ છે .... "
અને એ ભાઈ શું સમજ્યા, શું બોલ્યા, એ પણ ફરીથી વાંચો....
એમણે કહ્યું :- પેલી વાત જેવુ...! "આ ભાઇ ને ખુશામદ ગમતી નથી" એમ કહેવુ એ જ સૌ થિ મોટી ખુશામદ છે....!
બાકિ લાઇક અથવા કોમેંટ કરવા મા ચિડ ચઢવા જેવુ શું છે..?
બોલો છે ને આઈટમ ! 
ભઇલા ભાઈ વાંચી લીધું... ?
હવે તમેજ કહો આમાં ખુશામત કરવાનો શોખ મને છે કે એ ભાઈને ચાલો નક્કી તમે જ કરો....
અગર મારે ખુશામત કરવી હોત તો મે પણ,...
સુંદર, ખૂબ સરસ, બાહ બાપુ વાહ ! આવી આવી વેવલી દ્રાક્ષ વેરી હોત...
પણ તમે તો સમજ્યા વિનાના ખાટી દ્રાક્ષ નાખીને સબંધો ખાટા કરાવો છો...!
વ્હાલા મિત્ર આ તો કોઈ માથા ફરેલ માનવીની વાત છે....
બાકી મારી વાત તો સાવ નોખી નિરાળી છે ... 
મને આવું બરછટ બોલવું ના ફાવે , હું આવું બરછટ ક્યારેય ના લખી શકું...!
હું તો ભઈ સીધો , સાદો, સરળ, સૌમ્ય સ્વભાવનો માણસછું...
હું બહુ બહુ તો અતિ નમ્ર અને મુલાયમ શેલીમાં એટલુ જ કહું....
અહી મારો અવાજ નહીં સંભળાય પણ ...
તમારે ધારી લેવાનું કે હું એકદમ મૃદુ શ્વરમાં બોલી રહ્યો છું..
મારા વહાલા દોસ્ત, યાર તમે ઝાડા કાંચના ચશ્મા લગાવો ને....
અધૂરા ઘડા માફક ના છલકો ના તો કોઈને છલકાવો ને ...
કંપ્રેશર થઈને કોઈને ખોટી હવા ભરવાનું છોડો મારા વ્હાલા....
ભૂલમાં જો વધુ ભરાઈ જશે તો ફુગ્ગો ફૂટી જશે...
અને હા ! હું કોઈ લેખક બેખક નથી હોં પણ શું છે કે,
હું ઓછી નજર વાળાઑને સરખું વંચાય માટે જ કાયમ વધુ જગ્યા રાખી લખું છું ...!
જુકબર્ગ ક્યાં જ્ગ્યાનું ઇચના ભાવે ભાડું માંગે છે હે.! માંગે ત્યારે જોયું જશે.. !
ત્યાં સુધી તો તમારા જેવા માટે છૂટા છવાયા શબ્દો લખું... 
પણ તમે છો કે તોય ઉતાવળે ઉતાવળે વાંચી ને સમજ્યા વિના કૂદો છો......!
દોસ્ત જરા સરખું વાંચો ,સમજો ,વિચારો પછી તમ તમારે યોગ્ય વાત લખો..
લખવાની ક્યાં ના જ છે.... !
મે શું કહ્યું જરા ફરીવાર વાંચો ને ...
મે લાઈક કમેંટ કરવા સામે નહીં એ શબ્દો પ્રત્યે ચીડ છે એવું કહ્યું છે ....
અને તમે આખી વાત બદલી કાઠી આવું તે થોડીના ચાલે હે ....
તમે ખુદ ખુશામત કરો છો ! ને વળી પાછા મને ખુશામતના પાઠ શીખવો છો હે આ સારું લાગે.. ?
તમારા લખાણ પરથી તો સ્પષ્ટ એવું ફલિત થાય છે કે તમે ખુશામત કરી....
પણ કરી તો ભલે ને કરી. મારે શું...?
આમેય તમારા જેવા ખુશામતિયાથી જ તો આ દેશ ખદબદે છે ...
અને તમને જે ગમે તે તમે કરી શકો છો .....
પણ સમજ્યા વિચાર્યા વિના મને તો તમારે ખુશામત કરી એવું ના જ કહેવાય ને ... !
તમે આમ સમજ્યા વિના ખાટી દ્રાક્ષ વેરો તો અમારા સંબંધો પણ ખાટા થઈ જાય કે નૈ....
બસ હું આ રીતે શાંત , સરળ, અને સૌમ્ય, મુલાયમ ,મખમલી, ને મૃદુ ભાષમાં...
સાવ ટૂંકો ને ટચ "ટચિ" અને આવી રીતે જ જવાબ આપત ....
બાકી બરછટ બોલી તો ના બોલું એટલે નાજ બોલું...
અને અંતે ઘણી કાપ કૂપ કરી, મે કહ્યું, એ રીતે જ જવાબ આપ્યો....
મરી ગ્યો ઈવડો હી હાચું કેતોતો હોં ...
ઇ મારો ભાઈ બંધ કેતો કે....
બ્લાસ્ટ :-1
બ્લાસ્ટ :-1
મીઠાશ આપો તો મીઠાશ મળે છે !
કડવાશ આપો તો કડવાશ મળે છે !
કડવાશ આપો તો કડવાશ મળે છે !
સારું યા, ખરાબ ગમે ! તે બોલો ..
"અનંત" એક દિ એનો પડઘો પડે છે.
"અનંત" એક દિ એનો પડઘો પડે છે.
એવું તો આપણાં સંતોય નો કેતા હે..!
કે જે જે જેવુ વાવે, તે તે તેવું જ લણે છે ...
કે જે જે જેવુ વાવે, તે તે તેવું જ લણે છે ...
ફરી વાર ભાઈબંધ "અનંત"નો એક બ્લાસ્ટ:-
એક વાર કોઈ છોકરીયે એને કહ્યું તું બૌ મસ્તી ખોર છે ...
મને તું, કે તારી હરકતો બિલકુલ પસંદ નથી...
એટલે તેણે બ્લાસ્ટ કર્યો...
બ્લાસ્ટ:-2
"અનંત" અગર તને મારી હરકતો ના ગમતી હોય....
અગર જો તને મારી સામે પણ જોવું ના હોંય પસંદ...
અગર જો તને મારી સામે પણ જોવું ના હોંય પસંદ...
તો તકલીફ મને કોઈજ નથી. વાંધો અગર તને છે તો.. !
હું ક્ષણમાં ગાયબ થઈ જઈશ. તું તારી આંખો કર બંધ..
હું ક્ષણમાં ગાયબ થઈ જઈશ. તું તારી આંખો કર બંધ..
"અનંત"
વાર્તા પૂરી....
ખાધું પીધું ને રાજ કર્યું. ખબર નૈ શાનું શાક કર્યું.... 


No comments:
Post a Comment