Jayendra Ashara.. સાહેબ...
તમારી આ વાત વાંચતાં જ હું વિતેલા વર્ષો માં ગરક થઈ ગયો ...
અને ત્યાથીજ છેક કઈક આ મળ્યું છે ! એજ મમળાવું છું !
જોકે હવે હું, ક્યારેક માત્ર એજ વાતો દોહરાવું છું ! દલીલો નથી કરતો ... 
તો ...
સંગીત સાંભળતા જે લાગણીઓ
અશ્રુ રૂપે ગાલ પર સરી પડે છે,
તે માટે સંગીત જવાબદાર છે જ ..!
સંગીત વાગે છે ત્યારે...
સંગીત શ્રવણ દરમિયાન...
આપણાં માનસ-પટલ પર
જૂની યાદો-અનુભવોનાચલચિત્રિત ..
ઉપસી-ઉભરી આવતા હોય છે ..!
અકલે સંગીત જવાબદાર નથી ..!
કહો ભલા એમ તો કેમ કહી શકાય ...
સંગીત પૂરે પૂરું જવાબદાર હોય છે !
આંસુ વહાવવામાં !
સંગીત પૂરે પૂરું ભાગીદાર હોય છે !
આંખને રડાવવામાં !
એ સિવાય પણ ઘણી ઘટના ભાગ ભજવતી હોય છે ..!
જૂની યાદો પણ જવાબદાર હોય છે !
જૂની યાદો અને સંગીતની સાથે સાથે ....
ભીની આંખ,
કોઈના શબ્દો પણ કરી શકે છે !
કોઈ કોઈ વખત સુગંધ પણ આવી સ્થિતિ સર્જતી હોય છે ..!
રડવા રડાવવામાં આ ત્રણેય સરખો ભાગ ભજવે છે !
ક્યારેક ક્યારેક
શબ્દો ,સંગીત , કે પછી દૂર દૂરથી આવતી
અતરની સુગંધ થકી પણ
કોઈ કોઈ વાર હ્રદય ભારે ભારે થઈ જાય છે ...
ત્યારે પણ આંખોમાથી આસું વહી જાય...
એ સારૂજ કહેવાય જો કે,
જૂની જૂની યાદો અને સંગીતની વાતો જ્યારે ચાલે ત્યારે...
શબ્દોને કહો ભલા કેમ ભૂલાય ....
ક્યારેક ક્યારેક કોઈના/કોઈક સારા કે માઠા શબ્દો પણ !
"માણસ" ને રડાવી શકે છે !
જૂની યાદો .!
કોઈના કરૂણ શબ્દો .!
અને કર્ણ પ્રિય સંગીત ...
આ બધા ભેગા મળીને ....
એક અટૂલા "માણસ" ની આંખો છલકાવી શકે છે ..!
જૂની જૂની એ દર્દનાક યાદો કોઇની પ્યાર ભરી વાતો, પછી અધૂરી મુલાકાતો...
પણ ક્યારેક હ્રદયને ખૂબ પીડા આપતી હોય છે !
પણ એ પીડા અને પીડાને કારણે આંખેથી વહેતા ગરમ હુફાળા આંસુ પણ !
જો કે , કોઈ કોઈને અલૌકિક આનંદ આપતા હોય છે !
શબ્દો, સંગીત, સુગંધ અને કોઇની જૂની યાદો
જો જીવનમાં ના હોય તો...
જીવનમાં શૂન્યાવકાશ સર્જાય.....
જીવનમાં જો કોઇ પ્રેમાળ પાત્ર સાથે વિતાવેલી....
અધૂરી છતાં મધુરી વાતો અને પછી એ ક્ષણો ની દર્દનાક યાદો ના હોય ,
તો ..!
કદાચ ઊંડાણ ભર્યા શબ્દો કે, હ્રદયના તાર ઝણ ઝણાવતું સંગીત જન્મે જ નહીં !
છોને મુલાકાતો અધૂરી હોય
પણ યાદો એની મધુરી હોય છે !
"અનંત" તું ના સહી , હોય ના યાદ તારી જો, યાર પાસે ... !
તો, સુખ સઘળું નકામું લાગે ! ભીતર બધુ ભેંકાર ભાસે... !
તો, સુખ સઘળું નકામું લાગે ! ભીતર બધુ ભેંકાર ભાસે... !
એટલે જૂની યાદો ને વાતો સાથે સંગીત અને ગીતના કરૂણ શબ્દો ...
આંખો છલકાવે છે ... !
આવું બધુ મારો ભાઈબંધ વર્ષો પહેલા....
એક દિવસ જ્યારે અમે મધરાતે મળ્યા ત્યારે કહેતો હતો...
જોકે ત્યારે હું થોડી ખોટી જીભાજોડી કરતો..,
પણ પછી જીભાજોડીને અંતે "અનંત' સાથે મોડે મોડે પણ સહમત ! થઈ જતો..
"સંગીત સાંભળતા
જે લાગણીઓ
અશ્રુ રૂપે ગાલ પર સરી પડે છે
તે માટે સંગીત જવાબદાર નથી ...
પરંતુ તે સંગીત શ્રાવણ દરમિયાન
આપણાં માનસ-પટલ પર ઉપસી-ઉભરી આવતી
જૂની યાદો-અનુભવોના ચલચિત્રિત દ્રશ્યો જવાબદાર છે ...
જયેન્દ્ર આશરા .. 2016.04.08...
આપણાં માનસ-પટલ પર ઉપસી-ઉભરી આવતી
જૂની યાદો-અનુભવોના ચલચિત્રિત દ્રશ્યો જવાબદાર છે ...
જયેન્દ્ર આશરા .. 2016.04.08...



No comments:
Post a Comment